Get The App

ડૉગની સારસંભાર માટે જરૂરી ટિપ્સ .

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News
ડૉગની સારસંભાર માટે જરૂરી ટિપ્સ                    . 1 - image


ત મે જ્યારે પણ ઘરમાં ડૉગ વસાવો ત્યારે પ્રાણીઓના ડૉક્ટર પાસે તેને ચેક કરાવી લ્યો. તેની જરૂરી રસીઓ ડૉક્ટર નક્કી કરશે તેમની સૂચના પ્રમાણે આ રસીઓ દર વર્ષે તમારે ડૉગને આપવાની હોય છે તે યાદ રાખો. જો તમે રસી અપાવવાનું ચૂક્યા તો તમારો ડૉગ ભયંકર બિમારીમાં સપડાઈ શકે છે અને ઘણીવાર તેને ખોવાનો વારો આવે છે. ગલુડીયું મોટું થાય તો પણ રસીકરણ કાર્યક્રમ તમારે જિંદગીભર ચાલુ રાખવાનો છે. આ સાથે દર બે-ત્રણ મહિને તમારે ડૉગના પેટમાં થતાં કરમિયાંને મારવાની ગોળી પણ આપવી પડશે.

કેટલાંક રોગો અને વેક્સિનના નામો યાદ રાખજો. કેનાઈન ડિસ્ટેમ્પર, કેનાઈન વાયરલ હિપેટાઈટીસ, કેનાઈન લેપ્ટોસ્પાયરોસિસ, કેનાઈન પાર્વો વાયરસ, રેબિસ (હડકવું) આ બધા જ રોગોની એક રસી ગલુડિયું ૮-૧૦ અઠવાડિયાનું થાય એટલે આપવી પડે. ઘણીવાર પાર્વો વાયરસની વેક્સિન અલગથી આપવી પડે. આ વાયરસ ઘાતક છે.

હવે બજારમાં મલ્ટીપલ વેક્સિન આવી છે. જે અનેક અગત્યના રોગો જેવાં કે એડીનો વાયરસ, પેરાઈન્ફલુએન્ઝા સામે ઈમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકાર શક્તિ આપે છે. આ વાયરસ ડિસ્ટેમ્પર જેવા ચિન્હો રજુ કરે છે.

ડિસ્ટેમ્પર સામે રક્ષણ આપવા તમારા ડૉક્ટર 'મીઝલ્સ' વેક્સિન આપશે. આ બધી વેક્સિન તમારા વૉલેટમાં હજાર રૂપિયાનું કાણું પડી શકે છે પણ પ્રેમમાં હિસાબ ગણવાનું ભૂલી જવાનું. ડૉગ તમારૃં બાળક છે એટલે એને શ્રેષ્ઠ ભોજન, શ્રેષ્ઠ શેમ્પુ, શ્રેષ્ઠ દવા અને ડૉક્ટર પણ શ્રેષ્ઠ જ આપવાનો. ૨૪ કલાક તાજું પાણી અને સમયસરનું ભોજન આપવું. એ માંગશે નહિ પણ એની આંખ જોતા શીખી જજો.  

તમારા ફોનમાં બે વેટના ફોન નંબર અને ટાઈમિંગ હોવા જરૂરી છે. દરેક ઋતુમાં ડૉગની કાળજી લેવાની રીત વાંચન અને ચર્ચાથી શીખી લેજો. આજુબાજુ ડૉગ-ગુ્રપ હોય તો જોડાઈ જજો. જેટલું તમારામાં ડૉગ વિશેનું જ્ઞાન રહેશે તમે ડૉગને ફેરવવા લઈ જાવ અને કામવાળો તેને ફરવા લઈ જાય એમાં આસમાન જમીનનો ફર્ક છે. તમને કોઈ ડૉગ પ્રેમી ડૉગ વૉકર મળી જાય તો અલગ વાત છે. ડૉગ ધૂળમાં ચાલતા હોવાથી તેના પગમાં કે મોંમા રોગકારક બેક્ટેરિયા વાયરસ ચોંટી શકે છે તેને ફૂગના રોગો પણ થઈ શકે છે. એટલે તેને માટે એન્ટી-ટીક શેમ્પુ કે પાવડર વાપરવા જરૂરી છે. સમયાંતરે એના નખ, વાળ પણ તમારે કપાવવા પડશે. 

ડૉગ યુવાન હોય ત્યારે એના દાંત પણ ચેક કરાવતા રહેવું. દાંતની સારવાર માટે તેને બેભાન પણ કરવો પડે છે. મોટી ઊંમરે એ શક્ય નથી એટલે ચાવવાની સ્ટીક એને આપવી જરૂરી છે. જેમ દૂર ફરવા જવા માટે કારને ચેક કરાવવી પડે તેમ ડૉગને પણ ડૉક્ટર પાસે લઈ જવો પડશે. એને માટે વેક્સિન અને ફિટનેસ સર્ટિફિકેટ લેવા પડશે. એન્ટી-વોમિટિંગ મેડિસિન પણ સાથે રાખવી પડશે. ઊનાળામાં બરફના ટુકડા અને ભીના ટુવાલની જરૂર પડશે જ્યારે શિયાળામાં ગરમ ગાદી અને સ્વેટરની જરૂર રહેશે. ચોમાસામાં રેઈનકોટ અને પગમાં બુટ પણ જોઈશે. ડૉગ ઊછેરવા માટે ભારે શિસ્તની જરૂર છે એ હવે સમજાયુંને?

Tags :