- જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર
- આજે જગતમાં ધનની બોલબાલા છે, ધનાઢ્ય વ્યક્તિમાં કોઈ દોષ હશે તો લોકો તેની સામે કહેવાને બદલે તેમની પ્રત્યે તો વિનય જ દાખવશે
- કામ- વાસનાથી ભરેલી વ્યક્તિ સ્ત્રીઓ પ્રત્યે નમીને લળીને વિનય દાખવે છે, પણ તે શા માટે ? માત્ર કામ-વાસનાની પૂર્તિ માટે પરંતુ આ વિનયનું નાટક છે, વાસ્તવિક વિનય નથી
ધ ર્મનું મૂળ છે વિનય. આથી જ કહેવાયું છે કે, લઘુતામાં પ્રભુતા વસે એટલે કે વ્યક્તિના જીવનમાં સાચી લઘુતા હોય તો પ્રભુતા દૂર રહેતી નથી. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીએ એમના આ વિચારો માર્મિકતાથી દર્શાવ્યા છે અને વિનયની સમાજ પ્રતિ મહત્તા આલેખી છે.
કેટલીય જગ્યાએ વિનય અને ખુશામતખોરી, વિનય અને ચાંપલાશ, વિનય અને દીનતા, વિનય અને હીનભાવના કે વિનય અને શરીરના નમવાને એક જ માની લેવામાં આવે છે, પરંતુ આ બંને વચ્ચે રાત-દિવસ જેટલું અંતર છે. ખુશામત કે હજૂરિયાપણું ભય કે લોભવશ કરવામાં આવે છે, પણ સાચા વિનયમાં લોભ કે ભયનું નામોનિશાન હોતું નથી. ભય કે લોભવશ કરેલો વિનય નાટક જરૂર છે, પણ વાસ્તવિક વિનય નથી. આ જ રીતે ચાંપલાશ, આજીજી, ચાટુકારિતા કે દીનતા પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે, કામ કઢાવવા માટે કે કંઈ મેળવવા માટે કરવામાં આવે છે. તેમાં પણ, અલબત્ત નમ્ર બનવાનો સ્વાંગ રચવામાં આવે છે, પરંતુ સાચી નમ્રતા નથી હોતી.
આ જ રીતે પોતાને દીન- હીન ગણવો, પોતાની શક્તિઓને નગણ્ય માનવી, પોતાના જીવનમાં ધર્મને બિલકુલ અસંભવ માની લેવો, એ લઘુતા ગ્રંથિ પણ વિનય નથી. તેમાં અને વિનયમાં લાખ ગણું અંતર છે. આ જ રીતે મન વિના, શરીર વિના નમવાથી અથવા તો જ્યાં સુધી તેનો વિનય કહેવામાં આવતો નથી, જાસૂસી કરનારા પણ કુટિલતાવશ નમ્ર બની બીજાના મનની વાત જાણી લે છે. આમ કપટથી પોતાનું કામ કઢાવવા માટે શરીર નમાવવું કે ઝૂકી ઝૂકીને સલામ કરવી તે પણ વિનય નથી. હાથી ઉપર હુમલો કરતા પહેલા સિંહ પણ પ્રથમ ઝૂકે છે, ચિત્તો પણ કોઈ પર હુમલો કરવા માટે પહેલાં શરીરને એકદમ નમાવે છે. આ રીતે શરીર નમાવવાને વિનય કહેવાય ખરો ? કદાપિ નહીં.
આ માટે તત્ત્વજ્ઞાાનીઓએ દુનિયાદારીની બધી વાતોને દ્રષ્ટિમાં રાખીને પાંચ પ્રકારના લૌકિક વિનય બતાવ્યા છે. (૧) લોકાચાર- વિનય, (૨) ભય વિનય, (૩) અર્થ- વિનય, (૪) કામ- વિજય (૫) દૈન્ય વિનય.
(૧) લોકોપચાર વિનય ઃ આવો વિનય ત્યાં હોય છે, જ્યાં માત્ર આડંબર હોય અને હૃદયની સચ્ચાઈ હોય નહીં કોઈ વકીલ કે સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ આવે અને હું ઉભા થવાનો શિષ્ટાચાર પણ ન કરું, તો લોકો શું કહેશે ? લોકહૃદયમાં એની વિપરીત પ્રતિક્રિયા થશે. તેઓ કહેશે, 'જુઓ, આ કેટલો બધો અભિમાની છે !' અથવા એમ કહેશે કે, 'મોટાનું સન્માન જેટલું અધિક કરવામાં આવે, તેટલી વધુ પ્રસન્નતા તેમના પર વરસશે. મારો વિનય જોઈને પ્રજા મારી પ્રશંસા કરશે. આવા હેતુને લક્ષમાં લઈને કરેલો વિનય લોકોપચાર- વિનય કહેવાય છે.'
(૨) ભય- વિનય ઃ પોતાનાથી મોટા ઓફિસર, અધિકારી કે ઉચ્ચ પદવાળા તરફ વિનયપૂર્વક વર્તીશું નહીં, તો તેઓ નારાજ થઈ જશે અને કદાચ કોઈ સજા કરી બેસે અથવા તો બઢતી અટકાવી દે. કોઈ સત્તાધારી આવતાં તેમનો સ્વાગત સત્કાર કરવામાં આવે નહીં તો તે કદાચ દંડ કરે અથવા તો ગામ પર તેનો ખોફ ઉતરે કે પછી અમારા ગામની ઉન્નતિ માટે કશું નહીં કરે. આ બધા ભય- વિનયના ઉદાહરણ છે.
કોઈ વિદ્યાર્થીએ કોઈક ભૂલ થઈ જવાથી સજા થવાના ભયથી કે પરીક્ષામાં નાપાસ કરી નાખવાના ભયથી અધ્યાપક સમક્ષ વિનય બતાવવો તે પણ ભય-વિનય છે. કોઈ સાધુથી અપરાધ થઈ ગયો તો પ્રાયશ્ચિતથી બચવા માટે પોતાનાથી મોટા ગુરુનું જો અધિક સન્માન કરે, તેમના પ્રત્યે બહુમાન દાખવે તો તે પણ ભય-વિનય છે. અપરાધી સાધક જો પોતાના વડીલના કે ગુરુના આત્મિક ગુણોથી આકર્ષિત થઈને અથવા તો પોતાના પર સાચા રૂપમાં નૈતિક અંકુશ રાખીને માર્ગદર્શન કે શુદ્ધિ માટે તેમનું સન્માન કે બહુમાન નથી કરતો, અને એટલા માટે પણ નથી કરતો કે તેઓ સમાજના આચાર- વિચારને સુરક્ષિત રાખનાર કે તેમાં આવેલી વિકૃતિઓ, સંકીર્ણતાઓ કે રુઢિઓને દૂર કરનારા છે, તો તે પણ ભય વિનય છે.
(૩) અર્થ- વિનય ઃ પૈસાની પ્રાપ્તિ માટે ધનાઢ્ય, સત્તાધારી અથવા ઉચ્ચ અધિકારીનું સન્માન કરવામાં આવે અથવા તો તેમને પુણ્યશાળી, ભાગ્યવાન, શેઠજી, બાબુજી વગેરે શબ્દોથી નવાજવામાં આવે છે કે પછી તેમને સભામાં ઉચ્ચ સ્થાન, અગ્રઆસન અથવા પદ આપવામાં આવે છે, તો તે અર્થ-વિનય કહેવાય. પોતાની નોકરી સલામત રાખવા માટે, વેતનમાં વધારો કરાવવા માટે અથવા પોતાનો માલ ખપી જાય એટલા માટે કોઈ વ્યક્તિ કોઈ ધનવાન અથવા મેનેજર પ્રત્યે વિનય દાખવે તો તે પણ અર્થ-વિનય છે. આમ જોવા જઈએ તો જે મુનિમ શેઠનું સન્માન કરે છે, તે જ પોતાની નીચેના માણસોની નાની-ભૂલ તરફ ગુસ્સાથી લાલચોળ થઈ જાય છે. આવી શેઠ પ્રત્યેનો વિનય હૃદયથી નહીં, પણ ધનને કારણે હોય છે.
આજે જગતમાં ધનની બોલબાલા છે, ધનાઢ્ય વ્યક્તિમાં કોઈ દોષ હશે તો લોકો તેની સામે કહેવાને બદલે તેમની પ્રત્યે તો વિનય જ દાખવશે.
કહેવાનું તાત્પર્ય એ છે કે, ધન અથવા વૈભવને જોઈને જે વિનય દાખવવામાં આવે છે, એ અર્થ-વિનય છે, સાચો વિનય નથી.
(૪) કામ- વિનય ઃ કામ- વાસનાથી ભરેલી વ્યક્તિ સ્ત્રીઓ પ્રત્યે નમીને લળીને વિનય દાખવે છે, પણ તે શા માટે ? માત્ર કામ-વાસનાની પૂર્તિ માટે પરંતુ આ વિનયનું નાટક છે, વાસ્તવિક વિનય નથી.
(૫) દૈન્ય- વિનય ઃ મનમાં જ્યાં મોટા ગૂંડા, હત્યારા, લુંટારા વગેરે સમક્ષ દીન-ભાવના આવી જાય, ત્યારે વ્યક્તિ હાથ જોડે છે અને તેની આગળ બીકણ બીલાડી બની જાય તો દૈન્ય-વિનય કહેવાય. પોતાના આત્મગૌરવને ભૂલીને મનુષ્ય પોતાની જાતને દીન માનવા લાગે અને પોતાની શક્તિઓ પરથી વિશ્વાસ ગુમાવી બેસે ત્યારે દૈન્ય- વિનય થયો કહેવાય.
સારાંશ એ છે કે ઉપરના પાંચેય વિનય સાચા વિનય નથી. તેને વિનયનું પ્રદર્શન કહી શકાય, સાચો વિનય નહીં.
તો પાછો સાચો વિનય કોને કહી શકાય ? આ વિનયના સંદર્ભમાં જૈનદર્શને ઘણું ઊંડુ અને વ્યાપક ચિંતન કર્યું છે અને એણે તો એમ કહ્યું છે કે, 'ષ્ઈંઊંઝિં ેંશ્નઙ્ઘહ્ય્ય ઊંહલ્છ ળદ ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય છે. અને 'હ્લઝઊં્ય યિં ઊં્યડ્ડજ્જ્ય ળદ તેનું અંતિમ ફળ સર્વકર્મરૂપ મોક્ષ છે.
આ અર્થમાં વિચારીએ તો ખ્યાલ આવે કે, ધર્મક્રિયામાં વિનયને કેટલો મહિમા છે. ભગવાન મહાવીરના અંતિમ ઉપદેશ સમા 'શ્રી ઉત્તરા ધ્યયન સૂત્ર'માં વિનય ધર્મ પર એમણે સર્વપ્રથમ દેશના (ઉપદેશ) આપી છે. એ જ રીતે 'શ્રી દશ-વૈકાલિક સૂત્રો'નો નવમો અધ્યાય એ વિનય સમાધિથી ભરેલો છે. તો 'જ્ઞાાતાધર્મસૂત્રકથા' ગ્રંથમાં તીર્થંકર પદ પ્રાપ્ત કરવા માટેના વીસ કારણોમાં વિનયનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. આત્મ પર અનંતકાળથી અહંકાર અને વિકારના કુસંસ્કારોનું આવરણ લાગ્યું હોય છે અને તેને દૂર કરવા માટે વિનયની આવશ્યકતા છે. આમ વિનયભાવ વિશે અનેક ગ્રંથોમાં એની મહત્તા દર્શાવવામાં આવી છે. વિનયના માર્ગે જ મુક્તિની યાત્રા થઈ શકે અને તેથી જ કવિ ઉદયરત્નજીએ કહ્યું છે કે,
'વિનય વિણ વિદ્યા નહીં,
તો કિમ સમક્તિ પાવે રે,
સમક્તિ વિણ ચારિત્ર નહીં,
ચારિત્ર વિણ નહીં મુક્તિ રે'
આ રીતે વિનયધર્મનો મહિમા કરીને અનેક આગમશાસ્ત્રોમાં વિનય ભાવનું વર્ણન કર્યું છે.
એમાં સવિશેષ તો સદ્ગુરુ સાન્નિધ્યે વિનય કેવો રાખવો જોઈએ એને વિશે વર્ણન મળે છે. સદ્ગુરુની ઇચ્છાની આરાધના કરવી, એમની સમક્ષ બહુ બોલવું નહીં, એમના પ્રત્યે વંદન કરી અંતરનો ઉપકારભાવ દર્શાવવો, એમનાથી નીચા આસને બેસવું, એમની સમક્ષ નિદ્રા ન કરવી, અન્ય વિસ્તારમાં જવા માટે આજ્ઞાા લેવી, ગોચરી અને વિહારમાં વિનયધર્મું પાલન કરવું. અન્ય સ્થળે કહ્યું છે કે, 'વિનયનું ફળ ગુરુસુશ્રુષા છે અને ગુરુસુશ્રુષાનું ફળ શ્રુતજ્ઞાાન છે.' આવા વિનયની ઉપાસના જ ધર્મમય જીવનની આવશ્યકતા છે.


