Get The App

એઆઈથી અર્થકારણનાં ક્ષેત્રમાં અસમાનતા યથાવત્ રહેશે

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
એઆઈથી અર્થકારણનાં ક્ષેત્રમાં અસમાનતા યથાવત્ રહેશે 1 - image


- મેનેજમેન્ટ-ધવલ મહેતા

- અત્યારે જગતના એ-આઈ ક્ષેત્રના વૈજ્ઞાનિકો આર્ટીફીશીયલ રોબોટસ વધુને વધુ વિઝડમ ધરાવતા થાય તે માટે પ્રયત્નો કરે છે. પરંતુ જગતમા વિઝડમ કોને કહેવું તેના પર કોઈ એકમત નથી. તેથી તે હાલ પૂરતા તેઓ રોકાઈ ગયા છે

આ ર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટ્સ વીજળીની ઝડપે કામ કરે છે અને હવે માનવજાતના હજારો કામો કરે છે. દુનિયા મસલ્સ પાવરથી હવે માઈન્ડ પાવર તરફ સરકી રહી છે. ઔદ્યોગીક ક્રાંતિ પાછળ શ્રમ બચાવનારા (લેબર સેલીંગ) યંત્રો હતા જ્યારે હવે બુદ્ધિપૂર્વક કામ કરતા અંગોનો જમાનો આવ્યો છે. આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સ ધરાવતા યંત્રો કે રોબોટ્સ માનવસમાજમા અપાર સમૃદ્ધી ઊભી કરશે તેમાં કોઈ બે મત નથી. માનવજગતમા દરેક આર્થિક ક્રાંતિએ અપાર સમૃદ્ધી ઉભી કરી છે તેમાં મુખ્ય વાંધો સંપત્તિની વહેંચણી અંગેનો છે. સામ્યવાદ પણ આવક અને સંપત્તિની સમાન વહેંચણીના સિદ્ધાંત પર ઊભો થયો હતો જેમા તેને સરિયામ નિષ્ફળતા મળી. એકવાર કોઈ આર્થિક ક્રાંતિ થાય તે પછી તેનો જગતભરમા પ્રસાર થતા ઘણા દાયકાઓ કે સદીઓ વીતી જાય છે.  ૨૫૦ વર્ષ પહેલા શરૂ થયેલી ઔદ્યોગીક ક્રાંતિ હજી આફ્રિકાના મોટાભાગના દેશોમા ક્યાં પહોંચી છે? એઆઈ પણ ઔદ્યોગીકકરણના યુગની જેમ સદીઓ સુધી લંબાશે અને જગતમા આર્થિક અસમાનતા ચાલુ રહેશે કે વધશે.

એઆઈ અને રોબોટ્સ

એઆઈ ધરાવતા યંત્રો કોઈપણ જાતનો ડર અનુભવતા નથી. તેઓ કંઈક ખોટું કરે તો તેમનામા બિલકુલ શરમનો ભાવ હોતો નથી. તેઓ અપરાધનો ભાવ પણ અનુભવતા નથી. તેઓ પ્રોગ્રામ્ડ હોય છે. માનવજાતમા પ્રેમ, સ્નેહ, અણગમો, ધીક્કાર, કંઈક ખોટું કર્યાની લાગણી, પસ્તાવો, કોઈક ભૂલ કરી તે માટે માફી માગવી વગેરેની કોઈ લાગણી તેમને થતી નથી. એઆઈ રોબોટ્સમા આ લાગણીઓ નહી હોવાથી તેઓ માનવસમાજનો નાશ કરી શકે છે. માનવ સમાજમા લાખો વર્ષોની ઉત્કાંતિ દરમિયાન પ્રેમ, ભય, સ્નેહ, બાળઉછેર વગેરેની લાગણીઓ ઊભી થઇ છે અને ચાલુ રહી છે. તેનુ એક અગત્યનુ કારણ એ છે કે સમસ્ત ઉત્ક્રાંતિ માનવીની જીવ રાસાયણીક (બાયોકેમીકલ્સ) પ્રક્રિયાઓ પર ઉભી થઇ છે જ્યારે સમગ્ર એ-આઈ સીસ્ટમ બીટ્સ, બાઈટ્સ, ચીપ્સ જેવા ઇલેક્ટ્રોનીક્સની પ્રક્રિયા પર ઊભી થઇ હોવાથી માનવીની લાખો વર્ષોની ઉત્ક્રાંતિ દરમિયાન આ જીવરાસાયણિક પ્રક્રિયાઓ સતત બદલાતી રહી છે. માનવસમાજમા જે બે ચમત્કારીક ગુણોનો ઉદય થયો છે તે અન્ય પ્રાણીઓમા કે ઇલેક્ટ્રોનીક્સ પ્રક્રિયામા થયો નથી. તેમા એક છે કોન્સીયસનેસ એટલે કે માનવચેતના અને બીજો છે કોન્સીયન્સ એટલે કે અંત:કરણ જેમા તમને સારા કામો સંતોષ આપે છે અને ખરાબ કામો પસ્તાવો, પશ્ચાતાપ, અપરાધ વગેરેની લાગણીઓ ઊભી કરે છે. પ્રાણી જગતમા પણ કોન્સીયસનેસ એટલે કે સેલ્ફ અવેરનેસ હોય છે પરંતુ તેનો વિકાસ માનવજાતના વિકાસ જેટલો થયો નથી. માણસમા અગોચર જ્ઞાન આપવા માટે છઠ્ઠી ઇન્દ્રીય હોય છે કે નહી તેની કોઈ સાબિતી હજી મળી નથી. તમામ ચમત્કારો દાવાઓ છેતરપીંડી હાથચાલાકી કે દ્રષ્ટિભ્રમતા જણાય છે.

મસલ પાવર અને માઇન્ડ પાવરનું મેનેજમેન્ટ

પશ્ચિમી માનવ સમાજ હવે એઆઈ રોબોટીક્સમાં મસલ પાવર નહી પરંતુ માઇન્ડ પાવર વધારવા માગે છે. મસલ પાવર એટલે કે સ્નાયુ શક્તી માણસો કરતા અમુક પ્રાણીઓમા વધારે જોવા મળે છે પરંતુ માઇન્ડ પાવરમાં પ્રાણીઓ ઘણા પાછળ છે. અત્યારે માનવસમાજમા જે પરિવર્તનો આવી રહ્યા છે.

 તેને અંગ્રેજીમાં એપોક-મેઇકીંગ એટલે યુગ પ્રર્વતક ચેઇન્જીઝ કહે છે. સૌ પ્રથમ તો પશ્ચિમ જગત પૂર્વના જગતથી માઇન્ડ પાવરની બાબતમા ઘણા વખત સુધી આગળ રહેશે. જગત ફરી માઇન્ડ પાવર અને મસલ પાવર વચ્ચે વહેંચાઈ જશે. સામ્યવાદી દેશો એ-આઈના યુગમા પોતાના નાગરીકો પર કન્ટ્રોલ રાખી શકવાના નથી તેથી ભવિષ્યમા સામ્યવાદનો હ્રાસ થશે જ્યારે લોકશાહી જે અત્યારે લોકરંજક (પોપ્યુલીસ્ટ) બનીને લોકોની મુખાકારી વધારવા કરતા લોકોનું મનોરંજન કરે છે અને ફી-બીઝ પાછળ અધધધ ખર્ચો કરે છે તેના પર પણ એ-આઈ અમુક અંશે કાબુ મેળવશે. પૂર્વ જગતનો ધર્મ-આધ્યાત્મિકતા પર વિશ્વાસ ચાલુ રહેશે. જ્યારે પશ્ચિમ જગત કદાચ નેશનાલીઝમથી પણ નીકળીને રેશનાલીઝમ તરફ વળે તેમ લાગે છે. એઆઈના યુગમા લોકોનું આયુષ્ય પુષ્કળ લંબાશે તેમ જણાય છે. કદાચ સરાસરી ૧૦૦ વર્ષની ઉપર પણ પહોંચી શકે છે તેથી રીટાયરમેન્ટ ૯૦ વર્ષ પછી થાય તે શક્ય છે. જો અત્યારનો ઝેરીલો રાષ્ટ્રવાદ ચાલુ રહ્યો તો એઆઈ માનવજાતને ખતમ કરી શકે છે. આ કામ તે વીજળી ઝડપે માસ ડીસઇન્ફર્મેશન અને ફેકચ્યુઅલ ડીસ્ટોર્શન ફેલાવીને કરે તે શક્ય છે.

અત્યારે જગતના એ-આઈ ક્ષેત્રના વૈજ્ઞાનિકો આર્ટીફીશીયલ રોબોટસ વધુને વધુ વિઝડમ ધરાવતા થાય તે માટે પ્રયત્નો કરે છે. પરંતુ જગતમા વિઝડમ કોને કહેવું તેના પર કોઈ એકમત નથી. તેથી તે હાલ પૂરતા તેઓ રોકાઈ ગયા છે.

Tags :