mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

'આ અબ લૌટ ચલેં'ના સૂરઃ અમેરિકાની આઇટી કંપનીઓમાં છટણીની તલવાર

- બ્રેન ડ્રેનની સમસ્યા સામે રિવર્સ બ્રેન ડ્રેનને તક

Updated: Nov 9th, 2022

'આ અબ લૌટ ચલેં'ના સૂરઃ અમેરિકાની આઇટી કંપનીઓમાં છટણીની તલવાર 1 - image

- એચવન-બી વિઝાની રાહ જોઇને અમેરિકામાં અટવાયેલા લોકોને ઓફરઃ ભારત વિશ્વનું સ્ટાટ-ર્અપ કેપિટલ બની ગયું છે.

અમેરિકામાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્ર સાથે સંકળાયેલા ભારતીય જૂથોમાં 'આ અબ લૌટ ચલેં'ના સૂર દબાતા પગલે સંભળાઇ રહ્યા છે. પરિસ્થિતિ એવી ઊભી થઇ છે કે અચાનક જ નોકરી આંચકી લેવામાં આવે છે અને જ્યાં ડિમાન્ડ હતી ત્યાં ગ્રહણ જોવા મળી રહ્યું છે. પ્રતિદિન સ્થિતિ વધુ વણસતી જાય છે. ભારતના સેંકડો આઇટી નિષ્ણાતો માથે છટણીની તલવાર લટકી રહી છે.

એક અહેવાલ પ્રમાણે અમેરિકામાં ૨૦૨૨ના વર્ષમાં અત્યાર સુધીમાં ૫૨,૦૦૦ જેટલા આઇટી નિષ્ણાતોએ નોકરી ગુમાવી છે. અનેક ભારતીયો એચવન-બી વિઝાની રાહ જોઇને બેઠા છે. જે લોકો વિઝાની સમસ્યા અનુભવી રહ્યા છે તેમના માટે પરત ભારત આવવું વધુ યોગ્ય છેે એમ કહી શકાય. અમેરિકાની એચવન-બી વિઝા નીતિ બહુ સ્પષ્ટ થતી નથી, જે ચિંતાનો વિષય છે.

આપણે બ્રેન ડ્રેનની સમસ્યાથી પીડાતા આવ્યા છીએ અને રિવર્સ બ્રેન ડ્રેન માટે અનેક વાર ઇચ્છા વ્યકત કરી ચૂક્યા છીએ, પણ તે સપનાં સમાન લાગતું હતું. જોકે હવે સમય બદલાઇ રહ્યાના સંકેત મળી રહ્યા છે. 

ભારતની યુનિકોર્ન કંપની  ડ્રીમ-૧૧ના કો-ફાઉન્ડર હરીશ જૈને સોશિયલ નેટવર્ક પર કહ્યું છે કે આગામી દશ વર્ષમાં ભારતમાં અનેક નવી તકો ઉભી થઇ રહી છે. ભારતની ડ્રીમ સ્પોર્ટ આઠ અબજ ડોલરનું યુનિકોર્ન છે. ડ્રીમ-૧૧ એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર પર ૯ ઓક્ટોબરે મુકાઇ હતી, ૨ નવેમ્બર  સુધીમાં તો ગેમિંગ ચાર્ટ પર તે ટોપ પર  પહોંચી ગઇ હતી. હરીશ જૈને લખ્યુંું છે કે અમારી પાસે ૧૦ કંપનીઓ છેેે અને દરેકને ટેલેન્ટની જરૂર છે.

જે રીતે ટોચની ઇન્ફોર્મેશન ટેકનોલોજી જાયન્ટ કંપનીઓ સ્ટાફની છટણી કરી રહી છે તે જોતાં એમ કહી શકાય કે કેટલાક આઇટી નિષ્ણાતો ભારત પરત આવવા વિચારવા માંડયા હશે. ભારતમાં પણ વિશ્વની ટોચની આઇટી કંપનીઓ છે અને તેઓ આઇટી બ્રેન શોધવા મથામણ કરી રહી છે.

 ભારત વિશ્વનું સ્ટાર્ટઅપ કેપિટલ બની ગયું છે ત્યારે ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપ પણ મોટા પાયે આકાર લઇ ચૂક્યાં છે. ટૂંકમાં ભારતમાં આઇટી બ્રેન માટે સ્કાય ઇઝ ધ લિમિટ જેવી સ્થિતિ  છે. જે રીતે ઇલોન મસ્કે ટ્વિટરના સ્ટાફની છટણી કરી છે તે જોતાં એમ લાગે છે કે ઇલોન મસ્ક ખોટ ઘટાડવા માટે પગારના ખર્ચા ઓછા કરી નાખશે અને સ્ટાફની સાફસુફી ચાલુ રાખશે. અમેરિકાની સિલિકોન વેલીમાં ભારતના આઇટી એન્જિનીયરો મોટી સંખ્યામાં છે. 

ઇલોન મસ્કે અપનાવેલી સ્ટાફની છટણીના વાઇરસ અન્ય કંપનીઓમાં પણ પ્રવેશ્યા છે. કોઇ વૈશ્વિક મંદીનેા ડર બતાવીને સ્ટાફની છટણી કરે છે તો કોઇ સ્ટાફ કંપનીને વફાદાર નથી એમ કહીને છટણીની તલવાર ઉગામે છે. 

આ બધાની વચ્ચે ભારત માટે સોનાની લકીર સમાન વાત એ છે કે ભારત છોડીને અમેરિકા પૈસા કમાવવા ગયેલા કેટલા ભારતીયો માદરે વતન પરત ફરવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે. ભારત સરકાર તરફથી તેમને કોઇ ઓફર નથી, પણ અબજોેનું ટર્નઓવર ધરાવતી કંપની ડ્રીમ ઇલેવન કહે છે કે અમેરિકામાં છટણીની તલવારનો ભાગ બનવું તેના બદલે ભારત પરત આવીને કોઇ આઇટી કંપનીમાં જોડાવવું જોઇએ.

'આ અબ લૌટ ચલંે' એ 'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ'નું આ ગીત છે. આજે પણ આ ગીત આપણને ઝુમાવી દે છે. 'આ અબ લૌટ ચલેં' નામની ફિલ્મ પણ બની હતી, જે ૧૯૯૯માં રિલીઝ થઈ હતી. બંને ફિલ્મોના વિષય અલગ હતા. એકમાં મેઇનસ્ટ્રીમમાં ભળવાની વાત હતી તો બીજામાં વિદેશની ઝાકમઝોેળ ભરેલી દુનિયા છોડીને ભારત પરત ફરવાની વાત હતી.

લેટેસ્ટ અહેવાલ અનુસાર ફેસબુકની પેરન્ટ કંપની મેટા પણ આજથી જોબ કટનું શસ્ત્ર ઉગામી રહ્યું છે. દરેક કંપનીને પોતાની આર્થિક ખોટ સતાવી રહી છે. ફેસબુકના ઝુકરબર્ગે સ્વીકાર્યું છે કે મારાં કેટલાંક પગલાંને કારણે કંપનીને ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. 

  ટૂંકમાં, વિદેશમાં ધમધમતા આઇટી ક્ષેત્રની પનોતી કાળ શરૂ થયો છે. ભારતે તેનો લાભ ઉઠાવવાં પગલાં ભરવા જોઇએ. ભારતમાં આઇટી ક્ષેત્રે મોટી હરળફાળ જોવા મળી રહી છે. મોદી સરકારે અમેરિકાથી પરત ફરવા માગતી આઇટી ટેલેન્ટ માટે વિશેષ પેકેજ જાહેર કરવાની જરૂર છે. આવી તક વારંવાર નથી આવતી. રિવર્સ બ્રેન ડ્રેન ભારત માટે ઉપયોગી બની શકે એમ છે.

Gujarat