Get The App

'મારી તમામ પ્રાર્થનાઓનો ઈશ્વરે આપેલો ઉત્તર તું છે'

- પ્રેમની ઉત્કટતા વ્યક્ત કરવાનો અવસર

- હોરાઈઝન- ભવેન કચ્છી

Updated: Feb 14th, 2021

GS TEAM

Google News
Google News
'મારી તમામ પ્રાર્થનાઓનો ઈશ્વરે આપેલો ઉત્તર તું છે' 1 - image

- 'જો તારા માટેનો મેં કરેલો પ્રત્યેક વિચાર એક ફૂલ હોત તો વિશ્વ આખું સૌંદર્યમય બગીચામાં ફેરવાઈ ગયું હોત'


'વે લેન્ટાઈન ડે' નિમિત્તે એવા ચૂનંદા 'ક્વૉટ' અહીં આપ્યા છે જેમાં પ્રેમની ઉત્કટતા વ્યક્ત થઈ છે. પ્રત્યેક 'ક્વૉટ' પર વિચાર વિસ્તાર રજૂ કરી શકાય. તમે તમારા સહપાત્ર જોડે આવી સમજ સાથે જીવન વીતાવો તેવી શુભેચ્છા... ઓવર ટુ 'લવબાઇટ્સ'...

*  સફળ લગ્ન વારંવાર પ્રેમમાં પડવાની જરૂરિયાત માંગી લે છે. - એકની એક જ વ્યક્તિ જોડે 

- મિન્ગોન મેકલાધીન

*  ''મારી સાથે વૃદ્ધ થજે... આપણા બંને વચ્ચેની ઉત્કટ પ્રેમની શ્રેષ્ઠ પળો તો હવે બહાર આવવાની છે.''

- રોબર્ટ બ્રાઉનિંગ

*  ''જ્યાં પ્રેમ છે ત્યાં જ જીવન છે''

- મહાત્મા ગાંધી

*  વિશ્વની શ્રેષ્ઠ વસ્તુઓ તેને જોવાથી કે સ્પર્શ કરવાથી પામી શકાતી નથી. તે હૃદયની જ અવર્ણનીય અનુભૂતિનો એહસાસનો અનુભવ જ બની રહે છે.

- હેલન કેલર

*  ''મારે માત્ર પ્રેમ જ જોઈએ છે પણ કોઈ કોઈ વખત ચોકલેટ લાવીને આપતો રહીશ તો મને વાંધો નથી.''

- ચાર્લ્સ સ્કુલ્ઝ

*  ''કોઈને ચાહવું તે જીવનભરના રોમાંસની શરૂઆત છે.''

- ઓસ્કાર વાઈલ્ડ

*  ''પ્રેમ એ વિશ્વની સૌથી મોટી મનોબીમારી છે. તે હદનો કોઈને પ્રેમ કરો.''

- પ્લેટો

*  ''વેલેન્ટાઇન ડે વગરનો ફેબુ્રઆરી હોત તો ? શક્ય જ નથી તો જાન્યુઆરી હોત.''

- જીમ ગાફિગન

*  ''પ્રેમને જરૂર છે કે તમારે પેપરવર્ક કરવું (ડાયવોર્સ) જ ન પડે.''

- પર્લ બેઈલી

*  ''પ્રેમ નહીં, ચોકલેટ જેવું કોઈ ચુંબક નથી.''

- ફર્નાન્ડો પેસોઆ

*  ''એકબીજા સામે નજરમાં નજર મીલાવી જોવું તે જ પ્રેમ નથી. બંને એક જ દિશામાં જુએ તે જ ખરો પ્રેમ.''

- એન્ટોની એકસુપેરી

*  ''પ્રેમ અમર છે, તેની પરિભાષા ફરજ અને જવાબદારી હેઠળ ભલે બદલાયેલી લાગે પણ તેનું સત્વ અને તત્વ તો પ્રેમ જ રહેવું જોઈએ.''

- વાન ગોગ

*  ''ખરો પ્રેમી જેને પ્રેમ કરે છે તેનો તે ઋણી છે તેવું જીવનના અંત સુધી માને છે.''

- રાલ્ફ શોકમેન

*  ''બે પાત્રો પ્રેમમાં પડે છે તેમાં ગુરૂત્વાકર્ષણની કોઈ ભૂમિકા હોતી નથી.''

- આઈન્સ્ટાઈન

*  ''કોઈ દ્વારા પ્રેમ પ્રાપ્ત થાય ત્યારે આપણામાં અનેરી ઉર્જા આવી જતી હોય છે અને કોઈને પ્રેમ કરવાથી સાહસ કરવાની હિંમત આવી જતી હોય છે.''

- લાઓ ત્ઝૂ

*  બે દેહનો આત્મા એક જ બને તે પ્રેમ - એરિસ્ટોટલ (તન સે જુદા હૈ તો ક્યા એક જાન હૈ હમ)

*  ''કોઈ તબીબી વિજ્ઞાાન, ફિલસૂફ કે કવિ હજુ એ જાણી નથી શક્યો કે એક હૃદય કેટલું સંઘરી શકે ? કેટલાને સમાવી શકે ? કેટલોભાર વહન કરી શકે ?''

- ઝેલ્ડા ફિટ્ઝગેરાલ્ડ

*  ''જો તું મને યાદ રાખીશ તો દુનિયા આખી મને ભૂલી જાય તેની મને પરવા નથી.''

- હારૂકી મૂરામામી

*  ''બે પાત્રો પૂરી સંમતિ સાથે મુર્ખ બનવા તૈયાર થાય તેનું નામ પ્રેમ''

- પોલ વાલેરી

*  ''પ્રેમની એક શરત હોય છે. તમે જેને પ્રેમ કરો છો તેની ખુશી જ તમારી ખુશી માટેનું એકમાત્ર કારણ અને ધ્યેય હોય છે.''

- રોબર્ટ હેઈન્લેનીન

*  ''વિશ્વના બધા જ રોમોટિક ગીતો તમારા  બંનેના પ્રેમને ઉદ્દેશીને રચાયા હોય તેવું તમને બંનેને લાગવું જોઈએ.''

- અજ્ઞાાત

*  ''જો તું ૧૦૦ વર્ષ જીવવાનો હોય તો હું તેના કરતા એક દિવસ ઓછું જીવું. મારે તારા વીના એક દિવસ પણ રહેવું ન પડે.''

- એ. મિલ્ને

*  ''પ્રેમ શું છે તેની ખબર જ મને તારાથી પડી. હું તો આકર્ષણ અને બાલી ઉંમરની ભૂલને પ્રેમ સમજતી હતી.''

- હર્મન હેસ

*''મારા અસ્તિત્વનો એહસાસ જ તારી હાજરીને લીધે છે.''

- અજ્ઞાાત

*  ''મેં જોયું કે તું મારા માટે પરફેક્ટ છે. તેથી મેં તને ચાહી... પછી આપણે મળ્યા અને મેં જાણ્યું કે તું એવી (કે એવો) પરફેક્ટ નથી અને હું તને વધુ ચાહવા લાગ્યો.''

- એન્નેલિટા લિમ

*  ''લિમોઝિનમાં બેસીને તો પ્રેમ કરનારા મળી જશે પણ માની લો કે લિમોઝિનમાંથી બસમાં બેસવાનો સમય આવે અને છતાં જેનો પ્રેમ અકબંધ રહે તે જ સાચો પ્રેમ.''

- ઓપ્રાહ વિનફ્રે

*  ''મારી તો બસ એક જ ફરજ છે તે હું જાણું. તને પ્રેમ કરવાની... તને ખુશ રાખવાની.''

- આલ્બર્ટ કામુસ

*  ''તમે કંઈક મેળવવાની અપેક્ષા રાખતા હોવ તો કોઈને પ્રેમ ન કરતા કેમ કે પ્રેમમાં આપવાનો જ એકમાત્ર વિકલ્પ હોય છે.''

- કેથારિન હેપબર્ન

* ''આપણે આપણા પોતાના સીવાય બીજા કોઈને પ્રેમ કરીએ તે જ મોટી વાત નથી?''

- વિક્ટર હ્યુગો

* ''તમારો છૂપાયેલો આત્મા બહાર દેખા દે તે જ પ્રેમ.''

- ઝોરા હર્સ્ટન

*  ''પ્રેમ અગ્નિ છે તે હૃદયને હૂંફાળુ પણ બનાવી શકે છે અને પરસ્પર પ્રેમની કદર ન થાય તો સંસારને બાળી પણ શકે છે.''

- જોન ક્રોફર્ડ

*  ''જે તમને બે કોડીના ગણતું હોય તેને ક્યારેય પ્રેમ ન કરો.''

- ઓસ્કાર વાઇલ્ડ

*  ''તમારી અંદર રહેલા નર્કને સ્વર્ગમાં રૂપાંતર કરી દે તેનું નામ પ્રેમ.''

- ડોલી પાર્ટન

*  ''પ્રેમ એ જ શિક્ષણ અને કેળવણી.''

- એલેનોર રૂઝવેલ્ટ

*   ''જીવન એ પૂષ્પ છે જેના માટે પ્રેમ મધ છે.''

- વિક્ટર હ્યુગો

*  ''વીલ યુ બી માય વેલેન્ટાઇન? યુ હેવ નો ચોઇસ - વી આર મેરિડ''

- અજ્ઞાાત

*  ''તમે જેને પ્રેમ કરો છો તે તેના પર પ્રભુત્વ સ્થાપવા માટેનો નથી પણ બંનેએ  પરસ્પર  સાનિધ્ય સાથે  ખીલવા માટેનો હોય છે.''

- જોહાનન ગોથ

*  ''તારા માટે વિચારતા હું જાગતો રહું છું. તારા સ્વપ્નો જોવા હું ઉંઘી જઉં છું અને જીવવા માટે તને પ્રેમ કરું છું.''

*  ''હું તને પ્રેમ કરૂં છું કેમ કે સમગ્ર સૃષ્ટિએ તું મને મળે તે માટે આખી પ્રેમજાળ બીછાવી હતી.''

- પાઓલો કોએલ્હો

*  ''મારી તમામ પ્રાર્થનાઓનો ઈશ્વરે આપેલો ઉત્તર તું છે.''

- નિકોલસ સ્પાર્ડસ

*  ''તમારા બંનેમાં મતભેદ પડાવતા દુનિયા તત્પર હશે પણ કોઇનું સાંભળો નહીં. કોઈ તમારી જોેડે ઉભુ નહીં રહે... છેલ્લે તો તમે બે જ હશો''

- હેપબર્ન

*  ''ખરો પ્રેમ હોય તો આપણે અગાઉ કરતા વધુ ઉમદા બની જઈએ... આપણને વિશ્વ જીવવા લાયક લાગે.''

- અજ્ઞાાત

*  ''દામ્પત્ય જીવનમાં તિરાડ પડવાનું કારણ પ્રેમમાં અભાવ નથી હોતો પણ મિત્ર બનીને રહેતા નથી આવડતું તે હોય છે.''

- ફ્રેડ્રીક નિત્સે

*  (થોડા ફની ક્વૉટ) પેટ્રોલના રોજ વધતા ભાવથી છોકરીઓનું એક સપનું પુરૂ થશે. એમના સપનાનો રાજકુમાર હવે ઘોડા પર બેસીને આવશે.

*  લગ્ન એક એવો સંબંધ છે જેમાં એક વ્યક્તિ હંમેશા સાચી હોય છે અને બીજી વ્યક્તિ પતિ હોય છે!

*  મારી પત્ની અને હું બંને હંમેશા કોઈપણ ઝઘડા પછી સમાધાન તો કરી જ લઈએ. હું કબુલી લઉં કે હું ખોટો હતો અને તે આ વાત કબુલી લે છે.

*  પરિણિત વ્યક્તિ ગમે તેટલી નોકરી બદલે તેનો બોસ તો કાયમ એક જ રહેવાનો છે.

*  વિશ્વમાં એક જ પરફેક્ટ સંતાન છે... જે દરેક માતાને હોય છે... વિશ્વમાં એક જ પરફેક્ટ પત્ની છે જે પાડોશીની હોય છે.

વેલેન્ટાઈન ડે માટે કોઈ વય મર્યાદા નથી...  વૃધ્ધ દંપતિ ૫ણ વેલેન્ટાઈનની શુભેચ્છા એકબીજાને આપી જ શકે.