'સાઈકિક ડિટેકિટવ' ક્રિસ રોબિન્સન સ્વજનોથી ગુનાશોધન અને ભવિષ્ય કથન કરે છે!
- અગોચર વિશ્વ : દેવેશ મહેતા
- સુપર સાઈકિક સ્ટાર, ડ્રીમ ડિટેક્ટિવ ક્રિસ રોબિન્સને એમની ચૈતસિક શક્તિથી અનેક લોકોને મદદ કરી હતી. અનેક ગુમ થઈ ગયેલા લોકોને શોધી આપ્યા હતા...
શું તમને દૂર કોઈ ઘટના બની રહી હોય તે સ્વપ્નમાં દેખાઈ જાય એવું કદી બન્યું છે? એવું કોઈ સ્વપ્ન આવ્યું છે જે નજીકના ભવિષ્યમાં સાવ સાચું પડયું હોય? શું તમને ક્યારેય એવો અહેસાસ થયો છે કે તમારા સ્વપ્નો સાચી ભવિષ્યવાણી બની જાય? તમે સ્વપ્નોમાં જે જોયું હોય કે કહ્યું હોય તે ભવિષ્યની હકીકત બની જાય? ચૈતસિક ક્ષમતા ધરાવતા કેટલાક લોકોની બાબતમાં આવું ખરેખર બન્યું છે!!
આવા અદ્ભુત ચૈતસિકોમાં એક છે બ્રિટનના ક્રિસ્ટોફર રોબિન્સન. તેમને ક્રિસ રોબિન્સન (ભરિૈજ ઇર્મૈહર્જહ) નામથી વિશેષ ઓળખવામાં આવે છે. ક્રિસ રોબિન્સન ચૈતસિક માધ્યમ, કલેરવોયન્ટ, ડ્રીમ ડિરેક્ટિવ કે સાઈકિક ડિટેકિટવ તરીકે ખ્યાતિ પામેલા છે. તેમનો જન્મ ઈંગ્લેન્ડમાં ૧૯૫૧ના ઓગસ્ટ મહિનામાં થયો હતો. દસ વર્ષની ઉંમરે તેમના પર કાર્ડિઆક સર્જરી થઈ તે પછી ભવિષ્યની ઘટનાના સંકેત આપતા સ્વપ્નોનું પ્રમાણ તેમનામાં વધી જવા પામ્યું હતું. ઈગ્લેન્ડના બેડફોર્ડશાયરના લ્યુટન ખાતે રહેતા ક્રિસ રોબિન્સને બેડફોર્ડશાયર પોલીસને ઘણા ગુનાઓ ઉકેલવા મદદ કરી હતી. એને લીધે પોલીસે તેમને કાયદેસરના માહિતગાર (ઓફિસિયલ ઈન્ફોર્મન્ટ) તરીકે નિયુક્ત કરી દીધા હતા.
૧૯૯૦ના દશકા દરમિયાન બ્રિટિશ સુપર નેચરલ ટેલિવિઝન શો સ્ટ્રેન્જ બટ ટ્રુ (જાચિહયી મેા ાિેી) માં તેમની ચૈતસિક શક્તિના નિદર્શનના ઘણા પ્રયોગો કરાયા હતા. તેમની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ વખતે ભવિષ્યની ઘટનાઓ અંગેના તેમના પ્રિડિકશન નોંધવામાં આવ્યા હતા જે આશ્ચર્યજનક રીતે એકદમ સાચા પડયા હતા. ૧૯૯૪ના ઓક્ટોબર મહિનામાં બ્રિટિશ ટી.વી.ના સવારના કાર્યક્રમમાં તેમની ચૈતસિક ક્ષમતાની કસોટી પણ કરાઈ હતી. એમની કસોટી કરનારા ટેલિવિઝન ટુકડીના સભ્યોએ રાત્રે એક સીલબંધ બોક્સમાં ભારે ગુપ્તતા હેઠળ એક વસ્તુ છુપાવી દીધી હતી. બીજે દિવસે તેમને લાઈવ પ્રોગ્રામમાં એ કઈ વસ્તુ છે તે પૂછવામાં આવશે તેમ કહી રાખવામાં આવ્યું હતું. તેથી તેમણે તે રાત્રે સ્વપ્નમાં શું આવે છે તે યાદ રાખવાનો પ્રયત્ન કર્યો હતો. તેમના આત્મ સૂચનથી અચેતન મને તેમને સ્વપ્નમા તે જ વસ્તુ દેખાડી હતી જે પ્રયોગકર્તાએ છુપાવી દીધી હતી. કિસે તેમના સાઈકિક ડ્રીમીંગથી તેનું યથાર્થ વર્ણન કરી બતાવ્યું હતું. ટેલિફોન બોક્ષ જેવા આકારના ખોખામાં ટેડી બેર મૂકવામાં આવ્યું છે, જે પ્રોડક્શન વર્કરે તેને એમાં મૂક્યુ હતું તેનો જન્મ નાતાલના દિવસે થયેલો છે અને તેના પિતા પોસ્ટમેન તરીકેની કામગિરી કરે છે તેવી તેમણે આપેલી માહિતી પણ સાચી પુરવાર થઈ હતી.
એરિઝોના યુનિવર્સિટીના ગેરી ઈ. સ્કવાર્ટઝ નામના સંશોધક વિજ્ઞાાનીએ તેમની પ્રિકોનિશનની શક્તિ વિશે પ્રયોગો કર્યા ત્યારે તેમને કેટલાક અજ્ઞાાત સ્થળોએ લઈ જવાયા હતા પણ તેમણે પાછલા દિવસે આવેલા સ્વપ્નોને આધારે તે ક્યા સ્થળો છે તેના નામ અને તેનું વર્ણન કરી બતાવ્યું હતું. નાઈન ઈલેવન (૯/૧૧) તરીકે ઓળખાતી આતંકવાદી હુમલાની ઘટના જે ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ બની, જેમાં આતંકવાદીઓ દ્વારા હાઈજેક કરાયેલ વિમાનોને ન્યૂયોર્કના ટિવન-ટાવર્સને અથડાવી તેમનો ધ્વંસ કરી હજારો લોકોના જાન-માલનો નાશ કરી દેવાયો હતો તે ઘટના પણ ક્રિસ રોબિન્સને ૫ ઓગસ્ટ ૨૦૦૧ના રોજ એક ડરામણા સ્વપ્ન-નાઈટમેર રૂપે દેખાઈ હતી. તેમણે તેનું વર્ણન તેમની નોંધપોથીમાં લખ્યું હતું અને તે લોકોને વંચાવ્યું પણ હતું. ક્રિસ રોબિન્સને જેવો ઘટનાક્રમ લખ્યો હતો તે પ્રમાણે જ આતંકવાદી હુમલો થયો હતો. તેમણે તેમના સ્વપ્નની માહિતી પોલીસને આપી હતી અને ૯ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ તેમણે લંડનમાં આવેલી યુએસ એમ્બેસીને પત્ર લખીને તેમના દેશમાં થનાર ભયંકર ઘટનાની આગાહી કરી સાવચેત કર્યા હતા.
૧ જૂન ૧૯૯૬ના રોજ ક્રિસ રોબિન્સનને સ્વપ્નોની હારમાળા શરૂ થઈ એમાં એક સ્વપ્નમાં એમને દેખાયું કે એક મોટા શહેરમાં આતંકવાદીઓ બોમ્બ મૂકી પાયમાલી સર્જશે. આ કાવતરું આઈ.આર.એ. (ૈંઇછ) નામની આતંકવાદી સંસ્થા ઘડશે. સ્વપ્નમાં એમને અંગ્રેજી આલ્ફાબેટનો એમ (સ્) અક્ષર વારંવાર દેખાયા કરતો હતો. તેમને ખ્યાલ નહોતો આવતો કે તે કોઈ શહેર, વિસ્તાર, વ્યક્તિ કે વસ્તુ શેનું સૂચન કરતો હતો? પણ એટલું તો સ્પષ્ટ જણાતું હતું કે તેનો સંબંધ આ ઘટના સાથે ખૂબ નિકટનો છે. પોલીસને ક્રિસની ચૈતસિક શક્તિની ખબર જ હતી. તેમણે લંડનના મુખ્ય વિસ્તારો અને મહત્વના સ્થળોએ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો જો કે થોડા દિવસો દરમિયાન કંઈ થયું નહીં.
ક્રિસ રોબિન્સને કહ્યું હતું કે આ ઘટના શનિવારના રોજ બનશે. એ રીતે એક શનિવારે માંચેસ્ટર શહેરમાં એ ઘટના બની. શહેરના હાર્દ સમા વિસ્તારનો એક શોપિંગ સેન્ટરની બહાર પાર્ક કરાયેલી એક કારમાં આઈ.આર.એ.ના આતંકવાદીઓએ મૂકેલા બોમ્બથી ભયાનક વિસ્ફોટ થયો હતો. આતંકવાદીઓએ એ વિસ્તારને ઉડાવી દેવાની ધમકી આપી હતી એટલે પોલીસે ત્યાંના અનેક લોકોને એ વિસ્તારથી દૂર ખસેડી પિકાડિલ્લિ ગાર્ડન્સ તરફ વાળી દીધા હતા. મોલ તૂટીને વેરવિખેર થઈ ગયો હતો. થોડોક વહેલો ફૂટયો હોત તો હજારો લોકોના મરણ નિપજ્યા હોત.
ક્રિસ રોબિન્સનને જે એમ અક્ષર વારંવાર દેખાતો હતો તે માન્ચેસ્ટર અને મોલ બન્નેનું સૂચન કરતો હતો. ક્રિસે ભવિષ્યવાણી કરી હતી તે પ્રમાણે બોંબ શનિવારે ફૂટયો હતો અને જે બે કલાકની અવધિ આપી હતી તે બે કલાકના ગાળામાં જ ફૂટયો હતો.
સુપર સાઈકિક સ્ટાર, ડ્રીમ ડિટેક્ટિવ ક્રિસ રોબિન્સને એમની ચૈતસિક શક્તિથી અનેક લોકોને મદદ કરી હતી. અનેક ગુમ થઈ ગયેલા લોકોને શોધી આપ્યા હતા, એ જ રીતે અમૂક ખોવાઈ ગયેલી વસ્તુઓ શોધી આપી હતી. ભવિષ્યમાં બનનારી દુર્ઘટનાનું પૂર્વકથન કરી સેંકડો લોકોના જીવ પણ બચાવ્યા હતા. આતંકવાદી હુમલા, કુદરતી હોનારતો, દુર્ઘટનાઓ અને નામાંકિત લોકોના મરણની ભવિષ્યવાણી કરનાર ક્રિસ રોબિન્સન ચૈતસિક શક્તિઓનો જીવતો જાગતો નમૂનો છે. તેમણે માઈકલ જેકસન અને પ્રિન્સેસ ઓફ વેલ્સ ડાયેનાના મરણને લગતી ભવિષ્યવાણી પણ કરી હતી જે એકદમ સાચી પડી હતી.