- શોધ-સંશોધન-વસંત મિસ્ત્રી
- ગાયનું મારણ ચેપી કૂતરું ખાય અને સાથે લેપર્ડ, ચિત્તા, વાઘ, સિંહ પણ ખાય તો તેમનું મૃત્યુ નિશ્ચિત છે
સ મગ્ર દેશમાં આજકાલ કુતરા કરડવાની ધટનાઓ વધી છે. હડખાયુ, કુતરૂ કરડે અને સારવાર તાત્કાલિક ના મળે તો રેબિસ વાઈરસથી માણસનું મૃત્યુ થાય છે. એટલે કુતરાના નખ લાગે, દાંત લાગે કે કરડે તો તાત્કાલિક સાબુથી ૧૫ મિનિટ ઘા ધોઈ નાંખી એન્ટી રેબિસ વેકિસન લઈ લેવી. વાઈરસ મગજમાં પહોંચી ગયા પછી મૃત્યુ નિશ્ચિત છે.
કુતરામાં સામાન્ય રીતે બીજો રોગ 'કેનાઈન ડિસ્ટેમ્પર' થાય છે. આ ખતરનાક રોગ થયા પછી તમારા પાલતુ ડોગનું બચવું પણ મુશ્કેલ છે. એટલે જ પાલતુ ડોગને હડકવાની રસી સાથે કેનાઇન ડિસ્ટેમ્પરની રસી પણ દર વર્ષે મુકાવવી જરૂરી છે. આ એક પ્રિવેન્ટિવ પ્રકારની રસી છે.
હવે કુતરાઓનો રોગ જંગલી પ્રાણીઓમાં પણ ફેલાય રહ્યો છે. પહેલા જંગલમાં પ્રાણી મરી જાય એટલે તેનું વિઘટન ગીધ દ્વારા થતું હતું. હવે આ જંગલી પ્રાણીઓની પીડા દૂર કરવા 'તુકલોફેનેક' નામનું પીડાશામક આપવાનું શરૂ થયું પરંતુ એનાથી ગીધ મરવા માંડયા. પછી ડિકલોફેનેક (DICLOFENAC) દવા બંધ કરવાથી ગીધની સંખ્યા ફરી વધવા માંડી છતાંયે જયા કુતરાઓ પ્રાણીઓની મીજબાની કરતાં હોય ત્યાં ગીધ આકાશમાં ઊડતા રહી ભૂખ્યા મરે છે. આ વાત બફર ઝોનમાં બને છે. જયાં વાઘ, સિંહ, લેપર્ડ, ચિત્તા, ગાય, ભેંસ, માણસો એમ બધાજ ભેગા થાય છે. અમરેલીમાં સિંહના અને વલસાડમાં લેપર્ડના દર્શન સામાન્ય છે. આવા બફર ઝોનમાં લેપર્ડનું મારણ કુતરાઓ ખાવા માંડે છે. જો કુતરાને કેનાઇન ડિસ્ટેમ્પરનો ચેપ લાગ્યો હોય તો તે મારણમાં જાય છે પછી વાઘ, સિંહ, લેપર્ડ જે પણ આ માંસ ખાય છે તેનું મૃત્યુ નક્કી છે.
લેપર્ડ અને ચિત્તાઓમાં (૧) રૂવાટીની પેટર્ન (૨) બાંધો અને (૩) ચહેરાના માતુંગમાં તફાવત હોય છે. લેપર્ડ તો હવે ડોમેસ્ટિક બની રહ્યો છે. કોઇ તેને ચાંલ્લો કરે છે તો કોઇ રાખી પણ બાંધે છે.. !!
કેનાઇન ડિસ્ટેમ્પરથી વન્ય પ્રાણીઓ મરી રહ્યા છે અને એથી સમતુલન ખોરવાઈ રહ્યું છે કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ કન્ટેજીઅસ વાઇરસ છે તે સિસ્ટમમાં વાઇરલ રોગ કરે છે. તે ડોગ ઉપરાંત પન્ડા, વરૂ, ફેરેટસ વગેરેમાં રોગ ફેલાવે છે. ફેરેટસ એટલે ઊંદર, સસલા મારવા માટે વપરાતું ઘરેલું નાનુ પ્રાણી... !!
કુતરાથી વાઘ, સિંહ, લેપર્ડ કે ચિત્તાઓ સુધી પહોંચેલા વાઇરસ, તાવ, ઝાડા, ઊલ્ટી, કફ, શરદી, તેમજ મગજ રોગો જેવા કે સીઝર (વાઈ) અને ટિવચિંગ (ઝટકા લાગવા) થાય છે. આ રોગનો ઉપાય નથી. પાલતુ ડોગને દર વર્ષે રેબિસ અને કેનાઇન ડિસ્ટેમ્પરની રસી મુકાવવી જરૂરી છે.
જંગલમાં અનેક વાઘ, સિંહનું મૃત્યુ થાય ત્યારે 'રહસ્યભર્યુ મોત' એવું જણાવાય છે પરંતુ કેનાઇન ડિસ્ટેમ્પર કેમ હાઇલાઇટ થતો નથી... ?


