- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
- સંશોધકોના મત પ્રમાણે રેડિએશનથી ધીમી જનીનીક વિકૃતિ આવે છે જે પુરુષોમાં ફર્ટિલિટી માટે જવાબદાર બને છે
હ વે દરેક મહિલાઓ ફોન સાથે જોવા મળે છે. પોકેટમાં રાખેલો ફોન કે ખોળામાં રાખેલું લેપટોપ માનવ જાતની પ્રજોત્પત્તિ ક્ષમતા માટે પડકારરૂપ છે.
સેન્ટર્સ ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (ભઘભ) ના મત પ્રમાણે સેલફોનના નોનઆઈનાઈઝિંગ રેડિએશન કે સારી સ્થિતિવાળા કોમ્પ્યુટરના સ્ક્રીન અને માઈક્રોવેવમાથી નીકળતા કિરણો ફર્ટિલિટી કે ગર્ભાવસ્થા માટે જવાબદાર નથી. સેલફોનથી મહિલાઓની ફર્ટિલિટીને અસર થાય છે પરંતુ હજી સ્પષ્ટ રીતે એ વાત પુરવાર થઈ નથી. આ ટોપિક ચર્ચાસ્પદ છે અને સંશોધકો તેને સમજવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.
૨૦૨૦માં થયેલા એક સર્વેક્ષણ પ્રમાણે સેલફોનથી પુરુષોની ફર્ટિલિટીને અસર થાય છે પરંતુ ફક્ત સેલફોનથી જ મહિલાઓની ફર્ટિલિટીને અસર થાય છે એવી સાબિતી મળી નથી.
નેશનલ કેન્સર ઇન્સ્ટિટયૂટના રિપોર્ટ પ્રમાણે સેલફોનમાંથી નીકળતા નોનઆયોનાઇઝિંગ કિરણો ડીએનએ (ડીઓક્સિ રાઈબો ન્યુક્લિક એસિડ) ને હાનિ પહોંચાડી શકતા નથી.
લેપટોપ અને મોબાઈલનો ઉપયોગ પુરુષો વિશેષ કરે છે. પુરોષોની ફર્ટિલિટીને આ સાધનો કેવી અસર કરે છે તે બાબત જાણવા માટે કલકત્તા યુનિવર્સિટીનું સર્વેક્ષણ જાણવા જેવું છે.
તેઓ સીધું કહે છે કે લેપ પરનું લેપટોપ અને પોકેટમાંનો મોબાઈલ ફર્ટિલિટીને અસર કરે છે. આ વાત પુરુષની ફર્ટિલિટી અંગે છે. આનાથી પુરુષ નપુંસક પણ બની શકે છે.
કલકત્તા યુનિવર્સિટી અને ઇન્સ્ટીટયૂટ ઓફ રિપ્રોડક્ટિવ મેડિસિનનું આ સર્વેક્ષણ અગાઉના સંશોધનોને પડકારરૂપ છે. સંશોધકોએ ૨૦ થી ૪૦ વર્ષના ૧૨૦૦ પુરુષો પર રેડિએશન અને એઝોસ્પર્મિઆના સંબંધો તપાસ્યા હતા. આ સ્વયંસેવકો જનીનીક રીતે સંવેદનશીલ અને ૩૦ ની નીચેના હતા.
ખોળામાં લેપટોપ રાખી લાંબો સમય કામ કરવાથી અથવા પેન્ટના ખિસ્સામાં મોબાઈલ લાંબો સમય રાખવાથી પુરુષોની પ્રજોત્પાદક શક્તિ જોખમમાં મુકાય છે એવું હવે નિષ્ણાતો માની રહ્યા છે.
સંશોધકોના મત પ્રમાણે રેડિએશનથી ધીમી જનીનીક વિકૃતિ આવે છે જે પુરુષોમાં ફર્ટિલિટી માટે જવાબદાર બને છે. ટૂંકમાં પ્રજનનાંગો પાસે લાંબો સમય લેપટોપ કે ફોન રાખવા નહિ...!!


