ગુજરાતમાં સતત ત્રીજા વર્ષે મગફળી 50 લાખ ટનને પાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: ગુજરાતમાં આ વર્ષે અસમતોલ ચોમાસાની ચિંતા વચ્ચે પણ કૃષિ ઉત્પાદન જળવાઈ રહેવાનો અંદાજ આજે કૃષિ વિભાગ દ્વારા જારી કરાયો છે. જેમાં ખરીફ (ચોમાસુ)ઋતુના બે મુખ્ય કૃષિપાકમાં મગફળીનું ઉત્પાદન આ વર્ષે ૫૦.૩૩ લાખ ટન થવાનો એટલે કે સતત ત્રીજા વર્ષે ૫૦ લાખ ટનથી વધારે ઉત્પાદનનો અંદાજ અપાયો છે. જ્યારે કપાસનું ઉત્પાદનમાં ગત વર્ષથી ૧૧.૬૦ ગાંસડીના વધારા સાથે ઉત્પાદન ૬૯.૧૩ લાખ ગાંસડી થશે. ચોખા સહિત અનાજનું ખરીફ ઉત્પાદન ગત સારા વર્ષ કરતા પણ વધશે.
રાજ્યમાં આ વર્ષે ખાસ કરીને જૂન અને ઓગષ્ટ માસમાં વરસાદમાં મોટી ખાધ પડી હતી. ચાર માસમાં સૌરાષ્ટ્રમાં ૨૩ ટકા સહિત રાજ્યમાં એકંદરે ૧૦ ટકા વરસાદી ખાધ રહી છે. પરંતુ, સપ્ટેમ્બરમાં કૃષિને અનુકૂળ આવે તેવો એક-બે ઈંચ વરસાદ વરસતા રહેતા કૃષિ પાકના ઉત્પાદનનું ચિત્ર સુધર્યું છે.
મગફળી,કપાસ ઉપરાંત ચોખાનું ૨૨.૪૯ લાખ ટનના અંદાજ સાથે ઉત્પાદન જળવાઈ રહેશે જ્યારે સોયાબીનમાં ગત વર્ષ કરતા પણ ઉત્પાદનમાં ૪૨ હજાર ટનનો નોંધપાત્ર વધારા સાથે આ વર્ષે ૫.૧૯ લાખ ટન સોયાબીન પાકશે. જ્યારે કઠોળનું ૫.૨૪ લાખ ટન સામે આ વર્ષે ૪.૫૫ લાખ ટનનો અંદાજ છે. પરંતુ, ચોખા, જુવાર, બાજરી, મકાઈ સહિત અનાજનું ખરીફ ઉત્પાદન ગત વર્ષે ૨૫.૬૫ લાખ ટનમાં આ વર્ષે ૨૦ ટકા જેવા વધારા સાથે ૩૦.૮૩ લાખ ટન થવાનો અંદાજ છે.




