Get The App

શ્રમજીવીઓમાં રહેલી ઇનબિલ્ટ તાકાતને યોગ્ય વળાંકની જરુર

- બેંગલોરથી 2500 કિલોમીટર કાપીન શ્રમજીવી રાજસ્થાન પહોંચ્યો

Updated: May 2nd, 2020

GS TEAM

Google News
Google News
શ્રમજીવીઓમાં રહેલી ઇનબિલ્ટ તાકાતને યોગ્ય વળાંકની જરુર 1 - image


- ગામડાના લોકો વાયરો (પવન) જોઇને તે કહી શકે છે કે વરસાદ ક્યારે આવશે.  વેધશાળાના વિજ્ઞાાન કરતાં પણ તે વધુ સચોટ 

ધાર્મિક પદયાત્રા કરવી અને પદયાત્રા કરીને હીજરત કરવી તેમાં ધણો ફેર છે. જેમને માઇગ્રેન્ટ લેબર તરીકે ચીતરવામાં આવ્યા તે શ્રમજીવીઓના પગમાં રહેલી તાકાત અને તેમનો પોતાનામાં રહેલો આત્મ વિશ્વાસ જોઇને એમ લાગે છે કે કુદરતે તેમનામાં કેટલીક શક્તિઓ ભેટ આપેલી છે.  એમ પણ કહી શકાય કે ઇનબિલ્ટ કરેલી છે. ઘાર્મિક પદયાત્રાઓના સંધ નિકળે ત્યારે તેમાં જલસા પાણી હોય છે પરંતુ કોરોના વાઇરસના કારણેે ઉભી થયેલી લોકડાઉનની સ્થિતિમાં શ્રમજીવીઓની ખરી તાકાતના દર્શન થયા હતા.

     સ્પેનમાં પત્નીને ઉંચકીને દોડવાની સ્પર્ધા જોવા મળે છે, કોપીકેટ મનાતા બોલીવુડની અનેક ફિલ્મોમાં ખાસ કરીને ચેન્નાઇ અક્સપ્રેસમાં હિરો શાહરુખ હિરોઇનને ઉંચકીને મંદિરના બસો પગથિયા ચઢતો બતાવાય છે. પરંતુ આ લોકડાઉન ફેઇમ શ્રમજીવીઓએ તો ખભે પોતાના બાળકો અને ધરવખરી ઉંચકીને પોતાના વતન તરફ ચાલતી પકડી હતી. દિવસ રાત જોયા વગર આ લોકો ચાલતા હતા. 

    પોતાની પત્નીને પગે વાગ્યું હોઇ તેને ખબે ઉંચકીના ચાલતા પતિની તસ્વીરતો દેશભરમાં વાઇરલ થઇ હતી. નાના ધાવણા બાળકને લઇને ચાલતી માં,૩૦૦ કિ.મીટર ચાલતી પ્રેગનન્ટ સ્ત્રી જેવા દ્રશ્યો જોઇને કમકમાટી થાય છેે પરતુ સાથે સાથે આ લોકોના ધૈર્ય અને આત્મવિશ્વાસને સલામ કરવાનું મન થાય છે. આ લોકોને નથી તેમના ફોટાની પડી હોતી કે નથી તો આગળ જમવાનું મળશેે કે કેમ તેની પડી હોતી. તેમણે તેમના વતન જવાની વાટ પકડી એટલે ત્યાં પહોંચવા સિવાય કશું દેખાતું નહોતું.

   કોઇ કન્સટ્રકશન સાઇટ પર રમતા શ્રમજીવીઓના નાના બાળકો જોઇએ તો એમ થાય કે આ લોકો ને ઠંડી-તડકેા કે વરસાદ નથી નડતો. સમૃધ્ધ લોકોના સંતાાનોની સરખામણીમાં દેખાવે તે કદાચ ઓછા દેખાવડા લાગતા હશે પરંતુ કોઇ આર્ટીસ્ટને કુદરતી સોંદર્યથી છલકાતા બાળકનું ચિત્ર દોરવાનું કહો તો તે શ્રમજીવી બાળકની તસ્વીર વધુ પસંદ કરશે. કેમકે તેમાં કુદરતી રુપ છલકતું હોય છે.

      બેંગલોરથી ૨૫૦૦ કિલોમીટર કાપીને એક શ્રમજીવી રાજસ્થાન પહોંચ્યો તે અહેવાલને શૌર્ય ભર્યા કહી શકાય. આ માણસને રસ્તાની ખબર નહોતી કે નહોતો કોઇ ગુગલ મેપ. ગાડીના પાટે-પાટે તેણે ૮૦ ટકા અંતર કાપી નાખ્યું હતું. એક બે શ્રમજીવીની વાત નથી પણ ધાડે ધાડાં વતન જવા રોડ પર ઉતરી પડયા હતા. લોકો પોતાના સંતાનો અને માથે ઘરવખરીના પોટલાં ઉંચકીને ૮૦૦-૯૦૦ કિમીટર ચાલી નાખતા હતા.

     અહીં ઉલ્લેખનીય છે કે ગિરનાર આરોહણ અને પાવાગઢ આરોહણની સ્પર્ઘામાં હજારો યુવાનો ભાગ લેતા હોય છે. આ દરેક ગામડામાં રહેનારા હોય છે અને હરણની ઝડપે પર્વત ચઢતા હોય છે. તેમની પાસે પર્વતોરોહણનું કોઇ ટેકનીકલ જ્ઞાાન નથી હોતું. આવા લોકોને નેશનલ લેવાલની સ્પર્ધામાં ભાગ લેવા તૈયાર કરવાના પ્રયાસો ચાલે છે પણ બધું સરકારી રાહે મંદ ગતિએ હોય છે.

     શ્રમજીવીઓ અને ગામડામાં રહેલા લોકોના પગની તાકાત અને વિશ્વાસ જોઇને એમ લાગે છે કે તેમની તાકાતનો યોગ્ય દિશામાં ઉપયોગ નથી કરાયો. એક સમયહતો કે જ્યારે ગામડામાં રહેતો કિસાન હવામાનની આગાહી કરી શકતો હતો. 

          ગામડાના લોકો વાયરો (પવન) જોઇને કહી શકે છે કે વરસાદ ક્યારે આવશે. આજના વેધશાળાના વિજ્ઞાાન કરતાં પણ તે વધુ સચોટ સાબિત થતા હતા. પક્ષીઓના અવાજ પરથી અને ભેંસના ભાંભરવા પરથી કિસાનો જાણી શકતા કે થોડા સમય પછી શું થવાનું છે. ક્યારે કઇ ખેતી કરવી તેનું જ્ઞાાન પણ તેમની ઇનબિલ્ટ કેપેસીટીના એક ભાગ સમાન હતું.

    કુદરતી વાતાવરણમાં રહીને આ લોકોએ પોતાની શક્તિને ખીલવી હોય છે. શુધ્ધ ધી અને મહેનતું જીવન તેમની રોજીંદી કાર્યશૈલી હોય છે. આજે શહેરના લોકો ફાર્મ હાઇસ ઉભા કરીને ગામડા જેવું વાતાવરણ ઉભું કરવા પ્રયાસ કરે છે. પરંતુ ખરું ગ્રામ જીવન બહુ ઓછા લોકોને જોવા મળે છે. ગામ છોડીને શહેરમાં વસેલાઓને માદરે વતનની યાદ આવતી હોય છે. 

 શ્રમજીવી લોકોના પગમાં રહેલી તાકાતને યોગ્ય વણાંક આપવાની જરુર છે. કુદરતે તેમનામાં ભરેલી શક્તિને યોગ્ય દિશામાં વાળીને તેનો ઉપયોગ કરવાની જરુર છે.

    ગામડાઓના જીવનમાંથી સમાજ સુધારણાના કાર્યક્રમો તૈયાર કરવા જોઇએ. શહેરની ટેકનોલોજી અને ગ્રામ્ય જીવનથી ઉભી થતી તાકાતનો સમન્વય કરીને નવી પેઢીને તૈયાર કરવી જોઇએ.


Tags :