Rajkot

રાજકોટમાં સાંજે માત્ર બે જ કલાકમાં પરિણીતા અને યુવાનની ઘાતકી હત્યા

By GS Team
20 Nov 20263 mins read
TukuTouch Logo
રાજકોટ : રાજકોટમાં શુક્રવારે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતના લીરેલીરા ઉડયા હતા. સાંજે માત્ર બે કલાકમાં હત્યાની બે-બે ઘટનાઓથી ભય ફેલાયો હતો. મોરબી રોડ પર પતિએ પત્નીની હત્યા કર્યાની ઘટનાના થોડા સમય પછી જ ગાંધીગ્રામ વિસ્તારમાં એક યુવકની હત્યા થઈ હતી. હત્યાની આ બંને ઘટનાઓથી બી-ડિવિઝન, ગાંધીગ્રામ પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચની ટીમો દોડતી થઈ ગઈ હતી. મોરબી રોડ પરના વેલનાથપરામાં આવેલી સ્કાય રેસિડેન્સી-૧માં રહેતી શારદાબેન (ઉ.વ.આ.પ૦)ની આજે સાંજે ખુદ તેના પતિ પ્રવિણ ઉકાભાઈ પરસોંડા (ઉ.વ.પર)એ છરીના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવ્યાનો બનાવ જાહેર થતાં બી-ડિવિઝનના પીઆઈ ચૌહાણ સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોંચી ગયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટમાં સાંજે માત્ર બે જ કલાકમાં પરિણીતા અને યુવાનની ઘાતકી હત્યા

રાજકોટ : રાજકોટમાં શુક્રવારે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતના લીરેલીરા ઉડયા હતા. સાંજે માત્ર બે કલાકમાં હત્યાની બે-બે ઘટનાઓથી ભય ફેલાયો હતો. મોરબી રોડ પર પતિએ પત્નીની હત્યા કર્યાની ઘટનાના થોડા સમય પછી જ ગાંધીગ્રામ વિસ્તારમાં એક યુવકની હત્યા થઈ હતી. હત્યાની આ બંને ઘટનાઓથી બી-ડિવિઝન, ગાંધીગ્રામ પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચની ટીમો દોડતી થઈ ગઈ હતી.
મોરબી રોડ પરના વેલનાથપરામાં આવેલી સ્કાય રેસિડેન્સી-૧માં રહેતી શારદાબેન (ઉ.વ.આ.પ૦)ની આજે સાંજે ખુદ તેના પતિ પ્રવિણ ઉકાભાઈ પરસોંડા (ઉ.વ.પર)એ છરીના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવ્યાનો બનાવ જાહેર થતાં બી-ડિવિઝનના પીઆઈ ચૌહાણ સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોંચી ગયા હતા.
પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે શારદાબેનના ગળામાં જ મુખ્યત્વે છરીના આઠેક ઘા ઝીંકાયા હતા. જેને કારણે ગળામાં પાંચ અને ચાર ઈંચના ઊંડા ઘા પડી ગયા હતા. તેના પરથી ખૂન્નસથી ઘા ઝીંકાયાનું સ્પષ્ટ થયું હતું. પોલીસને એવી માહિતી પણ મળી હતી કે શારદાબેનના ચારિત્ર્ય ઉપર પતિ પ્રવિણ શંકા કરતો હતો. આ ઉપરાંત બીજી નાની-મોટી બાબતોએ પણ બંને વચ્ચે માથાકૂટ થતી રહેતી હતી.
વળી પ્રવિણ કોઈ કામધંધો પણ કરતો ન હતો. આજે સાંજે ઘરે આવ્યો ત્યારે પોતાની દવા બાબતે માથાકૂટ થયા બાદ પુત્રવધૂ કાજલને ઘરની બહાર મોકલી દીધા પછી બારણું બંધ કરી પત્ની ઉપર છરીથી તૂટી પડયો હતો. હત્યા કર્યા બાદ બારણું ખોલી બહાર નીકળ્યો ત્યારે તેના મોઢામાંથી ફીણ નીકળતા હતા. જેના પરથી હત્યા પછી પોતે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાનું તારણ નીકળ્યું હતું. મકાનમાંથી જંતુનાશક દવાની બોટલ પણ પોલીસને મળી આવી હતી.
આ સ્થિતિમાં તેની બી-ડિવિઝન પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચે પણ શોધખોળ શરૂ કરી હતી. થોડા કલાકો બાદ ગોંડલ ચોકડી પાસેથી ઝડપાઈ ગયો હતો. દવા પણ પી લીધાની શકયતા હોવાથી પોલીસ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પુછપરછ કરે તેવી સંભાવના છે. કોઈ વાહનમાં બેસી ગોંડલ પહોંચ્યાની માહિતી પોલીસને મળી છે. તેની પુછપરછ પછી હત્યા પાછળનું ચોકકસ કારણ બહાર આવશે.
તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. ત્રણેય પરિણિત છે. હાલ મોટાપુત્ર મયુર સાથે રહેતા હતા. નાનો પુત્ર દર્શિત અલગ રહે છે. બી-ડિવિઝન પોલીસે વધૂ તપાસ જારી રાખી હતી.
ગાંધીગ્રામ પોલીસ મથકની હદમાં હત્યાની બીજી ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીગ્રામ શેરી નં.૧રમાં રહેતો અને ટિફિન સર્વિસ સાથે ડ્રાઈવિંગનું કામ કરતો મનિષ નરેન્દ્રભાઈ પરમાર (ઉ.વ.૩૪) મોડી સાંજે આઠેક વાગ્યે એસ.કે. ચોકમાં મઢુલી પાન નામની દુકાન પાસે બેઠો હતો ત્યારે ગાંધીગ્રામ મેઈન રોડ પર રહેતો ગની મેમણ ત્યાં આવ્યો હતો. તેણે ઝઘડો અને ગાળાગાળી કરી હતી. ત્યારબાદ જતો રહ્યો હતો. થોડીવાર બાદ છરી લઈ પરત આવી મનિષને સાથળ સહિતના ભાગ પર બે ઘા ઝીંકી દેતાં તેનું મોત નિપજયું હતું.
હત્યાનો ભોગ બનનાર મનિષને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. જયાં હત્યા થઈ ત્યાં તેની રોજની બેઠક છે. જોકે કયા કારણથી હત્યા થઈ તે વિશે પોલીસને કોઈ ચોકકસ માહિતી મળી નથી. મૃતકના ભાઈ કિશને ગની સાથે યશરાજ રાઠોડ પણ હોવાનું અને સામે જોવા જેવી બાબતે થયેલી માથાકૂટમાં હત્યા કર્યાનું જણાવ્યું હતું. ગાંધીગ્રામ પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આરોપીઓ હાથમાં આવ્યા બાદ ચોકકસ કારણ બહાર આવશે.
આરોપી ગની સાયબર ફ્રોડના કેસમાં એકાદ માસ પહેલા જ જેલમાંથી છુટયાનું પણ જણાવાયું છે.