- ડૉ.જયેશ શેઠ
- ઉપવાસ કરવાથી કોષોને આરામ મળે છે, ઉપવાસ શરીરને રીપેર અને મેઈન્ટેઈનન્સ મોડમાં લઈ જાય છે
આ પણે બધા ઉપવાસ તો ખૂબ જ કરીએ છીએ. તેમાં પણ વૈષ્ણવ એકાદશી, જૈન પર્યુષણ અને મુસ્લિમો રમઝાન જેવા ટૂંકા અને લાંબા ગાળાના ઉપવાસ કરતા આવ્યા છે. પરંતુ ખરેખર વૈજ્ઞાનિક હકીકત તો આ દ્વારા આપણા શરીરના કોષોને તંદુરસ્ત રાખવા આપણા DNA ને સાચવવા આજે ઉપવાસ ખૂબ જ અગત્યના છે. આધુનિક સંશોધન પ્રમાણે ઉપવાસ આપણા શરીરના કોષોને ઓટોફેગી (autophagy) જેવી પ્રક્રિયા દ્વારા તંદુરસ્ત તેમજ તેમની કાર્યપ્રણાલીમાં એક કોષથી બીજા કોષો સાથેનો સંવાદ જેને Cellularsignaling કહેવાય તેને યોગ્ય પ્રમાણમાં કાર્યરત કરે છે. આનું મુખ્ય કારણ ઉપવાસ વખતે આપણા કોષોમાં મેટાબોલિક સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે. જેના થકી નુકસાન પામેલ DNA ને રીપેર કરવા માટેના જનીનો એક્ટિવ રહે છે. સાથે સાથે ઉપવાસથી Sirtui નામનું જે SIRTI જનીન બનાવે છે. તે વધારે પ્રમાણમાં Release થાય છે. જેના થકી સામાન્ય દિવસોમાં આપણા નુકસાન પામેલ DNA અને શરીરના કોષોને તંદુરસ્ત બનાવે છે. જેના થકી નુકસાન પામેલ DNA આપણા શરીરમાં રહેતું નથી અને આપણા સ્વાસ્થ્યને સારું રાખે છે. આ સાથે જ્યારે આપણે ખોરાક લઈએ છીએ ત્યારે તેને આપણા કોષોમાં પચાવવા માટે એક જાતનો OxidativeStrees ઉત્પન્ન થાય છે. તેના પછી આપણા કોષો તેમજ શરીરના અલગ અલગ ભાગો તેમાં પણ મુખ્યત્વે મગજના કોષોમાં OxidativeDNA damage થાય. ઉપવાસથી શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડીને શરીરની ચરબીનો ઉપયોગ શર્કરા તરીકે કરે છે. સાથે સાથે નુકસાન અને મૃત થયેલ કોષોને ઓટોફેની પ્રક્રિયા દ્વારા બહાર કાઢે છે. તેમજ ઓક્સિડેટીવ સ્ટ્રેસથી DNA માં જે નુકસાન થયેલ હોય તેને ઓછું કરે છે. ટૂંકમાં ઉપવાસ એ એવી પ્રક્રિયા છે જે આપણા શરીરના કોષોને આરામ આપીને તેમને પૂરતો ટાઈમ આપે છે કે જે થકી તે કોષોના નકામા કચરાને, મૃત થયેલ કોષોને દૂર કરીને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. સાથે સાથે આપણા માઇટોકૉન્ડ્રિયા કે જે એનર્જીનું સ્ત્રોત છે તેને પણ સ્વચ્છ કરે છે. ઉપવાસથી આપણા DNA માં Epigenetic ફેરફાર થાય છે. જે આપણા જનીન તત્ત્વોને નિયંત્રિત કરીને કયા જનીનોને ચાલુ કરવા અને કયા જનીનોને બંધ કરવા તે નક્કી કરીને આપણને તંદુરસ્ત રાખે છે. આ પ્રક્રિયામાં મુખ્યત્વે mTORPathway નુકસાન પામેલ કોષોને રીપેર પણ કરે છે. જે થકી આપણને લાંબું અને સ્વસ્થ આયુષ્ય પણ આપે છે. આમાં .FOXO3 અને AMPK નામના જનીનો ઉપવાસમાં એક્ટિવ થઈને આપણામાં StressResistance તેમજ આપણી ચયાપચયની પ્રક્રિયાને પણ મજબૂત બનાવે છે.
ટૂંકમાં ઉપવાસ એ આપણા જીવનની અનિવાર્ય પ્રક્રિયા છે. જે થાકેલા શારીરિક કોષોને આરામ આપીને તેમની કાર્યપ્રણાલીમાં વધારો કરે છે એટલે કે કોષોને Repair & Maintenance મોડમાં લઈ જઈને આપણને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને લાંબું આયુષ્ય આપે છે.


