- ઈશ્વર અંચેલીકર
- સર...! આઈ એમ ફેડ અપ વીથ ધ પોલીટીક્સ ઓફ ધીસ કોલેજ. આપણી કંપની સેક્રેટરી મેરોનીયા મેડમ મારી વિરૂદ્ધ સ્ટાફ, સ્ટુડન્ટ વિગેરેમાં ગંદી વાતો ફેલાવે છે!
ટી વી ચેનલની મશહૂર એંકર વિશાલાક્ષી પોતાના રંગદર્શન બંગલામાં પ્રવેશી દીવાલ ઉપર લટકતી એના સ્વર્ગસ્થ પિતા, અનુચંદ્રની તસવીરને એણે વંદન કર્યા અને ભીની આંખ લૂછતી, એ સોફા ઉપર બેઠી. પાણીનો ગ્લાસ લઈને રામલાલ એની પાસે આવી બોલ્યો,
'બેટી, અનુચંદ્ર તો દેવ સમાન અમર આત્મા છે, એણે મને આ ઘરનો નોકર નહીં, એનો નાનો ભાઈ માન્યો હતો. એમના ગયાને ત્રણ મહિના થયા, છતાં એ ભૂલાતા નથી.'
'હા, કાકા...! સાચી વાત છે.' કહી વિશાલાક્ષી ઉઠી, અને બોલી, 'કાકા ખાવાનું શું બનાવ્યું છે...? ભૂખ બહુ લાગી છે.' અ...ને... એણે વાતાવરણ હળવું કરવા, બનાવટી હાસ્ય કર્યું.
ડીનરને ન્યાય આપી, વિશાલાક્ષી ઉઠીને પોતાના કમરામાં આવી. એણે એના લેપટોપ પાસે એક એન્વેલોપ જોયું. 'એ સ્વગત બોલી, આ તો કોઈક લોયરની લીગલ નોટીસ લાગે છે...? શું, મારા પ્રાઇમ ટાઇમમાં, કોઈકનું મેં કૌભાંડ ખુલ્લું પાડયું હશે એની નોટિસ હશે?! ના... ના...! એવી નોટીસ તો ટીવી ચેનલ ઓફિસે આવતી હોય છે.'
વિશાલાક્ષીએ એન્વેલોપ ખોલ્યું. એ આખી નોટીસનાં શબ્દો સડસડાટ વાંચી ગઈ... એ સ્વગત બોલી, 'ઓહ તો આ કોઈ મેરોનીયાની નોટીસ છે. એ પોતાને મારા પિતા અનુચંદ્રની પત્ની બતાવે છે... ! પણ મારા પપ્પા તો કહેતા હતા, કે મારી મમ્મી તો વર્ષો પહેલાં ગુજરી ગઈ હતી...! પિતાનાં દેહાંત પછી એણે એના લોયર મારફતે આ મિલ્કત, બેંક બેલેન્સ, ફાર્મ વિગેરે ઉપર પોતાનો કાનૂની હક્ક માગ્યો છે... શું એને ખબર નહીં હશે કે દીકરીનાં સંબંધે, હું આ ફરિયાદીની દીકરી થઈ...! પપ્પાનાં દેહાંત સમયે, કે તે પછી આજસુધી જે આવી નથી, એ લાલચુ સ્ત્રી આજે મારા સુખી જીવનમાં અંગારા વેરવા આવી છે? અરે મેરોનીયા, તે પ્રેમથી મિલ્કત માંગી હોત, તો હું હસતા મુખે આપી દેત... અમૃતવાણીનો આસરો લેવાને બદલે તે અંગારા સમાન આ કાનૂની નોટીસ દ્વારા દાવ પેચ રમવાનો નિર્ણય લીધો છે.' અચાનક રામુકાકાએ એના બારણે દસ્તક દીધા. એ બોલ્યા.
'બેટી, હું જરા બહાર જઈને આવું... શાક ભાજી લાવવાનાં છે...'
'અરે રામુકાકા, તમે કોઈ મેરોનિયાને ઓળખો છો? મારી ગેરહાજરીમાં એ પપ્પાને મળવા આવી હતી...?' વિશાલાક્ષી બોલી...
'ના... બેટા...! મેં આ બહેનનું નામ ના તો અનુચંદ્ર પાસે સાંભળ્યું હતું કે ના એમના મિત્રો પાસે સાંભળ્યું છે...! વીસ વર્ષથી હું તારા પપ્પા સાથે રહું છું. પપ્પા ઈંગ્લેંડથી અહીં આવ્યા, ત્યારે તું સાતેક વર્ષની હતી. હું ત્યારથી તમારા બન્ને સાથે રહું છું...' રામુકાકાએ ઉત્તર આપ્યો.
'કાકા..., આ મેરોનીયા પોતાને પપ્પાની પત્ની બતાવી, પપ્પાની બધી મિલ્કત ઉપર હક્ક માંગે છે...! પપ્પાની અબજો રૂપિયાની સંપત્તિ ઉપર એ એનો ગેરકાનૂની કબજો જમાવવા માંગે છે...! કાકા... આ બાઈ કોઈક તકસાધુ લાગે છે. પપ્પા ગયાને ત્રણ મહિના પછી એ અળસિયાની જેમ બહાર નીકળી છે...' વિશાલાક્ષી બોલી...
'બેટી, તે અનુચંદ્રની તિજોરી, કબાટ, ટેબલ બધું જોયું છે, કે નહીં. એમણે પાંચેક વર્ષ પહેલાં વસીયતનામું બનાવ્યું હતું. સાક્ષી તરીકે મારી અને તારા કાકાની સહી લીધી હતી... અમે બંન્ને કોર્ટમાં પણ ગયા હતા... તારા કાકા પણ ગુજરી ગયા છે...! તે પછી તું ઈંગ્લેંડ ભણવા ગઈ હતી... કદાચ અનુચંદ્ર તને આ વાત જણાવવાનું ભૂલી ગયા હશે.' રામલાલ બોલ્યો...
રામલાલ બહાર જતાં એ બિછાનામાં આડી પડી. એ સ્વગત બોલી, 'પપ્પા મને ઈંગ્લેંડથી ઈન્ડીયા લઈને આવ્યા હતા, એ મને યાદ છે. જર્નાલીઝમમાં માસ્ટર્સ કરવા ફરીથી ઈંગ્લેંડ મોકલી હતી, તે પણ યાદ છે...! પ... પણ... આ મેરોનીયાનું ભૂત ક્યાંથી ટપડયું, એ સમજાતું નથી...! રામુકાકા કહે છે, એ પ્રમાણે પપ્પાનાં બધા કાગળો તો મેં જોયાં હતાં...! પરંતુ એમાં વસિયતનામું તો જોવા મળ્યું નહીં હતું. મારા વકીલ, મિ. હર્ષવર્ધને પપ્પાનાં ડેથ સર્ટીફીકેટનાં આધારે પપ્પાની બધી મિલ્કતમાં મારું નામ દાખલ કરાવાની કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ આ મેરોનીયાની લીગલ નોટીસથી તો આ આખી હસ્તાંતર વિધી અડચણમાં પડી જવાની ! લા... વ... મિ. હર્ષવર્ધનને આ વાત જણાવું...!' અ...ને... વિશાલાક્ષીએ એમને પેલી નોટીસની નકલ ઈ મેલથી રવાના કરી અને એણે તેમને ફોન જોડયો...
'હાં, વિશાલાક્ષી...! એ...ની... થીંગ અરજન્ટ?' સામેથી હર્ષ વર્ધને કહ્યું...
'સર... મને આજે એક લીગલ નોટીસ મળી છે... કોઈ મેરોનીયા છે... આઈ ડોન્ટ નો હર, નોર રામુકાકા નોઝ હર...! શી ઈઝ કલેઈમીંગ હોલ પ્રોપર્ટી ઓફ ડેડી...' વિશાલાક્ષી બોલી.
'ઠીક છે...! હું જોઈ લઊં...! અનુચંદ્રનું વસિયતનામું તો થયું હશે... તે મને આપેલા દસ્તાવેજોમાં એ નથી... ખેર...! તું પણ તારા રેપ્યુટેસનનો ઉપયોગ કર અને... હું પણ કરું છું...! અનુચંદ્ર યુ.કે.માં સીનીઅર એકેડેમીડ પોઝીસનમાં કામ કરીને આવ્યા હતા. જરૂર એણે આવા મહત્વનાં દસ્તાવેજનું રજીસ્ટ્રેસન તો જરૂર કરાવ્યું હશે. આવતી કાલે કોર્ટમાં જઈ હું પ્રોસીક્યુટર લોયરે કોર્ટને સબમીટ કરેલા બધાં પેપર્સની નકલો માંગીશ... જોઈએ તો ખરાં 'હાવ શી ઈઝ ગોઈગ ટુ પ્રૂવ હર રાઈટ ઓન અનુચંદ્રસ પ્રોપર્ટી... વેલ, તું ચિંતા ન કર. હું તારો મુંહબોલ્યો અંકલ બેઠો છું ને...' અ... ને... હર્ષવર્ધને ફોન કાપ્યો...'
વિશાલાક્ષીની આંખો ભીની થઈ ગઈ...! 'પ...પ્પા... ! આ તે કેવું રહસ્ય તમે છોડી ગયા..., કે જે મને અંગારો બની જંપવા દેતું નથી...!' એ ઉઠી.
અચાનક રૂમની લાઇટ બંધ થઈ ગઈ... એણે ઓરડાની બહાર નજર કરી... સર્વત્ર અંધકારનાં ઓળા પથરાયા હતા. વૃક્ષો ઉપર કીલકીલાટ કરતાં પક્ષીઓ પણ ડરીને પાંદડાંનાં ઝૂંડ પાછળ છૂપાઈ ગયાં હતાં... દૂર દૂરથી કુતરાંનો રડવાનો અવાજ આવતો હતો...!
'લાવ... મીણબત્તી સળગાવું...' કહી વિશાલાક્ષી ઉભી થઈ... એનાં બેડરૂમ પાસેનાં સાઇડ ટેબલની ઠોકર વાગવાથી વિશાલાક્ષી જમીન ઉપર પટકાઈ. સદનસીબે એને કાતિલ ઈજા તો થઈ નહીં, પણ ક્ષણભર એનાથી ઉઠી શકાયું નહીં, પરંતુ આ ખળભળાટનાં અવાજથી ગભરાઈ ગયેલા રામલાલકાકા એક ફાનસમાં મોટી મીણબત્તી રાખી, એના રૂમમાં આવ્યા... વિશાલાક્ષીને ફલોર ઉપર પડેલી અને સાઇડ ટેબલ અસ્તવ્યસ્ત પડેલું જોઈને એ બોલ્યા... 'બેટી, આ બ...ઘું...શું... છે? મને કેમ બૂમ નહીં પાડી...'
'કાકા... તમે આ ટેબલ સરખું કરો, હું બેડ ઉપર બેસી જાઉં... મને હાથમાં સ્હેજ દુખાવો થાય છે...' અ... ને... વિશાલાક્ષી બેડ ઉપર બેઠી...
'બેટી, જો... આ ટેબલનાં ઉપરનાં ભાગનું પાટીયું તૂટી ગયું છે... અ...ને... આ સી...ડી... કાગળો... આ તેં જોયાં? રામલાલે કહ્યું.' 'ના... કાકા...! આ... ટેબલનાં ટોપમાં તો સીક્રેટ ડ્રોવર છે... અ... ને... પપ્પાએ આ ડ્રોવરની વાત આપણને કેમ કરી નહીં હોય?'
'બેટી, તારા પપ્પાનો પ્રેમ તારાથી વિખૂટો પડયો નથી... આજે આ મેરોનીયાની નોટીસથી વ્યથીત થયેલી તને મદદ કરવા જ એમણે તને અલ્પ ઇજા પહોંચાડી આ મહત્વનાં કાગળો સુધી પહોંચાડયા લાગે છે...! લે આ કાગળો આ સીડી... બધું તું શાંતિથી જોઈ લે...! હું તારા માટે હલદી નાંખી ગરમ ગરમ દૂધ લઈ આવું છું... ' કહી રામલાલ ગયા... 'અ...રે...! જો... લાઇટ પણ આવી ગઈ...! લાવ મીણબત્તી પાછી.'
વિશાલાક્ષીએ પેલાં કાગળો જોયાં.... એક દસ્તાવેજ વસિયતનામાનો હતો, બીજો દસ્તાવેજ ઈંગ્લેંડમાં કોઈ નોટરી પબ્લીક સમક્ષ કરેલું એકરારનામુંનો હતો. આ બધું એણે એક નજરે જોયું અ...ને... એને મેરોનીયાનું, પોતાનું અને પપ્પાનું થોડું રહસ્ય સમજાયું, એણે પેલી સી.ડી. લેપટોપમાં ઈન્સર્ટ કરી... એ કોમ્પ્યુટર સ્વીચઓન કરે તે પહેલાં રામુકાકા દૂધનો ગ્લાસ લઈને રૂમમાં દાખલ થયા... દૂધનો ગ્લાસ ટેબલ ઉપર મૂકી, એ બહાર નીકળી ગયા...
વિશાલાક્ષીએ ઓરડાનું બારણુ બંધ કર્યું... માત્ર ટેબલ લેમ્પ એણે ચાલુ રાખ્યો. કોમ્પ્યુટર ઓન કરતાં જ સ્ક્રીન ઉપર એક ઓડીયો વીડીયો કોમ્પ્યુટર ડીસ્ક ચાલુ થઈ... સ્ક્રીન ઉપર અનુચંદ્ર બોલ્યા...
'બેટી વિશાલાક્ષી, આજે હું તારી સમક્ષ કેટલાંક એવાં રહસ્યો ખુલ્લાં કરવા જઈ રહ્યો છું! આ બધું તારાથી આટલા વર્ષ છૂપાવવાનો મારો કોઈ બદઇરાદો હતો નહીં, પરંતુ આ બધું તારી સમક્ષ બોલવાની મારી હિંમત નહીં હતી. તારી સમક્ષ તારી માતા મેરોનીયાનાં બદચરિત્રની કહાણી કહેવાની તારા બાપની હિંમત ન હતી.'
બેટી, હું અને મેરોનીયા માન્ચેસ્ટરમાં એક કોલેજમાં સીનીઅર પોઝીસન કામ કરતાં હતાં. બીઝનેસ મેનેજમેંટમાં ગોલ્ડ મેડલ મેળવી, મેં માસ્ટર્સની પદવી પ્રાપ્ત કરી હતી, એટલે મને તુરત જ પ્રોફેસર તરીકે કામ મળી ગયેલું. મારી વાક્છટા, વિષયનું જ્ઞાાન સરસ હતું. ક્યારેક મને અન્ય પબ્લીક ફંકસનોમાં પણ એક ઓપરેટર તરીકે આમંત્રણ મળતું હતું. અમારી કોલેજની મેરોનીયા પણ ત્યાં કંપની સેક્રેટરી તરીકે કામ કરતી હતી. એક દિવસ મને મારા મિત્ર રોલેક્ષે મને કહ્યું હતું, 'અનુ તું સંભાળજે... આપણી કંપની સેક્રેટરી મેરોનીયાએ કોલેજમાં વાત ફેલાવી છે, કે તારે અને એને ફીઝીકલ રીલેશનશીપ છે...! તું એની સાથે લગ્ન કરવા એને લલચાવી રહ્યો છે, પરંતુ એ તારો ઉપયોગ માત્ર મજા કરવા કરે છે, બાકી એને તમારા દેશનાં લોકો માટે ધિક્કાર છે. એ તમારા દેશનાં લોકોની માટે ગંદા અપશબ્દો પણ ઉચ્ચારે છે...' રોલેક્ષે તો મને ઘણું સંભળાવ્યું હતું, પરંતુ એ બધું મારા માટે આઘાતજનક હતું.
એક દિવસ હું મારા ડાયરેક્ટર સમક્ષ ગયો હતો. મેં એમની ટેબલ પર મારું ત્યાગપત્ર મૂકી કહ્યું હતું,
'સર...! આઈ એમ ફેડ અપ વીથ ધ પોલીટીક્સ ઓફ ધીસ કોલેજ. આપણી કંપની સેક્રેટરી મેરોનીયા મેડમ મારી વિરૂદ્ધ સ્ટાફ, સ્ટુડંટ વિગેરેમાં ગંદી વાતો ફેલાવે છે! ધીસ ઈઝ ડેમેઝીંગ માય ઈમેજ એન્ડ હર્ટીંગ માય કેરેક્ટર...' અને હું આગળ બોલી શક્યો નહીં હતો.
'પ્રો. અનુચંદ્ર, ઈફ મેરોનીયા ઈઝ કલ્પ્રીટ, શી વીલ બી પનીશ્ડ. આઈ એમ એમ્પાવર ટુ રીમુવ હર ફ્રોમ સર્વિસીસ ઓલ્સો...' અને એણે તુરત જ મેરોનીયાને ઈન્ટરકોમ ઉપર ફોન કરી એની કેબીનમાં બોલાવી હતી.
એ તુરત જ કેબીનમાં આવી હતી, એણે અમારા ડાયરેક્ટરને હસ્તધૂનન કરી મને પણ ગ્રીટ કર્યો હતો, અને બોલી હતી.
'હાય...! મિ. અ...નુ...! ક્રોંગ્રેચ્યુલેસન...! મેનેજમેંટ હેઝ પ્રમોટેડ યુ ટુ ધ પોઝીસન ઓફ હેડ ઓફ ડીપાર્ટમેંટ...! હું અત્યારે જ હેડ ઓફિસથી પ્રમોશન લેટર લઈને આવી!'
'મેડમ મેરોનીયા... બેસો...! મિ. અનુ હેઝ રીઝાઈન્ડ, બીકોઝ ઓફ ગોસીપ્સ.... હી હેઝ રીટન શોર્ટ નોટ, વીથ હીઝ રેઝીકનેસન...! આઈ વોન્ટ યોર એક્સ પ્લેનેસન...' ડાયરેક્ટરે કહ્યું હતું...
'સર..., એમનાં આક્ષેપો હું વાંચુ, તે પહેલાં હું તમારી સમક્ષ મારું રાજીનામું અને મારા વિચારો વ્યક્ત કરતો આ પત્ર તમને આપું છું... બોર્ડની મીટીંગ વહેલી સવારે એટેંડ કરવાની ન હોત, તો હું... મિ. અનુ કરતાં પહેલાં મારું રેઝીકનેસન આપી દેત...! આ કોલેજમાં મારી પણ બદનક્ષી મિ. અનુના કારણે થાય છે.
બેટા... મને અને મેરોનીયાને મારા ડાયરેક્ટરે સમજાવી કહેલું, 'તમારા બંને વચ્ચે કોઈક ત્રીજી વ્યક્તિ છે, જે તમને અલગ કરવા માગે છે... અમને બંનેને પણ આ વાત સાચી લાગી હતી! ધીમે ધીમે અમે બંને પ્રેમમાં પડેલાં.'
ખેર... એક દિવસ મેં અને મેરોનીયાએ ચર્ચમાં જઈને લગ્ન કરી લીધાં હતાં. એ દિવસે ચર્ચમાં એની સાથે તું પણ હતી. મને મેરોનીયાએ કહ્યું નહીં હતું, કે એનાં પ્રથમ લગ્ન થયાં હતાં અને તું એમની દીકરી છે.
એટલું જ નહીં, એણે લગ્ન પછી પણ તારા તે પિતા સાથે સંબંધ રાખ્યા હતા! એ શરાબનાં નશામાં ઘૂટ થઈ રખડતી... એનાં પ્રથમ પતિ સાથે કેસીનોમાં જતી! એ બંને રાત આખી રસ્તાઓ ઉપર નાશાચૂર હાલતમાં પડયાં રહેતાં પોલીસ પકડતી.... છોડતી... આખરે મેં કંટાળીને એક રાત્રે ઈંગ્લેંડ છોડી દીધું હતું... તારા જેવી નિર્દોષ બાળકીને મારે એ હેવાનો સાથે ત્યાં છોડવી ન હતી, તેથી હું તને અહીં લાવ્યો હતો. મેં તને તારી માતાનું નામ ક્યારેય જણાવ્યું ન હતું.
બેટી...! મેં તને મારી પોતાની દીકરી માની છે... ભલે આ સાથેની ફાઈલમાં તારી બાયોલોઝીકલ રીપોર્ટ તને મેરોનીયાની દીકરી ઠરાવે પણ પાલન-પોષણ અને દેખભાળની દ્રષ્ટિએ કોણપણ કોર્ટ તને મારી વારસદાર જ માનશે! આ સાથે નોટરી પબ્લીક સમક્ષ કરેલું એકરારનામું, પોલીસનાં કેસોની નકલ બધું તને અને સીડી પૂરી થઈ ગઈ! વિશાલાક્ષી ખૂબ રડી... વહેલી સવારે આ જાગી, ત્યારે એણે પિતાની તસવીરને તિલક કરી કહ્યું... 'બાય, ડેડી... ! આઈ લવ યુ... આઈ એમ ધ ફર્સ્ટ ગર્લ... હું હેઝ નો મધર... બટ હેઝ ઓન્લી લવીંગ ફાધર... ડે...ડ...! આઈ હેટ માય બાયોલોઝીકલ મધર મેરોનીયા...'
એડવોકેટ હર્ષવર્ધને વસીયતનામુ, અનુચંદ્રનું ઓડીયો સ્ટેટમેંટ તથા યુ.કે.ના એના મિત્રો દ્વારા મેળવેલા મેરોનીયાનાં વીડીયો વિગેરે રજુ કરી પૂરવાર કર્યું કે એ એક ફ્રોડ વુમન છે, અને અનુચંદ્રની મિલ્કતની ખરી માલીક એની દીકરી વિશાલાક્ષી છે.
એટલું જ નહીં ઈન્ડીયન સીટીઝન અનુચંદ્રને એલ્યુઝ કરી લગ્નનું નાટક કરી, પત્ની ધર્મ ભૂલી જવા માટે, ઈંગ્લેંડની ગર્વમેંટ મારફતે એનું પ્રત્યાર્પણ કરાવી, ભારત લાવી, અહીં એના ઉપર કાનૂની કાર્યવાહી કરવાની વિધી કરવાની સેન્ટ્રલ ગર્વમેંટને વિનંતી કરી.
કોર્ટ જજમેંટનાં કારણે વિશાલાક્ષીની જીંદગીમાં ભરતી અને ઓટ બંને આવ્યાં... એને પોતાનાં લોહી ઉપર ધિક્કાર આવ્યો અને પાલક પિતા અનુચંદ્ર ઉપર માન ઉપજ્યું!


