- મેનેજમેન્ટ-ધવલ મહેતા
- દુનિયામાં કેટલાય સફળ ઉદ્યોગપતિઓએ શૈક્ષણિક સંસ્થાઓ અને રિસર્ચ ઈન્સ્ટિટયૂટ્સ સ્થાપીને સમાજ તરફની તેમની ફરજ નિભાવી છે. ભારતમાં એવું કામ થવું જોઈએ એટલું થયું નથી
ન ફો કરવા ઉપરાંત સફળ કોર્પોરેટ મેનેજમેન્ટનું કામ દેશમાં ઉત્તમોત્તમ સંસ્થાઓ અને શૈક્ષણિક અને સ્વાસ્થ્ય સ્થાપવાનું પણ છે. ઘણી કંપનીઓ પોતાના નફો કે સરપ્લસનું પોતાનામાં જ રોકાણ કરી તોતિંગ ઉદ્યોગ બની જાય છે. પરંતુ જગતમા કેટલાક ધંધાસ્થાપકોએ અફલાતુન યુનિવર્સિટીઓ અને શાળાઓ તથા રિસર્ચ ઇન્સ્ટીટયુટની સ્થાપના કરીને સમાજની અનન્ય સેવા કરી છે. ધંધાઓના માલિકોને કે સરકારી સાહસોના વડાઓને કુશળ મેનેજરો કે એડમીનીસ્ટ્રેટર્સ વિના ચાલતુ નથી. મેનેજમેન્ટના ક્ષેત્રમા સ્ટ્રેટેજીક મેનેજમેન્ટનું મહત્ત્વ વધ્યું છે. સ્ટ્રેટેજીક મેનેજમેન્ટના કન્સેપ્ટના હાર્દમા કોમ્પીટીટીવ એડવાન્ટેજ એટલે કે તમામ હરીફોની સરખામણીમા તમારી પાસે હરીફ લાભ (કોમ્પીટીટીવ એડવાન્ટેજ) કયો છે તેને ઉદ્યોગકારે ખોળી કાઢીને તે લાભ પ્રોડક્ટના ગ્રાહકોને આપવાનો છે. કોઈ કંપનીનો મુખ્ય હરીફ લાભ (કોમ્પટીટીવ એડવાન્ટેજ) તેની માર્કેટીંગમા હોઈ શકે કે તેની પ્રોડક્શન ટેકનોલોજીમા હોઈ શકે કે તેના રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં હોઈ શકે કે પ્રોડક્ટ ડીઝાઈનના કે પ્રોડક્ટ પેકેજીંગના ક્ષેત્રમા (દા.ત. ટેટ્રાપેકેજીંગ) પણ હોઈ શકે. પ્રોડક્ટ માટેના એડર્વટાઈઝીંગના ક્ષેત્રમા પણ હોઈ શકે છે. જગતમાં આલ્ફેડ નોબેલ ડાયનેમાઇટના ધંધામા નફો કરીને નોબલ પ્રાઈઝની સ્થાપના કરી તે ગજબનું કામ ગણાય.
રિસર્ચ સંસ્થાઓની કે હોસ્પિટલોની કે સ્વાયત્ત યુનિવર્સિટીઓની સ્થાપનાની બાબતમાં દિલ્હીમાં અઝીમ પ્રેમજી યુનિવર્સિટીએ કમાલ કરી છે. કસ્તુરભાઈ લાલભાઈ ના હોત તો કદાચ અમદાવાદમા આઈઆઈએમ સ્થપાઈ ના હોત. અમદાવાદના ટેક્ષટાઈલ ઉદ્યોગના પાયાનીઅર ઉદ્યોગ સાહસિકો શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવામાં કમાલ કરી છે. બી.કે.સ્કુલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ (ગુજરાત યુનિવર્સિટી) મેનેજમેન્ટના ક્ષેત્રમાં ઘણુ ઊચુ સ્થાન ધરાવે છે તેની સ્થાપનામા પણ બિહારીભાઈ કનૈયાલાલનો સહકાર અને સિંહ ફાળા સિવાય ઊભી ના થાત.
વડોદરાના અમુક ઉદ્યોગપતિઓને બાદ કરતા ઉદ્યોગપતિઓનુ ઉચ્ચ શૈક્ષણીક ક્ષેત્રે કે ઉચ્ચ કક્ષાની હોસ્પિટલો સ્થાપવાનુ કામ જે અમદાવાદમાં થયું તેટલા પ્રમાણમાં વડોદરામા કે સુરતમા થયું નથી. સયાજી હાઈસ્કુલ કે મેમોરીયલ હાઈસ્કુલ કે ન્યુએરા હાઈસ્કુલ કે એક્સપરીમેન્ટલ સ્કુલ વગેરેની સ્થાપના વડોદરાના સ્થાપક નેતાઓ ઉપરાંત શ્રી સયાજીરાવનો અને ગાયકવાડ કુટુંબના ફાળાને કદાપી વિસરી શકાય નહીં.
ગુજરાતના સૌથી સુધારક નગર તરીકે ગણાતા સુરતમા સ્વતંત્ર યુનિવર્સિટી બહુ પાછળથી સ્થાપિત થઇ હવે ગુજરાતના અને ભારતમાં ઠેર ઠેર યુનિવર્સિટીઓ બની રહી છે તે ગુજરાતીઓ ભારત માટે અત્યંત ગૌરવની બાબત છે. આ યુનિવર્સિટીઓ અને ટેકનોલોજીકલ ઇન્સ્ટીટયુટને (દાત. બિરલા ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી કે ટાટા ઈન્સ્ટિટયૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ કે બેંગ્લોરમાં ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ અને જવાહરલાલ નહેરૂના જમાનામા સ્થાપવાની આઈઆઈએમ અમદાવાદ અને તે પછી સ્થપાયેલી આઈઆઈએમ અને આઈઆઈટીઝની શ્રેણીબધ્ધ સ્થાપનાને અને આ સંસ્થાઓની ઉત્તમ ગુણવત્તા જાળવવાને કારણે જ ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમા ઘણી પ્રગતી કરી છે. ભારતમા આઈઆઈએમ અને આઈઆઈટીઝને સ્થાપવામા જવાહરલાલ નહેરૂનો સિંહફાળો હતો તે ભૂલવાનું નથી. તે પછી પણ ભારતમા પણ અનેક આઈઆઈએમ તથા આઇઆઈટીની સ્થાપના થઇ. તે સ્વતંત્ર ભારતનો મોટો પ્લસ પોઇન્ટ છે. ૧૯૮૦મા જ્યારે આઈટી સર્વિસીઝનુ નામોનિશાન ન હતુ ત્યારે ભારતના આઈટી સર્વીસીઝના ઉદ્યોગસાહસીકોએ અબજો ડોલર્સનો ધંધો કરતી કંપનીઓ સ્થાપી તેની પાછળ ભારતની વિજ્ઞાનની ટેકનોલોજી અને મેનેજમેન્ટની ધમધમતી શિક્ષણ સંસ્થાઓ હતી. અનેક શૈક્ષણિક અને સ્વાસ્થ્ય સંસ્થાઓ સ્થાપવામા અંબાણી ગુ્રપે કમાલ કરી છે.
ભારતમાં નાલંદા અને તક્ષશીલા જેવી યુનિવર્સિટીઝની બે હજાર વર્ષ પહેલા સ્થાપના થઇ હતી તે વાત સાચી પરંતુ આધુનિક વૈજ્ઞાનિક જ્ઞાન ઉભુ કરવામા ભારત નિષ્ફળ ગયુ - જો કે ફીલોસોફી એથીક્સ તથા થિઓલોજીની બાબતમા તે શ્રેષ્ઠ હતુ. તેમ છતાં સેક્યુલર જ્ઞાનની સંસ્થાઓ ઉભી કરવામા યુરોપ અને અમેરિકા ઘણા આગળ રહ્યા છે. અમેરીકા તેની સ્ટેન્ફર્ડ, પ્રિન્સટન, હાર્વડ, યેલ, એમઆઈટી, કેલીફોર્નીયા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, કોર્નેલ જેવી યુનિવર્સિટીઓએ જે સાયન્ટીફિક જ્ઞાન ઊભુ કર્યું છે તેમજ યુરોપની અમુક યુનિવર્સિટીઓ (ઓક્સફર્ડ, કેમ્બ્રીજ વગેરે)એ જે શિક્ષણ અને સંશોધનમા નવી ઊંચાઈઓ સર કરી છે તે માટે તેઓને ધન્યવાદ ઘટે છે. માહિતી અને રોબોટીક્સ યુગને આ યુનિવર્સિટીઓએ જન્મ આપ્યો છે. આનુ એક કારણ એ છે કે ત્યાના ઉદ્યોગકારોએ શ્રેષ્ઠ યુનિવર્સિટી અને હોસ્પિટલો અને રિસર્ચ ઇન્સ્ટીટયુટ --- ઊભા કરવામા અપાર રસ લીધો છે અને અપાર દાન કર્યું છે. માત્ર સરકારે જ આ કામ કરવાનુ હોય તે અનિવાર્ય નથી.
બ્રિટનમા ઓક્સફર્ડ યુનિવર્સિટીની સ્થાપના ઇ.સ.૧૨૦૯થી ઇ.સ. ૧૨૨૫ના ગાળામા થઇ. કેમ્બ્રીજ યુનિવર્સિટીની સ્થાપના ઇ.સ. ૧૨૧૮મા થઇ હતી. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીની સ્થાપના છેક ઇ.સ. ૧૬૩૬મા થઇ હતી જ્યારે ભારતમા સૌ પ્રથમ યુનિવર્સિટી સ્થાપના ઇ.સ. ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ થઇ. ભારતમા ગુરૂ શિષ્યની પરંપરા દ્વારા જ્ઞાન મેળવવાનુ હતું પરંતુ એક્સપરીમેન્ટસ નોલેજની બાબતમાં ભારત તેની સ્પેક્યુલેટીવ ફીલોસોફીકલ અને થીઓલોજીકલ સીસ્ટમને લીધે પાછુ પડી ગયુ. ભારતે શૂન્યની મહાન શોધ કરી પરંતુ તે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વૈદિકકાળ પછી બહુ પાછળ પડી ગયું અને પશ્વિમ જગત આધુનિક જ્ઞાનના ક્ષેત્રમાં મેદાન મારી ગયું.


