Get The App

સુનામીના ખતરા સામે એઆઈની મદદ .

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
સુનામીના ખતરા સામે એઆઈની મદદ                          . 1 - image

- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી

- ભારતમાં રક્તદાતાઓની સંખ્યા ઓછી છે. લેન્સેટ નામના વૈજ્ઞાનિક સામયિકમાં જણાવ્યા પ્રમાણે વિશ્વમાં લોહીની સૌથી વધુ જરૂર ભારતમાં વર્તાય છે

ર શિઆના પેસિફિક કિનારે વિશ્વનો ૬ઠ્ઠો સૌથી મોટો ભૂકંપ આવ્યો. ૮.૮ની તીવ્રતાના આ ધરતીકંપે રશિઆ અને જાપાન પર મોટું સંકટ લાદી દીધું આ દ્વિપકલ્પમાં અગાઉ પણ ૧૯૫૨માં ૯ની તીવ્રતાવામાં ભૂકંપ આવ્યો હતો. આ દ્વિપકલ્પનું નામ છે કામચાટકા.

આ કામચાટકાને 'લેન્ડ ઓફ ફાયર એન્ડ આઈસ' કહેવામાં આવે છે. એ વિશ્વનો સૌથી મોટો જ્વાળામુખી આવેલા છે. જેમાંથી ૨૯ જ્વાળામુખી સક્રીય છે એટલે આ અગ્નિ (ફાયર)થી ભરેલો પ્રદેશ છે. લેન્ડ ઓફ આઈસ એટલા માટે કે શિયાળામાં ઉત્તરધુ્રવના પવનો તેનું તાપમાન-૨૦થી -૩૦ ડિગ્રી કરી નાંખે છે...!

અહીં દરિયામાં આવેલી બે ટેકટોનિક પ્લેટ દર વર્ષે થોડા સેન્ટીમીટરની ઝડપે એકબીજા સામે સરકે છે અને સુનામી સર્જાય છે. ૩૦ જુલાઈ ૨૦૨૫નો આ સુનામી એટલી પ્રબળ હતી કે પેસિફિક સમુદ્રની બન્ને બાજુએ તેની અસર વર્તાઈ હતી. સુનામીની અસર અલાસ્કા, ઊત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારા, રશિઆ, હવાઈ અને જાપાન સુધી થઈ હતી. જોકે અગાઉની આગાહીથી, દરિયાઈ મોજાઓથી લોકો દૂર દૂર સ્થળાંતર કરી ગયા હતા.

જાપાનમાં ૧૦ લાખ લોકોનું અગાઉથી સ્થળાંતર કરવામાં આવેલું. આ સાથે ૬૫૪૪ કિલોમીટર દૂરના અલાસ્કામાં, પણ લોકોને અગાઉથી જાણકારી મળેલી. એટલે કે સુનામી પેસિફિક સમુદ્રને બન્ને બાજુએ આવેલા દેશોને ઢંઢોળે છે.

પેસિફિક સમુદ્રના સુનામીએ અમેરિકાના પશ્ચિમના રાજ્યોને પણ ઢંઢોળયા હતા. દક્ષિણ અમેરિકાના ચિલીમાં અને કોલંબિઆમાં પણ સુનામીના મોજા ઊછળ્યા હતા.

૨૦૦૪માં લગભગ આટલી જ તીવ્રતાવાળો (૯.૧મી) સુનામી દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ એશિયામાં આવ્યો હતો. જે ૨,૩૦,૦૦૦ લોકોને ભરખી ગયો હતો.

આજ સમયે સુમાયા ઈન્ડોનેશિયાનાના ૧,૬૭,૦૦૦ લોકો આજ સુનામીથી મૃત્યુ પામ્યા હતા આ સાથે જ ભારતના દક્ષિણ-પૂર્વ કિનારાના ૧૦,૦૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

રશિયાએ દરિયામાં 'બોય' રાખી સેન્સર વડે સુનામીની માહિતી અગાઉથી મેળવી હતી. તેમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ, સેટેલાઈટ ડેટા, પોઝિશનિંગ સિસ્ટમ અને સિસ્મોમીટરની મદદ લીધી હતી. આને કારણે ૮.૮ની તીવ્રતાવાળો સુનામી ખાસ જાનહાનિ કરી શક્યો નહિ.

કુત્રિમ લોહીની કેપ્સ્યુલ મળશે... 

ભારત અને વિશ્વની લોહીની અછત અમેરિકા અને ચીન કુત્રિમ લોહી આપી પુરી કરશે.

કુત્રિમ લોહીમાં શું હોય છે ? નવા કુત્રિમ લોહીમાં વૈજ્ઞાનીકોએ શુધ્ધ કરેલા હેમોગ્લોબીનનો ઉપયોગ કર્યો હોય છે. અહીં તહીંથી મેળવેલા હેમોગ્લોબીનને લિપિડ આધારિત આવરણમાં મૂકી વેસિકલ એટલે કે અતિ સુક્ષ્મ એવી ફુગ્ગા જેવી રચના તૈયાર થાય છે.

આ કેપ્સ્યુલ ૧૨૦ નેનો મીટરની હોય છે અને નસોમાં તે સરકી શકે છે. આ લોહી રૂમ તાપમાને ૨ વર્ષ જાળવી શકાશે. વળી તેને મેચિંગ કરવું પણ જરૂરી નથી.

હવે બધી વસ્તુ કુત્રિમ સ્વરૂપે પણ મળે છે. કુત્રિમ બુધ્ધિ, કુત્રિમ દુધ અને હવે કુત્રિમ લોહી....! કુત્રિમ લોહીનો વિચાર બહુ જુનો છે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન હજારો સૈનિકો ઘાયલ થતાં સૈંકડો યુનિટ લોહીની જરૂર પડી હતી. ત્યારથી અમેરિકા અને જાપાન આ ક્ષેત્રમાં આવી ગયા હતા.

આવનારા ૫-૭ વર્ષમાં બંન્ને દેશો કુત્રિમ લોહી વેચતા થઈ જશે. આ કુત્રિમ લોહી કુદરતી લોહી જેવું નહિ હોય. તેમાં શ્વેતકણો અને પ્લેટલેટની ઊણપ હશે શ્વેતકણો શરીરના પોલિસ છે જે શરીરને બહારના જીવાણું સામે રક્ષણ આપે છે. શરીરની પ્રતિકાર શક્તિનું કામ શ્વેતકણો કરે છે. એટલે એવું કહી શકાય કે  કુત્રિમ લોહીં રોગ પ્રતિકાર શક્તિ આપી નહિ શકે.

પ્લેટલેટ કે જે થ્રોમ્બોસાઈટ તરીકે પણ ઓળખાય છે તેનું કામ ઈન્જરીના સ્થાને લોહીનો ગંઠ્ઠો બનાવી વહી જતુ અટકાવવાનું છે પરંતુ કુત્રિમ રોગમાં તેની ગેરહાજરીને કારણે આ કાર્ય પણ નહિ થાય.

તમને પ્રશ્ન થશે તો પછી એનું કામ શું છે ? કુત્રિમ લોહીમાં હેમોગ્લોબિન હશે જે ફક્ત પ્રાણવાયુના પરિવહનનું કામ કરશે.