- મેનેજમેન્ટ-ધવલ મહેતા
- માનવજાતે ઊભી કરેલી જ્ઞાનની સરહદો તૂટી છે. બે વિદ્યાશાખાઓના સંયોજનથી એક નવા પ્રકારના રિસર્ચને દિશા મળે છે. તે માનવજાતના પરંપરાગત જ્ઞાનમાં વધારો કરે છે
ઇ ન્ટરડિસીપ્લિનરી સ્ટડીઝ એટલે જ્ઞાનના વિવિધ ક્ષેત્રો વચ્ચેનું સંધાણ સંયોજન કે સહકાર. અંગ્રેજીમાં ડિસીપ્લિનરીનો અર્થ શિસ્ત થાય છે પરંતુ તેનો એક અર્થ જ્ઞાનનું એક ચોક્કસ ક્ષેત્ર થાય છે. દા.ત. અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, માનસશાસ્ત્ર, સોશિયોલોજી, નૃવંશશાસ્ત્ર વગેરેને સોશિયલ સાયન્સીઝની ડિસીપ્લિનરી (જ્ઞાનના ક્ષેત્રો) તરીકે ઓળખવામાં આવે છે. બે કે તેથી વિદ્યાશાખાઓ મળે એમાંથી એક નવી વિદ્યાશાખાનો જન્મ થાય છે. બે વિદ્યાશાખાઓ મળે તેનાથી એક નવા પ્રકારના રિસર્ચની દિશા ખુલે છે.
એક સમયે એક વિદ્યાશાખાના સંપૂર્ણ અભ્યાસનો જમાનો હતો. કોઈ કેમિસ્ટ્રીનો અભ્યાસ કરે તો કોઈ બાયોલોજીનો અભ્યાસ કરે, કોઈ સોશિયોલોજીમાં કુશળતા મેળવે તો કોઈ સાયકોલોજીમાં કુશળતા મેળવે. પરંતુ જમાનો બદલાયો એમ એકથી વધુ વિદ્યાશાખાઓનું સંયોજન કરવાનું પણ વધ્યું. તેનાથી બંને વિદ્યાશાખાઓને ફાયદો મળ્યો છે. સોશિયોલોજી અને સાયકોલોજી મળે તો એમાંથી સમાજ તેમ જ માનવ વર્તનને સમજવામાં મદદ મળે. ફિઝિક્સ અને કેમિસ્ટ્રીથી ફિઝિકલ કેમિસ્ટ્રી કે કેમિકલ ફિઝિક્સનો જન્મ થયો. તેનાથી ફિઝિયોકેમિકલ તરફના રિસર્ચને નવી દિશા મળી. એ જ રીતે મેડિકલના ક્ષેત્રમાં ટેકનોલોજીનો સંયોગ થતાં બાયોમેડિકલ એન્જિનિયરિંગનો જન્મ થયો. તેના કારણે આજે મેડિકલના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે.
ઇતિહાસ અને ભૂગોળને સોશિયલ સાયન્સ ગણવું કે નહિ તેની ચર્ચા હજી ચાલુ છે. કારણ કે તેના હાર્દમાં કાર્યકારણની શોધનો હેતુ મુખ્ય નથી. જોકે, આ બંને વિદ્યાશાખાઓનો સંયુક્ત અભ્યાસ શરૂ થયો છે અને તેને હિસ્ટોરિકલ જિયોગ્રાફી કહેવાય છે. વિજ્ઞાનની ડિસીપ્લિન (અભ્યાસક્ષેત્ર)માં મુખ્યત્વે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીને વિજ્ઞાનના મુખ્ય અંગો ગણવામાં આવે છે. સ્ટેટીસ્ટીક્સ, મેથેમેટિક્સ, જ્યોગ્રાફી તથા જીયોલોજીને વિજ્ઞાન ગણવા કે નહીં તે અંગે ચોક્કસ કહી શકાય તેમ નથી.
વિજ્ઞાન અને કળાને માનવ જીવનના જુદા જુદા ક્ષેત્રો ગણવામાં આવે છે. પરંતુ હવે કલામાં વિજ્ઞાને પ્રવેશ કર્યો છે જેમ કે ઇલેક્ટ્રોનિક મ્યુઝિક જેમ દરેક રાષ્ટ્ર પોતાની સરહદો પર ચોકીપહેરો રાખે છે તેમ અત્યાર સુધી દરેક વિજ્ઞાન પોતાના અભ્યાસક્ષેત્ર પર ચોકી પહેરો રાખતું હતું. કોઈ રાજ્યશાસ્ત્રીને પૂછો કે ભૂતકાળમાં ભારત સમૃદ્ધ હતું કે ગરીબ હતું તો તે એવો જવાબ આપશે કે આ સવાલ અર્થશાસ્ત્રને લગતો છે તેથી તે અર્થશાસ્ત્રીને પૂછો. અર્થશાસ્ત્રી પણ એવો જવાબ આપી શકે કે આ સવાલ ઇતિહાસકારને પૂછો. કારણ કે તે અર્થશાસ્ત્રને કે અર્થકારણને લગતો નથી.
મનોવિજ્ઞાનના નિષ્ણાતને પૂછો કે કેટલાક માનવીને સ્કીઝોફ્રેનીઆ કેમ થાય છે તો તેઓ કહેશે કે અમે નેચર વિરુદ્ધ નર્ચર થીયરીમા માનીએ છીએ એટલે કે તે વ્યક્તિના સામાજિક ઉછેરને લીધે કે તેના મગજમાં થતી જીવરાસાયણિક પ્રક્રિયાનો કારણે થાય છે. પરંતુ અમને સ્કીઝોફ્રેનીઆ દર્દીના મગજમા થતી જીવરાસાયણીક પ્રક્રિયાઓ વિષે ઊંડાણથી ખબર નથી. અમારૂ માનસશાસ્ત્રીનું ક્ષેત્ર માનવજાતના થિંકિંગ, વિલિંગ, ફીલિંગ, રીસેક્ટીંગ, મેન્ટલ ગ્રોથ ચેતન અને અચેતનનું મનની પ્રક્રિયાઓના અભ્યાસ સુધી મર્યાદિત છે. સ્કીઝોફોનીયા થવા પાછળ સામાજિક કારણો માટે જેનેટીક બાયોકેમીસ્ટ્રીના નિષ્ણાતો અને સોશિઓલોજીસ્ટોને પૂછો. પરંતુ હવે માનવજાતે ઊભી કરેલી જ્ઞાનની સરહદો તૂટી છે.
મોટાભાગની નવી ડીલ બે કે વધુ શિસ્તો (જ્ઞાનની ચોક્કસ શાખાઓ)ની વચ્ચે થાય છે. દા.ત. ૧૯મી અને ૨૦મી સદીમા મોટી મોટી શોધો બાયોકેમીસ્ટ્રી, (બાયોલોજી અને કેમીસ્ટ્રીની સરહદો વચ્ચે), ફીઝીકલ કેમીસ્ટ્રી (ફીઝીકલ અને કેમીસ્ટ્રી સરહદો વચ્ચે), જેનેટીક્સ (બાયોલોજી અને કેમીસ્ટ્રીની સરહદો વચ્ચે) કમ્પ્યુટર્સ (ઇલેક્ટ્રીસીટી, ઇલેક્ટ્રોનીક્સ અને એન્જીનીયરીંગના સહકાર દ્વારા) બાયોસ્ટેટીસ્ટીક્સ (સ્ટેટીસ્ટીકલ એનાલીસીસ ઓફ ફિઝિકલ એન્ડ બાયોલોજીકલ પ્રોસેસીઝ) બાયોએન્જીનીયરીંગ (બાયોલોજી અને એન્જિનિયરિંગ મિલન જેમ કે હૃદયમાં કૃત્રિમ વાલ્વ બેસાડવો, શ્રવણ યંત્રોની શોધ, પેસમેકર બેસાડવા, કીડની ટ્રાન્સપ્લાન્ટ, આર્ટીફીસીયલ હાથ કે પગ કે કોર્નીઅલ ટ્રાન્સપ્લાનની શોધો વગેરે. એન્જિનિયરિંગ અને બાયોલોજીના સંયોગથી આજે ખૂબ જ સરળતાથી ઓપરેશનો થાય છે. ટેકનોલોજી વિકસી ગઈ હોવાથી જે ઓપરેશનમાં કલાકો નીકળતા તે મિનિટોમાં શક્ય બને છે. પહેલાં જે કામ મેન્યુઅલી થતું હતું તેમાં મશીનો આવ્યા હોવાથી તબીબોએ પણ શરીરવિજ્ઞાન ઉપરાંત એ ટેકનોલોજીનું નોલેજ મેળવવું જરૂરી બની જાય છે. આ પ્રકારની ટેકનિકમાં કે વિદ્યાશાખાઓમાં જે વિદ્યા મેળવે છે તે બે વિદ્યાશાખાઓમાં કુશળતા મેળવે છે. હજુ આ દિશામા માનવજાત ઘણી આગળ વધશે. આ માટે ભવિષ્યમાં સબએટોમીક (અણુની નીચેની દુનિયા) જગતની શોધોને ઘણો આવકાર છે. હવે રોજબરોજના જીવનમાં પણ જીઓપોલીટીક્સ (જ્યોગ્રોફી પ્લસ પોલીટીક્સ)ની ચર્ચા થાય છે. એસ્ટ્રોફીઝીક્સમા પણ માનવજાતે ઘણી પ્રગતિ કરી છે. આ બે વિદ્યાશાખાઓ એક થઈ તેના કારણે આપણી એ ક્ષેત્રની સમજ વધારે ઊંડી થઈ. કોઈ એક વિદ્યાશાખાની જ્યાં મર્યાદા શરૂ થાય છે ત્યાંથી બીજી વિદ્યાશાખા જોડાય છે એટલે બંને મળીને તેમાંથી કશુંક નવું આપે છે. આ તારણો માનવજાતને વધારે ઉપયોગી બને છે.
હવે પુરુષ અને સ્ત્રીના પરસ્પર આકર્ષણને પણ મગજના અસંખ્ય કોષોમાં ચાલતા બાયોકેમીકલ પ્રોસેસીઝ દ્વારા વધુ સારી રીતે સમજી શકાશે અને પુરુષ સ્ત્રી વચ્ચેનો પ્રેમ એ ગ્રેડનો બી ગ્રેડનો સી ગ્રેડનો કે તદ્દન નકલી છે તે જાણી શકાશે. આ માટે લેબોરેટરીઝ ઊભી થશે અને સ્ત્રી પુરુષ કે પુરુષ સ્ત્રીને પરસ્પરની પ્રેમ અંગે છેતરી શકશે નહીં.
મેનેજમેન્ટના ઇન્ટરડિસીપ્લિન : મેનેજમેન્ટ આર્ટ અને સાયન્સ એમ જ્ઞાનની બન્ને શાખાઓનું મિશ્રણ છે. મેનેજમેન્ટમા વિજ્ઞાન દાખલ કરવાનું માન અમેરિકાના એન્જીનીયર ફેડરીક ટેલરને જાય છે જેમણે મેનેજમેન્ટમા વિજ્ઞાન માટે અનિવાર્ય એવા માપણીનો સિધ્ધાંત ઊભો કર્યો અને ફેકટરીમા ટાઈમ અને મોશન સ્ટડીઝ દાખલ કર્યા. તેમણે કામની માપણી અને કામ વખતે થતા શારિરીક હલનચલનનો ઝીણવટભર્યો અભ્યાસ કરીને સ્ટેન્ડર્ડ મેથડ ઓફ વર્કનો સઘન અભ્યાસ કરી ફેકટરી લેવલે શ્રમીકોની કાર્યક્ષમતામા પુષ્કળ વધારો કર્યો.
આ કામની શરૂઆત તેમણે છેક ઇ.સ. ૧૮૭૦મા અને તે પછીથી કરી. ૧૯૩૦ પછી તો જેને મેનેજમેન્ટમા હોર્યોન સ્ટડીઝ કહેવાય છે તેણે મેનેજમેન્ટમા સાયકોલોજી સોશિઓલોજી અને સોશિયલ સાયકોલોજી ઉમેર્યા. માનસશાસ્ત્રીના મુખ્ય કન્સેપ્ટસ એવા મોટીવેશન (પોઝીટીવ અને નેગેટીવ) અને કોમ્યુનીકેશનનાં સિધ્ધાંતો મેનેજમેન્ટમા દાખલ કર્યા. સોશીયલ સાયકોલોજીમાંથી સ્ટ્રકચર અને પ્રોસેસીઝ અને ખાસ કરીને મેનેજમેન્ટ લીડરશીપના કન્સેપ્ટનો ઊંડેથી દાખલ કર્યો જેથી હવે મેનેજમેન્ટમા ઉચ્ચ અધીકારીને બોસ ગણવામા આવતો નથી પરંતુ લીડર ઓફ ધ ટીમ ગણવામા આવે છે અને દરેક બોલતુ કામ ટીમલીડરનું ગણવામા આવે છે.
સોશિયોલોજીમાથી મેનેજમેન્ટ સ્ટ્રકચર (સત્તામાળખા)નો વિચાર અપનાવીને અનેક પ્રકારના વ્યવસ્થાતંત્રોની રચના કરી જેમ કે બ્યુરોક્રેટીક સ્ટ્રકચર્સની જગ્યાએ મેટ્રીક્ષ સ્ટ્રકચર, લાઈન એન્ડ સ્ટાફ સ્ટ્રકચર, બાઉન્ડ્રીસેલ ઓર્ગેનાઇઝેશન, લર્નીંગ ઓર્નેનાઇઝેશન, ક્લીગીઅલ (અંગ્રેજીમાં કલીગ એટલે સહકાર્યકર) કલ્ચર, ટોપડાઉનનો બદલે બોટમઅમ સ્ટ્રકચર્સ વગેરેની રચના કરીને મેનેજમેન્ટમા ખાસ કરીને મેન્યુફેકચરીંગના ક્ષેત્રમાં સ્ટેટીસ્ટીક્સ ક્વોલીટી કન્ટ્રોલનો અને લોગટર્મ ફોર કાસ્ટીંગના કન્સેપ્ટર દાખલ થતા મેનેજમેન્ટમાં ચોકસાઈ વધી છે અને અડસટ્ટાનુ પ્રમાણ ઘટયું છે. વળી કોઈપણ દવા અસરકારક છે કે નહી તે માટે સ્ટેટીસ્ટીશીયનોએ ડબલ બ્લાઇન્ડ એન્ડ સ્ટેટીસ્ટીકલ સેમ્પલીગ બેન્ડ ટેસ્ટીંગની પધ્ધતિઓ ખોળી કાઢી છે.
ધર્મમાં હજી વિજ્ઞાન કે વૈજ્ઞાનિક ચકાસણીની પધ્ધતિ દાખલ થઇ નહી હોવાથી ધાર્મિક માન્યતાઓની ચકાસણી જરૂરી છે. કદાચ તેનાથી એકપણ માનવી વૈજ્ઞાનિક ચકાસણીમાંથી પસાર થઇ શકશે નહી તમામ ધર્મો માત્ર બોધક છે, પૃથ્થકરણાત્મક નથી. વિજ્ઞાન અને ધાર્મિક બોધને બારમો ચંદ્રમા છે.
આમ, ઈન્ટરડિસીપ્લિનરીના કારણે વિદ્યાશાખાઓ વધારે સારી રીતે વિકસે છે. તેનાથી જે તે વિદ્યાશાખામાં વધારે સારી સમજ વિકસે છે. મેનેજમેન્ટમાં પણ હવે ટેકનોલોજીનો સંયોગ થવા લાગ્યો છે. તે સિવાય સામાજિક-આર્થિક-મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ ઉમેરાતી જાય છે. તેના પરિણામે મેનેજમેન્ટનું ક્ષેત્ર વધારે કાર્યક્ષમ અને કુશળ બનશે.


