= ઓટોરિક્ષા ઓટોમેટિક તો હોતી નથી, તો ઓટોનું કામ શુ ?
- ઉત્સવ સુતરિયા, સુરત
- ઓંટો મારવા. ઈંય્વ૦૨.
= સ્વેટર-મફલર પહેરવાનું મુહૂર્ત કાઢી આપશો ?
- હર્ષદ માધુ, વાવ
- યુવાનો ૧૫ ડિસેમ્બર. યુવતીઓ ૩૦ ફેબ્રુઆરી.
= કોઈને કેવી રીતે સદબુદ્ધિ આપવી ?
- અંકુર નિમાવત, ગાંધીનગર
- જોખી જોખીને.
= મારે ખામીઓ પર ફોકસ કરવા શું કરવું ?
- નરેશ પરમાર, ભરૂચ
- મેનેજર બનો.
= ઈશ્ક અને રિસ્ક વચ્ચે શો સબંધ ?
- રમેશ એસ. શાહ, અમદાવાદ
- આ ઉંમરે ઈશ્કના રિસ્ક ના લેવાય 'રમેશ'.
= શું લાગે છે, સિંગતેલના ભાવ ક્યાં પહોંચશે ?
- હરિવદન પટેલ, કલોલ
- તેલ સિંગ નહીં ડાન્સ પણ કરાવશે.
= 'ડર' એટલે શું?
- વિશાલ ચૌહાણ, અમદાવાદ
- પત્નીના હાથમાં પતિનો અનલોક્ડ મોબાઈલ હોય ત્યારે પતિની આંખમાં જે હોય, તે.
= સુખ અને દુઃખમાં શું સમાનતા છે ?
- શશિકાંત દેસલે, ડિંડોલી સુરત
- બંને 'ખ' કારાંત છે.
= દશેરાના દિવસે વાહનોને શા માટે ધોવામાં આવે છે ?
- કલ્પેશ વી. પરમાર, વડોદરા
- ખેલૈયાઓએ નવરાત્રિમાં ઉડાડેલી ધૂળ સાફ કરવા.
= અંધભક્તોને સાચું જ્ઞાાન ક્યારે પ્રાપ્ત થાય?
- જ્યોતિષ પાઠક, વડોદરા
- આપ જેવા આપે ત્યારે.
= ઘોડો લેવાય કે ગધેડો?
- પ્રકાશભાઈ મકવાણા, રાજકોટ
- ઘોડો. પંખો સાફ કરવા.
= માણસની ઓળખ નામથી થાય કે કામથી ?
- દક્ષા એ. મહેતા, અમદાવાદ
- આધાર કાર્ડથી.
= ગોળ સમોસા અને ત્રિકોણ રોટલી બનાવવાની રીત જણાવો.
- આમ છૂંછા, સુરત
- એક કાગળ-પેન લો. દોરી કાઢો. એરો મારીને નામ લખો.
= જો સ્ત્રી વિધવા થાય તો ગંગાસ્વરૂપ, પુરૂષ વિધુર થાય તો?
- નૈષઘ અંબાણી, ભુજ
- દહીંનો ઘોડો છુટ્ટો.
= માળિયા સાફ કરવાનું પતાવ્યું કે બાકી છે?
- આશા શર્મા, મહીસાગર.
- અમે બહારના ઑર્ડર નથી લેતા, ખોટી આશા રાખશો નહીં.
= 'ઓ પાપી મન, કર લે ભજન..' આવા ભજન જીભ માટે કેમ નથી?
- યશપાલસિંહ ટી. વાઘેલા, થરા તા. ઓગડ, જિ બનાસકાંઠા
- જીભથી જ જીભ વિષે ભજન ગાવ તો એ આત્મશ્લાઘા ના થઈ જાય?
= ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે શું કરવું પડે?
- શિવમ યાજ્ઞિાક, રાજકોટ
- ગર્ભસંસ્કારથી શરૂઆત.
= ઘરની સફાઈ માટે માળિયે ના ચઢવું પડે એનો કોઈ આઈડિયા છે?
- હિમાંશુ દોશી, કરજણ
- લિફ્ટ મુકાવો, એમ કંજૂસી ના કરો.
= આંતરરાષ્ટ્રીય સંબંધો 'વ્યાપાર'ના જ હોય. ભાઈભાઈ કે દોસ્તી બધું વ્યર્થ. આ સત્ય હવે આપણા દેશને સમજાઈ ગયું હશે ને?
- રસેશ એન. શ્રોફ, મુંબઈ
- પ્રશ્ન મોકલો. ઓપિનીયન નહીં.


