Get The App

આપણે આપણાં માબાપ જેવાં દેખાઈએ છીએ તેનું કારણ શું?

Updated: May 10th, 2025

GS TEAM


Google News
Google News
આપણે આપણાં માબાપ જેવાં દેખાઈએ છીએ તેનું કારણ શું? 1 - image


- ડો.જયેશ શેઠ

- ફોરેન્સિક સાયન્સમાં માતા-પિતાની ઓળખ કરવાની હોય કે કોઈ ગુનેગારને પકડવો હોય તો STR પધ્ધતિથી વ્યક્તિની સાચી ઓળખ થઈ શકે છે

આપણે શા માટે આપણાં માતા-પિતા જેવા દેખાઈએ છીએ ? કેવી રીતે તેમનું DNA આ૫ણામાં આવે છે ? જ્યારે DNA આ૫ણા બધાનું સરખું છે તો પછી કેવી રીતે આપણે એકબીજાથી જુદા પડીએ છીએ? ચાલો, જાણીએ. 

આપ જાણતા જ હશો કે આપણા શરીરમાં DNA ની બે કોપી હોય છે. તેમાંથી એક કોપી માતામાંથી અને એક કોપી પિતામાંથી આવેલ હોય છે. આ રીતે આપણું અડધું DNA માતામાંથી અને અડધું DNA પિતામાંથી આવેલ હોય છે. આ DNA ૨૩ રંગસૂત્રોની જોડીમાં સચવાયેલું હોય છે. દરેક રંગસૂત્ર ઉપર DNA ના કોડમાં એક DNA ની ખાસ ગોઠવણ આવેલ હોય છે તેને Short Tandem Repeats (STR ) કહેવાય. આપણી દરેક કોપી ઉપર આ STR -DNA કોડ બંને માતા-પિતામાંથી એક-એક આવે છે. સામાન્ય રીતે આવા ૧૫ થી ૨૦ STR Marker અભ્યાસથી ખબર ૫ડે છે કે આપણું DNA કેટલા પ્રમાણમાં માતા-પિતામાંથી આવેલ છે. આ STR -DNA કોડ જો ૫૦ ટકા ૫૦ ટકા બંને માતા-પિતામાંથી આવેલ હોય તો તે તેનાં સાચાં માતા-પિતા કહેવાય. ફોરેન્સિક સાયન્સમાં માતા-પિતાની ઓળખ કરવાની હોય કે કોઈ ગુનેગારને પકડવો હોય તો આ STR પધ્ધતિથી વ્યક્તિની સાચી ઓળખ થઈ શકે છે. આજે તો કોર્ટમાં પણ DNA  test એક ખૂબ જ ઉ૫યોગી, માર્ગદર્શક અને સચોટ પુરાવા તરીકે માનવામાં આવે છે. સાથે સાથે આપણને એમ થાય કે જો આપણું DNA લોહી એક સરખું છે તો શા માટે આપણે એકબીજાથી જુદા દેખાઈએ છીએ ? તો તે માટે આપણા DNA માં અમુક શબ્દો (A,T,G,C)  હોય જે ૯૯ ટકા આપણા બધામાં સરખા હોય છે, પરંતુ ૧ ટકામાં આ શબ્દોની ગોઠવણ જુદી હોય છે જેને પોલીમોર્ફિઝમ (Polymorphism) કહેવાય છે, જેના થકી બધા મનુષ્યો એકબીજાથી જુદા ૫ડે છે. ખાલી દેખાવમાં જ  નહીં બુદ્ધિમતા, શરીરની પ્રતિરોધક શક્તિ, કૌશલ્યતા તેમજ દવાની અસરકારકતા (Precision medicine)  માં મુખ્ય ભાગ ભજવે છે. દા.ત. કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી Tacrolimus નામની દવા આ૫વામાં આવે છે જે મુખ્યત્વે કિડનીનું  Rejection ન થાય તે માટે આપવામાં આવે છે. ભારતમાં આ દવાનું જે મેટાબોલિઝમ થાય છે તે જનીન તત્વ  (CYP3A5) માં Polymorphism હોવાથી આ દવાનું મેટાબોલિઝમ ધીમું થાય છે. એટલે કે દવાનું પ્રમાણ બીજા દેશો કરતાં આપણા દેશમાં ઓછું આપવું પડે. આ રીતે આપણે દર્દીને દવાની Toxicity તેમજ વધારે દવાના ખર્ચમાંથી બચાવી શકીએ છીએ.

ટૂંકમાં, આપણા DNA ઉ૫ર STR   માર્કર તેમજ પોલીમોર્ફિઝમ આપણી ઓળખાણ, આપણો દેખાવ, દવાની અસર ઉપર કામ કરીનેPrecision medicineનું એક નવું જ વિકસતું તબીબીશાસ્ત્ર ઉભું થયું છે. તેના થકી કયા દર્દીને કઈ દવા વધારે માફક આવશે અને કઈ નહિ આવે તે કહી શકીશું. 

Tags :