Get The App

ઊનાળામાં કોફીનો શોખ .

Updated: May 2nd, 2026

GS TEAM

Google News
Google News
ઊનાળામાં કોફીનો શોખ                                     . 1 - image

- શોધ-સંશોધન-વસંત મિસ્ત્રી

ઊ નાળો હોય કે શિયાળો કોફીનો ક્રેઝ ગજબનો છે. કોફી પીવી એક સ્ટેટસ છે, એક ક્લાસ છે એવું કેટલાંક લોકો માને છે. બ્રાન્ડેડ શોપમાં કોફી મોંઘી હોય છે કારણ કે તે ખાસ પ્રકારના કોફી-બીન્સમાંથી ચોક્કસ પદ્ધતિ પ્રમાણે બનાવવામાં આવે છે. મુખ્યત્વે બે પ્રકારની કોફી જાણીતી છે, (૧) એરેબિકા, (૨) રોબસ્ટા.

એરેબિકાના બીન્સ (દાણા) સ્મુધ અને સુગંધવાળા હોય છે જ્યારે રોબસ્ટાના દાણાની કોફી તીવ્ર અને વધુ કેફીનવાળી બને છે.

કોફીની સુગંધ, સ્વાદ અને 'કન્સીસ્ટન્સી' અગત્યના છે. લોકોને ચોકલેટ અને સિટ્રસની ફલેવર વિશેષ ગમે છે. તમે કોફી પીવા માટે ખાસ કાફેમાં જાવ ત્યારે મેન્યુમાં અવનવી વેરાયટી જોઈને વિચારમાં પડી જતા હશો. કોફીનો આસ્વાદ માણવો હોય તો કોફીને સમજવી જરૂરી છે. સારી રેસ્ટોરાંમાં જાવ ત્યારે કોફીના લિસ્ટમાં સૌથી ઉપર લાટે, કેપુચીનો અને મોચા જોવા મળશે. મોટેભાગે બધા આ બ્રાન્ડ પસંદ કરે છે પણ તેમની વચ્ચેના તફાવત સમજવા જેવા છે.

આ ત્રણે કોફી એસ્પ્રેસો આધારિત છે એટલે કે તેમાં એસ્પ્રેસો તો હોય જ છે પરંતુ દૂધ અને ચોકલેટનું પ્રમાણ જુદું જુદું હોય છે. લાટેમાં દૂધ વધારે અને ફીણ હલકું હોય છે. કેયુચીનોમાં એસ્પ્રેસો, દૂધ અને ફીણ સરખા હોય છે. મોચા એ લાટે જ છે પણ ચોકલેટ ઉમેરેલી હોય છે.

કોફી એક ઉત્તેજક પીણું છે તેમાં રહેલ એન્ટીઓક્સીડન્ટ અને કેફીન શરીરના આરોગ્ય માટે ખૂબ ઉપયોગી છે. ઉનાળામાં પણ કોફીનું સેવન એ જ લાભ આપે છે. જે લાભ તમે શિયાળામાં મેળવો છો. કોફીથી થાક ઉતરે છે, ધ્યાન કેન્દ્રીત થાય છે તેમાં રહેલા કેફીનથી એડ્રીનાલિન વધે છે જેથી સ્પોર્ટસમાં દેખાવ સારો થાય છે. તેનાથી હૃદયરોગ, ડાયાબીટીસ અને લિવરના રોગોનું જોખમ ઘટે છે.

'બ્લેક આઈવરી કોફી' સૌથી મોંઘી ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે જે થાઈલેન્ડના જંગલોમાં થાય છે. અહીં હાથીઓને કોફીની ચેરી અને બીન્સ ખવડાવવામાં આવે છે. હાથીના પેટના ઉત્સેચકો આ બીન્સને ખાસ ફ્લેવર આપે છે. છેવટે હાથીના છાણમાંથી બીન્સ જુદા તારવી પ્રોસેસ કરી પેકેજીંગ થાય છે. બ્લેક આઈવરી કોફીનો એક કપ ૫૦ ડોલરમાં (૪૭૪૩ રૂપિયા) મળે છે. જોકે કોફી સીડ્સ ૫૦૦ ડોલરથી ૧૫૦૦ ડોલર (૧,૪૨,૨૯૬ રૂપિયા)માં કિલોના ભાવે તમે મેળવી શકો છો.