Get The App

કંપનીની સફળતા માટે વ્યૂહરચનાના અમલીકરણનું ખૂબ મહત્ત્વ

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
કંપનીની સફળતા માટે વ્યૂહરચનાના અમલીકરણનું ખૂબ મહત્ત્વ 1 - image

- મેનેજમેન્ટ-ધવલ મહેતા

- અમુક કંપનીઓ ક્લાસને અને અમુક કંપનીઓ માસને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ બનાવે છે અને એમાં સફળ થાય છે. એકધારો વ્યૂહ ઘડીને તેને સટીક રીતે અમલી બનાવે છે

કં પનીએ વ્યૂહરચના ગમે તેટલી અસરકારક ઘડી હોય પરંતુ જો તેનું અમલીકરણ ના થાય તો કંપની નિષ્ફળતાને વરે છે. વ્યૂહરચનાના અનેક પ્રકારો હોય છે. જુદી જુદી વ્યૂહરચનાનો અમલ કરીને દુનિયાની કંપનીઓ સફળ બની છે.

અમુક કંપનીઓ ક્લાસને અને અમુક કંપનીઓ માસને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ બનાવે છે અને એમાં સફળ થાય છે. એકધારો વ્યૂહ ઘડીને તેને સટીક રીતે અમલી બનાવે છે. તેના પરિણામે કંપનીઓને ધાર્યું પરિણામ મળે છે. 

અમુક કંપનીઓને પોતાની પ્રોડક્ટસ તમામ લોકોને અને લોકોના તમામ વર્ગોને વેચવી હોતી નથી તેઓ એક ખૂણાનું બજાર પકડી લે છે અને પુષ્કળ નફો કરે છે. તો અમુક કંપનીઓ જુદી રીતે વિચારીને નવું માર્કેટ મેળવે છે.

અમેરિકન કંપનીઓનો ફ્રેન્ચાઇઝિંગનો વ્યૂહ

અમેરિકાની કંપનીએ પોતાના વેચાણ વધારવા માટે એક નવો જ કીમિયો બનાવ્યો તેમણે પોતાની 'બ્રાંડ' વિકસાવી અમેરિકામાં તેમજ જગતના અનેક દેશોમાં પોતાના 'ફ્રેન્ચાઇઝી' ઊભા કર્યા. મેકડોનાલ્ડ, કેએફસી, બાસ્કીન એન્ડ રોબિન્સન્સ , કોકાકોલા અને પેપ્સી, સ્ટાર બક્સ વગેરે ફ્રેન્ચાઇઝીને ધોરણે જગતભરમાંથી મોટું વેચાણ કરે છે. ભારતની મોટા ભાગની મોટી કંપનીઓ પ્રોડક્ટ ડાયવર્સીફીકેશન કે પોતે જે ધંધો કરતી હોય તે ઉપરાંત અન્ય ધંધામાં ઝંપલાવીને મસમોટા 'બિઝનેસ' ઊભા કર્યા છે. અમેરિકાએ ફ્રેન્ચાઈઝીના વ્યૂહથી મોટો બિઝનેસ દુનિયાભરમાં ઉભો કર્યો છે.

વ્યૂહરચનાનું અર્થકારણ

આપણે અનાજના રેશનિંગ સિસ્ટમની વ્યૂહરચના તો કરી પણ વિતરણ વ્યવસ્થાના માળખામાં કેમ આટલો બધો ભ્રષ્ટાચાર છે? હજારો પ્રોડક્ટસની ઘોષણા તો કરી પરંતુ તેનું અમલીકરણ કેમ આટલું કાચું છે ? અમલીકરણમાં કેમ આટલું બધું 'લીકેજ'છે ? 

મજબૂત વ્યવસ્થાતંત્ર

જો આ વ્યૂહરચના નવી હોય તો તેને માટે કંપનીએ સક્ષમ માણસો લેવા પડે. જૂના કર્મચારીઓને ઘનિષ્ટ ટ્રેનિંગ આપવી પડે. અમેરિકાની જનરલ ઇલેક્ટ્રિક કંપની જગતની સૌથી સારી મેનેજમેન્ટ ધરાવતી કંપનીઓમાં સ્થાન ધરાવે છે. તે સૌથી પ્રતિભાશાળી લોકોને નોકરી આપે છે અને તેમને જુદા જુદા ડિવિઝન્સ અને ખાતાઓમાં લાંબા ગાળા માટે 'રોટેટ' કરે છે. તેનું ટ્રેનિંગ સેન્ટર જગવિખ્યાત છે. મેકડોનાલ્ડ જે અમેરિકાનો ફાસ્ટફૂડ સ્ટોર છેતેની શિકાગોમાં મેકડોનાલ્ડ યુનિવર્સિટી છે. મેનેજરોને અને સુપરવાઇઝરોને ટ્રેનિંગ, ટ્રેનિંગ અને ટ્રેનિંગ આપવાની સતત જરૂર રહે છે જેથી તેવા વિચાર અને વર્તણુંકમાં સ્થગિત ન થઈ જાય. જનરલ ઇલેક્ટ્રિક કંપની તેના જ્હોન વેલ્સ લીડરશીપ ડેવલપમેન્ટ સેન્ટર માટે જાણીતું છે. તે યુનિવર્સિટી સમકક્ષ કેન્દ્ર છે અને તેમાં નવા લેવાયેલા તેમજ જૂના કર્મચારીઓને ટ્રેનિંગ માટે મોકલે છે. કેટલાને ? તેના પોતાના દસ હજાર કર્મચારીઓને વાર્ષિક ટ્રેનિંગ લે છે.

તમારા જૂના ઐતિહાસિક વ્યવસ્થા તંત્રને તોડી નાખો વ્યવસ્થા તંત્ર અને કંપનીની વ્યૂહરચનાનું 'ફીટ' પરસ્પર અનુકૂળ થવું જોઈએ. કંપનીની વ્યૂહરચના નવી નવી પ્રોડક્ટસ શોધીને તેનું વેચાણ કરવાની હોય તો તે માટે કંપનીનું આર એન્ડ ડી મજબૂત હોવું જોઈએ. તેમાં શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો કે નિષ્ણાતો હોવા જોઈએ. કંપનીની વ્યૂહરચના લોકબજાર (માસ માર્કેટિંગ)નું નિર્માણ કાર્ય કરવાની હોય તો તેણે ઉત્તમ ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઉભું કરવું જોઈએ. કંપનીની નિકાસ દ્વારા વિકાસ કરવા માંગતી હોય તો તેનું એક્સપોર્ટ ડીવીઝન એકદમ મજબૂત જોઈએ. સાથે સાથે વિદેશી માર્કેટ ઇન્ફર્મેશન ડીપાર્ટમેન્ટ પણ મજબૂત જોઈએ જે પળે પળે બદલાતા નિકાસ બજારની અપ ટુ ડેટ વિગતો મેળવે. દવા ઉદ્યોગના બહુ જ ઉંચી કક્ષાના ક્વોલીટી કન્ટ્રોલનું ધ્યાન રાખવું પડે. 

મર્મસ્થ કુશળતા

દરેક કંપનીએ પોતાની મર્મસ્થ કુશળતા જેનું હરીફો જલ્દીથી અનુકરણ ના કરી શકે તે રીતે વિકસાવવાની છે. જાપાનની હોન્ડા કંપનીની વિશિષ્ટ કુશળતા તેના પંપ અને મોટરમાં છે. અહીં મોટર એટલે કાર નહી પણ તેનું એન્જિન જેને બનાવવામાં હોન્ડા માહિર છે. નાઇકીની કુશળતા તેના એથલેટીક શુઝ બનાવવામાં છે જગતભરના નાસ્તાના પડીકાના વેચાણની સફળતા તેના અતિસૂક્ષ્મ વિતરણ માળખાની રચનાને આભારી છે.

ઓછી કિંમત

માસ માર્કેટિંગની હોય, ઉંચા ભાવો- ઉંચી ગુણવત્તાની હોય કે નિકાસ દ્વારા વિકાસની હોય કે ટર્નએરાઉન્ડની હોય તેના આધારે વ્યવસ્થાતંત્ર ગોઠવવા માટે કંપનીની વ્યૂહરચના સાથે તેને જોડો. માત્ર મજબૂત વ્યવસ્થાતંત્રની રચનાથી આ જુદો વિચાર છે તમારે તમારા વ્યવસ્થાતંત્રને વ્યૂહરચના પ્રમાણે 'ટેલર મેઇડ' કરવાનું છે બધા વ્યવસ્થાતંત્રને એક લાકડીએ ન ફટકારાય એ માટે જ ઉપર જણાવ્યા મુજબ જૂનું વ્યવસ્થાતંત્રની પદ્ધતિ ના જ ચાલે. વ્યવસ્થાતંત્ર માટે એકડે એકથી ફરી વિચારવું પડે. હાયરોર્કીકલ વ્યવસ્થાતંત્રનો જમાનો ચાલ્યો ગયો છે. ટીમવર્કનો જમાનો આવ્યો છે. વ્યવસ્થા તંત્રને બદલવામાં વ્યવસ્થાતંત્રીય રાજકારણ આડે આવે છે. અમુક વ્યક્તિની કે ખાતાની તાકાત વધે છે અને અમુકની ઘટે છે. કેટલાક મેનેજરો તેને બેરહમીથી તોડે છે. ઓછી કિંમત રાખવાનો વ્યૂહ સફળ તો જ થાય કે તેનો યોગ્ય રીતે ગુણવત્તા જાળવી રાખવાની સાથે અમલ પણ થાય. ઓછી કિંમત અને ગુણવત્તા સારી હોય તો એ પણ કંપનીની કે પ્રોડક્ટની ઓળખ બની જાય છે. એ વ્યૂહ માત્ર કાગળ પર બન્યો હોય પરંતુ યોગ્ય રીતે અમલ ન થાય તો ગ્રાહકો એ પ્રોડક્ટથી વિમુખ થઈ જાય છે.

આ પ્રકારની વ્યૂહરચનાનો અમલ કરી શકે તે જ મેનેજર કંપનીમાં સફળ ગણાય. તેના આધારે જ કંપનીઓએ એ મેનેજરનું પ્રમોશન કરવું જોઈએ.