Get The App

માનસિક તણાવની DNA પર થતી અસર

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
માનસિક તણાવની DNA પર થતી અસર 1 - image

- ડૉ.જયેશ શેઠ

- સામાન્ય રીતે આટલું બધું લાંબુ DNA  હિસ્ટોન જેવા ગોળ પદાર્થને વીંટળાઈને તેના અંદરના ભાગોનું રક્ષણ કરે છે. તેમાં પણ ખામીને લીધે કુદરતે બક્ષેલી રક્ષણાત્મક પ્રક્રિયાને નુકસાન થાય છે

કો રોના કાળ બાદ એમ હતું કે લોકો હવે કુદરતને સમજશે તેને નજીકથી જોવાનો પ્રયત્ન કરશે. પ્રામાણિકતા, કાર્યદક્ષતા વધશે. પરંતુ થયું આનાથી ઊલટું. માનસિક તણાવ અને બીમારીઓમાં ખૂબ જ વધારો થયો અને મનોચિકિત્સક પાસે લોકોની ભીડ ઉભરાવી લાગી. એનું કારણ શું? આપણી સમસ્યાની સમજવાની શક્તિ જ બદલાઈ ગઈ. જે એક અજાણ્યો, અદેખ્યો વાયરસ લાખો લોકોને ભરખી ગયો. ત્યાં આપણે બધા જ લાચાર હતા. જો કે આધુનિક વિજ્ઞાનમાં બાયોટેકનોલોજીને કારણે જે રસી બનાવતા દશ વર્ષ લાગે તે આપણે એક વર્ષમાં બનાવીને લાખો લોકોને બચાવી શક્યા. પરંતુ ત્યાર પછીની માનસિક સ્થિતિમાં જે બદલાવ આવ્યો છે તેમાં આપણને મૃત્યુનો ભય નહિ પરંતુ જે જીવન છે તે ભોગવી લેવું જેવી ભાવના ઉત્પન્ન કરી તેને લીધે છે. આપણે એકબીજાથી દૂર જવા લાગ્યા. તેને પરિણામે એકલતા, તણાવ અને સ્વાર્થ જેવા તત્વો ઉમેરાવવાને લીધે આપણી હાયપોથેલેમસ, પિટયુટરી અને એડ્રિનલ ગ્રંથિના રેગ્યુલેશનમાં ફેરફાર થવા લાગે છે. તેથી આપણું DNA સતત નવું બનતું રહીને જૂનાને શરીરમાંથી બહાર કાઢે છે. તે કુદરતી પ્રક્રિયા ખોરવાઈ ગઈ. ખાલી ૫૫ ગ્રામ જેટલું DNA અને પૃથ્વીની ત્રણ પ્રદક્ષિણા કરી શકે તેટલી લંબાઇમાં ૩ અબજ અક્ષરોનો કોડ શરીરના ત્રણ ટ્રિલિયન કરતા વધારે કોષોને તંદુરસ્ત રાખે છે. તેમાં ધીમે ધીમે ખરાબ DNA જમા થવા લાગે છે અને આપણા સહન કરવાની ક્ષમતા પર અસર કરે છે. સામાન્ય રીતે આટલું બધું લાંબુ DNA હિસ્ટોન જેવા ગોળ પદાર્થને વીંટળાઈને તેના અંદરના ભાગોનું રક્ષણ કરે છે. તેમાં પણ ખામીને લીધે કુદરતે બક્ષેલી રક્ષણાત્મક પ્રક્રિયાને નુકસાન થાય છે. આપણું શરીર એક શહેર જેવું છે જ્યાં બધા જ અંગો એકબીજા સાથે હળીમળીને કામ કરે તો જ અંગો બરાબર ચાલે તેજ રીતે DNA માં તેને Repair કરતા જનીન તત્વો(BRCA1, HOG1, P53, PARP1, XRCC1) માં અતિશય તણાવને લીધે ગુસ્સો, જીવનની અનિયમિતતા, પ્રદુષણ અને ઘોંઘાટ ને લીધે નુકસાન થવા ને લીધે સ્વરિપેરની ક્ષમતા ગુમાવી દે છે. તેથી અતિશય તણાવભરી સ્થિતિમાં રહેવાની ખરાબ DNA ની પહેલી અસર આપણા બ્લડપ્રેશર પર પડે છે. તે આપણા હૃદય, કિડની ને અસર કરીને કુદરતના ગોઠવાયેલા વ્યવસ્થાતંત્રમાં ગરબડ ઉભી કરી દે છે. મુખ્યત્વે NR3C1, FKB5, OXT, GAL, E!F2AK3  જેવા જનીન તત્વોમાં ફેરફાર થાય છે. આ પ્રક્રિયાને DNA Methylation કહેવાય છે. અત્યારે આની પર ખુબ જ સંશોધન કાર્ય ચાલુ છે. જે દ્વારા એટલી તો જરૂરથી ખબર પડે છે કે આપણી રોજબરોજની લાઇફ સ્ટાઈલ, ખોરાક, વાંચન અને વ્યવહાર બધું જ શરીરના કોષોમાં આવેલ DNA પર અસર કરે છે. તેથી જ કુદરત સાથે જેટલું તાદાત્મય મેળવીશું એટલે કે આપણે નદી, પર્વતો, વૃક્ષો તેમજ પ્રાણીઓ સાથે વાત કરતા શીખવું પડશે. નહીંતર દવાઓ, ડોક્ટરો અને સલાહકારો તો અનેક છે પરંતુ આપણે આપણું જીવન એવું બનાવીએ કે જે આંતર અને બાહ્ય સંતુલન કરી શકે અને માનસિક તણાવ, બીમારીઓથી દૂર રહી શકીએ. ઘણાં લોકોએ રમણ મહર્ષિનું નામ તો સાંભળ્યું હશે. તેઓ ૨૩ વર્ષની ઉંમરે જ્યારે અરુણાચલમ ગયા પછી ત્યાં જ રહીને તેના પ્રાણીઓ પ્રત્યે, વૃક્ષો સાથે પ્રેમ કરતા રહ્યા. જ્યાં આજે પણ આ બધુ જ તમે અનુભવી શકો છો. ટૂંકમાં આપણે આપણા ગુરુ થઈને સાવચેત રહેવું જરૂરી છે. તો આવનારા સમયની મહામારી તણાવોથી બચી શકીશું.