- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- પ્રાણ જ બધા પ્રાણીઓનું જીવન છે એટલા માટે એને સમસ્ત આયુષ્ય કહેવામાં આવ્યા છે. વાસ્તવમાં પ્રાણ જ બધાનું જીવન છે.
'સ એષ પ્રાણ એવ પ્રજ્ઞાત્માનન્દોડજર અમૃત : ।
ય એષોડન્ત : હ્ય્દય આકાશ : તસ્મિન્ શેતે ।।
આ પ્રાણ જ પ્રજ્ઞા સ્વરૂપ, આનંદમય, અજર અને અમર છે. તે હ્ય્દયના આકાશમાં રહીને ત્યાં બિરાજમાન થાય છે.'
'પ્રાણો હિ ભૂતાનામાયુ : તસ્માત્ સર્વાયુષમુખ્યતે ।
સર્વમેવ તદાયુ : ય : પ્રાણો હિ ભૂતાનામ્ ।।
પ્રાણ જ બધા પ્રાણીઓનું જીવન છે એટલા માટે એને સમસ્ત આયુષ્ય કહેવામાં આવ્યા છે. વાસ્તવમાં પ્રાણ જ બધાનું જીવન છે.'
Prana is the vital energy that sustains life. Healing is simply the transfer of energy from the healer to the patient.
પ્રાણ એ જીવન શક્તિ છે જે જીવનને ટકાવી રાખે છે. ઉપચાર માત્ર ઊર્જાનું ઉપચારકથી રોગી સુધી સ્થાનાંતરણ છે.
Healing is not physical, it is emotional, menatal and spirituai.
ઉપચાર માત્ર શારીરિક નથી થતો, તે ભાવનાત્મક, માનસિક અને આધ્યાત્મિક પણ થાય છે.
- Master choa kok sui (માસ્ટર ચોઆ કોક સુઈ)
પ્રાણ યોગિક હીલિંગનું મૂળ છે જે જીવન શક્તિને નિયંત્રિત કરી શારીરિક, માનસિક અને આત્મિક સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. પ્રાણનો અર્થ છે જીવન શક્તિ અથવા જૈવ ઊર્જા. તે બ્રહ્માંડની દરેક વસ્તુમાં વિદ્યમાન છે અને શરીરને જીવિત રાખે છે. આ રહસ્યમય ઊર્જા શ્વાસના માધ્યમથી નિયંત્રિત કરી શકાય છે. પ્રાણ વિદ્યાથી અવરોધાયેલ ઊર્જા પ્રવાહ વિનિર્મુક્ત થઈ યથા યોગ્ય બને છે, તણાવ ઓછો થાય છે, રોગ પ્રતિકારક શક્તિ (ઈમ્યૂનિટી) વધે છે અને ચેતના વિકસિત થાય છે.
પ્રાણાયામ દ્વારા શ્વાસના માધ્યમથી પ્રાણિક ઊર્જાની લયને નિયંત્રિત કરી શકાય છે. યોગાભ્યાસ અને વિશેષ ધ્યાનથી પ્રાણનો પ્રવાહ સંતુલિત થાય છે જેનાથી સૂક્ષ્મ શરીરની અશુદ્ધિઓ દૂર થાય છે. તે શરીરના ઊર્જા ચક્રોને અને શરીરની બાયોપ્લાઝમાને શુધ્ધ કરે છે અને નકારાત્મક ઊર્જાને દૂર કરે છે. યોગ પ્રાણ વિદ્યા ઉપચાર એક નકારાત્મક ઊર્જાને દૂર કરે છે. યોગ પ્રાણ વિદ્યા ઉપચાર એક એવી ચિકિત્સા પદ્ધતિ છે જે સીધી પ્રાણ ઊર્જાના માધ્યમથી રોગ નિવારણ ફરે છે. તે શ્વસન, પરિસંચરણ અને પાચન પ્રણાલિઓને દ્રઢ કરે છે. તે તણાવ ઓછો કરે છે અને નિદ્રાની ગુણવત્તા સુધારવા સહાયક બને છે. આ પ્રાણવિદ્યા ચિકિત્સા માનસિક ઝૂણતા ભાવનાત્મક અસંતુલન દૂર કરી શરીર-મન-આત્માની એકરૂપતા સિદ્ધ કરી એકીકૃત ચિકિત્સા-ઈન્ટિગ્રેટિવ મેડિસિનની શ્રેષ્ઠ સ્થિતિને ઉપલબ્ધ કરે છે.
પ્રાણોપચારનો આયુર્વેદ સાથે પણ સંબંધ છે આયુર્વેદ ભારતની પારંપરિક પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ છે તે આયુષ્ય કે જીવનનું વિજ્ઞાન છે. એ સર્વ વિદિત છે કે આયુષ્યનો આધાર પ્રાણશક્તિ પર જ છે. પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ પ્રાણ શક્તિના યોગ્ય વહન માટે કુદરતી વૃક્ષો-વનસ્પતિના મૂળિયાં, ઔષધિઓ (herbs) નો ઉપયોગ કરે છે. તેના ઉષ્ણ-શીત વગેરે ગુણધર્મો અનુસાર તે પ્રાણશક્તિ પર અસર કરે છે. આનો જ્યોતિષ સાથે પણ સંબંધ પ્રસ્થાપિત થાય છે. ગ્રહોની ખાસ સ્થિતિ અમુક રોગો જલદી સારા થવાની સંભાવના ઊભી કરે છે. આ સંજોગોમાં કેવી ગ્રહ સ્થિતિ ધરાવતા લોકોએ કઈ ઔષધિઓ-મૂળિયાંઓનું સેવન કરવું જોઈએ તે જાણી લેવું જોઈએ. જો તેઓ આવા યોગ્ય હર્બ્સનું સેવન કરે તો તે પ્રાણશક્તિના પ્રવહન અને સંતુલન અંગે મદદરૂપ બને છે.
પ્રાણ : ધ સિક્રેટ ઓફ યોગિક હીલિંગ (Prana : The secret of yogic Healing) પુસ્તકના લેખક વૈદ્ય આત્રેય સ્મિથ (Vaidya Atrey smith) પ્રાણોપચાર પદ્ધતિના પુરસ્કર્તા અને પ્રેક્ટિશનર બન્યા તેની પાછળ ચમત્કારિક રીતે તેમના પોતાના અસાધ્ય રોગ નિવારણનો પ્રસંગ કારણભૂત છે. તે વારસાગત રીતે આવેલા પીઠના ક્રોનિક દુ:ખાવાથી સખત રીતે પીડાતા હતા. ઈડિયોપેથિક હાઈપોસ્કોલિયોસિસ નામની કરોડરજ્જુની ભારે બીમારીથી તે પહેલેથી હેરાન થઈ રહ્યા હતા. કરોડરજ્જુને ટેકો આપવા તેમને સ્ટીલ અને ચામડાથી બનેલો એક પટ્ટો પહેરી રાખવો પડતો હતો.
જાપાનના આનંદ નામના પ્રાકૃતિક ચિકિત્સક અને પ્રાણિક હીલર પાસે પ્રાણ ચિકિત્સા કરાવવાનું શરૂ કર્યું થોડા સમય બાદ તેમની વેદના અને તકલીફ ઘટવા માંડી. પછી તો તે બિલકુલ દૂર થઈ ગઈ. પોતાના અનુભવ પછી તેમને સ્વયં આ પદ્ધતિના પ્રેક્ટિશનર બનવાનું મન થયું. આનંદ પાસે થોડી ઘણી મૂળભૂત બાબતો શીખ્યા બાદ તેમનો પરિચય સ્વામી ચિદ્વિલાસ સાથે થયો. તેમણે સૂક્ષ્મ શરીર પર ખૂબ પ્રયોગો કર્યા હતા અને યોગ પ્રાણ ઉપચાર પદ્ધતિ વિશે ઊંડી જાણકારી ધરાવતા હતા. તેમની પાસેથી એનર્જિટિક મેડિસિનનું વિજ્ઞાન શીખ્યા. પછી રમણ મહર્ષિના શિષ્ય પૂંજાજી પાસેથી પણ યૌગિક ચિકિત્સાના રહસ્યો જાણ્યા. ત્યાંથી ફ્રાંસ ગયા અને પ્રાણિક ચિકિત્સાની પ્રેક્ટિસ કરવા લાગ્યા.
મોટા કદની રસકોષ્ઠ (OVarianeyst) ધરાવતી એક મહિલાને યોગ પ્રાણોપચાર પદ્ધતિથી ચિકિત્સક આત્રેયે સારી કરી દીધી હતી. તેની પ્રાણશક્તિના અવરોધો બિલકુલ દૂર થઈ ગયા હતા. બધી જ નાડી બરાબર કામ કરવા લાગી હતી. જાણે કે ઊર્જાની સર્કિટ બરાબર ચાલુ થઈ ગઈ હતી. તેની ઓવેરિયન સીસ્ટ ઓગળી ગઈ હતી. સાન-ફ્રાન્સિસ્કોના એક મનોવિજ્ઞાનીને માઈગ્રેન, તીવ્ર શિરોવેદના, સાયેટિકાની તકલીફો હતી. તેમણે આત્રેય સ્મિથ પાસે પ્રાણિક હીલિંગ કરાવ્યું. માત્ર ૨ સિટિંગ્સ બાદ તેમનો માથાનો દુ:ખાવો દૂર થઈ ગયો હતો અને જીવનભર માટે માઈગ્રેન, સાયેટિકાની તકલીફ દૂર થઈ ગઈ હતી.
માસ્ટર ચોઆ કોક સુઈ એક વિખ્યાત આધ્યાત્મિક ગુરુ, આધુનિક પ્રાણિક હીલિંગ અને અર્હટિક યોગાના સંસ્થાપક હતા. તેમણે ઊર્જા ચિકિત્સા અને આધ્યાત્મિકતાને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પ્રસ્તુત કરી. તેમના થકી વિકસિત કરાયેલ પ્રવિધિઓ જેમ કે ટિવન હાર્ટ મેડિટેશનનો ઉદ્દેશ્ય શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યમાં સંતુલન લાવવાનું છે. સ્પર્શ કર્યા વિના ઊર્જાના માધ્યમથી બીમારીઓને દૂર કરવાની પ્રાણિક હીલિંગની પદ્ધતિ પર તેમણે ખૂબ સંશોધન કર્યું અને તેનો પ્રસાર કર્યો. મિરેકલ્સ થુ્ર પ્રાનિક હીલિંગ (Miracles Through Pranic (Healing) તેમનું પ્રસિદ્ધ પુસ્તક છે. એ રીતે છગપચહબીગ ઁચિહૈબ લ્લીચનૈહય પુસ્તકમાં તેમણે રંગીન પ્રાણ (Colour prans) ના ઉપયોગથી ગંભીર બીમારીઓના ઉપચારની વિધિઓ દર્શાવી છે.


