Rajkot

નાનામવા રોડ પર રૂ।.11 લાખની લૂંટ બોગસ નીકળી, 3 શખ્સો વિરુધ્ધ ફરિયાદ

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
રાજકોટના નાનામવા રોડ પર સાગરચોક પાસે રૂ.11 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે. હરદેવસિંહ ઝાલા તેમના ભાણેજ ધીરેન્દ્રસિંહ વાઘેલા સાથે રોકડ લઈને જતા હતા, ત્યારે બે શખ્સોએ લૂંટ ચલાવી હતી. પોલીસે તપાસ કરતા આ લૂંટ બોગસ હોવાનું અને ભાણેજ ધીરેન્દ્રસિંહે પૈસા ઓળવી જવા તરકટ રચ્યાનું ખુલ્યું. પોલીસે ધીરેન્દ્રસિંહ અને અન્ય બે શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નાનામવા રોડ પર રૂ।.11 લાખની લૂંટ બોગસ નીકળી, 3 શખ્સો વિરુધ્ધ ફરિયાદ

રાજકોટ : રાજકોટના ભક્તિનગર સ્ટે.પ્લોટ,મેહુલનગર બંધ શેરીમાં રહેતા હરદેવસિંહ સજુભા ઝાલા (ઉ.વ.૪૪) આજે બપોરે તેમના ભાણેજ ધીરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા (ઉ.૩૨ રહે. ઘનશ્યામનગર શેરી નં.૧) સાથે રૂ।.૧૧ લાખની રોકડ ભરેલો થેલો લઈને જતા હતા ત્યારે નાનામવા રોડ પર સાગરચોક પાસે પાછળથી બે શખ્સોએ આવીને આ મોટી રકમ સાથે થેલો લૂંટી લીધાની ઘટનાની પોલીસે કરેલી તપાસમાં લૂંટ બોગસ નીકળ્યાનું અને ભાણેજે તેમના મામા હરદેવસિંહએ અપાવેલા નાણાં ઓળવી જવા લૂંટનું તરકટ રચ્યાનું ખુલતા પોલીસે ધીરેન્દ્રસિંહ તથા ષડયંત્રને અંજામ આપનાર બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.
પ્રથમ લૂંટ થયાની પોલીસના નં.૧૧૨ ઉપર જાહેરાત થતા ડી.સી.પી.જગદીશ બાંગરવા સહિત પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો હતો પરંતુ, ડી.સી.પી. તથા ક્રાઈમ બ્રાન્ચ,તાલુકા પોલીસની તપાસમાં આ લૂંટ એક કાવત્રુ હોવાનું અને ટુ વ્હીલરમાં રૂ।.૧૧ લાખનો થેલો લઈને જનાર હરદેવસિંહના ભાણેજે જ તે ઘડયું હોવાનું ખુલ્યું હતું.
પોલીસ સૂત્રો અનુસાર હરદેવસિંહ કાનગી શાળામાં સિક્યુરિટી ગાર્ડતરીકે નોકરી કરે છે અને તેનો ભાણેજ ધીરેન્દ્રસિંહ વાહનોની લે-વેચનું કામ કરે છે. આ ભાણેજે ધંધા માટે પૈસાની જરૂર પડી છે તેમ મામા હરદેવસિંહને જણાવતા તેમણે મોટામવામાં રહેતા તેમના સાઢુભાઈ પાસેથી રૂ।.૧૧ લાખ લઈને ભાણેજને આપ્યા હતા. બાદમાં આજે હરદેવસિંહે આ પૈસા પરત માંગતા ઘરે આવવાનું કહ્યું હતું જેથી હરદેવસિંહ પોતાનું બાઈક લઈને ઘનશ્યામનગરમાં ગયા હતા. ધીરેન્દ્રસિંહે રૂ।.૧૧ લાખ રોકડા ભરેલો થેલો તેમને આપ્યો હતો અને બન્ને મોટામવા ગામે જવા નીકળ્યા હતા. હરદેવસિંહ બાઈક ચલાવતા હોય આ થેલો બાઈકની પાછળ બેઠેલા ધીરેન્દ્રસિંહના હાથમાં હતો.
નાનામવા રોડ પર આ મામા ભાણેજ પહોંચ્યા ત્યારે બે શખ્સો બાઈક પર આવ્યા હતા અને રોકડ ભરેલો થેલો લઈને નાસી છૂટયા હતા. આથી હરદેવસિંહે તુરંત બાઈક ઉભુ રાખીને ૧૧૨માં કોલ કરતા પોલીસ સ્ટાફ ધસી આવ્યો હતો. તપાસ દરમિયાન બે શખ્સોને દબોચી લેવાયા હતા અને પુછપરછ કરતા જ આખુ ષડયંત્ર બહાર આવ્યું હતું. આરોપી ધીરેન્દ્રસિંહે તેના મામાને પૈસા આપવા ન પડે તે માટે બે શખ્સો સાથે મળીને આ તરકટ રચ્યાનું તાલુકા પોલીસે સરકાર પક્ષે ફરિયાદી બનીને આ ત્રણ શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.