- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
- એક કરોડ અમેરિકનો ઘરમાં જેટલું પાણી વાપરે છે એટલું પાણી 'એઆઈ'ના વિકાસમાં વપરાય છે. 'એઆઈ' તૈયાર કરવાથી હવામાં ૪૪ મિલિયન મેટ્રિક ટન કાર્બન ડાયોકસાઇડ ફેંકાય છે. શું આનાથી પર્યાવરણને કોઈ અસર ના થાય?
આ ર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) એક ટેકનોલોજી જ નથી. તે આપણું જીવન, કાર્યો, મુસાફરી અને સંદેશા વ્યવહારનું પરિવર્તન છે. જો તેમ તેને બરાબર સમજો તો તેની ઉપયોગ સારી રીતે કરી શકો છો. આપણાં જીવનમાં ડગલે ને પગલે 'એઆઈ'ની હાજરી જણાય છે
૧. મારા ઘરમાં લાઈટ, સિક્યોરિટી કેમેરામાં એઆઈ છે. મુવી, મ્યુઝિક અને શોપિંગમાં પણ તેની હાજરી હોય છે.
૨. તે ટ્રાન્સલેશન અને અભ્યાસમાં મદદ કરે છે. વ્યાકરણ સુધારવાનુ કામ પણ એઆઈ કરે છે.
૩. નેવિગેશની એપ્સ તમને ટ્રાફિકનો ખ્યાલ આપે છે. કારનું ડ્રાઈવર આસિસ્ટ ફિચર પણ તેને આભારી છે.
૪. એઆઈ તો હેલ્થકેર સેવાઓમાં પણ અગ્રીમ સ્થાને છે. હાર્ટ રેટ, હૃદયના ધબકારા એ બધુ તમારા વેરેબલમાં જ હોય છે ને ? તબીબી ફોટોગ્રાફ જોઇને પણ એ રોગનું નિદાન કરે છે. વળી સારવારના પ્લાન્સ પણ તમને બતાવે છે.
૫. ટિકટોક, ઇન્સ્ટાગ્રામ તેમજ યુટયુબની મઝા પણ એઆઈને કારણે છે.
૬. તમારા સ્માર્ટ ફોનમાં સિરિ, એલેક્ઝા જેવા વોઇસ આસિસ્ટન્ટ પણ એઆઈથી સંચાલિત હોય છે. ફિન્ગર પ્રિન્ટ અને ફેસ અનલોક પણ એઆઈથી ચાલે છે.
તમે જાણીને આશ્ચર્ય થશે કે 'એઆઈ' એક ટેક્નોલોજી છે. એને પાણી પણ જોઇએ અને એ કાર્બન ડાયોકસાઇડ પણ બહાર ફેંકે છે ! ૧૨ વર્ષે અમેરિકામાં 'એઆઈ' ૪૪ મિલિઅન (૧ મિલિઅન ૧૦ લાખ) મેટ્રિક ટન કાર્બન ડાયોકસાઇડ હવામાં ફેંકે છે.
'એઆઈ'ના અભ્યાસ માટે અને તેના વિકાસ માટે અમેરિકા દર વર્ષે ૭૩૧-૧૧૨૫ મિલિઅન ક્યુબિક પાણી વાપરે છે. આ રિપોર્ટ જર્નલ નેચર સસ્ટેઇનેબિલિટીમાં છપાયો છે. ૧૦ મિલિઅન (૧૦,૦૦૦,૦૦૦) અમેરિકનો ઘરકામમાં જેટલું પાણી વાપરે એટલુ પાણી અમેરિકાના સંશોધકો 'એઆઈ'ને તૈયાર કરવામાં વાપરે છે....!
કારના નેવિગેશન, વિમાનના નેવિગેશનમાં વપરાતા સેમિકન્ડકટર પણ હજારો લિટર અલ્ટ્રા શુધ્ધ પાણી વાપરે છે. ફક્ત તાઈવાનમાં બનતા સેમિકન્ડકટર એટલું પાણી પી જાય છે કે ત્યાંના લોકોને પીવાના પાણીની તકલીફ પડી હતી. આ સેમિકન્ડકટર હવે અમદાવાદની નજીકમાં તૈયાર થશે.
કેટલાંક માને છે કે 'આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ' એક પરપોટો છે ક્યારે તે કકડભૂસ થશે એ નક્કી નહિ. ડેટા તો વહેંચાતો જ રહેશે અને લોકો તેનો ઉપયોગ કરતા જ રહેશે અને મેડિકલ ફિલ્ડ હોય કે શેરબજાર બધા આ કૃત્રિમ બુધ્ધિમત્તાને રવાડે ચઢ્યા છે. પણ છેવટે કુદરતની બુધ્ધિ જ જીતશે.


