દિલદારીસે યારી નિભાને કા હુનર સીખો, યે રિશ્તે કભી પુરાને નહીં હોતે!
- અહેસાન દોસ્તી મેં જતાને નહીં હોતે, કર્ઝ દોસ્તી મેં કભી ચૂકાને નહીં હોતે
- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- દોસ્તો પેરેશૂટ જેવા હોય છે, આપણને હવામાંથી ધરતી પર લઇ આવે પણ ગબડતા હોઈએ ત્યારે બચાવવા માટે, ઉડતા હોઈએ ત્યારે પાડવા માટે નહીં!
There is a miracle
called friendship
That dwells within the heart,
And you don't know
how it happens,
Or when it gets its start.
But happiness it brings you,
Always gives a special lift,
And you realize that friendship,
Is life's most precious gift.
It is a priceless gift,
It can't be bought or sold.
But its values are far greater,
Than mountains
made of gold.
For gold is cold and lifeless,
It can neither see nor hear.
And in time of trouble,
It is powerless to cheer.
It has no ears to listen,
Nor heart to understand.
It can't bring you comfort,
Or reach out a helping hand.
So when you ask god for a gift,
Be thankful if he sends….
Not diamonds, pearls or riches,
But the love of real true friends.
Friendship is a budding rose,
With the sweetness
rising from each fold.
The stem of courage,
hope and care,
Are precious gifts
of love so rare.
Amid the thorns are
moments of dear
And true friendship
lends a caring ears.
A smile, a laugh and
a friendly thought,
Are roots that tie
the friendship knot.
Take time to smell
the friendship rose,
That grows along
the friendship road.
Where friendship
blossoms never fade,
And seedlings sown
are now friends made.
Oh! What joy it is
to have a friend like you,
For giving me strength
the way you do.
For lifting me up when
I'm feeling down;
And putting a smile on my face,
When I am wearing a frown.
Thank you for being there
and helping me grow,
Your friendship means a lot,
This I'd like you to know.
આ દ્યશ્રી ઇપ્સિતા નામની વિદ્યાર્થીની તણી આ કવિતાનું સિમ્પલ ઇંગ્લીશ ના સમજાયું ? તો કાઠિયાવાડીમાં વાંચો આ : જેના વાંહામાં ફેરવી-ફેરવીને ઑપિંગો-બેઠિંગોના ધૂંબા માર્યા હોય એવાં બે બદામના પણ અંબાણી-ટાટા ને બિરલા કરતાંય અમીર એવાં અલ્લાઉદિનના જિન જેવાં ભાઈબંધ...જેની ડાંડિયાવાળી સાઈકલ લઈને ડબ્બલ સવારીમાં નિશાળમાં સાથે ભણતી છોકરીના ઘર સુધી પહોંચી ગયા હોઈએ અને એ છોકરીના બાપને દેખીને ઊંધેકાંધ પડીને સાથે જ ભાગ્યા હોય એવાં ભાઈબંધ... સાયન્સલેબમાં પ્રેકટિકલના પીરિયડમાં જેના પાટલૂનના ખિસ્સામાં પ્રયોગપાત્ર દેડકાં નાખીને પજવ્યાં હોય એવાં અદકપાંહળા ભેરુડાં... નિશાળની મૂતરડીમાં છાનામાના જેમની હારે સૂતળિયાં બૉમ્બ ફોડયાં હોય એવાં ભાઈબંધુ... એક જ છોક્કરી હાટુ સાથે ઝૂર્યા હોઈએ ને પછી બંને માટે દ્રાક્ષ ખાટી નીકળે ત્યારે સાથે જ દુનિયાના સૌથી મોટા ફિલોસોફર બન્યાં હોય એવાં એ દોસ્તને... બાપની બળતી ચિતાની પાસે બાપની જેમ જ જેણે રડતાં ચહેરાને ખભો દીધો હોય એવાં એ ભાઈ-બાપને...
ભાઈબંધીના આ દા'ડે બસ્સ એટલું કહેવું છે કે - : 'તું ન હોત તો..તો, હું તો ક્યાંથી હોત...?'
આ ધીંગુ ધબકતું લખાણ દિક્પાલસિંહ જાડેજાનું છે. પણ સોશ્યલ મીડિયામાં વચ્ચે અતાપતા વગર ફરતી ફરતી આવેલી આ પોસ્ટ પણ કોઈ સ્વાદિષ્ટ મિત્રની લખેલી હશે કે - મિત્રોની ટોળી આમ ઊંધિયા જેવી હોય છે, કોઈ બટાકા જેવા ભલા ને સ્વાદિષ્ટ, બધામાં ભળે ને સ્વાદ વધારે. કોઈ રીંગણ જેવા, કોઈને ભાવે ને કોઈને જરાય નહિ. તો કોઈ પાપડી જેવા, સીઝનમાં જ મળે. કોઈ કેળા જેવા મીઠા, તો કોઈ મેથી જેવા કડવા પણ ગુણકારી.. કોઈ વળી વાલ જેવા વાયડા, તો કોઈ સૂરણ ને રતાળુ જેવા, રોજ ના ખવાય, પણ ઉપવાસ માં ચાલે ને ઊંધિયા માં તો જોઈએ જ! કેટલાક મરચાં જેવા તીખાંતમતમતા, એકલા ભારે પડી જાય પણ જો સૌની સાથે હોય તો સ્વાદની મજા જ જુદી...
ફ્રેન્ડશિપ વિવેચકો સાથે નથી થઇ શકતી પણ બબૂચકો સાથે થઇ શકે છે. કારણ કે મિત્ર આપણે બધા ઝંખીએ છીએ, મેજીસ્ટ્રેટ નહિ. મસ્તી માટે ઠેક છે ને કોઈ કટોકટી હોય ત્યારે પણ બરાબર બાકી સતત એકબીજાના ગુણદોષ જોયા કરવામાં મૈત્રીના મુરબ્બા પર ફૂગ લાગી જાય. સાથ માટેની શરત કોઈ પણ સંબંધમાં બે જ છે : રિસ્પેકટ એન્ડ સપોર્ટ. 'ફોરેસ્ટ ગમ્પ' ફિલ્મનો પેલો સીન યાદ છે ? જેમાં પોતાની કડવી યાદોને લીધે જુના ઘર સામે ફ્રેન્ડ બનેલી (અને લાઈફ પાર્ટનર પણ બનતી ) જેની પથરા મારે છે. એ જોઈ રહેલો એક આંટો ઢીલો લાગે એવો ફોરેસ્ટ એને રોકતો કે ટોકતો નથી. પણ એ થાકે ત્યારે બાજુમાં બેસીને હળવેકથી કહે છે 'ક્યારેક પથ્થર ઘટે એવું પણ થાય ને...' દોસ્તો પેરેશૂટ જેવા હોય છે, આપણને હવામાંથી ધરતી પર લઇ આવે પણ ગબડતા હોઈએ ત્યારે બચાવવા માટે, ઉડતા હોઈએ ત્યારે પાડવા માટે નહીં !
***
'ફ્રેન્ડશિપ ડે' પછી તરત રક્ષાબંધન આવે છે ત્યારે છોકરાઓને બેલ્ટને બદલે રાખડી ના મળે એ માટે લંડનવાસી નિમિતા શેઠ 'યાશી'નું આ પીપરમિન્ટી લખાણ મમળાવવા
જેવું છે.
૧. તમે જે છોકરીને ક્યારેય ફ્રેન્ડ તરીકે જોઈ ન હોય એને ક્યારેય ફ્રેન્ડ ન બનાવાય. તમને મનમાં સહેજ પણ લફડું કરવાની, કે પ્રેમસંબંધ બાંધવાની કે શરીર સંબંધ બાંધવાની આશા હોય ત્યારે તો નહીં જ. છતાં જો ફ્રેન્ડશીપ કરશો તો એ તમારો યુઝ પણ નહીં કરે અને તોય તમારો યુઝ થઈ જશે.
૨. ઘણીવાર છોકરીઓ, 'વી આર જસ્ટ ફ્રેન્ડ્સ' એવું કહીને પ્રેમનો પ્રસ્તાવ ટાળી દેતી હોય છે. એવું થાય ત્યારે એ છોકરીને 'સોરી, મને ફ્રેન્ડશિપમાં કોઈ રસ નથી' એમ બિન્દાસ કહીને કાયમ માટે ગાયબ થઈ જશો તો એના મગજ પર એક જબરજસ્ત છાપ છોડી જશો. બાકી ફ્રેન્ડશિપના નામે લબડનારા છોકરાઓની પાછળ લાઈન લાગી હોય છે.
૩. છોકરીએ 'હા' પાડી કે 'ના' પાડી એ બાબતની કોઈ ચર્ચા કે કોઈ મનોમંથન હોવું જ ના જોઇએ. યાર, એ કોણ તમને હા કે ના પાડનાર! તમે 'હા કે ના' પૂછો તો આવી બધી અટકળો પેદા થાય ને! સંબંધની શરુઆત એવી હોવી જોઈએ કે જેમાં આવો પ્રશ્ન/પ્રસ્તાવ પૂછનાર સામેવાળી હોય, અથવા બન્નેમાંથી કોઈ ના હોય અને સંબંધનો ઉદ્ભવ સ્વયંભૂ થાય. પણ પૂછનાર તમે તો ન જ હોવા જોઈએ. કદાચ તમારે પૂછવાનું સ્ટેજ આવે તો પણ એ ત્યારે આવવું જોઈએ જ્યારે એનો જવાબ તમને ખબર જ હોય. સ્યોરશોટ હોવું જોઈએ.
૪. જો છોકરાને છોકરી પ્રત્યે કોઈ વિજાતીય આકર્ષણ ન હોય, અને એ છોકરીને પ્રેમ કરવાનું છોકરો ક્યારેય વિચારતો જ ના હોય તો જ એમની વચ્ચે સાચી ફ્રેન્ડશીપ હોય. એના સિવાયની બધી જ ફ્રેન્ડશિપમાં છોકરો હાથે કરીને લબડેલો છે એમ માની લેવું. ખીખીખી.
છોકરીઓની ફ્રેન્ડશિપ છોડો. નોર્મલી પણ મોબાઇલમાં માથું નાખી બેસનારા ઘણા છોકરા છોકરીઓ નોર્મલ નેચરલ ફ્રેન્ડ્સ બનાવી શકતા નથી ને પછી એકલતાથી પીડાય છે વધતી ઉંમરે. દોસ્ત એક વેન્ટિલેશન હોય છે. બહુ ઘૂટન થાય ત્યારે જેમ બારી ખોલવાથી અંદરનો ભેજ કે વાસ જતી થઈ ને તાજા હવા ઉજાસ આવે એમ મિત્રો પાસે ભાર ઉતારી હળવા થઈ શકાય છે. કારણ કે એમાં શેરિંગ છે, શેમ નથી. શાંતિ છે, શિક્ષણ નથી.
તમે કોઈ ઇવેન્ટમાં જાઓ છો અને લોકોને મળવાને બદલે તમારો ફોન બહાર કાઢો છો અને ગુસ્સે થઇ, ઇમેઇલ તપાસવા લાગી જાઓ છો. તમે વાતો કરતા મિત્રોના ગુ્રપ સુધી જાઓ. તેમાંથી કોઈ પણ તમારી નોંધ લે, તેની રાહ જોતી વખતે ત્યાં અજીબોગરીબ રીતે ઉભા રહ્યા હો તો મરવા જેવું લાગે! અજાણ્યાઓ વચ્ચે વધુ કફોડી હાલત થાય! તો કેમ બનાવવા નવા મિત્રો ? ભલે એકદમ અંગત નહીં તો જસ્ટ અજાણ્યું કે એકલું ન લાગે એ કંપની પૂરતા ?
ઓકે, ૩ નીવડેલી ચાવીઓ છે આ મામલે...
***
૧. પરફેક્ટ ટોન : તમે કોફી શોપમાં જઈને ત્યાં સર્વ કરતા વેઈટર સાથે પણ મિનિટોમાં હસીને દોસ્તી કરી લે એવા જાદૂગરો જોયા હશે. એ કોઈ સ્માર્ટ સ્ટેન્ડ અપ કોમેડિયન નથી હોતા. માત્ર સામાન્ય વાતો કહે છે. સરળ વાતો. ખૂબ હોંશિયારી પણ નહીં, પણ જે રીતે એ કહેવાય છે, તે કહેવા કરતા વધુ મહત્વનું હોય છ. ઓછી એનર્જી સાથે એકજ ટોનના અવાજમાં આવી પોઝિટીવ ઈફેક્ટ ન આવે. સત્ય એ છે કે શબ્દકોશના બધા શબ્દો પરફેક્ટ વર્ડ્સ છે. પણ જો સ્મિત અને ઉષ્મા સાથે દિલથી કહો તો. પછી ભલેને સાદું ગુડમોર્નિંગ કેમ ન હોય! સ્માઈલ, સ્લો ડાઉન ટુ લિસન એન્ડ ઈમોશનલ ટોન પ્રેક્ટિસ કરો કુરિયર ડિલીવરી બોયથી કરિયાણાવાળા સાથે. ને જુઓ તમારામાં ને એમનામાં આવતો ફેરફાર!
યાદ રાખજો, મોટે ભાગે તમે જેની સાથે વાત કરો છો તે લોકો આખો દિવસ કંટાળીને આવે છે. તેમના રિસ્પોન્સ અને તમારા રિસ્પોન્સ નોંધો. શું તમે જે વ્યક્તિની વાત કરી રહ્યાં છો તે તમારા ઉત્સાહને કારણે જોડે બેસવા અને હસવાનું શરૂ કરશે? અથવા તેઓ પીછેહઠ કરે છે કારણ કે તમે તેમને જરા અકળામણમાં મુક્યા? એ મુજબ ચૂપ થતા પણ શીખવું., પછી વાતો એ જ કરશે.
૨. સ્ટોરી બોક્સ : આ સ્યોરશોટ ફોર્મ્યુલા છે. વાર્તા કહેતા હો એ રીતે જરા રસ ને સસ્પેન્સ ઉભો કરી સત્ય લાગતી વાતો કરવી, એ કોઈને આપણી સાથે જોડાયેલા રાખવાનો કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. એટલા માટે જ તમે ઇચ્છો કે મહાન વાર્તાઓ નહિ તો નાની નાની કહાનીઓનો મોટો ખજાનો તમારી પાસે હોવો જોઈએ. એ માટે વાંચો સમાચારો. સાંભળો પ્રવચનો. પસાર થાવ પુસ્તકોમાંથી. અમુક સરસ રસપ્રદ કિસ્સાઓ, પ્રસંગો, અનુભવો, ટુચકાઓ આપણા અને
બીજાના જરૂર પડે મોબાઈલના નોટ્સ કે ગૂગલ / વર્ડ ડોક બનાવી હાથવગા રાખવા. એક વખત એવું થયું... એક બહુ મસ્ટ વાત જેવી શરૂઆતો વિચારવી. રમુજી વાતો પણ હોય ને ગંભીર પણ.બસ, થોડી હટ કે અને હ્યુમન હોવી જોઈએ. કરંટ ને રિયલ હોવી જોઈએ.
બધું જ બહારથી નહિ આવે. માટે પરિવાર કે મિત્રો સાથેના, વ્યવસાય કે પ્રવાસમાં બનેલા અનુભવો પણ વિચારો. એમાં આપણી પટ્ટી પડી જતી હોય એવી નિષ્ફળતા ય હોય ને ખડખડાટ હસાવતો આનંદ પણ. યાદોમાંથી નીકળશે કોઈ પર્સનલ લાઈફ સ્ટોરી. બસ, બહુ લાંબી ખેંચ્યા વિના હળવાશથી, સિચ્યુએશન મુજબ મનોરંજક કે ઈમોશનલ મૂડમાં એ કહેવાની આવડત કેળવવાની છે. અને ટાણે એ યાદ આવે એ માટે એની પર્સનલ મેમરી બેંક બનાવવાની છે. સિમ્પલ.
૩. કવેશ્ચન ટૂલબોક્સ : તમને વાતો કરતા ન ફાવે . પણ સામી વ્યક્તિને ફાવતી હોય ને. સવાલ માત્ર એમને એન્ગેજ્ડ રાખવાનો છે. ટૂંકા સવાલો. રસપ્રદ સવાલો. પૂછતા રહો ને વાત આગળ વધારતા રહો. થોડા હોંકારા આપવાના. ને નાના સવાલો જીભવગા રાખવાના. પછી તમે શું કર્યું? ઓહો ત્યારે કેવો જવાબ આપ્યો? અરે, આવું ધાર્યું નહી હોય ને? પેલું કેવું સરસ / બકવાસ લાગે છે? કશું ન ફાવે તો એક સિમ્પલ સવાલ :
કેમ? વ્હાય? ક્યોં? આ 'ઔર ફિર' ટાઈપનો એવો સવાલ છે, જે આગળ વાત વધારવાનો ધક્કો આપ્યા કરશે.
અલગ અલગ દ્રશ્યો વિચારો. કોઈ છોકરી સાથે વાત કરવાની હોય કોઈ પાર્ટીમાં તો નર્વસ થયા વિના કોન્ફિડન્ટ સ્માઈલ સાથે કૈંક જુદો જ સવાલ પૂછવાનો : તું આવી લાગે છે... એમ પણ કહી શકાય. ને ડોકું નકારમાં ધુણાવે તો મારી માન્યતા ખોટી? એવું પૂછી વાત આગળ વધારી શકાય. કોઈ સફળ વ્યક્તિને એમની લાઈફ વિશે પૂછી શકાય. પણ એ સવાલો માટે થોડું હોમવર્ક એમના પર કરવું જોઈએ. માનો કે ન થાય ને અચાનક મળવાનું થાય તો રેન્ડમ તમે ફેસ કરેલા પડકારો, તમારા અફસોસ ક્યા, શું ગમે ને શું ન ગમે? આવા સવાલો હેન્ડી છે. પછી તો એ જ શરુ થઇ જશે વ્યસ્ત નહી હોય તો. વિદ્યાર્થીઓને આવતીકાલ વિષે અને વડીલોને ગઈ કાલ વિષે પૂછવાનું. એક પાસે ડ્રીમ્સ હશે કરિઅરના બીજા પાસે પાસ્ટ મેમરીઝનો!
રમતિયાળ પ્રશ્નો બેસ્ટ. એ ઝટ ન સૂઝે તો સહજ વાતો. નાનકડા સવાલો. આજે કેવું લાગે છે. બોરિંગ કે એકસાઈટિંગ? છેલ્લે કઈ ફિલ્મ જોઈ? કેવી લાગી ? તમારા એન્ગલથી ન-બેસ્ટ રેસ્ટોરાં કઈ? એનું ફૂડ કેવું? શું ભાવે? શું ન ભાવે? કોફી લેશો કે કોલ્ડ ડ્રિંક ? હવામાન, રાજકારણ, ધર્મ-ભગવાન, ડેટિંગ, ગોસિપ... ઢગલો વિષયો છે. હા, સવાલોનો મશીનની જેમ તોપમારો ન થાય એનું ખાસ ખ્યાલ રાખવું. માહોલ ને અનુકુળતા જોઈ વાતચીતમાં શાકમાં મસાલાની જેમ વચ્ચે વચ્ચે ઉમેરતા જવા.
આફ્ટરઓલ, સ્મોલ ટોક્સ લીડ્સ ટુ ગ્રેટ કન્વર્ઝેશન. બસ, અંદરથી ન બીજા કરતા મહાન હોવાની ગુરુતાગ્રંંથિ અનુભવો ન નકામા હોવાની લઘુતાગ્રંંથિ અનુભવો. અનુભવ મેળવો એટલે આત્મવિશ્વાસ વધશે. આવડત ખીલતી જશે. લોકો ભીડમાં એકલા છે. એમને વાત કરવાના બહાના જોઈતા હોય છે બસ, જો સરસ રીતે બનાવો, આ ય સામાજિક રોગોમાં એક ઔષધિ જ છે! હૃદયથી કરી શકો આંખમાં આંખ નાખીને તો! મિત્રો મળતા જશે !
મિત્રો મૌન સમજી જાય ને કહો એ પહેલા મદદ કરે એવી વાતો બહુ થઇ. સૌથી મહત્વની વાત તો મિત્રતામાં એ છે કે મિત્રો ને જ ખબર પડતી હોય છે ક્યારે ચૂપ રહીને ખસી જવું. જે તમને મનગમતું એકાંત આપી શકે એ તમારો સાચો મિત્ર! હેપી ફ્રેન્ડશિપ ડે!
ફાસ્ટ ફોરવર્ડ
સર્વથા સુકરં મિત્રં દુષ્કરં પરિપાલનમ,
અનિત્યવાતુ ચિંતાનાં મતિરલ્પેઅપિ ભિદયતે
મિત્રો મેળવવા સહેલા છે, જાળવવા અઘરા છે. ચિત્ત ચંચળ છે એટલે સાવ ધૂળ જેવી ક્ષુલ્લક વાતમાં પણ સંબંધ બગડી શકે છે. ( વાલ્મીકિ રામાયણ )