Get The App

જગતની તમામ વિદ્યાશાખાઓમાં પરિવર્તન

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
જગતની તમામ વિદ્યાશાખાઓમાં પરિવર્તન 1 - image

- મેનેજમેન્ટ - ધવલ મહેતા

- કોઈપણ સામાજીક કે કુદરતી વિજ્ઞાન એકાકી જીવન સારી રીતે જીવી શકે નહી તેવી જ રીતે સફળ જીવન કે સફળ અને સમુદ્ધ જ્ઞાન માટે દાંમ્પત્ય જીવન જરૂરી છે

અં ગ્રેજીમાં ડીસીપ્લીનનો મુખ્ય અર્થ શિસ્ત થાય છે પરંતુ તેનો એક અન્ય અર્થ જ્ઞાનની એક શાખા તરીકે પણ થાય છે. દા.ત.ફિઝિક્સ, કેમીસ્ટ્રી, બાયોલોજી ઝૂલોજી વગેરે વિજ્ઞાનની વિદ્યાશાખાઓ તરીકે ઓળખાય છે તો અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ઇતિહાસ વગેરે સમાજ શાસ્ત્રો ગણાય છે. ભૂગોળને સમાજશાસ્ત્ર ગણવું કે વિજ્ઞાન ગણવું તે માટે કોઈ એકમત નથી. પરંતુ દરેક સમાજશાસ્ત્ર પોતાને મનોવિજ્ઞાનની શાખા તરીકે સૌથી મહત્વની ગણે છે. 

માનવજાતમા વધુ પડતો સ્વપ્રેમ તેની વિદ્યાશાખાઓમા જોવા મળે છે. ઇતિહાસ સામાજીક, મનોવિજ્ઞાન, સોશીયોલોજી, ઇકોનોમીક્સ, પોલીટીકલ સાયન્સ (પોલીટીકલનો વિષય ક્યારે ય સાયન્સ ન હતો કે નથી) વગેરેના પાઠયપુસ્તકના પ્રથમ ચેપ્ટરમા વિષય પ્રવેશ કે વિષય પરિચય વિષે વાચશો તો એમ લાગશે કે તે વિષય કે જ્ઞાનની શાખા જ્ઞાન જગતના કેન્દ્રમા છે. સોશીયોલોજી એ તેમા હદ કરી નાખી છે અને મેનેજમેન્ટની વિદ્યાશાખાએ પણ ભારતની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ લોકકલ્યાણ માટે જે ખોટા દાવાઓ કર્યા છે અને કરે છે તે પણ ફીકા લાગશે.

મેનેજમેન્ટના પાઠયપુસ્તકોમા મેનેજમેન્ટ અંગેના દાવાઓ માટે ઉદાહરણરૂપ નીચેનું વર્ણન અહંકેન્દ્રી જણાશે. મેનેજમેન્ટ માનવજાત જેટલું જૂનું છે. મેનેજમેન્ટ, કુટુબનું મેનેજમેન્ટ, સ્વાસ્થ્યનું મેનેજમેન્ટ, ફુડ સપ્લાયનું મેનેજમેન્ટ, કબીલા કે ટ્રાઈબનું મેનેજમેન્ટ, પોતાના પ્રદેશનનું તથા ધર્મનું અને ધંધાઓનું મેનેજમેન્ટ સફળતાપૂર્વક કર્યું છે. મેનેજમેન્ટ યુનિવર્સલ એટલે કે સાર્વત્રીક છે. માત્ર ૧૮૨૦ની આજુબાજુ અમેરીકાની એન્જીનીયર ફેડરીક ટેલરે સાયન્ટીફીક મેનેજમેન્ટનો પાયો નાખ્યો અને આજે તેના લગભગ ૧૨૫ વર્ષ બાદ મેનેજમેન્ટે અન્ય કોઈપણ શાસ્ત્રની શાખા કરતા વધુ પ્રગતી કરી છે. અર્થશાસ્ત્રીના પિતા તરીકે ગણાતા આદમ સ્મીથે તો માત્ર ડીવીઝન ઓફ લેબર અને ખાનગી સાહસો પર ભાર મુક્યો પરંતુ સરકાર અને અર્થકારણની મેનેજમેન્ટ વિના અર્થકારણ તૂટી પડયું હોત, માટે મેનેજમેન્ટ ઓફ ઇકોનોમીને અર્થશાસ્ત્રીમા સૌથી અગત્યનું સ્થાન મળવું જોઇએ. અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, સાયકોલોજી, ઇતીહાસ, રાજ્યશાસ્ત્ર વગેરે સમાજશાસ્ત્રોની શાખાઓ (જેને ડીસીપ્લીન્સ કહેવામા આવે છે) તેમા અહંકેન્દ્રીતા જોવા મળે છે.

માનવ સમાજે જ્ઞાનની દિશામાં એક ગજબની શોધ એ કરી છે કે કોઈપણ સામાજીક કે કુદરતી વિજ્ઞાન એકાકી જીવન સારી રીતે જીવી શકે નહી તેવી જ રીતે સફળ જીવન કે સફળ અને સમુદ્ધ જ્ઞાન માટે દાંમ્પત્ય જીવન જરૂરી છે. માનવ સમાજે સમાજશાસ્ત્રનું જોડાણ મનોવિજ્ઞાન સાથે કરીને સોશિયલ સાયકોલોજી ઊભી કરી, અર્થશાસ્ત્રને મેનેજમેન્ટ સાથે કરીને મેનેજરીયલ ઇકોનોમીક્સની જ્ઞાનશાખા ઊભી કરી, સમાજશાસ્ત્ર અને બાયોલોજીનુ જોડાણ કરી સોશીયોબાયોલોજીની જ્ઞાન શાખા તેમજ ફીઝીક્સનું કેમીસ્ટ્રી સામે જોડાણ કરીને ફીઝીકલ કેમીસ્ટ્રી, અને બાયોલોજીનું સ્ટેટીસ્ટીક્સ સાથે જોડાણ કરી બાયોમેટ્રીક્સની વિદ્યાશાખા અને પોલીટીક્સનું અર્થશાસ્ત્ર સાથે લીગલ ઉભુ કરી પોલીટીક્સ ઇકોનોમીની વિદ્યાશાખા તેમજ માર્કેટીંગના વિષયમા સ્ટેટીસ્ટીક્સ અને સર્વેક્ષણની ટેકનીક્સ ઉમેરીને માર્કેટીંગ રીસર્ચ એન્ડ ઈન્ફોર્મેશન સીસ્ટમની અને યુદ્ધશાસ્ત્ર અને મેનેજમેન્ટનું જોડાણ કરીને સ્ટ્રેટેજીક મેનેજમેન્ટની રચના કરી છે.

જુદી જુદી માનવ વિદ્યાશાખાઓના દામ્પત્યજીવનના હજી ઘણા ઉદાહરણો આપી શકાય પરંતુ આ બાબતમા એટલું જરૂરથી કહી શકાય કે આ દામ્પત્યજીવન જેને આપણે 'ઇન્ટરડીસીપ્લીનરી' જ્ઞાનની શાખા ગણીએ છીએ તેણે ઘણા ફળદ્રુપ સંતાનો (એટલે કે નવુ જ્ઞાન, નવી દીશા, નવા એપ્રોચ, નવી શોધો) ઊભા કર્યા છે. એક વધારાનું ઉદાહરણ એસ્ટ્રોનોમી અને ફીઝીક્સ છે અને એસ્ટ્રોફીઝીક્સના ક્ષેત્રમા માનવજાતે અદ્ભૂત પ્રગતી કરી છે. તેવી જ રીતે માનસીક ક્ષેત્રોના રાસાયણીક દવાઓ (ટ્રાન્ક્વીલાઇઝર્સ, એન્ટીડીપ્રેશન્સ, અન્ય સાયકોકેમીકલ્સ) ને દાખલ કરીને જૂની સાયકો એનાલીસીસની ફ્રોઈડીયન પદ્ધતિ (અચેતન મનની ગૂંચો ઓળખી અને ઉકેલવી) તે કાળગ્રસ્ત કરી નાખી છે.

માનવસમાજે ઇન્ટરડીસીપ્લીનરી વિષયોમા હજી ઘણી આગેકૂચ કરવાની છે. દા.ત., આપણા રોબોટસ અને એઆઈ ઇલેક્ટ્રોનીક્સની કામગીરી હેઠળ ચાલે છે જ્યારે આપણુ મગજ તેમા રહેલા ૮૬૦૦ કરોડ (એઇટીસીક્સ બીલીયન) ન્યુરોન્સ (મગજના કોષને ન્યૂરોન્સ કહેવામા આવે છે) ન્યુરોન્સની બાયોકેમીકલ ખાતર પ્રક્રિયાઓ પર કામ કરે છે. આપણે ઇન્ટરડીસીપ્લીનરી અભીગમ દ્વારા રોબોટીક્સ અને ન્યુરોબાયોલોજીને ભેગા કરીને માનવીય બ્રેઇનને ઇલેક્ટ્રોનીક્સ અને ઇલેક્ટ્રોનીક આંતરપ્રક્રિયાઓને માનવીય બાયોકેમીકલ પ્રક્રિયાઓમાં ફેરવી ના શકીએ ? જો તેમ થાય અને તેમા સફળતા મળે તો માનવીનું સરાસરી આયુષ્ય બસો કે પાંચસો વર્ષ સુધી કદાચ લંબાવી શકાય.