Rajkot

મોરબીમાં મેગા ડિમોલિશન 13 કલાકે પૂર્ણ, કાટમાળ ઉપાડતા અઠવાડિયું થશે

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
મોરબીના પંચાસર રોડ પર સાવરની પાળ વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા 187 ગેરકાયદેસર બાંધકામો 13 કલાકની મેગા ડિમોલિશન કામગીરીમાં તોડી પડાયા. આ કામગીરીમાં પોલીસ, મહાપાલિકા અને PGVCL ટીમો જોડાઈ હતી. 25 હજાર સ્ક્વેર મીટરની 80 કરોડની જમીન ખુલ્લી કરાઈ છે. કાટમાળ ખસેડવામાં સપ્તાહ લાગશે અને ખાલી જગ્યામાં તળાવ બ્યુટીફિકેશન કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોરબીમાં મેગા ડિમોલિશન 13 કલાકે પૂર્ણ, કાટમાળ ઉપાડતા અઠવાડિયું થશે

મોરબી : મોરબીના પંચાસર રોડ પર સાવરની પાળ વિસ્તારમાં ૧૮૭ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા વહીવટી તંત્રએ ૧૩ કલાક એકધારી કામગીરી કરીને પૂર્ણ કરી હતી. જે કાટમાળ ખસેડવામાં હજુ સપ્તાહ જેટલો સમય લાગશે અને શનાળા નજીક ખાણમાં કાટમાળનો નિકાલ કરવામાં આવશે તેમજ ખાલી કરેલી જગ્યામાં તળાવ બ્યુટીફીકેશન કરવામાં આવશે તેમ આજે મ્યુનિ.કમિશ્નરે જાહેર કર્યું હતું.
મોરબીમાં મેગા ડિમોલિશન કામગીરી મામલે મહાપાલિકાના કમિશ્નર સંગીતા રૈયાણીએ વધુમાં જણાવ્યું કે, સાવરની પાળ વિસ્તારમાં ૧૮૭ ગેરકાયદે બાંધકામોને નોટીસ આપી હતી અને ૧૮૭ કાચા પાકા બાંધકામો દુર કરવામાં આવ્યા હતા. જે કામગીરી જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા, પોલીસ ટીમો અને પીજીવીસીએલ ટીમોએ સાથે મળીને કરી હતી. જેમાં એસડીએમ, ૪ ડીવાયએસપી, ૮ પીઆઈ સહિત પોલીસના ૨૦૦ જવાનો, ૧૪૦ મહાપાલિકાના કર્મીઓ, આરોગ્યની ટીમો અને રેન બસેરા ટીમો સ્થળ પર તૈનાત હતી તેમજ ફાયરના ૪૦ જવાનો સહિતનાઓએ સવારે ૮ થી રાત્રીના ૯ વાગ્યા સુધી સતત ૧૩ કલાક કામગીરી કરી દબાણો દુર કર્યા હતા.
વધુમાં તેમણે જણાવ્યું કે, ગઈકાલે બાંધકામો તોડી પાડવામાં આવ્યા બાદ હવે કાટમાળ હટાવવા માટે ૧૨થી વધુ ટ્રકો ફાળવવામાં આવ્યા છે અને સપ્તાહ જેટલા સમય સુધી કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવશે. જે કાટમાળ શકત શનાળા ગામ નજીક ખાણમાં નિકાલ કરાશે. ૨૫ હજાર સ્ક્વેર મીટર જગ્યા ખુલી કરવામાં આવી છે, જેની બજાર કિંમત અંદાજે રૂા.૮૦ કરોડ જેટલી થાય છે. દબાણો હટાવ્યા બાદ તળાવ બ્યુટીફીકેશન કામગીરી માટે ડીપીઆર મંજુર કરાવી પાર્ક, બેસવા માટે વ્યવસ્થા, વોક વે બનાવવામાં આવશે.