Get The App

તંદુરસ્તી અને સુખ આપનારા કેટલાંક પુષ્પો...!

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
તંદુરસ્તી અને સુખ આપનારા કેટલાંક પુષ્પો...! 1 - image

- શોધ સંશોધન - વસંત મિસ્ત્રી

- એક અભ્યાસ પ્રમાણે રંગીન ડેઈઝી પુષ્પો આપણો મુડ સુધારે છે. તનાવ ઓછો કરે છે અને આપણને આનંદિત રાખે છે.

પુ ષ્પો સૌને ગમે છે. ક્યાંક તે મંદિરમાં ચઢવાય છે ક્યાંક ગજરા રૂપે માથે લટકે છે તો કેટલીક વાર આપ્તજનોના ફોટા પર પણ ચડાવાય છે. આજે આપણે એવા પુષ્પોની વાત કરીશું જે આપણી તંદુરસ્તી માટે તેમજ સુખની લાગણી માટે ખાસ રોલ ભજવે છે.

કેટલાંક પુષ્પો તેમના અદ્ભૂત રંગથી તમને પ્રભાવિત કરે છે તો કેટલાંકની સુગંધ તમને તરોતાજા કરી દે છે. કેટલાંક  પુષ્પો હંમેશા તમારી આસપાસ હોવા જોઈએ જેથી તમે 'ફિલ ગુડ ફેક્ટર'  અનુભવી શકો.

પુષ્પોને સુંઘવાથી, જોવાથી કે ખાવાથી તમે આનંદ માણી શકો છો એનું કારણ એજ છે કે મગજમાંથી તનાવનાશક રસાયણો ઝરે છે જે તમને તનાવમુક્ત રાખી સુખની અનુભૂતી કરાવે છે.

ખૂબ જ પ્રચલીત એવા આરોગ્યને પોઝિટિવ અસર કરનારા પુષ્પો વિશે આપણે જાણીએ :

ગુલાબ : સૌને પ્રિય એવું ગુલાબ દેખાવે સુંદર હોય છે અને સુગંધ પણ અદ્ભુત હોય છે. તેનાથી મગજ શાંતિ અનુભવે છે. એરોમા થેરાપીની અદ્ભૂત અસર આ પુષ્પ ઉપજાવે છે.

ડેઈઝી : (ગુલબહાર)

એક અભ્યાસ પ્રમાણે રંગીન ડેઈઝી પુષ્પો આપણો મુડ સુધારે છે. તનાવ ઓછો કરે છે અને આપણને આનંદિત રાખે છે. તેની મોટી રંગીન પાંખડીઓ એટલી મનભાવન હોય છે કે તમે તેનો બુકે બનાવી ઘરમાં કે ઓફિસમાં રાખી શકો છો.

લિઝિએન્થસ : તેનો છોડ ગુલાબથી ૧૦ ઘણાં ફૂલો આપે છે. તાજેતરના એક સંશોધન પ્રમાણે ગુલાબી અને ભૂરા રંગોવાળા પુષ્પો ઊત્પાદકતા, સર્જનાત્મકતા અને યાદોનો પુર્વજન્મ કરાવનારા હોય છે. ગુલાબી લિઝિએન્થસનો એક બુકે તમારી કાર્યક્ષમતા વધારવા ઓફિસમાં જરૂરથી મુકી શકાય. ઉગાડવાલાયક છોડ છે.

લેવેન્ડર : એક અભ્યાસ પ્રમાણે આ પુષ્પની એરોમાથેરાપી કરવાથી મગજ તનાવમુક્ત થાય છે. લેવેન્ડર એસેન્શયલ ઓઇલની વરાળ પણ રૂમને સુગંધિત કરી મનને આનંદ આપે છે. વર્ષોથી આપણે જાણીએ છીએ કે તે રક્તપ્રવાહ સુધારે છે, ગાઢ નિદ્રા આપે છે અને તનાવ દૂર કરે છે.

ગલગોટા : કેલેન્ડયુલા તરીકે જાણીતા ગલગોટા વર્ષોથી આપણા પૂજા-પાઠ અને ડેકોરેશનમાં ગોઠવાયેલા છે. તે શર્દી-ફલ્યૂમાં રાહત આપે છે. ચર્મરોગમાં કેલેન્ડયુલા ક્રીમ ઉપયોગી છે.

ક્રાયસેન્થેમમ્સ : (સેવંતી અથવા ગુલદાઉદી) આ પુષ્પો જોવાથી આનંદ મળે છે. પવિત્ર પ્રસંગે તે વપરાય છે. ચાઇનીઝ મેડિસિનમાં તેનો ખાસ ફાળો છે. ચાઈનીઝ સંસ્કૃતિમાં પણ તેની આપલે ને ઉપયોગ ગણાવી છે. ઉચ્ચ રક્તચાપ, શ્વસન રોગો તેમજ થાઇરોઇડની તકલીફમાં રાહત આપવા તે વપરાય છે. તેની ચ્હા સરસ બને છે અને તેનો પાંખડી ખાય શકાય છે.

ક્રાયસેન્થમમ્સ એટલે કે સેવંતી સૌને ગમે છે તે મમ્સ તરીકે પણ ઓળખાય છે. તેની અગ્રગણ્ય હોર્ટિકલ્ચર વેરાયટી તમને આનંદવિભોર કરી દે છે.