For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ્રાણ શક્તિના ઉપયોગથી રોગોનું નિવારણ .

Updated: Mar 2nd, 2024

Article Content Image

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- પ્રાણશક્તિથી રોગ નિવારણ કરવાના સફળ પ્રયાસો ભારતમાં ઋષિમુનિઓએ પ્રાગૈતિહાસિક કાળમાં કર્યા હતા. દુનિયાના બીજા દેશોમાં પણ તેનો ઉપયોગ થતો આવ્યો છે

જ ગતના સર્વશ્રેષ્ઠ મહાન મંત્રોમાં એક ગાયત્રીમંત્ર છે. ગાયત્રી મહામંત્ર સૂર્યનો મંત્ર છે. સંસ્કૃત ભાષામાં 'ગ્રંથ'નો અર્થ પ્રાણ અને 'ત્રી'નો અર્થ 'ત્રાણ' થાય છે. એટલે એની વ્યાખ્યા 'ત્રાયતે પ્રાણ: (ગયઃ) ઇતિ ગાયત્રી- જે પ્રાણોનું ત્રાણ કરે છે. પ્રાણોનું રક્ષણ કરે છે તે ગાયત્રી. ત્રાય તેનો અર્થ છુટકારો અપાવવો અથવા મુક્ત કરવું તેવો પણ થાય છે. શરીરની ઇન્દ્રિયો અને એની વિષય વાસનાઓમાં બંધાયેલી બ્રાહ્મી અથવા ચેતના શક્તિને એ બંધનથી મુક્ત કરી ચેતન સત્તાનો બોધ કરવો એ ગાયત્રીથી સિદ્ધ થાય છે. એ રીત ેપ્રાણોનું આખું વિજ્ઞાાન ગાયત્રીમાં આવી જાય છે.'

પ્રાણ શબ્દની વ્યુત્પત્તિ 'પ્ર' ઉપસર્ગ પૂર્વક 'અન્' ધાતુથી છે. 'અન્' ધાતુ જીવનશક્તિ અને ચેતનાવાચક છે. એટલે પ્રાણ શબ્દનો અર્થ ચેતન શક્તિ એવો કરાય છે. કોઈક એને લેટન્ટ હીટ તો કોઈક એને સાઈકિક ફોર્સ તરીકે પણ ઓળખે છે. તાંડવ, જૈમિની અને બ્રાહ્મણ ગ્રંથોમાં પ્રાણને માટે કહેવાયું છે ગાયત્રી-પ્રાણૌ વૈ ગાયત્રી. તાણ્ડયમાં દવિયનુનતી ગાયત્રી- આ વિદ્યુત જ ગાયત્રી છે. પ્રાણ વિદ્યા પ્રકરણ ૬ના ૨૪મા સૂકતના ૨૦થી ૩૧ સુધીના મંત્રોમાં પ્રાણ શક્તિના મહિમાનું વિસ્તૃત વર્ણન કરાયું છે. તેમાં કહેવાયું છે- જેમ કોઈ યાંત્રિક યંત્ર ચલાવે છે. તે રીતે જીવનની બધી ગતિ વિધિઓ એના આધારે જ થાય છે. ગાયત્રી, પ્રાણવિદ્યુત બંન્ને એક જ તત્ત્વ છે. જેનાથી બધા કાર્યો થતા રહે છે.

પ્રશ્નોપનિષદમાં પ્રાણનું ઉદ્ગમ કેન્દ્ર સૂર્ય દર્શાવવામાં આવ્યું છે. સ એષ વૈશ્વાનરો વિશ્વરૂપ: પ્રાણોડગ્નિરુચ્યતે । પૃથ્વી પર જીવન તત્ત્વના ઉત્પતિ સૂર્યકિરણોથી જ સંભવ બને છે. સ્થૂળ જગતની જીવન શક્તિનું કેન્દ્ર સૂર્ય જ છે એના પાંચ પ્રાણ તત્વ છે. આદિત્યો હ વૈ વાહ્ય: પ્રાણ ઉદયત્યેષ હયેન ચાક્ષુષં પ્રાણ મનગૃહ્ણાન્ । મવષ્ટભ્યાન્તરા યદાકાશઃ સ સમાનો વાયુ ધ્વનિ: । તેજો હ વૈ ઉદાનઃ।।

આ સૂર્ય જ બ્રાહ્ય પ્રાણ છે. તે ઉદય પામીને દ્રશ્ય જગતની હલચલોને ક્રિયાશીલ રાખે છે. આ વિશ્વરૂપી શરીરને આ સૂર્યનો મહાપ્રાણ જ જીવંત રાખે છે. પાંચ તત્વોમાં તે પાંચ પ્રાણ બનીને વ્યાપ્ત થાય છે.

પ્રાણવાયુ (ઓકસીજન) વગર પૃથ્વી પર જીવન સંભવ નથી. વિખ્યાત રશિયન વિજ્ઞાાની જી.એ.ઉષાકોવે ધુ્રવ સંશોધન સંદર્ભે એક નવું તથ્ય ઉજાગર કર્યું છે. તે કહે છે કે જીવનનો આધાર માનવામાં આવતો ઓક્સિજન વાયુ પૃથ્વીની પોતાની ઉપજ નથી. તે સૂર્યમાંથી પ્રાણ રૂપે પ્રવાહિત થઈને આવે છે. અને પૃથ્વીના વાતાવરણમાં એની તાત્વિક પ્રક્રિયા સાથે સંમિશ્રિત થઈ ઓક્સિજન બની જાય છે. પૃથ્વીથી ૬૨ માઈલની ઉંચાઈ પર પ્રાણશક્તિનું ઓક્સિજન રૂપે બદલાવાનું શરૂ થઈ જાય છે. આ ઓક્સિજન વાદળોની વર્ષાની જેમ ગમે ત્યાં વરસતો નથી પણ તે ઉત્તર ધુ્રવ પર ઉતરે છે અને ત્યાંથી દક્ષિણ ધુ્રવમાં થઈને આખી દુનિયામાં વિતરિત થાય છે. ધુ્રવપ્રભામાં રંગબે રંગી ઝગમગાટનું દેખાવું એ વિદ્યુત મણ્ડલ સાથે ઓક્સિજનની ઉપસ્થિતિનું પ્રમાણ છે.

પ્રાણાયામ અને પ્રાણ ઉપાસનાથી સંઘટ્ટિત અને એકત્રિત કરાયેલી પ્રાણશક્તિ અત્યંત શક્તિશાળી બની અનેક પ્રકારના અદ્ભુત કાર્યો કરે છે. એક ઇંચ જેટલી જગ્યામાં કેટલી સૂર્યશક્તિ વ્યાપ્ત છે એનું અનુમાન બિલોરી કાચના ટુકડાથી થઈ શકે છે. એટલી જગ્યાએ ફેલાયેલાં સૂર્ય કિરણોને જ્યારે એક બિંદુએ એકત્રિત કરાય છે. ત્યારે આગ ઉત્પન્ન થઈ જાય છે. ત્યાં રૂ કે કાગળ મૂક્યો હોય તો તે સળગવા લાગે છે. એ આગ મોટા મોટા જંગલોને પણ નષ્ટ કરી દે છે. આ રીતે મનુષ્ય શરીરની અંદર રહેલી પ્રાણ ઉર્જાને જ્યારે યોગ્ય વિધિપૂર્વક એકત્રિક કરાય છે. ત્યારે પ્રચંડ શક્તિ ઉત્પન્ન થાય છે.

પ્રાણ ચિકિત્સા કરનાર પ્રાણવિદ્યુત રોગીના જે રોગગ્રસ્ત અંગ પર પ્રક્ષિપ્ત કરે છે. ત્યાં ભારે હિલચાલ પેદા થાય છે. જામેલું ઘી જેમ ગરમ થતાં પીગળવા લાગે છે તે રીતે રોગના બીજાણુ પણ તે જગ્યાએથી ખસીને નષ્ટ થવા લાગે છે. માથામાં લોહી એકઠું થવાને કારણે જ્યારે માથામાં દુઃખાવો થવા લાગે છે. ત્યારે માથું દબાવવાથી થોડીવારમાં જ સારું લાગવા લાગે છે એનું કારણ એ જ છે કે પ્રાણશક્તિનો પ્રવાહ ત્યાં સંચાલિત થઈ જાય છે. અને ત્યાં એકઠું થયેલું લોહી થોડીવારમાં જ છૂટું પડીને ત્યાંથી દૂર વહેવા લાગે છે.

પ્રાણશક્તિ માત્ર મગજમાં છે એવું નથી. તે શરીરના પ્રત્યેક કોષમાં વ્યાપેલી છે. શરીરના પ્રત્યેક પરમાણુમાં ૨૪૨૨૫૦ મણ વજન ઉચકવાની શક્તિ છે અને તાંબાના તારોમાં વહેતી વીજળી કરતાં હજારોગણી વધારે ઝડપથી વહેવાની શક્તિ છે. પ્રાણ ચિકિત્સક સેંકડો કે હજારો માઈલ દૂરથી પણ ચિકિત્સા આપીને રોગીને થોડી મિનિટોમાં જ સારો કરી દે છે.

પ્રાણશક્તિથી રોગ નિવારણ કરવાના સફળ પ્રયાસો ભારતમાં ઋષિમુનિઓએ પ્રાગૈતિહાસિક કાળમાં કર્યા હતા. દુનિયાના બીજા દેશોમાં પણ તેનો ઉપયોગ થતો આવ્યો છે. ઇશુની છઠ્ઠી શતાબ્દીમાં ગ્રીસ દેશના સોલન નામના એક ચિકિત્સકે ઔષધિના સેવનથી સારા નહોતા થયા એવા રોગો પ્રાણ ચિકિત્સાથી દૂર કર્યા હતા. ઇસુના ૧૬૧ વર્ષ પૂર્વે હિપોક્રેટસ નામના ચિકિત્સકે આ રીતે અનેક રોગીઓને સારા કર્યા હતા. તેમને અર્વાચીન મેડિકલ સાયન્સના પ્રથમ પુરસ્કર્તા તરીકે નવાજવામાં આવે છે. ઇસુના ૫૦૦ વર્ષ પૂર્વે યુનાનના જ્ઞાાનીપુરુષ પાઈથાગોરસે અને ઇપિરસના રાજા પિહવસે-હસ્તસ્પર્શથી પ્રાણશક્તિનો સંચાર કરી રોગો મટાડયા હતા. ક્રેસ્પેસિનના રાજા પણ હાથ દ્વારા રોગગ્રસ્ત અંગો પર પ્રાણશક્તિનો સંચાર કરી દુઃખાવો, પંગુતા, અંધાપો વગેરે દૂર કરી દેતા હતા.

આધુનિક સમયમાં સિદ્ધહસ્ત પ્રાણચિકિત્સક તરીકે ગ્રાન્ડમાસ્ટર ચોઆ કોક સુઇ પ્રસિદ્ધ છે. તે રીતે ઓલ્ટરનેટ થેરેપી, રેકીના મિકાઓ ઉસુઇ (Mikao usui) એ પણ આ ચિકિત્સા પદ્ધતિથી ઘણા બધા રોગીઓને રોગમુક્ત કર્યા હતા.

Gujarat