Rajkot

VIDEO: 900 કિલો સોનું પહેરી 15,000 આહીરાણીઓનો અનોખો રાસ, ઘરેણાંથી ઝળહળી ઉઠ્યું મેદાન!

By GS Team
18 Oct 20261 min read
TukuTouch Logo
રાજકોટના નવા રિંગ રોડ પર આહીર સેના દ્વારા ભવ્ય 'આહીર ગરબા મહોત્સવ'નું આયોજન થયું. 15 હજારથી વધુ આહીરાણીઓએ પરંપરાગત પોષાકમાં ગરબે ઘૂમી, જેમાં અંદાજે 900 કિલો સોનાના ઘરેણાંથી મેદાન ઝળહળી ઉઠ્યું. આ ભક્તિ અને સંસ્કૃતિના સંગમે દ્વારકાધીશની મહાઆરતી સાથે સાંસ્કૃતિક વારસો ઉજાગર કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: 900 કિલો સોનું પહેરી 15,000 આહીરાણીઓનો અનોખો રાસ, ઘરેણાંથી ઝળહળી ઉઠ્યું મેદાન!

Rajkot Ahirani Raas: નવરાત્રિમાં સમગ્ર ગુજરાતમાં ગરબાનો રંગ જામતો હોય છે. ત્યારે વિસ્તાર પ્રમાણે અલગ અલગ ગરબાની પરંપરા જોવા મળતી હોય છે. રાજકોટમાં આવી જ એક અનોખી પરંપરા જોવા મળી હતી. જેમાં ભક્તિ અને સંસ્કૃતિનો પણ સંગમ જોવા મળ્યો હતો.

900 કિલો સોનાના ઘરેણાં સાથે રાસ

રાજકોટમાં આહીર સેના દ્વારા ‘આહીર ગરબા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આહીરાણીઓ હાજર રહી હતી અને ગરબે ઘૂમી હતી. અંદાજે 15 હજાર કરતાં વધુ બહેનો પરંપરાગત પોષાક અને ઘરેણાંમાં ગરબે ઘૂમ્યા હતા. આ ગરબાની સૌથી ખાસ વાત એ છે કે, આખા મેદાનમાં હાજર આહીરાણીઓએ અંદાજે 900 કિલો જેટલું સોનું પહેર્યું હતું. જેને કારણે સમગ્ર મેદાન ઝળહળી ઉઠ્યું હતું.

Rajpal Yadav (2).jpg

આહીરાણીઓએ સાંસ્કૃતિક વારસો ઉજાગર કર્યો

શહેરના નવા રિંગ રોડ વિસ્તારમાં યોજાયેલા આ મહોત્સવમાં સાતમા નોરતે ભવ્ય રાસ સાથે ભગવાન શ્રીદ્વારકાધીશની મહાઆરતીનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. આહીરાણીઓની પરંપરાગત વસ્ત્રસજ્જા અને રાસ રમવાની આ અનોખી શૈલી આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરે છે. પરંપરા અને ભક્તિના આ અદભુત સમન્વયે સૌનું મન મોહી લીધું હતું.