Get The App

ચક્રો : ઉચ્ચત્તર ચેતના સુધી પહોંચવાનો સેતુ

Updated: Aug 2nd, 2025

GS TEAM

Google News
Google News
ચક્રો : ઉચ્ચત્તર ચેતના સુધી પહોંચવાનો સેતુ 1 - image


- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- સૂક્ષ્મ શરીરમાં રહેલા ચૈતસિક છેદબિંદુઓ રૂપી ચક્રો વ્યક્તિને સમષ્ટિ સાથે જોડવાનું કામ કરે છે. શરીરમાં નાના-મોટા અનેક શક્તિ કેન્દ્રો (ચક્રો) હોવાનું મનાય છે

વેદાધીનં મહાયોગં યોગાધીનો ચ કુણ્ડલી ।

કુણ્ડલ્યધીનં ચિત્તં તુ ચિત્તાધીનં ચરાચરમ્ ।।

મનસ: સિદ્ધિમાત્રેણ શક્તિ સિદ્ધિર્ભવેદ્ ધુ્રવમ્ ।

યદિ શક્તિવશીભૂતા ત્રૈલોક્ય સ્યાત્ તદા વશે ।।

વેદને અધીનં યોગ છે. યોગને અધીન કુણ્ડલિની. કુણ્ડલિનીને અધીન ચિત્ત છે અને ચિત્તને અધીન ચરાચર જગત. મનની સિદ્ધિ પ્રાપ્ત થવાથી શક્તિની સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે અને જેણે શક્તિને વશમાં કરી લીધી, ત્રણેય લોક તેના વશમાં થઈ જાય છે.

- મહાયોગ વિજ્ઞાન

કુંડલિની શક્તિને સર્પિણીનું રૂપક આપવામાં આવ્યું છે. એનું નામ કુંડલિની એટલા માટે રખાયું છે કેમકે તે મૂલાધાર ચક્રમાં સાડા ત્રણ આંટા (સાર્ધત્રય કુંડલ) મારીને સ્વયંભૂ લિંગને વીંટળાઈને રહેલી હોય છે. આ શક્તિ સામાન્ય સ્થિતિમાં સુષુપ્ત હોય છે. તે સુષુમ્ણા નાડીના દ્વારને બંધ રાખે છે. કુંડલિની યોગ પ્રક્રિયાથી સૂતેલી શક્તિને જાગૃત કરાય છે ત્યારે સુષુમ્ણા નાડીનું દ્વાર ખૂલી જાય છે. તેમાંથી આ પ્રાણશક્તિનો વિદ્યુત ચૈતસિક પ્રવાહ ઉપરની તરફ મસ્તિષ્ક સુધી ગમન કરે છે. મહાયોગ સૂત્રમાં કહ્યું છે - 'યોગિનાં હૃદયામ્બુજે નૃત્યન્તી નૃત્યુમજ્જસા । આધારે સર્વભૂતાનાં સ્ફુરન્તિ વિદ્યુતાકૃતિ ।। અર્થાત્ યોગીઓના હૃદયકમળમાં નૃત્યુ કરતી આ સર્વદા પ્રસ્ફુટિત થનારી વિદ્યુત રૂપ મહાશક્તિ બધા પ્રાણીઓનો આધાર છે.'

મનુષ્ય શરીરમાં સાડા ત્રણ કરોડ નાડીઓ છે એવું કહેવામાં આવે છે. એમાં સુષુમ્ણા, ઇડા, પિંગળા, ગાંધારી, હસ્તિજિહ્વા, કુહુ, સરસ્વતી, પુષા, શંખિની, પયસ્વિની, વારુણી, અલંબુજા, વિશ્વોદરી, અને યશસ્વિની એ ચૌદ નાડીઓ મુખ્ય છે. એ ચૌદમાંય પાછી ઇડા, પિંગળા અને સુષુમ્ણા એ ત્રણ નાડીઓ સર્વાધિક મહત્ત્વપૂર્ણ, પ્રમુખ છે. મેરુદંડ ડાબી તરફ રહેલી નાડીને ઇડા કહેવાય છે તે ચંદ્રનાડી છે. તેમાં જમણી તરફ રહેલી નાડીને પિંગળા નામથી ઓળખવામાં આવે છે તે સૂર્ય નાડી છે. મેરુદંડ પર ઇડા અને પિંગળાની વચ્ચે રહેલી સુષુમ્ણા નાડી અગ્નિ નાડી છે. તમામ નાડીઓમાં આ સુષુમ્ણા નાડી સર્વાધિક મહત્ત્વપૂર્ણ છે. 

સૂક્ષ્મ શરીરની શિરોલંબ ધરી (Vertical Axis) પર કરોડરજ્જુ અને મસ્તિષ્ક સાથે સંબંધિત આ સુષુમ્ણા નાડી પર શક્તિના કેન્દ્રો રૂપ ''ચક્રો'' આવેલા છે. સૂક્ષ્મ શરીરમાં રહેલા ચૈતસિક છેદબિંદુઓ રૂપી ચક્રો વ્યક્તિને સમષ્ટિ સાથે જોડવાનું કામ કરે છે. શરીરમાં નાના-મોટા અનેક શક્તિ કેન્દ્રો (ચક્રો) હોવાનું મનાય છે. પણ એમાં મુખ્ય સાત ચક્રો છે - ૧. મૂલાધાર ચક્ર ૨. સ્વાધિષ્ઠાન ચક્ર ૩. મણિપુર ચક્ર ૪. અનાહત ચક્ર ૫. વિશુદ્ધિ ચક્ર ૬. આજ્ઞા ચક્ર ૭. સહસ્ત્રાર ચક્ર કુંડલિની અને ચક્રોને જાગૃત કરવા માટે સિદ્ધાસનનો ઉપયોગ કરવાનું યોગવિજ્ઞાનમાં નિર્દેશ છે. બીજા ઉપાયોથી પણ તે કરી શકાય છે, પણ આ ઉપાય શ્રેષ્ઠ છે. એ માટે કુંભક પ્રાણાયામનો પ્રયોગ કરવાનો હોય છે. કુંભક, મહાકેવલ-કુંભક પ્રકારના પ્રાણાયામથી મૂલાધાર ચક્રમાં રહેલા પ્રાણ-અગ્નિની વૃદ્ધિ થાય છે. આ પ્રવૃદ્ધ અગ્નિ કુંડલિનીને જાગૃત અને સક્રિય કરવા શક્તિ આપે છે તે ફૂંફાડા મારતી સાપણ (Serpent)ની જેમ ઉપર ઉઠે છે અને બધા ચક્રોનું ભેદન કરી સૌથી ઉપરના સહસ્ત્રાર ચકમાં જઈને સદાશિવ સાથે જોડાઈ જાય છે. શક્તિનો શિવ સાથે સંયોગ થતાં અમૃતત્વની અલૌકિક અનુભૂતિ થાય છે.

યોગવિજ્ઞાન કહે છે કે મસ્તિષ્કની મધ્યમાં 'મહા વિવર' નામના મહાછિદ્રની ઉપર નાના સરખા પોલા ભાગમાં જ્યોતિ પુંજ જેવું સહસ્ત્રાર ચક્ર અવસ્થિત હોય છે. સહસ્ત્રાર અને બ્રહ્મારંધ્ર મળીને એક સંયુક્ત ઇકાઈ (Connected Unit) તરીકે કામ કરે છે. આ જ જગ્યાએથી દૈવી શક્તિઓ અને દિવ્ય અનુભૂતિઓનું આદાન-પ્રદાન થાય છે. મસ્તિષ્કની મધ્યમાં રહેલા કેન્દ્રમાંથી એક વિદ્યુત ઉન્મેષ થોડી થોડી વારે પણ સતત અને કાયમ પ્રસ્ફૂટ થાય છે જેને વિદ્યુતીય ફુવારો કહેવાય છે. પ્રાણ શક્તિના આ વિદ્યુતીય ફુવારાને શરીર વિજ્ઞાન 'રેટીકુલર' એક્ટિવેટિંગ સીસ્ટમ કહે છે. યોગશાસ્ત્ર સહસ્ત્રાર ચક્રમાં અમૃત કળશ હોવાનું જણાવે છે જેમાંથી સોમ રસ ટપકતો રહે છે. દેવો એ અમૃત કળશના સુધારસનું પાન કરી અમર બને છે. કુંડલિની શક્તિ સહસ્ત્રાર ચક્રમાં પરમ શિવ સાથે સંયોગ પામી એકાકાર-એકરૂપ બની જાય છે ત્યારે આ અમૃતથી આપ્લાવિત સાધક પરમાનંદની પરાકાષ્ઠાથી પણ ઉપરની અનુભૂતિ કરીને અજરામર બની જાય છે.

જાપાની પેરાસાઇકોલોજિસ્ટ, આધ્યાત્મિક પ્રશિક્ષક અને લેખક ડૉ. હિરોશી મોટોયામા (Hiroshi Motoyama) એ સાંખ્ય, યોગ, કર્મ, પુનર્જન્મ અને ચક્રોના સિદ્ધાંતોની ધ્યાન સાધના પર વિશેષ સંશોધન કાર્ય કર્યું છે. યોગમાં શારીરિક ગતિવિધિઓ અને સૂક્ષ્મ શરીરમાં ઊર્જાની ગતિના રહસ્યમય સંબંધોને ઊંડાણથી સમજનારા યોગ વિશેષજ્ઞા ડૉ. હિરોશી મોટોયામાએ 'થિયરિઝ ઓફ ધ ચક્રાસ-બ્રિજ ટુ હાયર કોન્સિયસનેસ (Theories of the Chakras - Bridge to Higher Consciousness)  અવેકનિંગ ઓફ ધ ચક્રાસ એન્ડ ઇમેન્સિપેશન (Awakening of the Chakras and Emancipation) અને સાયન્સ એન્ડ ધ ઇવોલ્યુશન ઓફ કોન્સિયસનેસ: ચક્રાસ, કેઆઈ એન્ડ પીએસઆઈ (Science and the evolution of consciousness & Chakras ki yuLz Psi) નામના તેમના પ્રસિદ્ધ પુસ્તકોમાં ચક્રો વિશે ઊંડાણપૂર્વકની વિસ્તૃત માહિતી આપી છે. હિરોશી મોટોયામાનો જન્મ એક સિદ્ધયોગિની થકી ૧૫ ડિસેમ્બર ૧૯૨૫ના રોજ થયો હતો. તેમની માતામાં ઉચ્ચત્તર માનસિક મતા અને યોગશક્તિ હતી. તેના જીવનના આરંભમાં મોટાયામાને તેમની માતાની શિક્ષિકાએ પણ તેમનું પોષણ કર્યું હતું જેમણે યુવાન મોટોયામાને હતું અને તે તમામિત્સુ જિંજા ધાર્મિક સંગઠનની સંસ્થાપક હતી. ડૉ. હિરોશી મોટોયામાએ એમની પ્રયોગશાળામાં કેટલાક સાધન બનાવ્યા જેમાંથી સૂક્ષ્મ વિદ્યુતનું માપન અને ચક્રોની ગતિવિધિનું ગ્રાફિક અંકન થઈ શકે. આમ તો તેમને ખબર જ હતી કે ચક્રો કોઈ સ્થૂળ અવયવો નથી. તે વિશેષ સ્થાન પર ઉદ્ભવતા સૂક્ષ્મ શરીર પરના વિદ્યુત સંતુષ્પીકરણને કારણે બનતા શક્તિ કેન્દ્રો છે. એટલે તેમણે સૂક્ષ્મ શરીર પરના દરેક ચક્રને સ્થૂળ શરીરના પ્લેક્સસ સાથે જોડીને પ્રયોગ કર્યા. તેમાં તેમણે જોયું કે ચક્ર જાગરણની બહિર્વિદ્યુતીય પ્રતિક્રિયાને માપી શકાય છે. યોગ પ્રક્રિયા, ધ્યાન, ધારણાથી ચક્રોને જાગૃત અને સક્રિય કરી શકાય છે.'

Tags :