For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાઇઝ એન્ડ ફોલ ઓફ કિશોર બિયાણી રીટેલ કિંગે લેણદારો સામે તાજ ઉતાર્યો

- ફ્યુચર ગ્રુપે બોલિવુડની બે ફિલ્મો પણ બનાવી હતી

Updated: Nov 11th, 2022

રાઇઝ એન્ડ ફોલ ઓફ કિશોર બિયાણી રીટેલ કિંગે લેણદારો સામે તાજ ઉતાર્યોs- પૈસાનું રોકાણ મેળવવું કદાચ સહેલું છે, પણ દેવું ચૂકવવાનું મેનજમેન્ટ બહુ અઘરું થઈ પડતું હોય છે.

જેમને એક સમયે ભારતના રીટેલ કિંગનો તાજ પહેરાવાયો હતો તે કિશોર બિયાણીએ તે તાજ જાતે ઉતારીને લેણદારો સમક્ષ મુકી દીધોે છે. રિલાયન્સ સાથેનું ટ્રાન્ઝેક્શન ઘોંચમાં પડયા બાદ કિશોર બિયાણીની આગળ દેવાળિયાનું લેબલ લાગી ગયું છે. ટોચ પરથી ખાઇમાં ગબડેલા કિશોર બિયાણી જેવી રાઇઝ એન્ડ ફોલની ઘટના ભારતના કોર્પેરેટ જગતમાં જોકે નવી નથી. બિગ બાઝારનો કોન્સેપ્ટ મધ્યમવર્ગ સમક્ષ મૂકનાર કિશોર બિયાણીને દેશના લોકો નજીકથી ઓખળતા ઓળખતા આવ્યા છે.

દેવાના ડુંગર નીચે દબાયેલાઓ ભાગ્યે ેજ બહાર નીકળી શકે છે. સ્વબળે આગળ આવેલા કિશોર બિયાણી પાસે રીટેલ ક્ષેત્રે નવા આઇડિયાનો ખજાનો હતો. રિટેલ બિઝનેસની નસ પારખવામાં તે બાહોશ હતા. કિશોર બિયાણી નવા ઉદ્યોગ-સાહસિકો માટે આદર્શ હતા, પરંતુ દેવાનું મેનેજમેન્ટ તેમને ફાવ્યું નહીં. પૈસાનું રોકાણ મેળવવું કદાચ સહેલું છે, પણ દેવું ચૂકવવાનું મેનજમેન્ટ બહુ અઘરું હોય છે.

જેને સાંભળવા ઉદ્યોગ-સાહસિકો આતુર હતા તે કિશોર બિયાનીની દેવાના કારણે પડતી આવી છે અને તેમની કંપની ફ્યુચર ગુ્રપ ખરીદવા ૧૫ જેટલી કંપનીઓ લાઇનમાં ઊભી  છે. 

૧૯૮૭માં ચીલાચાલુુ વેેપાર સિસ્ટમથી ત્રસ્ત એવા કિશોર બિયાણી નામના એક મારવાડી યુવાને ડેનિમ વેચીને પોતાના સપનાંનો રીટેલ મહેલ ઊભો કરવાનું શરૂ કર્યું. ૧૯૯૧માં જ્યારે ઉદારીકરણનો પવન ફૂંકાયો ત્યારે તેમની ફાવટને પવન મળ્યો. ૧૯૯૭માં કોલકાતા ખાતે પહેલો પેન્ટાલૂન સ્ટોર ખોલીને તેમણે સફળતા મેળવી. 

૧૯૮૦ના દાયકામાં સ્ટોન વોશ ડેનિમ વેચીને પોતાના નાનો વ્યવસાય શરૂ કરનાર કિશોેર બિયાનીનું મગજ નવા આઇડિયાઝથી ઉછળકૂદ કરતું હતું.  પૈસાદારો જ નહીં, મધ્યમ વર્ગ પણ ઉત્તમ ડેનિમ ખરીદી શકે એવું આયોજન તેમણે શરૂ કર્યું. તેમાં સફળતા મળતાં જ તેમણે પોતની બ્રાન્ડ શરૂ કરી હતી. લોકોની ખરીદશક્તિને તેઓ સમજી શક્યા હતા અને તેની ઇકો સિસ્ટમનો ભાગ બની ગયા હતા. તેમણે બિઝનેસના જૂના નિયમોને દુર કર્યા, પણ બિઝનેસની નીતિને વળગી રહ્યા. દરેક બાબતમાં ભારતીય ટચ તેમની આગવી સૂઝ બતાવતા હતા.

૧૯૯૪માં તેમણે ફ્યુચર ગુ્રપ ઊભું કર્યું. જોતજોતામાં તે લોકોની નજરમાં ભરોસાપાત્ર બની ગયું. ફ્યુચર ગુ્રપ આગળ અટેલા માટે આવ્યું કે લોકોને સસ્તું કેવી રીતે મળી રહે તેના પર ધ્યાન અપાયું હતું. મુંબઇ-મહારાષ્ટ્રમાં ફ્યુચર ગુ્રપનો બેઝ બનાવીને કિશોર બિયાણીએ ભારતમાં પોતાની અનેક બ્રાન્ચ શરૂ કરી.

બિગ બાઝાર અને ફૂડ બાઝારને મળેલી લોકપ્રિયતા બિયાણીના મેનેજમેન્ટને આભારી હતી.  બ્રાન્ડ ફેક્ટરી જેવા લાઇફસ્ટાઇલ સ્ટોર્સ લોકોમાં પ્રિય થઇ ગયા. ફ્યુચર રીટેલ લિમિટેડ અને ફ્યુચર લાઇફસ્ટાઇલ લિમિટેડ એ બંને કંપનીઓ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને એનએસઇ પર લિસ્ટેડ થઈ. 

આ ગુ્રપની ફેશન અને સ્પોર્ટ્સ બ્રાન્ડ ઇન્ડિગો નેશન,સ્પેલ્ડીંગ,લેમ્બાર્ડ વગેરેનું પ્રમોશન કરવામાં આવતું હતું. કિશાર ેબિયાણીનો સૂરજ મધ્યાન્હે તપતો હતો ત્યારે લોકો તેમનું અનુકરણ કરતા હતા, તેમની સફળતા પર પુસ્તકો લખાતાં હતાં. સફળ બિઝનેસમેનની યાદીમાં તેઓ ટોપ પર રહેતા હતા.

૨૦૦૭માં તેમણે ફ્યુચર જનરલ ઇન્સ્યોરન્સ અને વેલ્થ મેનેજમેન્ટ  પર હાથ અજમાવ્યો. તેમાં ધબડકો થયો હતો અને પછી મંદીના વમળમાં તેઓ ફસાતા ગયા. 

સ્વભાવે સાહસિક કિશોેર બિયાણીએ એક તબક્કે બોલિવુડની બે ફિલ્મો પણ બનાવી હતી. પોતાનો બિઝનેસ ડાયવર્ટ કરવા મથતા કિશોેર બિયાણીએ આર્થિક ફટકા સહન કર્યા, તેમ છતાં તેમણે બિઝનેસમાં નવી તકો શોધવાનું ચાલુ રાખ્યું. દેશભરમાં ૧૦૦ સ્ટોર્સ ખોેલનારા કિશોેર બિયાણી જોખમ ઉઠાવનારા હતા, પરંતુ અમુક આર્થિક જોખમોને સમજવામાં તેઓ થાપ ખાઈ ગયા અને આજે તેમની કંપની વેચાઇ રહી છે.

કિશોેર બિયાણીની કંપનીઓના જૂથ સામે ૩૦ સપ્ટેમ્બર,૨૦૨૧ના રોજ ૨૭,૦૦૦ કરોડનું દેવું બોલતું હતું.  તેમને દેવાની ગંધ આવી ત્યારે તેમણે  પેન્ટાલૂન આદિત્ય બિરલા ગુ્રપને ૧૬૦૦ કરોડ રૂપિયામાં વેચી નાખ્યું.

ઓનલાઇન રીટેલર એમેઝોન અને વોલમાર્ટ હસ્તકની ફ્લિપકાર્ટને પડકારી શકનારે બિગબજાર ડાયરેક્ટ શરૂ કર્યું હતું, પરંતુ પડે ત્યારે સઘડું પડતું હોય છે.


Gujarat