- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- હાલતી-ચાલતી મૂર્તિઓને ઘણા લોકો ઇશ્વર, પરમ ચેતના અને શ્રદ્ધાનો ચમત્કાર માને છે. 47 જેટલા સ્થળોએ મહિનાઓ સુધી વારંવાર બનેલી અને એક સાથે સેંકડો, હજારો જેટલા લોકોએ જોયેલી ઘટનાને દ્રષ્ટિભ્રમ કહીને અવગણી ના શકાય.
‘Belief can give life to stone, just as doubt can turn miracles into illusions. શ્રદ્ધા પથ્થરમાં પ્રાણ પૂરી શકે છે, જેમ શંકા ચમત્કારને ભ્રમ બનાવી શકે છે.'
‘Between religion and reason, Ireland in 1985 found itself in a quiet storm. ધર્મ અને તર્કની વચ્ચે ૧૯૮૫નું આયર્લેન્ડ એક શાંત તોફાનમાં હતું.'
‘For some, the statues moved, for others, it was the people who were moved. કેટલાક માટે મૂર્તિઓ હાલતી હતી, બીજાઓ માટે લોકો જ ભાવનાઓમાં હાલી રહ્યા હતા.'
‘Some came to pray, some came to question and many came just to witness.’ કેટલાક પ્રાર્થના કરવા આવ્યા, કેટલાક પ્રશ્ન પૂછવા અને ઘણા ફક્ત જોવા માટે.'
‘Crowds gathered not just to see a miracle, but to feel part of something larger. ભીડ માત્ર ચમત્કાર જોવા માટે નહીં, પરંતુ કોઈ મોટા અનુભવનો ભાગ બનવા આવી હતી.'
‘Every witness saw something different, yet all believed they saw the truth.’ ઘટનાને જોનાર દરેક સાક્ષીએ કંઈ જુદું જોયું, એમ છતાં બધાને લાગ્યું કે તેઓએ સત્ય જોયું.'
‘The mystery was never fully solved because it lived inside each observer. આ રહસ્ય ક્યારેય સંપૂર્ણ રીતે ઉકેલાયું નહીં કારણ કે તે દરેક જોનારની અંદર જીવતું હતું.'
આયર્લેન્ડમાં હાલતી-ચાલતી મૂર્તિઓ (moving statues) ની ઘટના ૧૯૮૫ ના ઉનાળામાં બનેલી એક અજબ-ગજબ કહેવાય એવી રહસ્યમય ઘટના છે. ધ મુવિંગ સ્ટેચ્યુ ઓફ બેલિન્સ્પિટલ (The Moving statue of Ballinspittle) નામના પુસ્તકમાં લિયોનેલ બીરે આયર્લેન્ડના એક ૪૭ સ્થાનો દર્શાવ્યા છે જ્યાં ઇસુ ખ્રિસ્ત, વર્જિન મેરી કે મેડોનાની મૂર્તિઓ (પૂતળાઓ) હલનચલન કે સ્થાનાંતરણ (એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની ક્રિયા) કર્યું એવું જોવા મળ્યું હતું. તે મૂર્તિઓ અનાયાસ હાલવા લાગે, માથું હલાવવા લાગે કે આંખો ઝપકાવવા લાગે એવું પણ અનેક સ્થળોએ ઘણા બધા લોકોએ જોયું હતું. એ રીતે કોન ટોઈબીન નામના લેખકે 'સીઇંગ ઇઝ બિલિવિંગ-મૂવિંગ સ્ટેચ્યુ ઇન આયર્લેન્ડ (seeing is Believing & Moving Statue in Ireland) નામના તેમના પુસ્તકમાં આ ઘટનાની વિસ્તૃત માહિતી આપી છે.
૧૪ ફેબુ્રઆરી, ૧૯૮૫ નો એ દિવસ હતો. આયર્લેન્ડના એસ્ડી કાઉન્ટી કેરીના સેન્ડ મેરી ચર્ચમાં વિદ્યાર્થીઓનો એક સમુદાય રમી રહ્યો હતો. એક વિદ્યાર્થીની નજર થોડે દૂર જમીનમાં ખોડાયેલ ઇસુ ખ્રિસ્ત અને આરાધ્યા દેવી મેડોનાની વિશાળ મૂર્તિઓ પર ગઈ. તેણે જોયું તો ઇસુ ખ્રિસ્તની મૂર્તિનો હાથ હલનચલન કરી રહ્યો હતો. તે હવામાં ઉપર ઉઠી તેને બોલાવતો હોય એવી મુદ્રામાં હાલતો હતો. તે રીતે મેડોનાની મૂર્તિની આંખો ચકળવકળ ફરી રહી હતી. તે આશ્ચર્યચકિત થઈ ગયો અને તેણે બીજા બધા વિદ્યાર્થીઓનું તે મૂર્તિઓ તરફ ધ્યાન દોર્યું. તેમને પણ એ જ દેખાયું જે પેલા વિદ્યાર્થીને દેખાયું હતું. આ ઘટના બની તેના એક મહિના પછી બેલિડેસ્મોન્ડના એક કાઉન્ટી કોર્ક ચર્ચમાં બેઠેલા બાળકોને ત્યાં રહેલી મૂર્તિ એની જગ્યાએથી ખસતી હોય એવું દેખાયું. તે પછી ૨૨ જુલાઈ, ૧૯૮૫ ના રોજ બેલિનસ્પિટલના કાઉન્ટી કોર્કની ૧૫૨ કિલો વજનવાળી વર્જિન મેરીની વિશાળ કદની મૂર્તિની બાબતમાં પણ આવું થયું. કલેર ઓ'મેહોની અને તેની માતા બેઠા બેઠાં પ્રાર્થના કરી રહ્યા હતા ત્યાં અચાનક તેમની નજર વિર્જિન મેરીની મૂર્તિ તરફ ગઈ. તે મૂર્તિ ઘડીકમાં આગળ ઝૂકતી હતી તો ઘડીકમાં પાછળ. તે મૂર્તિ આમથી તેમ હાલી રહી હતી. તેમણે બીજા લોકોને બોલાવીને આ હાલતી-ચાલતી મૂર્તિ બતાવી. તે રીતે ૨૪ જુલાઈના રોજ ગર્ડા સીઓચામોના સાર્જન્ટ મુરે તે મૂર્તિને હાલતી-ચાલતી જોઈ. તેણે તે વાત બીજા બધાને જણાવી તો સેંકડો લોકો તે જોવા ત્યાં ધસી આવ્યા. તેના થોડા સમય પછી વોટરફોર્ડ કાઉન્ટીના માઉન્ટ મેલેરે અને દેશભરના ૩૦ અન્ય સ્થળો પર પણ આ પ્રકારની મૂર્તિઓની હલનચલનની ઘટનાઓ જોવા મળી. તે ઉપરાંત મધર મેરી સાથે અન્ય દેવી, દેવાતાઓ અને સંતોની આકૃતિઓ દીવાલો પર ઉપસી આવવાની ઘટનાઓ બની. હજારો લોકો જિજ્ઞાસાવશ, આશ્ચર્યથી કે શ્રદ્ધા ઉત્પન્ન થવાથી એ મૂર્તિઓ અને આકૃતિઓના દર્શન કરવા અને પ્રાર્થના કરવા આવા ૪૭ સ્થાનોએ એકત્રિત થતા હતા. એવું કહેવાય છે કે એકલા બેલિંસપિટલ સ્થળ પર ૧,૦૦,૦૦૦ જેટલા લોકો આવ્યા હતા. ૩૧ ઓક્ટોબર, ૧૯૮૫ ના રોજ સાંજના સમયે બેલિ સ્પિટલના એક કાઉન્ટી કોર્કમાં રહેલી વર્જિન મેરીની મૂર્તિને મૂર્તિપૂજા (idolatry) કે વર્જિન મેરીની અંધ ભક્તિ (Mariolatry) નો વિરોધ કરવા પેંટેકોસ્ટલ પ્રદર્શનકારીઓની એક ગેન્ગે જેનું નેતૃત્વ રોબર્ટ ડ્રેપર કરી રહ્યો હતો, હથોડા મારીને ક્ષતિગ્રસ્ત કરી દીધી. તેને છ મહિનાની જેલ થઈ. પછી તે મૂર્તિનું સમારકામ કરી દેવામાં આવ્યું હતું. હાલતી-ચાલતી મૂર્તિઓને ઘણા લોકો ઇશ્વર, પરમ ચેતના અને શ્રદ્ધાનો ચમત્કાર માને છે. ૪૭ જેટલા સ્થળોએ મહિનાઓ સુધી વારંવાર બનેલી અને એક સાથે સેંકડો, હજારો જેટલા લોકોએ જોયેલી ઘટનાને દ્રષ્ટિભ્રમ કહીને અવગણી ના શકાય. જોકે કેટલાક આ ચમત્કારીક ઘટનાને 'ઓપ્ટિકલ ઇલ્યુશન' માત્ર માને છે. મૂવિંગ સ્ટેચ્યુના ચમત્કાર વિશે કેટલાક રેશનાલિસ્ટ સંશોધક કહે છે - સેન્ટ મેરી ચર્ચની બે મૂર્તિઓ વચ્ચે આવેલી નાની ગોળ બારીને તમે એકીટસે જોયા કરીને પછી બેમાંથી ગમે તે એક મૂર્તિ નજર કરો તો દ્રષ્ટિભ્રમથી મૂર્તિ ગતિ કરતી હોય તેવું દેખાય છે. એ જ રીતે આજુબાજુ અંધારું હોય એવા સ્થાનમાં રાખેલા પ્રકાશથી દૈદિપ્યમાન મૂર્તિ મગજના દ્રષ્ટિકેન્દ્રને ઉત્તેજિત કરી અચેતન આંખને જાગૃત કરી ભ્રામક ગતિનો અનુભવ કરાવતો હોય એવું બની શકે. કેટલાક મનોવિજ્ઞાનીઓ આને સામૂહિક વિભ્રમ (Mass Hallucination) કે સામૂહિત મતિભ્રમ અથવા સામૂહિક ઉન્માદ (Mass Hysteria) થી અનુભવાતી ઘટના માને છે.


