Get The App

ક્રિએટિવ થિંકિંગની કુશળતા તાલીમથી મેળવી શકાય

Updated: Apr 2nd, 2022

GS TEAM

Google News
Google News
ક્રિએટિવ થિંકિંગની કુશળતા તાલીમથી મેળવી શકાય 1 - image


- મેનેજમેન્ટ-ધવલ મહેતા

- પીળી ટોપી આશાવાદી દ્રષ્ટિબીંદુ રજૂ કરે છે તે દરેક બાબતની હકારાત્મક બાજુઓ રજૂ કરે છે તેની મુખ્ય ચિંતા કંપનીના મૂલ્યો અંગે હોય છે. કંપનીમા ખરાબમા ખરાબ પરિસ્થિતિમાં પણ તે કોઈક સારી બાબતને ખોળી કાઢે છે

- બુધ્ધીશક્તી અને સર્જનાત્મક શક્તી બે જુદી બાબતો છે. માત્ર બુધ્ધીશાળી જે હોય તેમનું મગજ એક કોયડા પર અને તેના સુલઝાવ પર કામ કરતુ હોય છે

એડવર્ડ બોનો : એડવર્ડ બોનો સર્જનાત્મક ચિંતનની બાબતમાં સમગ્ર જગતમાં 'ઓથોરીટી' (સર્વમાન્ય નિષ્ણાત) ગણાય છે. તેમના પુસ્તકો મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે ઘણા ઉપયોગી છે. તેમના નીચેના પાંચ પુસ્તકો અત્યંત ઉપયોગી જણાયા છે. આ પુસ્તકોના નામ નીચે મુજબ છે : સીટી બસ ક્રીએટીવીટી, લેટરલ થીંકીંગ, સીક્સ થીકીંગ હેટસ, એ બ્યુટીફુલ માઇન્ડ અને થીંક બીફોર ઇટ ઇઝ ટુ લેટ. એડવર્ડ બોનોએ ઓક્સફર્ડ, કેમ્બ્રીજ, હાર્વર્ડ વગેરે યુનીવર્સિટીઓના અધ્યાપક તરીકે કામ કર્યું છે. એડવર્ડ બોનોની દ્રઢ માનવું છે કે સર્જનાત્મક ચિંતન (ક્રીએટીવ થીકીંગ) આકાશમાંથી ટપકતુ નથી. તે અમુક વ્યક્તિઓનો જ ઇજારો નથી. સર્જનાત્મક ચિંતન એક કુશળતા છે જેને સાયક્લીંગ, સ્વીમીંગ, ક્રીકેટીગ, ગણીત, રેસલીંગ વગેરેની જેમ જ પ્રયત્નો દ્વારા મેળવી શકાય છે. ચિંતન કરવા માટે પણ તમારે અમુક બાબતો શીખવી પડે અને પ્રેક્ટીસ કરવી પડે. બોનો કહે છે કે સર્જનાત્મક ચિંતન માટે ઊંચી કે મધ્યમ બુધ્ધી આંક (આઈક્યુ) હોદ્દો અનિવાર્ય નથી. સમાજમા ઘણાં બુધ્ધીશાળી માણસો કાર્યકુશળ હોય છે. પરંતુ બુધ્ધીશાળી માણસો સર્જનાત્મક જ હોય તેવુ હંમેશા બનતુ નથી. બુધ્ધીશક્તી અને સર્જનાત્મક શક્તી બે જુદી બાબતો છે. 

સીક્સ થીંકીંગ હેટસ : સર્વગ્રાહી ચિંતન માટે જુદા જુદા રંગની છ ટોપીઓનો સર્જનાત્મક વિચાર એડવર્ડ બોનોએ ૧૯૮૫મા રજૂ કર્યો ધારો કે એક કઠીન સમસ્યાના ઉકેલ માટે કે કોઈ નવા વિચારના સર્જન માટે છ મેનેજમેન્ટોની મીટીંગ મળી આ મીટીંગમાં દરેક જણ તે વિષયના દરેક પાસા કે મુદ્દા પર ચર્ચા કરે તેને બદલે એડવર્ડ બહેનોએ સર્વગ્રાહી ચિંતન માટે છ હેટસ (ટોપીઓ)ના નવા વિચારની કલ્પના કરી આ મીટીંગમા દરેક વ્યક્તિએ જુદા જુદા રંગની હેટ પહેરવાની અને તે રંગની હેટ પ્રમાણે પ્રોબ્લેમ સોલ્વીંગ કે ક્રીએટીવના અન્ય ક્ષેત્રમા પોતાના વિચારો રજૂ કરવાના આ હેટ (ટોપી)ના રંગ સફેદ, લાલ, કાળો, પીળો, લીલો અને ભૂરો એમ છ જાતના હોય છે. દરેક વ્યક્તિએ જે રંગની ટોપી પહેરી હોય તે પ્રમાણે જ મીટીંગમા પોતાનો ફાળો આપવાનો રંગની મર્યાદા ઓળંગવાની નહી.

સફેદ ટોપી : તે માહિતી, પ્રીન્ટ આઉટસ અન્ય આંકડાઓ સાથે સંકળાયેલી છે તેનું મુખ્ય કામ માહિતી મેળવવાનું છે. સફેદ ટોપી પહેરનાર નીચેના સવાલો મીટીંગમાં રજૂ કરે છે (૧) આપણે આ બાબતમા શું જાણીએ છીએ. (૨) વધારાની માહિતી મેળવવા શું કરવું (૩) માહિતીમા શુ ખૂટે છે (૪) આપણને જે માહિતી જોઇએ છે તે ક્યાંથી મળી શકશે ? દરેક સભાસદ પાસે જે માહિતી હોય તેને મીટીંગમાં રજૂ કરવાની રહે છે.

લાલ ટોપી : તે લાગણીઓ, ઊર્મીઓ વગેરે સાથે સંબંધ ધરાવે છે. તેમા વ્યક્તિ માહિતી નહી પણ લાગણી અને સૂઝ (ઇન્ટયુશન) રજૂ કરે છે. ઉદાહરણ તરીકે તેમા ઉદ્ગારો કે વાક્યો રજૂ કર્યા છે (૧) આ વિચાર મને જરાય ગમ્યો નથી. (૨) મારી લાગણી એવી છે કે આ બાબતમા આપણે કદાપી સફળ થઇશુ નહી. (૩) અત્યારે જે ચર્ચા થઇ રહી છે તે આપણા સમયનો દુરૂપયોગ છે. (૪) મને ઊંડે ઊંડે એમ લાગે છે કે ભાવ વધારાથી આપણું બજાર નષ્ટ થઇ જશે. (૫) મને લાગે છે કે આ વ્યક્તિ કંપનીને ઉપયોગી સાબીત થશે. (૬) મને લાગે છે કે આ નિર્ણય પાછળ ઓફીસ પોલીટીક્સ છે. લાલ હેટ પહેરવાની સભાસદે પોતાને આવી લાગણી કેમ થાય છે તેના કારણો આપવાના નથી. માત્ર લાગણી જ વ્યક્ત કરવાની છે.

કાળી ટોપી : આ ટોપી પહેરનારે ક્રીટીકલ થીકીંગ એટલે કે આલોચનાત્મક ચંતન કે આલોચનાત્મક નિરીક્ષણો રજૂ કરવાના છે. આલોચનાત્મક ચિંતનના નમૂનાઓ નીચે મુજબ છે. (૧) કંપનીની મીશન સાથે આ નિર્ણય બંધબેસતો નથી. (૨) આપણી વ્યૂહરચના હરીફની વ્યૂહરચનામાથી જુદી નથી (૩) કંપનીમાં નવી પ્રોડક્ટ શોધવા માટે આપણુ આર એન્ડ ડી ડીપાર્ટમેન્ટ પૂરતી ક્ષમતા ધરાવતુ નથી. (૪) આમ કરશો તો બીજા અનેક નવી અણધારી મુશ્કેલીઓ ઊભી થશે.

પીળી ટોપી : પીળી ટોપી આશાવાદી દ્રષ્ટિબીંદુ રજૂ કરે છે તે દરેક બાબતની હકારાત્મક બાજુઓ રજૂ કરે છે તેની મુખ્ય ચિંતા કંપનીના મૂલ્યો અંગે હોય છે. કંપનીમા ખરાબમા ખરાબ પરિસ્થિતિમાં પણ તે કોઈક સારી બાબતને ખોળી કાઢે છે.

લીલી ટોપી : લીલી ટોપી કુદરતમા લીલા રંગની જેમ વિકાસ, ઝાડની નવી નવી ડાળો અને ડાળોને નવા નવા પાદડા ફૂટે તેની ચર્ચા કરે છે. કુદરતમાં લીલો રંગ સર્જનાત્મકતા સૂચવે છે તેવુ જ આ લાલ ટોપી પહેરનાર વ્યક્તિની રજૂઆત સૂચવે છે. તે એવી રજૂઆત કરે છે કે આપણે આગળ કેમ વધી શકીશુ એને નંબર એકની કંપની બની શકીશુ. લીલી ટોપીવાળાં મેનેજર નવા નવા સૂચનો મીટીંગમાં રજૂ કરે છે.

ભૂરી ટોપી : આકાશ ભૂરા રંગનુ હોય છે. તે ચર્ચામા ફોક્સ રહે તેની ટકોર કરે છે. ભૂરી ટોપીવાળા ચર્ચાનો અનુકુળ પણ નક્કી કરે છે તે સૂચવે છે કે ધોળી ટોપીવાળા હવે પૂરૂ કરે અને તે પછી લાલ ટોપીવાળા પોતાની રજૂઆત કરે તે મીટીંગમાં વ્યવસ્થા ઊભી કરે છે. તે મીટીંગમા જણાવે છે. લીલી ટોપીવાળા મેનેજર બોલે જેથી આપણને નવા વિચારો મલે. તેઓ એમ પણ રજૂઆત કરે છે કે આપણે કાળી ટોપીવાળાને સાંભળ્યા તો પછી ધોળી ટોપીવાળા હવે કેમ બોલતા નથી ! તેઓ એમ પણ કહી શકે કે ભૂરી ટોપીવાળાએ શરૂઆત કરી હતી તો હવે ભૂરી ટોપીવાળા જ ચર્ચાનુ સમાપન કરે. એડવર્ડ બોનોને સીક્સહેટસ થીંકીંગ જગતભરમા પ્રખ્યાત થઇ ગઇ છે અને અમેરીકા યુરોપની વિરાટ કંપનીઓ તેનો ઉપયોગ કરે છે.

Tags :