Get The App

કુદરત પ્રત્યે મેનેજમેન્ટનો અભિગમ

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
કુદરત પ્રત્યે મેનેજમેન્ટનો અભિગમ 1 - image

- મેનેજમેન્ટ - ધવલ મહેતા

- માનવજાતે કુદરત પર પ્રભુત્વ મેળવવાનું નથી કે તેના રખેવાળ પણ બનવાનું નથી. માનવજાતે કુદરતના એક સામાન્ય સભ્ય બનીને જીવવાનું છે

પ્રદૂષણ - એક ગંભીર સમસ્યા

ભારત સહિત જગતની અનેક કંપનીઓએ વાતાવરણના પ્રદૂષણને ગંભીરતાથી લેવા માંડયું છે. તેમને હવે લાગવા માંડયું છે કે વાતાવરણની કાળજી નહીં રાખીએ તો ટકાઉ વિકાસ થઇ શકશે નહીં. ગ્રીક ભાષાનો શબ્દ પેરેડાઇમ એટલે વિચારમાળખું જેમાં આપણી કુદરતી વિષેની પૂર્વમાન્યતાઓ અને કુદરત સાથેના વ્યવહારો વગેરે આવી જાય છે. કુદરત વિષે અત્યારે ત્રણ પેરેડાઇમ્સ એક સાથે ચાલે છે (૧) યંત્રકેન્દ્રી  (૨) સસ્ટેનસેન્ટ્રીક અને (૩) ઈકોસેન્ટ્રીક. 

ટેકનોલોજી દૃષ્ટિબિંદુ

પૃથ્વી વિશે મેનેજમેન્ટના અંગે સામાન્ય જનના (મટીરીઆલીસ્ટ) અભિપ્રાય પ્રમાણે સૃષ્ટિ એક મોટું યંત્ર છે. તે જીવંત નથી અને તેથી તે 'પેસીવ' (નિષ્ક્રીય છે), સૃષ્ટિ જુદા જુદા ભાગોની બનેલી છે. તેના ભાગો અણુ અને અણુ નીચેની દુનિયા છે. સૃષ્ટિ ઉચનીચના કોટીક્રમવાળી (હાયરાર્કીકલ) છે, લોકો તેનાથી જોડાયેલા નથી એટલે કે માનવજાત કુદરત સાથે ગાઢ સંબંધ ધરાવતી નથી. કુદરતને સાચવવાની આપણી કોઇ જવાબદારી નથી. આપણી જવાબદારી સમગ્ર માનવજાત માટે છે. ટૂંકા ગાળામાં આપણે તેનો ઉપયોગ કરીને બધા માણસોને આર્થિક રીતે સુખી બનાવવાના છે.

સૃષ્ટિ કેન્દ્રિત દૃષ્ટિબિંદુ

આ પોસ્ટમોર્ડનીસ્ટ દ્રષ્ટિબિંદુ છે. આ દ્રષ્ટિબિંદુ મુજબ કુદરતને આપણે આપણા સ્વાર્થ માટે ટકાવી રાખવાની છે. અંગ્રેજીમાં આ દ્રષ્ટિબિંદુને સસ્ટેનસેન્ટ્રીક કહે છે. આ દ્રષ્ટિબિંદુના પુરસ્કર્તાઓ શું માને છે ? તેઓની સૃષ્ટિ કે કુદરત વિષે નીચેની ધારણાઓ છે. કુદરતને આપણે આપણા સ્વાર્થ માટે ટકાવી રાખવાની છે. કુદરત આપણને  જીવવાના સાધનો પૂરા પાડે છે. સૃષ્ટિ આપણી જીવનરક્ષક (લાઇફ સપોર્ટ) સીસ્ટમ છે. તે માનવજાતનું ઘર છે. સૃષ્ટિ માત્ર એટમીસ્ટ્રીક (અણુઓની જ દુનિયા નથી) તે જુદા જુદા ભાગો અને તેના સંયોજનની (હોલીસ્ટીક)ની બનેલી છે. સૃષ્ટિનું બંધારણ જૂના મત પ્રમાણે હાયરાર્કીકલ એટલે કે નીચાઊચા કોટીક્રમવાળું નથી પરંતુ સમગ્રલક્ષી (હોર્લાકીકલ) છે - હાયરાર્કીકલ નહીં પણ તે હોરાલ્કીકલ અને ઓર્ગેનીક છે.

ઈકોસેન્ટ્રીઝમ અભિગમ

કુદરતને એક યંત્ર તરીકે પણ નહીં અને એક લાઇફ-પાર્ટનર તરીકે પણ જોઇ શકાય નહીં. બન્ને અભિગમો ભૂલભૂરેલા છે. ત્રીજા અભિગમ (ઈકોસેન્ટ્રીક) પ્રમાણે કુદરત માતા છે. તેમાં સર્વપ્રકારના જીવંત પદાર્થોની એક જાળ (વેબ ઓફ લાઇફ) ઊભી થઇ છે. કુદરત હાયરાર્કીકલ પણ નથી કે બીજા અભિગમને અનુસાર હોર્લાકીકલ (સમગ્રકેન્દ્રી) પણ નથી. કુદરત હેટ્રાર્કીકલ એટલે કે અનેક પરિમાણોની બનેલી છે. તે માત્ર એક નહીં પણ અનેક પ્રકારની સમગ્રતાઓથી બનેલી છે જેનો ડાયગ્રામ દોરી ના શકાય. વળી તેના પરસ્પરાવલંબન નથી પણ તેમાં અનેક જુદા જુદા પ્રકારના સહસંબંધો છે જે આપણે હજી જાણતા નથી. માનવજાતે કુદરત પર પ્રભુત્વ મેળવવાનું નથી કે તેના રખેવાળ (સ્ટુઅર્ડ) પણ બનવાનું નથી. માનવજાતે કુદરતના એક સામાન્ય સભ્ય બનીને જીવવાનું છે. કુદરતને આપણે સમગ્ર સૃષ્ટિ (ધ હોલ અર્થ) તરીકે જોવાની છે. વળી કુદરતમાં માત્ર સ્થળ અને સમય (ટાઇમ એન્ડ સ્પેસ) નથી પણ ઘણા પરિમાણો છે પરંતુ આખરે કુદરત ઈનડીફીનેટ એટલે કે અનિશ્ચિત છે. આ ત્રીજા અભિગમ પ્રમાણે કુદરતને આંશિક રીતે ના જોઇ શકાય.