Get The App

ચારિત્ર્ય નહિ તો સન્માન નહિ, સુદ્ભાગ્ય નહિ

Updated: Sep 11th, 2021

GS TEAM

Google News
Google News
ચારિત્ર્ય નહિ તો સન્માન નહિ, સુદ્ભાગ્ય નહિ 1 - image


- સુભાષિત-સાર-ડૉ. કુલીનચંદ્ર પો. યાજ્ઞિાક

(अनुष्टुभ्)

निर्धनत्वमसत्यत्वं

वियायुत्कस्य कहिंचित् ।

अस्थानित्वम भाग्यत्वं

न सुशीलस्य कहिंचित् ।।

बृहत्पराशरस्मृति

માણસ વિદ્યાઓમાં ગમે તેટલો પારંગત હોય, પણ જો તેનામાં વિનય, વિવેક અને સારા સંસ્કાર ન હોય, તો સમાજમાં તેને કોઈ માન આપતું નથી. ગમે તેટલું જ્ઞાાન હોય, પણ જો ચારિત્ર્ય ન હોય તો તેને ક્યાંય આદર મળતો નથી. એટલે સંસ્કૃતમાં કહેવત છે કે, વિદ્યા વિનયથી શોભે છે. આથી જ શિક્ષણ શાસ્ત્ર કહે છે કે શાળા-કોલેજમાં ભણતરની સાથે ચારિત્ર્ય ઘડતરને પણ તેટલું જ  મહત્ત્વ આપવું જોઈએ.

આમ હોવા છતાં ક્યારેક જવલ્લે જ એવા અપવાદ જોવા મળે છે કે, વિદ્વાન અને પંડિત પણ જરૂર પૂરતું ધન કમાઈ શકતો નથી, અથવા બધા સદ્ગુણોને સમજતો હોવા છતાં માણસ પોતાના સ્વાર્થ માટે અસત્ય બોલતો હોય.

વિદ્યા અને ચારિત્ર્ય બે જુદાં ક્ષેત્રો છે. પણ તે એકબીજાના પૂરક છે. એકના વગર બીજું અધુરૂં છે. વળી એક મહત્ત્વનો તફાવત એ છે કે ઉપર કહ્યું તેમ વિદ્વાન માણસ ક્યારેક અસત્યનો આશરો લે છે, પણ સુશીલ ચારિત્ર્યવાન માણસ કદી અસત્ય બોલતો નથી, અથવા પોતાના બિરૂદ અથવા પદ ઉપરથી કદી ખસતો કે ડગતો નથી.

આ ઉપરથી સમજાય છે કે માત્ર વિદ્યા - નર્યું જ્ઞાાન માણસને તવંગર કે સતવાદી બનાવવા પર્યાપ્ત નથી. પણ વિદ્યા સાથે શીલ અથવા ચારિત્ર્ય માણસના સદ્ગુણ, સદાચાર અને સદ્ભાગ્યને ઘડવામાં મદદ કરે છે.

Tags :