લવ ટ્રાયેંગલ પ્રકરણ - 4 .
- જેમ જેમ રાત જામતી ગઈ તેમ તેમ બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના એવા એવા ચહેરા આવવા લાગ્યા કે રાજ અને જીયા તો આશ્ચર્યમાં જ મુકાઈ ગયા.
- અજય નશે કી હાલત મેં સિર્ફ અંડરવેર મેં હી નીચે આ ગયા... અંકિતા ભી વૈસી હી હાલત મેં ઉસકે પીછે દોડી ઔર ચિલ્લાતી રહી અજય... અજય પ્લીઝ રુકો... અજય...
અજય વેનિટીની અંદર ગયો તે જોઈને રાજ અને જીયાને ફરી થોડું માઠું લાગ્યું પણ તેઓ પોતાનો ગુસ્સો અને પીડાને કદાચ ગળે ઉતારી ગયા. થોડીવાર રહીને બધા પોતપોતાના કામે જોડાઈ ગયા. લગભગ સાંજ પડી ગઈ બધા કામમાંથી પરવારી ગયા હતા. સેટ છોડતા પહેલાં રાજ એક મિત્રભાવે અજયને શોધવા માટે અંકિતાની વેનિટી પાસે ગયો પણ તેણે જોયું તો વેનિટી ખાલી હતી. તેને સમજાઈ ગયું કે, અજય પોતાનો કાસ્ટિંગ ટેસ્ટ આપીને જતો રહ્યો છે.
રાજ હજી વેનિટી પાસે જ ઊભો હતો ત્યાં જીયા અને સ્વેની આવ્યા. બંનેએ રાજના ખભે હાથ મુક્યો અને રાજ કંઈ બોલે તે પહેલાં જ જીયાએ ત્યાંથી જવા ઈશારો કર્યો અને ત્રણેય ચાલવા લાગ્યા. કાર્તિક અન્નાની રેસ્ટોરાં ઉપર આવીને ત્રણેયે ભોજન કર્યું અને રાતની પાર્ટીમાં જવા માટે સ્વેનીએ ડ્રેસ કોડ જણાવી દીધા. હેરીની આજ રાતની પાર્ટીનો ડ્રેસ કોડ હતો ઓવર સાઈઝ કપડાં કે પછી પજામા... રાજે હકારમાં માથું ધુણાવ્યું અને રાત્રે ૧૧ વાગ્યે સ્વેની અને જીયાના એપાર્ટમેન્ટની નીચે આવી જવાનો વાયદો કરીને ચાલતી પકડી.
રાત્રે નક્કી કર્યા પ્રમાણે રાજ મોટી ટીશર્ટ અને ટ્રેક પેન્ટ પહેરીને આવી ગયો. થોડી જ વારમાં સ્વેની અને જીયા પણ નીચે આવી ગયા. સ્વેનીને જોઈને રાજની આંખો ચાર થઈ ગઈ. દરરોજ ટીશર્ટ અને પ્લાઝોમાં ફરતી સ્વેની આજે કંઈક જુદી જ દેખાતી હતી. તેણે બેબીડોલ શોર્ટ નાઈટગાઉન પહેર્યું હતું. તેણે આ વનપીસ ઉપર સેમી ટ્રાન્સપરન્ટ નાઈટ ગાઉન ઓઢયું હતું જે માત્ર કહેવા પુરતું જ આખું હતું. બાકી ટયૂબલાઈટના પ્રકાશમાં તેની આસપાર આરામથી જોઈ શકાતું હતું. રાજ બે ઘડી તો ધબકાર જ ચુકી ગયો અને સ્વેનીના શરીરના દરેક વળાંકો ઉપર તેની નજર ફરવા લાગી હતી. પહેલી વખત માયાનગરીનો જાદુ જાણે કે તેની આંખો અને મન ઉપર થયો હોય તેમ લાગતું હતું. રાતની માદકતા હવે તેની આંખોમાં ફેલાતી જતી હતી. તે હજી સ્વેનીના દેહલાલિત્યને ઘુંટડે ઘુંટડે પી રહ્યો હતો ત્યાં જીયા પણ નીચે આવી ગઈ. જીયાએ પણ એકદમ સ્કીનટાઈટ સેન્ડો અને શોર્ટ પહેર્યું હતું. તેની ઉપર તેણે એક ઓવરસાઈઝની ટીશર્ટ નાખી રાખી હતી. રાજ આજે બંનેને જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો. જીયાની કમનીય કાયા પણ માત્ર ઓવરસાઈઝ ટીશર્ટના કારણે થોડીઘણી જ ઢંકાયેલી હતી બાકી શરીરના તમામ ઊભાર રાજને આકર્ષતા જતા હતા. રાજ આ બંનેની સુંદરતાથી મોહિત થઈ ગયો હતો...
રાજ... ઓ રાજ... ક્યાં ખોવાઈ ગયો...- જીયાએ ટહુકો કર્યો...
અં... અં.. ક્યાંય નહીં... આ તો જરા... - રાજ એટલું જ બોલી શક્યો.
બ્રો... લેટ યોર આઈઝ એન્જોય ધ બ્યૂટી... બસ તારી લાગણીઓને તારા મન સુધી જ સાચવજે... હજી તો તારે ઘણું જોવાનું અને જાણવાનું બાકી છે... આ તો તારી પહેલી પાર્ટી છે. ક્યાંક વધારે પડતો વહી ન જતો કે અમારે તને છોડાવવો પડે અથવા તો આપણે બધા જ ફસાઈ જઈએ... મુંબઈમાં રાતની સુંદરતા, માદકતા, મોહકતા અને સુંવાળપ એવી નશાકારક છે કે, તેની અસર બીજા દિવસે સવારે સમજાય છે અને ત્યારે માણસ કશું જ કરી શકતો નથી. બોય્ઝ, બેબ્ઝ એન્ડ બુઝ આ બધું અહીંયા ખૂબ જ કોમન છે. આજે પહેલી પાર્ટી છે, બંને જણા થોડું સાચવજો -સ્વેનીએ રાજના બમ ઉપર હાથ વડે થપાટ મારતા કહ્યું.
અરે... એવું કંઈ નથી યાર... આ તો તમને લોકોને આવી રીતે પહેલી વખત જોયા એટલે થોડો... યુ નો.. - રાજે બચાવ કરતા કહ્યું.
આઈ નો વેરી વેલ રાજ... તે હજી અમને બંનેને જ જોયા છે... તારે હજી બીજું ઘણું જોવાનું છે.... અજય કંઈ એમ જ નથી વહી ગયો.. તેણે પણ આવું ઘણું જોયું હશે અને હવે તો જાણ્યું અને માણ્યું પણ હશે. એની વે લેટ્સ ગો... બહાર ટેક્સી આવી ગઈ છે. હજી આપણને એ જગ્યાએ પહોંચતા લગભગ કલાક થશે- સ્વેનીએ જીયાનો હાથ પકડયો અને બોલતી બોલતી આગળ ચાલવા લાગી. રાજ પણ તેની પાછળ પાછળ એપાર્ટમેન્ટની બહાર આવ્યો.
લગભગ કલાક પછી તેઓ જ્યાં પાર્ટી હતી જે જગ્યા ઉપર પહોંચ્યા. બહાર દરવાજે તેમનું ચેકિંગ કરવામાં આવ્યું. દરેકના મોબાઈલ ફોન બહાર સિક્યોરિટી કાઉન્ટર ઉપર જમા કરાવવામાં આવતા હતા. રાજ અને સ્વેનીએ પોતાના મોબાઈલ આપી દીધા. ત્રણેયના હાથ ઉપર એક-એક બેન્ડ બાંધવામાં આવ્યો. પાર્ટીમાં અંદર જવા માટેનો તે એક્સેસ બેન્ડ હતો. તેઓ હજી અંદર જતા હતા ત્યાં જ એક રોલ્સ રોયસ કાર આવી. તેને જોઈને ત્રણેય જણા ઊભા રહી ગયા. રોલ્સ રોયસ કાર દરવાજે ઊભી રહી. તેમાંથી રૂહી પંજાબી અને આફતાબ નીચે ઉતર્યા. રૂહીને જોઈને તો રાજનું મોઢું જ ખુલ્લું રહી ગયું.
અંકિતાની સિરીયલમાં સંસ્કારી પુત્રવધુનો રોલ કરનારી રૂહી અત્યારે બધા જ સંસ્કાર મુંબઈના દરિયામાં વહાવીને આવી હોય તેમ લાગતું હતું. રૂહીએ એક ઓવરસાઈઝ ટીશર્ટ પહેરી હતી. તેનું ગળું એટલું મોટું હતું કે, જમણી તરફથી તે સરકીને ખભાથી પણ નીચે આવી જતી હતી જેમાંથી તેના ઉન્નત ઉરોજ સ્પષ્ટ દેખાતા હતા. ઓવરસાઈઝ ટીશર્ટ માત્ર ઉપરથી જ ઓવરસાઈઝ હતી. નીચેથી તો તે ટુંકી જ હતી અને જેના કારણે તેની જાંઘ સુધી પણ તે પહોંચી નહોતી. ટુ પીસ બીકીની ઉપર તે ટીશર્ટ નાખીને આવી હતી તે સમજાઈ જાય તેમ હતું.
રાજ અને જીયા માટે તો હવે આ બધું કલ્પના બહાર જતું હતું. રૂહીએ કારમાંથી ઉતરતાની સાથે જ આફતાબને એક કિસ કરી અને તેના ખિસ્સામાંથી કોઈ ગોળી કાઢીને મોઢામાં મુકી. આફતાબ મલકાતો મલકાતો સિક્યોરિટી ચેક પાસે પહોંચી ગયો. રૂહીને જોડે આવેલો આફતાબ કોઈ બુલડોગને કપડાં પહેરાવીને ફરવા લાવ્યા હોય તેમ લાગતો હતો. કાબરચિતરા કાપડનો શર્ટ જેના બટન હશે કે નહીં તે ખબર નહોતી પણ પોતાના સિક્સપેક બતાવવા માટે તેણે બટન બંધ કર્યા નહોતા. તેની નીચે એવા જ કાપડનું શોર્ટ્સ પહેર્યું હતું. પગમાં સ્લીપર પહેર્યા હતા. ખરેખર નાઈટ મોડમાં જ આવ્યો હતો.
પાર્ટી કોઈ ફાર્મ હાઉસ ઉપર હતી. તેના કારણે ફાર્મ હાઉસના મુખ્ય દરવાજે પણ મ્યુઝીક સંભળાતું હતું. મ્યુઝીકના તાલ ઉપર આફતાબ તો ત્યાં જ નાચવા લાગ્યો અને મોબઈલ સિક્યોરિટી પર્સનને આપીને નાચતો નાચતો અમારા ત્રણેયની પાસેથી પસાર થઈ ગયો. રૂહી ધીમે ધીમે અમારી નજીક આવી. તેણે અમારા ત્રણેયની ઉપર એક નજર કરી અને સ્વેનીના ખભે હાથ મુક્યો.
યુ લુક સો બ્યૂટિફુલ બેબ્ઝ... હોટ... એન્ડ હેપનિંગ... વ્હાય ડોન્ટ યુ ટ્રાય એક્ટિંગ લાઈક મી... યુ સ્ટિલ હેડ અ ચાન્સ... શિવાંગી કે સાથ રહકર ભી તુમ મેકઅપ કે અલાવા કુછ શીખ નહીં પાઈ... શિવાંગી કહાં હૈ ઔર તુમ કહાં રહ ગઈ હો... એન્ડ લુક એટ મી... વી સ્ટાર્ટેડ અવર જર્ની સાયમલટેનિયસલી... - રૂહીએ કહ્યું.
લિસન રૂહી... તેરે ઔર શિવાંગી જૈસા ટેલેન્ટ મુઝમે નહીં હૈ... મેકઅપ કે સાથ મેરા ટેલેન્ટ શુરૂ હોતા હૈ ઔર વહીં પે ખતમ... તુમ્હારા ટેલેન્ટ તો શૂટિંગમેં મેકઅપ કે બાદ દિખતા નહીં પર પેકઅપ કે બાદ હોટેલ મેં જ્યાદા દિખાઈ દેતા ઔર સુનાઈ દેતા હૈ... જબ શૂટ હોતા હૈ તો શર્મીલી ઔર સંસ્કારી બહુ બન કર વિક્રમ બાબુજી કે પૈર દબાતી હૈ ઔર રાત કો વો હી વિક્રમ બાબુજી તુઝે... ઔર સુનના હૈ તેરે ટેલેન્ટ કે બારે મેં ઈન લોગો કે સામને... - સ્વેની ભડકી ગઈ.
યુ બીચ... ડોન્ટ ક્રોસ યોર લિમીટ - રૂહીએ રીતસરની ગાળ દીધી....
એ...આઈટમ.... અપની અંગ્રેજી કો કાબુ મેં રખ... વરના તેરા કેરેક્ટર યહાં પે નંગા કર દુંગી... અજીત દા કે સાથ રોમાન્સ કરના હૈ, વિક્રમ બુઢ્ઢે કે સાથ સોના હૈ... ઔર અબ યે આફતાબ... યે સાલા લોંડિયાબાઝ હૈ... અપની મહંગી ગાડીમે લાયેગા... મહંગી શરાબ પિલાયેગા ઔર મહેંગે હોટેલ કે બિસ્તર પે લે જાયેગા... યે કુત્તે કો ઔર ક્યા આતા હૈ... ઔર આજ કા શિકાર તુ હૈ... લીખકર લેલે... ચલ નીકલ.... - સ્વેનીએ રૂહીને રીતસરને ધક્કો માર્યો.
રૂહી ગુસ્સો કરતા કરતા જતી રહી અને રાજ તથા જીયા તો સ્વેનીને ફાટી આંખે જોતા રહ્યા. રૂહીના ગયા પછી એ ત્રણેય અંદર ગયા. અંદરનું દ્રશ્ય જોઈને રાજ અને જીયા તો સાચી દુનિયા જ ભુલી ગયા. ટીવી અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના કહેવાતા મોટા મોટા લોકો ભાન ભુલીને નશામાં ધૂત ફરી રહ્યા હતા. કોઈના હાથમાં દારૂનો ગ્લાસ તો કોઈના હાથમાં બીજા કોઈનો હાથ. સ્વિમિંગપુલમાં પણ કોણ કોની સાથે પડયું હતું એનું જાણે કે કોઈને ભાન જ નહોતું.
સ્વેનીએ એક ખુણામાં રહેલી શિવાંગી સાથે બંનેની મુલાકાત કરાવી. આ બધા ઓપન વાઈન બાર પાસે ઊભા હતા. શિવાંગીએ ઈશારો કરીને બાર ટેન્ડરને ચાર પેગ બનાવવાનું કહ્યું. રાજ અને જીયાએ ના પાડી દીધી. પેલાએ ચાર પેગ આપ્યા પણ તેમાંથી ત્રણ તો શિવાંગી જ પી ગઈ. એક પેગ સ્વેનીએ પીધો. રાજ અને જીયા આ અંધારી દુનિયામાં થતા ઝબકારાને જ જોઈ રહ્યા હતા.
ગો... એન્ડ એન્જોય યોર લાઈફ... ડોન્ટ હેઝિટેટ... શિવાંગીએ બંનેને સહેજ ધક્કો માર્યો અને આગળ કર્યા... એ ચારેય હસી પડયા.
રાજ અને જીયા એકબીજાનો હાથ પકડીને આમ તેમ ફરવા લાગ્યા. રાજ અને જીયા કદાચ આ માદકતામાં રંગાઈ ગયા હોય એમ લાગતું હતું. ધીમે ધીમે બંનેની હાથની પકડ વધારે મજબુત થઈ રહી હતી અને ધીમે ધીમે બંને સ્વિમિંગપુલ તરફ ગયા. બંને મોકટેલનો ગ્લાસ લઈને સ્વિમિંગપુલના એક ખુણામાં બેસી ગયા. પાણીમાં પગ નાખીને ધીમે ધીમે મોકટેલ અને એકબીજાની સંગત માણવા લાગ્યા.
હજી તો અડધો કલાક જ થયો હશે ત્યાં બધા ચિચિયારીઓ પાડવા લાગ્યા. બધાની નજર એ ચિચિયારીઓ તરફ ગઈ. રાજ અને જીયા પણ પોતાની જગ્યાએથી ઊભા થઈને એ દિશામાં જોવા લાગ્યા. બોલિવૂડનો સુપર સ્ટાર અલ્તમાસ ખાન માત્ર શોર્ટ્સ પહેરીને ચાલતો ચાલતો આવતો હતો. તેની આસપાસ પાંચથી સાત છોકરીઓ માત્ર ટુપીસ બિકિનીમાં સજ્જ થયેલી હતી. દરેકના હાથમાં મોટીમોટી પિચકારીઓ હતી જેમાંથી તે દારૂ ઉડાડતી હતી.
બધાએ ચિચિયારીઓ પાડીને અલ્તમાસને વધાવી લીધો. જેમ જેમ રાત જામતી ગઈ તેમ તેમ બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના એવા એવા ચહેરા આવવા લાગ્યા કે રાજ અને જીયા તો આશ્ચર્યમાં જ મુકાઈ ગયા. જો કે હવે તેમનું આશ્ચર્ય પણ પાર્ટીના માહોલમાં તેમની શરમની જેમ ધીમે ધીમે વરાળ બની રહ્યું હતું. બંને જણા એકબીજાની કમરમાં હાથ નાખીને ફરવા લાગ્યા હતા. રાજ કરતા પણ જીયાને આ પાર્ટીનો નશો વધારે ચડયો હતો. તેણે થોડી વધારે જ છુટછાટ લઈ લીધી હતી અને કદાચ આપી પણ દીધી હતી. તેણે બે-ત્રણ વખત તો રાજના ગાલ ઉપર કિસ કરી લીધી હતી. રાજને આનંદ અને આશ્ચર્ય બંને થતા હતા પણ હવે તે પણ વિચારવાને બદલે જે મળ્યું છે તેને માણવાનું વધારે પસંદ કરવા લાગ્યો.
બંને જણા આખા ફાર્મ હાઉસમાં ફરવા લાગ્યા અને બધું જોવા લાગ્યા. રાજ અને જીયા ફાર્મ હાઉસના પહેલામાળે પહોંચ્યા અને ત્યાં જઈને તેમના તમામ આશ્ચર્યો, મર્યાદાઓ અને ધારણાઓનું બાષ્પીભવન જ થઈ ગયું. બંનેએ જોયું તો એક ખુણામાં સુહાની અને નવોદિત એક્ટર હિમાંશ એકબીજાને ગાઢ આલિંગન આપીને પડયા હતા. બંને કિસ કરવામાં એવા મશગુલ થઈ ગયા હતા કે, તેમને ખબર જ નહોતી કે આસપાસ કોઈ આવે છે કે તેઓ ક્યાં છે. કદાચ દારૂ અને સેક્સના નશામાં તેઓ વધારે પડતા ડૂબી ગયા હતા. રાજ અને જીયા ત્યાંથી આગળ વધ્યા અને જોયું કે, એક રૂમનો દરવાજો સહેજ ખુલ્લો હતો. તેમણે ધીમે રહીને તેમાં નજર કરી તો સાવ દંગ રહી ગયા. અંદર તો ડ્રગ્સની મહેફિલ ચાલતી હતી. પાઉડર, ગોળીઓ, સિરિંજ, સિરપ અને બીજું ઘણું બધું ત્યાં પડેલું હતું.
નવાઈની વાત એ હતી કે, આ પાર્ટીની અંદર પણ ડ્રગ્સની એક પ્રાઈવેટ પાર્ટી ચાલતી હતી જેનો સંચાલક હતો બોલિવૂડનો સૌથી મોટો ડાયરેક્ટર-પ્રોડયુસર. લગ્નના વીસ વર્ષે છુટાછેડા લઈને લબરમુછીયા સાથે લિવઈનમાં રહેનારી એક હિરોઈન તો એ ડાયરેક્ટરના ખોળામાં જ બેઠી હતી. બંને એકબીજાને પાઉડર સુંઘાડતા જતા હતા. બીજી તરફ સોફાની સાઈડમાં તનવીર, સુબોધ, સુપ્રિયા, અંગના, કીત અને તરુણ જેવા સ્ટાર કિડ્ઝ કે જે હવે મેઈન સ્ટ્રીમ એક્ટર્સ થઈ ગયા હતા તે પણ નશાની હાલતમાં પડયા હતા. બોલિવૂડમાં એક્શન હીરો અને ખાસ કરીને આર્મીના રોલમાં ફેમસ થયેલો ધર્મવીર પણ ડ્રગ્સના ઓવરડોઝમાં હોય તેમ લાગતો હતો. તે એક ખૂણામાં એકલો એકલો નાચતો હતો. દિવાલની સામે જોઈને કંઈક બોલ્યે જતો હતો અને નાચતો જતો હતો.
રાજ અને જીયા આ બધું જોઈને આગળ વધ્યા અને સીડી પાસે પહોંચ્યા ત્યાં વધુ બે રૂમ દેખાયા. રૂમના દરવાજા બંધ હતા પણ બારીમાંથી થોડું ઘણું દેખાતું હતું. એક રૂમમાં ડાયરેક્ટર મુકેશ અને સ્ટ્રગલિંગ એક્ટ્રેસ મુગ્ધા હતા. બંનેના શરીર ઉપર એકપણ વ નહોતું અને મુકેશ પોતાની ફિલ્મોમાં જે બતાવતો આવ્યો છે તેનાથી પણ બિભત્સ સ્થિતિમાં બંને હતા. તેઓ આગળ વધ્યા તો બીજા રૂમમાં ચિરપરિચિત ચહેરા દેખાયા. ત્યાં જે ચાલી રહ્યું હતું તે રાજે વેનિટિ વાનમાં પણ જોયેલું હતું. બંને પાત્રો પણ એ જ હતા, અંકિતા અને અજય. જો કે આ વખતે જીયાએ પણ એ બધું જ જોઈ લીધું જે અત્યાર સુધી માત્ર ચર્ચાતું હતું.
બંને દોડીને નીચે આવ્યા તો તેમનો ભેટો સ્વેની સાથે થયો. સ્વેનીએ તેમને બોબી અને કિટ્ટુ સાથે ઓળખાણ કરાવી. બોબી અને કિટ્ટુ બોલિવૂડના જાણીતા ફેશન ડિઝાઈનર ડુગ્ગુ આહલુવાલિયાના આસિસ્ટન્ટ હતા. દેખીતી રીતે બંને સામાન્ય દેખાતા હતા પણ બંને ગે હતા. કિટ્ટુ વાતો કરવા દરમિયાન રાજના શરીરને ખૂબ જ વિચિત્ર રીતે જોતો હતો અને તેણે એક-બે વખત રાજના બમ ઉપર પણ હાથ ફેરવ્યો. રાજે તેને સહેજ ધક્કો માર્યો અને થોડે દૂર જઈને ઊભો રહ્યો.
રાજે જે કર્યું તે સ્વેની સમજી ગઈ અને તે પણ બંનેથી થોડી દૂર આવીને ઊભી રહી. બોબી અને કિટ્ટુ દારૂનો ગ્લાસ લઈને નાચતા નાચતા ત્યાંથી દૂર જતા રહ્યા. રાજ અને જીયાના હાથમાં મોકટેલનો એક એક ગ્લાસ આપીને સ્વેની બોલી,
દોસ્તો એન્જોય યોર નાઈટ... ફીર કભી ઐસી પાર્ટીમેં આને કો મિલેગા યા નહીં વો પતા નહીં... સો લિવ ધ મોમેન્ટ...
ત્રણેયે ગ્લાસ ટકરાવ્યા અને એક જ ઘુંટડે ગળે ઉતારી ગયા. રાજ અને જીયાને થોડો ઝટકો લાગ્યો. આ મોકટેલ પહેલાં પીધું હતું તેના કરતા કંઈક અલગ હતું. તેમને થોડું આશ્ચર્ય થયું અને થોડી મજા પણ આવી. સ્વેનીએ તેમના માટે ફરીથી એક-એક ગ્લાસ મંગાવ્યા અને ત્રણેય ફરીથી મોકટેલને પેટમાં પધરાવી ગયા.
બે ગ્લાસ પીધા પછી હવે રાજ અને જીયા ઉપર રાતનો ખુમાર ચડવા લાગ્યો હતો. સ્વેની પણ મ્યુઝીકના તાલે ઝુમવા લાગી હતી. સ્વેનીએ ધીમે રહીને પોતાનું ગાઉન કાઢયું અને રાજ સામે ડાન્સ કરવા લાગી. સ્વેનીને જોઈને રાજ થોડો વધારે ઉત્તેજીત થઈ ગયો. તેણે સ્વેનીને કમરમાંથી પકડી અને નાચવા લાગ્યો. સ્વેનીને પણ કદાચ વાંધો નહોતો. જીયા પણ નાચતી જતી હતી અને મોકટેલ પીતી જતી હતી. તેણે બીજા બે-ત્રણ નાના ગ્લાસ પી લીધા હતા. તે હવે કાબુ બહાર જઈ રહી હતી. બાર પાસેથી ગ્લાસમાં મોકટેલ પીતી પીતી તે રાજની નજીક આવી અને સ્વેનીને તેની પાસેથી હડસેલી દીધી. તેણે પોતાની ટીશર્ટ કાઢી અને રાજને ચોંટી પડી. જીયાનું આકર્ષક ફિગર જોઈને રાજ પણ ઉત્તેજીત થઈ ગયો. તેણે જીયાને લઈને સીધો જ સ્વિમિંગપુલમાં કુદકો માર્યો. પાણીની એક છાલક ઉડી અને બધાએ ચિચિયારીઓ પાડી. લોકો નશામાં નાચતા જતા હતા.
રાજને અને જીયાને નશો થોડો વધારે જ ચડી ગયો હતો. રાજે સ્વિમિંગપુલના એક ખુણામાં જીયાને પકડી રાખી હતી. બંને પાણીમાં ધીમે ધીમે નાચતા જતા હતા. રાજ જીયાના મોઢાની એકદમ નજીક આવી ગયો અને તેના ભીના ભીના હોઠ ઉપર એક તસતસતું ચુંબન કરી દીધું. જીયાને પણ કદાચ આ જ જોઈતું હતું, તેને નશામાં જરાય ભાન નહોતું. તેણે રાજનું માથું પકડી લીધું અને કિસનો જવાબ જાણે કે કિસથી જ આપવા લાગી. બંને ક્યાંય સુધી આ રીતે એકબીજા સાથે ચોંટેલા રહ્યા.
ધીમે ધીમે તેમનો સંયમ ઓછો થતો જતો હતો અને ઉન્માદ વધતો જતો હતો. રાજે હવે જીયાના શરીરના દરેક સુંવાળા વળાંકો ઉપર હાથ ફેરવવાનું શરૂ કરી દીધું હતું. જીયા પણ તેનો વિરોધ કરતી નહોતી. આ બધા વચ્ચે સ્વેની પાણીમાં કુદી અને બંનેને જુદા પડયા.
તમારા લોકોની સ્થિતિ જોઈને લાગતું નથી કે તમે ઈન્ડસ્ટ્રીમાં નવા નવા છો અને આ તમારી પહેલી પાર્ટી છે. જસ્ટ ગો હોમ એન્ડ એન્જોય એટ યોર કન્વિનિયન્સ... યહાં પે કુછ હો જાયે ઈસસે પહલે ઘર ચલે જાઓ..- સ્વેનીએ એટલું કહેતાં જ રાજના હાથમાં તેના અપાર્ટમેન્ટની ચાવી મુકી દીધી.
રાજ જીયાને લઈને ફાર્મ હાઉસના પાકગમાં આવ્યો. ત્યાં ડ્રાઈવર ઊભો જ હતો. બંનેને આવેલા જોઈને તેણે ગાડી કાઢી અને બંને તેમાં ગોઠવાઈ ગયા. રાજ હજી પણ નશામાં હતો અને પાછળની સીટ ઉપર બેઠો બેઠો જીયાને અડપલાં કરતો હતો. જીયા પણ તેનો વિરોધ કરતી નહોતી અને બંને મોટે મોટેથી ગીતો ગાતા હતા.
સવારના ત્રણ વાગવા આવ્યા હતા તેથી ટ્રાફિક નહીવત હતો અને રસ્તા ખુલ્લા હતા તેથી તેઓ ઝડપથી ઘરે પહોંચી ગયા.
ડ્રાઈવર તેમને મૂકીને પાછો ફાર્મ હાઉસ તરફ નીકળી ગયો. રાજ અને જીયા ફ્લેટ તરફ ચાલવા લાગ્યા...
બંને હજી પાકગમાં જ પહોંચ્યા અને એલિવેટરની રાહ જોતા હતા ત્યાં જ રાજે જીયાને જોરથી પોતાની તરફ ખેંચી લીધી. તેને કમરેથી પકડીને તેને એક લિપ કિસ કરી દીધી. જીયાએ પણ સામે એવો જ જવાબ આપી દીધો.
એલિવેટર આવ્યું એટલે બંને જુદા પડયા અને અંદર દાખલ થયા. જીયાએ સાતમા માળનું બટન દબાવ્યું અને ગીત ગાવા લાગી...
કલ સબહ સોચેંગે જો આજ રાત કિયા... કલ સુબહ ગીન લેંગે સારી ગલતિયા.. તુ મેરા અભી હો જાના અજનબી ફીર હમ મિલેંગે ના કભી...
ત્યાં જ લિફ્ટ સાતમા માળે પહોંચી ગઈ. બહાર આવતાની સાથે જ રાજે જીયાને ઉચકી લીધી. બંને અપાર્ટમેન્ટના દરવાજેે પહોંચ્યા. જીયાએ દરવાજો ખોલ્યો અને બંને અંદર જતા રહ્યા.
સવારે અગીયાર વાગ્યે સ્વેની એપાર્ટમેન્ટ પહોંચી ત્યાં સુધી બંને જણા ઉંઘતા હતા. બંનેના શરીર ઉપર એકપણ વ નહોતું. સ્વેનીએ બંનેને બ્લેન્કેટ ઓઢાઢયો અને જગાડયા.
સો ફ્રેન્ડ્સ.... વેલકમ ટુ બોલિવૂડ ઈન્ડસ્ટ્રી... ઈન યોર ફર્સ્ટ પાર્ટી યુ લુઝ ઓલ કાઈન્ડ ઓફ વજનિટી... વેરી વેલ ડન... અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ... ઔર આપ લોગોને તો મજે લેને શુરુ કર દીયે... બઢીયા...
સાલો શામ તક શરીફ બનકર ઘુમ રહે થે ઔર પાર્ટી કે બાદ નંગે ભી હો ગયે... ઔર ક્યા દિખાના બાકી હૈ... સાલો અજય કો ગાલીયાં દેતે થે... દોસ્તી કી બાતે કરતે થે ઔર આજ દોનો ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ બન ગયે... બહોત અચ્છે.. - સ્વેનીએ પાણીની બોટલ બંને તરફ ધરતા કહ્યું.
યુ ગાયઝ આર એન્જોઈંગ હીયર એન્ડ... તુમ્હે પતા હૈ... વહાં અજય કે સાથ ક્યા હુઆ...
અજય નશે કી હાલત મેં સિર્ફ અંડરવેર મેં હી નીચે આ ગયા... અંકિતા ભી વૈસી હી હાલત મેં ઉસકે પીછે દોડી આઈ... ઔર ચિલ્લાતી રહી અજય... અજય પ્લીઝ રુકો... અજય...
(ક્રમશ:)