Get The App

વીજળીના ચમકારે ગાડી રે ચલાવજો મારા ભાઈ, અચાનક ભૂવા ભટકાશે ને બ્રિજ તૂટશે રે!

Updated: Jul 13th, 2025

GS TEAM

Google News
Google News
વીજળીના ચમકારે ગાડી રે ચલાવજો મારા ભાઈ, અચાનક ભૂવા ભટકાશે ને બ્રિજ તૂટશે રે! 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- પૂલ તૂટે છે એટલી ઝડપથી ભ્રષ્ટાચારના ઠસોઠસ રૂપિયાથી છલકાતા ખિસ્સાં નથી તુટતા ! સ્વદેશે વગર વાંકે સામાન્ય લોકો મર્યા કરે ને મોટા લોકોના સંતાનો વિદેશમાં ભણીને ત્યાં જ રહ્યા કરે !

ઉ ર્દૂના મશહૂર સાહિત્યકાર કૃષ્ણ ચન્દરની વાર્તા 'જામુન કા પેડ' દેશમાં કોઈ પણ દુર્ઘટના થાય ત્યારે યાદ આવે છે. આઝાદી પછી સરકારી તંત્રમાં માણસના જીવની કિંમત ને જોખમ બાબતે લાપરવાહી રાખી માત્ર નિર્ણય ટાળવા ને નિયમને યમ બનાવી ગૂંચવાડા વધારી ભ્રષ્ટાચાર કરવાની શરૂઆત હતી ત્યારે એ વ્યંગકથા એમણે લખેલી. એ હજુ પણ તાજી લાગે છે કારણ કે અમૃતકાળની વાતો કરતા કરતા પણ આપણે સુધર્યા નથી, બગડયા  છીએ ! કમસેકમ આવું લખવા છતાં કૃષ્ણ ચંદ્રને પાકિસ્તાન જતા રહો, પશ્ચિમના એજન્ટ કે દેશ દ્રોહી જેવા લેબલ આપી ફોલ્ડરિયા ટોળાઓ લાગણી દુભવતા ન્હોતા. ઊલટું એમણે ૧૯૬૧માં પદ્મભૂષણ મળેલો ને વાર્તા માનો કે પછી લખી હોય કોઈએ ૧૯૭૭માં ગુજરી ગયા ત્યાં સુધી મેરિટ પર મળેલા સન્માનને પક્ષના ઉપકાર ગણીને એમનું અપમાન કર્યું ન્હોતું ! મૂળ વાર્તા લાંબી છે. પણ હજુ ખાડા પર કડક તપાસ કરવા માટે આદેશ અપાયા ત્યાં ૨૦૨૩માં એક જાગૃત નાગરિકે ચેતવણીનો વીડિયો બનાવ્યા છતાં અંતે તો તંત્રસર્જિત ગણાય એ ઘટનાને અકસ્માત ગણીને નવી કડક તપાસની વાત આવી ગઈ. ૨૦૩૬માં  ઓલિમ્પિક ગુજરાતમાં મળશે કે નહીં આપણે જાણતા નથી. પણ નિર્દોષોનો જીવ લેતી દરેક દુર્ઘટનાઓ પછી કડક તપાસ ને કડી નિંદાનો ગોલ્ડ મેડલ હરીફાઈ થાય તો આપણને જ મળે ! લોકોને સલામતી માટે આશ્વાસન આપવાને બદલે એક ગાળો તૂટયાનું આશ્વાસન જાતે લઈ લેતા પ્રશાસનને દર ચોમાસે રોડ તૂટી જતા હોવા છતાં એના પર થીગડાં મારવા હોય છે, પણ પક્ષના મળતિયા  કે નેતાઓના સગાવ્હાલા એવા સરકારી કોન્ટ્રાકટરને ભ્રષ્ટાચાર ઘટાડવા કહેવું નથી!

પહેલા પણ આવું હતું, આજે પણ આવું જ છે. ફરક એટલો છે કે હવે નાગરિકહિતમાં સાચો અવાજ ઉઠાવવો એ પણ એવો ગુનો ગણાય છે કે એચએમવીના સિમ્બોલ જેવા પક્ષભગત ટ્રોલિયા ડાઘિયા બનીને લોકહિતમાં સાચું કહેનારને જ કરડવા ટોળે વળે છે ! ને લોકો તો એમને ચૂંટવાના જ છે એ ગુમાનમાં રહેવાનો સત્તાધીશોને હક એટલે છે કે પબ્લિકને પડી જ નથી, એ વખતે એમને માટે કોઈ સ્વાર્થ વિના સત્યવાદી થનારને બચાવ કરવાની. એ તો એને પરેશાન કરવામાં આવે એ તમાશા જોવા પણ મનોરંજન સમજી પોપકોર્ન લઈને બેસી જાય છે ! 

ખેર, દરખ્ત એટલે વૃક્ષ એવું વધુ ઉર્દૂ સમજીને આ ટૂંકાવેલી વાર્તા જો વાંચશો તો કડક તપાસો પછી આપણે ત્યાં પક્ષ કોઈ પણ રાજ કરે, તંત્ર કેમ દળી દળીને ઢાંકણીમાં જેવું નક્ટું છે, એનો અંદાજ આવી જશે !

***

રાત કો બડે જોર કા ઝક્કડ ચલા ! સેક્રેટેરિયટ કે લૉન મેં જામુન કા એક દરખ્ત ગિર પડા, સુબહ જબ માલી ને દેખા તો ઉસે માલૂમ પડા કિ દરખ્ત કે નીચે એક આદમી દબા પડા હૈ.

માલી દૌડા-દૌડા ચપરાસી કે પાસ ગયા . ચપરાસી દૌડા-દૌડા ક્લર્ક કે પાસ ગયા. ક્લર્ક દૌડા-દૌડા સુપરિટેંડેંટ કે પાસ ગયા. સુપરિટેંડેંટ દૌડા-દૌડા બાહર લૉન મેં આયા. મિનટોં મેં ગિરે હુએ દરખ્ત કે નીચે દબે હુએ આદમી કે ગિર્દ મજમા ઇકઠ્ઠા હો ગયા.

''બેચારા ! જામુન કા પેડ કિતના ફલદાર થા.'' એક ક્લર્ક બોલા.

''ઇસકી જામુન કિતની રસીલી હોતી થીં.'' દૂસરા ક્લર્ક બોલા.

''મગર યે આદમી ?'' માલી ને દબે હુએ આદમી કી તરફ ઇશારા કિયા.

''હાઁ, યહ આદમી!'' સુપરિટેંડેંટ સોચ મેં પડ ગયા.

''પતા નહીં જિંદા હૈ કિ મર ગયા!'' એક ચપરાસી ને પૂછા.

''નહીં મૈં જિંદા હૂઁ !'', દબે હુએ આદમી ને બ-મુશ્કિલ કરાહતે હુએ કહા.

''દરખ્ત કો હટાકર ઇસે નિકાલ લેના ચાહિએ.'' માલી ને મશવરા દિયા. ''અગર સુપરિટેંડેંટ સાહબ હુક્મ દે તો અભી પંદ્રહ-બીસ માલી, ચપરાસી ઔર ક્લર્ક, જોર લગાકર દરખ્ત કે નીચે સે દબે આદમી કો નિકાલ સકતે હૈં.''

સુપરિટેંડેંટ અંડર-સેક્રેટરી કે પાસ ગયા. અંડર-સેક્રેટરી ડિપ્ટી સેક્રેટરી કે પાસ ગયા. ડિપ્ટી સેક્રેટરી જૉઇન્ટ સેક્રેટરી કે પાસ ગયા. જૉઇન્ટ સેક્રેટરી ચીફ સેક્રેટરી કે પાસ ગયા.

ફાઇલ ચલને લગી. ફાઇલ ચલતી રહી. ઇસી મેં આધા દિન ગુજર ગયા. સુપરિટેંડેંટ ફાઇલ લિએ ભાગા-ભાગા આયા, બોલા, ''હમ લોગ ખુદ સે ઇસ દરખ્ત કો યહાઁ સે હટા નહીં સકતે. હમ લોગ વાણિજ્ય વિભાગ સે હૈં ઔર યહ દરખ્ત કા મામલા હૈ જો કૃષિ વિભાગ કી તહવીલ મેં હૈ. ઇસલિએ મૈં ઇસ ફાઇલ કો અર્જેન્ટ માર્ક કરકે ભેજ 

રહા હૂઁ.''

દૂસરે દિન ભી ફાઇલ ચલતી રહી. શામ કો જવાબ ભી આ ગયા. ''હમ ઇસ મામલે કો હૉર્ટીકલ્ચરલ ડિપાર્ટમેંટ કે સુપુર્દ કર રહે હૈં ક્યોંકિ યહ એક ફલદાર દરખ્ત કા મામલા હૈ ઔર એગ્રીકલ્ચરલ ડિપાર્ટમેંટ સિર્ફ અનાજ ઔર ખેતીબાડી કે મામલોં મેં ફૈસલા કરને કા મજાજ હૈ. જામુન કા પેડ એક ફલદાર પેડ હૈ ઇસલિએ પેડ હૉર્ટીકલ્ચરલ ડિપાર્ટમેટ મેં આતા હૈ.''

રાત કો માલી ને દબે હુએ આદમી કો દાલ-ભાત ખિલાયા હાલાઁકિ લૉન કે ચારોં તરફ પુલિસ કા પહરા થા કિ કહીં લોગ કાનૂન કો અપને હાથ મેં લે કે દરખ્ત કો ખુદ સે હટવાને કી કોશિશ ન કરેં. મગર એક પુલિસ કૉન્સ્ટેબલ કો રહમ આ ગયા ઔર ઉસને માલી કો દબે હુએ આદમી કો ખાના ખિલાને કી ઇજાજત દે દી.

તીસરે દિન હૉર્ટીકલ્ચરલ ડિપાર્ટમેંટ સે જવાબ આ ગયા. લિખા થા, ''હૈરત હૈ, ઇસ સમય જબ ''દરખ્ત ઉગાઓ'' સ્કીમ બડે પૈમાને પર ચલ રહી હૈ, હમારે મુલ્ક મેં એસે સરકારી અફસર મૌજૂદ હૈં જો દરખ્ત કાટને કા મશવરા દેતે હૈં, વહ ભી એક ફલદાર દરખ્ત કો ! ઔર ફિર જામુન કે દરખ્ત કો ! જિસ કે ફલ અવામ બડી રગબત સે ખાતે હૈં ! હમારા મહકમા કિસી હાલત મેં ઇસ ફલદાર દરખ્ત કો કાટને કી ઇજાજત નહીં દે સકતા.''

''અબ ક્યા કિયા જાએ ?'', એક મનચલે ને કહા. ''અગર દરખ્ત કાટા નહીં જા સકતા તો ઇસ આદમી કો કાટકર નિકાલ લિયા જાએ ! યહ દેખિએ, ઉસી આદમી ને ઇશારે સે બતાયા. અગર ઇસ આદમી કો બીચ મેં સે, યા'ની ધડ કે મકામ સે કાટા જાએ તો આધા આદમી ઇધર સે નિકલ આએગા ઔર આધા આદમી ઉધર સે બાહર આ જાએગા, ઔર દરખ્ત વહીં કા વહીં રહેગા.''

''મગર ઇસ તરહ સે તો મૈં મર જાઉઁગા !'' દબે હુએ આદમી ને એહતિજાજ કિયા. આદમી કો કાટને વાલી તજવીજ પેશ કરને વાલે ને પુર-જોર-એહતિજાજ (કડા વિરોધ) કિયા, ''આપ જાનતે નહીં હૈં. આજકલ પ્લાસ્ટિક સર્જરી કે જરિએ ધડ કે મકામ પર ઇસ આદમી કો ફિર સે જોડા જા સકતા હૈ.''

અબ ફાઇલ કો મેડિકલ ડિપાર્ટમેંટ મેં ભેજ દિયા ગયા. મેડિકલ ડિપાર્ટમેંટ ને ફૌરન ઇસ પર એક્શન લિયા ઔર જિસ દિન ફાઇલ મિલી, ઉસને ઉસી દિન ઇસ મહકમે કા સબસે કાબિલ પ્લાસ્ટિક સર્જન તહકીકાત કે લિએ ભેજ દિયા.

સર્જન ને દબે હુએ આદમી કો અચ્છી તરહ ટટોલકર, ઉસકી સેહત દેખકર, ખૂન કા દબાવ, સાઁસ કી આમદ-ઓ-રફ્ત, દિલ ઔર ફેફડોં કી જાઁચ કર કે રિપોર્ટ ભેજ દી કિ, ''ઇસ આદમી કા પ્લાસ્ટિક સર્જરી ઑપરેશન તો હો સકતા હૈ ઔર ઑપરેશન કામયાબ ભી હો જાએગા, મગર આદમી મર જાએગા.''

રાત કો માલી ને દબે હુએ આદમી કે મુઁહ મેં ખિચડી કે લુકમે ડાલતે હુએ ઉસે બતાયા, ''અબ મામલા ઉપર ચલા ગયા હૈ. સુના હૈ કિ સેક્રેટેરિયટ કે સારે સેક્રેટેરિયોં કી મીટિંગ હોગી. ઇસમેં તુમ્હારા કેસ રખા જાએગા. ઉમ્મીદ હૈ સબ કામ ઠીક હો જાએગા.''

કુશ શાઇ'ર દબે હુએ આદમી કો અપની ગજલે ઔર નજ્મે સુનાને લગે. જબ યહ પતા ચલા કિ દબા હુઆ આદમી શાઇ'ર હૈ તો સેક્રેટેરિયટ કી સબ-કમેટી ને ફૈસલા કિયા કિ ચૂઁકિ દબા હુઆ આદમી એક શાઇ'ર હૈ લિહાજા ઇસ ફાઇલ કા તઅલ્લુક ન એગ્રીકલ્ચરલ ડિપાર્ટમેંટ સે હૈ, ન હૉર્ટીકલ્ચરલ ડિપાર્ટમેંટ સે બલ્કિ સિર્ફ ઔર સિર્ફ કલ્ચરલ ડિપાર્ટમેંટ સે હૈ.

દૂસરે દિન સેક્રેટરી ભાગા-ભાગા શાઇ'ર કે પાસ આયા ઔર બોલા, ''મુબારક હો, મિઠાઈ ખિલાઓ, હમારી સરકારી અકાદમી ને તુમ્હેં અપની મર્કજી કમેટી કા મેંબર ચુન લિયા હૈ !''

મગર મુઝે ઇસ દરખ્ત કે નીચે સે તો નિકાલો.'' દબે હુએ આદમી ને કરાહકર કહા. ઉસકી સાઁસ બડી મુશ્કિલ સે ચલ રહી થી.

''યહ હમ નહીં કર સકતે.'' સેક્રેટરી ને કહા. ''જો હમ કર સકતે થે, વહ હમને કર દિયા હૈ. બલ્કિ હમ તો યહાઁ તક કર સકતે હૈં કિ અગર તુમ મર જાઓ તો તુમ્હારી બીવી કો વજીફા દિલા સકતે હૈં. અગર તુમ દરખ્વાસ્ત દો તો હમ યહ ભી કર સકતે હૈં.''

''મૈં અભી જિંદા હૂઁ.'' શાઇ'ર રુક-રુકકર બોલા. ''મુઝે જિંદા રખો.'' ''મુસીબત યહ હૈ,'' સરકારી અકાદમી કા સેક્રેટરી હાથ મલતે હુએ બોલા, ''હમારા મહકમા'' સિર્ફ કલ્ચર સે મુતઅ'લ્લિક હૈ. ઇસકે લિએ હમને ''ફૉરેસ્ટ ડિપાર્ટમેંટ'' કો લિખ દિયા હૈ. ''અર્જેટ'' લિખા હૈ.

શામ કો માલી ને આકર દબે હુએ આદમી કો બતાયા કિ કલ ફૉરેસ્ટ ડિપાર્ટમેંટ કે આદમી આકર ઇસ દરખ્ત કો કાટ દેંગે ઔર તુમ્હારી જાન બચ જાએગી.

દૂસરે દિન જબ ફૉરેસ્ટ ડિપાર્ટમેંટ કે આદમી આરી-કુલ્હાડી લેકર પહુઁચે તો ઉનકો દરખ્ત કાટને સે રોક દિયા ગયા. મા'લૂમ યહ હુઆ કિ વિદેશ મંત્રાલય સે હુક્મ આયા કિ ઇસ દરખ્ત કો ન કાટા જાએ.

વજ્હ યહ થી કિ ઇસ દરખ્ત કો દસ સાલ પહલે હુકૂમત-એ-પિટોનિયા કે વજીર-એ-આ'જમ (પ્રધાનમંત્રી) ને સેક્રેટેરિયટ કે લૉન મેં લગાયા થા.

''મગર એક આદમી કી જાન કા સવાલ હૈ !'' એક ક્લર્ક ગુસ્સે સે ચિલ્લાયા.

''દૂસરી તરફ દો હુકૂમતોં કે તઅ'લ્લુકાત કા સવાલ હૈ.''

શામ પાઁચ બજે ખુદ સુપરિટેંડેંટ સાઇ'ર કી ફાઇલ લે કર ઉસકે પાસ આયા. ''સુનતે હૌ ?'' આતે હી ખુશી સે ફાઇલ હિલાતે હુએ ચિલ્લાયા, ''વજીર-એ-આ'જમ ને દરખ્ત કો કાટને કા હુક્મ દે દિયા હૈ કલ વહ દરખ્ત કાટ દિયા જાએગા ઔર તુમ ઇસ મુસીબત સે છુટકારા હાસિલ કર લોગે!''

મગર શાઇ'ર કા હાથ સર્દ થા. આઁખોં કી પુતલિયાઁ બેજાન થીં ઔર ચીંટિયોં કી એક લંબી કતાર ઉસકે મુઁહ મેં જા રહી થી.

ઉસકી જિંદગી કી ફાઇલ ભી મુકમ્મલ હો ચુકી થી.

***

ભારતમાં બધા પક્ષોના મોટા ભાગના નેતાઓ માટે દરેક વિસ્તાર કોઈ દેશ કે રાજ્ય નથી પણ તગડી કમાણી કરતી રિયલ એસ્ટેટ છે ! નાગરિકના હક નથી, એ બસ એમને સત્તા આપીને પોતે સેવક બની જતા ગ્રાહક છે ! દેશના ઘણા શહેરોમાં નેતાઓની મિલકતને કે વોટબેંકને વાંધો ના આવે એટલે આખેઆખા ઓવરબ્રિજ કે સ્કાયવોક કે ગાર્ડનના પ્લાન ફરી ગયાના દાખલા છે ! સ્માર્ટ સિટી તો પરદેશ જાવ ત્યારે ખબર પડે કે ખરેખર કેવા હોય ! ગાયો ને કૂતરાના ત્રાસથી મુક્ત હોય એવું એક નગર ભારતવર્ષમાં નથી. ખાડા ને ખાડે ગયેલી ટ્રાફિક સેન્સ અલગ. ઝુંપડાવાસીઓને ખસેડવાની ત્રેવડ એક પણ કોર્પોરેશનની નથી. ફાઈવ-જી ઇન્ટરનેટના ઠેકાણા નથી. મોટી મોટી વાતો વધતી જાય છે ને દરેક શહેર વિસ્તરતું જાય છે અને સમસ્યા વકરતી જાય છે. નળમાંથી સીધું પી શકાય એવું પાણી નથી ને ઇન્ફેક્શન કે એલર્જી ના લાગે એવી હવા નથી. બધી બાબતોમાં પબ્લિક પર દોષ ઢોળી ના શકાય. અમુક તો ભ્રષ્ટ અને ભોટ તંત્રની જ નરી નાલાયકી છે. ને પ્રજાનો વાંક એટલો જ કે એ સહન કરતી કરતી મરી જાય છે ! આંતરવિગ્રહ આપણે ત્યાં ધર્મ કે જ્ઞાતિ કે પરંપરા માટે થાય છે. બેહતર સુખાકારી કે આધુનિક સુધારા માટે નહીં. સ્માર્ટ લોકો ઉલ્લુ બનાવે નહીં, એ માટે પ્રજા પોતાની તકલીફો અંગે એટલિસ્ટ સ્માર્ટ હોવી જોઈએ. બાકી 'ચીંગમ' ચગળવાથી પેટ ના ભરાય! 

દરેક ચોમાસે મહાનગર કહેવાતા મુંબઈ, સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ વગેરેમાં, ક્યારેક તો થોડાક વરસાદમાં પણ ઘરમાં ઘુસી જાય એટલું પાણી ભરાતા અને અનેક પોશ ગણાતા તોતિંગ જમીનના ભાવવાળા વિસ્તારને રીતસર તળાવ બની જતા જોઈને કટાક્ષ થાય કે તેલ લેવા જવું હોય તો ડબ્બો મોંઘો. ભાડમાં જવું હોય તો પેટ્રોલ મોંઘું. ચૂલામાં પડવું હોય તો ગેસ મોંઘો. આમાં બાળોતિયાના બળેલાઓને ધકેલવા ક્યાં? બસ , સરકારી મહેરબાની કે ચોમાસાના ખાડા મફત છે!

ફાસ્ટ ફોરવર્ડ

રોડ રિપેરિંગ વખતે 'કામ ચાલુ છે' ને બદલે 'કામચલાઉ' છે, એવા બોર્ડ મારતા હો તો ! 

(ડો. જગદીપ નાણાવટી)

Tags :