કેન્સરની આધુનિક મેનેજમેન્ટ, કેન્સરને જ કેન્સલ કરી દે છે
- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
- આપણાં દેશમાં કેન્સરનું સૌથી મોટું કારણ 'તમાકુ' છે. 40 ટકા કેન્સરના કેસમાં 'તમાકુ' જવાબદાર જણાયું છે
પ હેલાં કેન્સર થાય તો એવી માન્યતા હતી કે 'કેન્સર એટલે કેન્સલ'. હવે આ વાત જુની પુરાણી થઈ ગઈ છે. અવનવા સંશોધનો દ્વારા અનેક કેન્સર સારા થઈ શકે છે. જેટલું કેન્સર ઝડપથી ઓળખાય એટલી સારવાર વહેલી થાય અને દર્દી સામાન્ય જીવન જીવતાં થઈ જાય.
સોનાલી બ્રેન્દ્રે, લિસારે, અનુરાગ બાસુ, રાકેશ રોશન, સંજય દત્ત, કિરોન ખેર, યુવરાજસિંગ, મહિમા ચૌધરી વગેરે કેન્સર સામે ઝઝુમીને તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે. જટીલ સંજોગોમાં પણ કેવી રીતે હસતાં રહેવું એ તેમણે શીખવ્યું છે. આ સાથે અનેક વિદેશી કલાકારો પણ આ રોગમાંથી બહાર આવી લોકોને પ્રેરણા આપી રહ્યા છે.
કેન્સર માટે આ વર્ષનું થીમ ''યુનાઈટેડ બાય યુનિક'' રાખવામાં આવ્યું છે અહીં દર્દીને ધ્યાનમાં રાખી વિશિષ્ટ સારવાર થાય છે. દરેક કેન્સર જુદા છે, યુનિક છે એટલે સારવાર પણ બદલાતી રહે છે. કેન્સરનું નિદાન થતાં ગભરાવું નહિ પરંતુ ડૉક્ટરની સલાહ લઈ, કુટુંબને સાથે રાખી સારવાર શરૂ કરવી. પાંચ લાખ અને દશ લાખના સરકારી મેડિકલ કાર્ડ પણ તમારા સપોર્ટમાં છે એટલે શ્રેષ્ઠ સારવાર મેળવવી.
ઘણાં લોકો કેન્સરના કારણો વિશે જાણવા ઉત્સુક હોય છે. આપણાં દેશમાં કેન્સરનું સૌથી મોટું કારણ 'તમાકુ' છે. ૪૦ ટકા કેન્સરના કેસમાં 'તમાકુ' જવાબદાર જણાયું છે. લોકોની બદલાતી જીવનશૈલી, અજ્ઞાાનતા અને પર્યાવરણનું વિઘટન જેવા પરિબળો, કેન્સરને જન્મ આપે છે. આને કારણે આપણાં દેશમાં સ્ત્રીઓમાંથી ૧ ને અને ૫ પુરૂષોમાંથી ૧ ને કેન્સરનું જોખમ રહેલું છે.
ભારતમાં બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, ગાયનેકોલોજીકલ કેન્સર, એસોફેગલ અને ઓરલ કેન્સરના કેસો વધી રહ્યા છે. આવા રોગો જલ્દીથી કે અગાઉથી પકડાય જાય અને સારવાર શરૂ થાય તો પરિણામ ઉત્સાહજનક મળી શકે. જો મોડું થાય અને રોગ આગળ વધી જાય તો એક જાણીતા ઓન્કોસસર્જયનના મતે તમારે કેમોથેરાપી, સર્જરી અને રેડિઓથેરાપીનો કોમ્બો લેવો પડે. આ સારવાર અમુક કેસમાં પીડાદાયક પણ હોય છે.
અમદાવાદના એક અગ્રગણ્ય ઓન્કોલોજીસ્ટના મતે કેન્સરનું કારણ તમાકુ, આલ્કોહોલ, બદલાતી લાઈફસ્ટાઈલ. પર્યાવરણ ઉપરાંત અન્ય પણ હોય છે. (૧) જાડાપણ (૨) અયોગ્ય આહાર (૩) પર્યાવરણનું પ્રદૂષણ અને (૪) જનીનશાસ્ત્રને કારણે પણ કેન્સર થઈ શકે છે.
કેન્સરના નિદાન માટે હવે કટિંગએજ ડાયેગ્નોસ્ટિ ટૂલ્સ અને સ્ક્રીનિંગ આવી ગયા છે. જેમાં બાયોટમી, પેપ સ્મીઅર, મેમોગ્રામ, જીનેટિક ટેસ્ટ લ્લઁફ (એચ.પી.વી.) ટેસ્ટ અને કોલ્પોસ્કોપીનો સમાવેશ થાય છે. કોલ્પોસ્કોપીનો ઉપયોગ ગર્ભાશયનાં અસાધારણ ફેરફારો જાણવા માટે થાય છે.
કેન્સરમુક્ત સેલિબ્રિટી આપણું મનોબળ ટકાવી રાખે છે. કિરોન ખેરને ૨૦૨૧માં બ્લડ કેન્સર થયેલું. આજે તે સ્વસ્થ છે. મતૃમા ચૌધરીને બ્રેસ્ટ કેન્સર થયેલું. આજે તે પ્રેરણાત્મક વિડિઓ બનાવે છે. ૨૦૧૮માં સોનાલી બ્રેન્દ્રે મેટાસ્ટેટિક કેન્સર સામે જીત્યા. ૨૦૨૦ સંજયદત્ત ફેફસાંના કેન્સર સામે જીત્યા ને આજે ટાઈગરની માફક ચાલે છે. બાસુ બ્લડ કેન્સર સામે સફળ થયા. રાકેશ રોશન ગળાના કેન્સરમાંથી બહાર આવ્યા. કેન્સર સામે જીતી શકાય છે. હિંમત રાખો અને અંધમાન્યાતાથી દૂર રહો.