- થોડામાં ઘણું - દિલીપ શાહ
- યુવાવયની 'કાર-કીર્દિ'ના ગ્રાફમાં પણ આ શબ્દ સતત પીઠબળ બની જાય છે. 'કાર-કુન' ક્લાર્કમાંથી 'કાર-ભારી'ના ઉચ્ચ હોદ્દાના લક્ષ્યાંક પણ એમાં 'કાર' ઉદ્દીપક બની જાય
અ મુક શબ્દોની ઘૂસણખોરી પક્ષપલટો કરી વિશેષણનો ઉચ્ચ દરજ્જો ભોગવતી થઇ જાય છે. આવા તકવાદી શબ્દો આગળ; વચ્ચે કે પાછળ ચીપકી જઇને એમના સ્ટેચસનાં પડઘા પાડે છે.
આજે 'કાર'નો મહિમા ગાવો છે. દેશી વરસનો પ્રથમ માસ પણ 'કાર-તક'. શરદની વિદાય અને હેમંતની પ્રવેશિકા. મસ્ત ગુલાબી શિયાળાની સવાર-સ્ફૂર્તિનું પરોઢ ! લીલાછમ શાકભાજી ગાજર, પાલક, બીટ, મૂળાનો 'કાર-ભાર' ગુજરાતી થાળીને તંદુરસ્ત બનાવી દે છે. આ ઋતુમાં આળસના 'કાર-સ્તાન' હેલ્થમાં ગોબા પાડીને જ જંપે ! પછી પેટનો 'કાર-પેટ' એરિયા. ફાંદ થઇને વિકાસની ગાથા ગાતો થઇ જાય છે.
યુવાવયની 'કાર-કીર્દિ'ના ગ્રાફમાં પણ આ શબ્દ સતત પીઠબળ બની જાય છે. 'કાર-કુન' ક્લાર્કમાંથી 'કાર-ભારી'ના ઉચ્ચ હોદ્દાના લક્ષ્યાંક પણ એમાં 'કાર' ઉદ્દીપક બની જાય. કાર...ને માથે માત્રા-રેફનો બોજો બની કડવો ય લાગે જૂઓને કારે..લા! પોલીસ ખાતાની 'કાર-વાહી...અભણને પણ થર્ડ ડીગ્રી અપાવી દે છે.'
દેશની સમસ્યા - અરે ! ગ્લોબલ પ્રોબલેમમાં પણ 'બે-કાર'! મીડીયામાં પછી આ બાબતે 'હાહા-કાર' ! ચૂંટણી આવે ત્યારે ફરી આ 'બે-કાર' બ્રાન્ડ માટે વાયદા વચનોની ભરમાર એટલ સમજી નો 'જય જય-કાર'! સ્ત્રીઓને વ્હાલા 'અલં-કાર'માં ય એનો દબદબો. મજૂર, શ્રમજીવી માટે 'કાર-ખાના' રોજીરોટીના આઈ-બાપ. રણના 'કાર-ના'માં ય સાથ સહકારનો
પડઘો પાડે.
શબ્દોથી વાચક...શ્રોતાઓને મંત્રમુગ્ધ કરનાર વક્તા લેખકે માટે આ તો 'ચમત્...કાર' જ ને ! ભોજન તૃપ્તિમાં 'ઓડ-કાર' થઇ જાય સરહદે હરીફ સામે 'પડ-કાર' થઇ જાય. સૂફી સંતજીવનમાં 'એકા-કાર' થઇ 'નિરા-કાર' પ્રભુનો પણ 'સાક્ષાત્-કાર' કરાવનાર આ 'કાર' જ ને ?
તત્વચિંતકોની પણ શીખ છે કે
તમારો 'હું-કાર' ત્યજી દો. પછી તો સૌ લેશે 'દર-કાર. આવશે 'સહ-કાર'' લોકો તમારી પ્રજા ને તમે 'સર-કાર' !


