Get The App

ડેમોક્રેટ્સના રંગે રંગાયેલા શિકાગોને બદનામ કરવા રિપબ્લિકનોની ચાલ

Updated: Sep 5th, 2025

GS TEAM

Google News
Google News
ડેમોક્રેટ્સના રંગે રંગાયેલા શિકાગોને બદનામ કરવા રિપબ્લિકનોની ચાલ 1 - image

- ટ્રમ્પ કહે છે કે શિકાગો હત્યારાઓનું શહેર

- પ્રસંગપટ

- દક્ષિણ અને ઉત્તર ગુજરાતના બે લાખ જેટલા ગુજરાતીઓ શિકાગોમાં શાંતિથી રહે છે

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ટ ટ્રમ્પે શિકાગોને વિશ્વના સૌથી મોટા હત્યારા શહેર તરીકે જાહેર કરીને વધુ એક વિવાદ ઊભો કર્યો છે. ભારતીયો લોકો શિકાગો શહેરથી પરિચીત છે. અનેક ગુજરાતીઓ ખાસ કરીને દક્ષિણ અને ઉત્તર ગુજરાતના ગુજરાતીઓ શિકાગોમાં રહે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભલે એમ કહે કે શિકાગો વિશ્વનું સૌથી મોટું હત્યારૃં શહેર છે, પરંતુ વિશ્વના ટોપ-ટેન ક્રાઇમ સિટી કે ટોપ-ટેન ગુંડાગીરી ધરાતતા શિકાગોનું નામ જોવા મળતું નથી. જેમ ભારતમાં વિપક્ષ શાસિત કોઇ રાજ્યમાં અવ્યવસ્થાનો માહોલ હોય કે કોઇ ક્રાઇમની ઘટના થઈ હોટ તો દિલ્હીમાં બેઠેલો શાસક પક્ષ રાજ્યની એ ઘટના અંગે ટીકાઓ કરે અને ત્યાં રાષ્ટ્રપતિશાસન નાખવાની વાત કરે એવું જ શિકાગોના કેસમાં બન્યું છે.

ઉદાહરણ આપીને લખીએ તો જેમ વડાપ્રધાન મોદી કહે કે પશ્ચિમ બંગાળનું કોલકત્તા વિશ્વનું સૌથી મોટું હત્યારૃં શહેર છે, તો તરત જ વિપક્ષ કહેશે કે પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેેતૃત્વવાળું શાસન હોવાછી મોદી રાજ્યને બદનામ કરવાની વાત મોદી કરી રહ્યા છે. એવીજ રીતે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે  શિકાગો માટે કર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.    અમેરિકામાં રિપબ્સિત સત્તા પર છે, તેથી તેઓ વિપક્ષ એવા ડેમોક્રેટ્સ શાસિત રાજ્યને બદનામ કરી રહ્યા છે.  શિકાગોને હત્યારાઓનું શહેર કહીને રિપબ્લિકનો અમેેરિકાનાં અન્ય રાજ્યોને એવું બતાવવા માંગે છે કે જુઓ. ડેમોક્રેટે શિકાગોને કેવું બરબાદ કરી નાખ્યું છે.  અમેરિકાના પ્રમુખ જ્યારે શિકાગોને મર્ડર કેેપિટલ ઓફન ધ વર્લ્ડ કહે ત્યારે આખા વિશ્વની નજર શિકાગો તરફ ખેંચાય તે સ્વભાવિક છે. ટ્રમ્પે ક્હયું છે કે અમે શિકાગોના ગવર્નરને વારંવાર કહ્યું છે કે ફેડરલ સૈન્યની મદદ લો.  જેમ આપણે ત્યાં હિંસક તોફાનો ડામવા લશ્કર મોકલાય છે એમ અમેરિકામાં ફેડરલ સૈન્ય મોકલાય છે.

ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો સ્થાનિક પોલીસ અસરકરાક પગલાં નહીં ભરે તો અમે ફેડરલ આર્મીની સહાય મોકલીશું. ટ્રમ્પે જાહેરમાં કહ્યું હતું કે શિકાગોમાં અરાજકતા જોવા મળી રહી છે. શિકાગોના મેયર કાર્યક્ષમ નથી. શિકાગોમાં ગયા અઠવાડીયે ૫૪ લોકો પર ગોળીબારની ઘટના નોંધાઇ છે તેમાં ૭નાં મૃત્યુ થયા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે શિકાગો વિશ્વનું સૌથી જોખમી શહેર બની રહ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે જેમ મેં વોશિંગટન ડીસીમાં  ક્રાઇમની સમસ્યા નિવારી છે એમ હું શિકાગોમાં પણ કરી શકું છું. ટ્રમ્પ નેશનલ ગાર્ડને સોંપીને શિકાગોમાં શાંતિ લાવી શકે છે. પરંતુ કાયદો એમ કહે છે કે ફેડરલ સૈન્યનો ઉપયોગ શહેરોની સમસ્યામાં બહુ મર્યાર્દિત રીતે કરવાનો હોય છે. શિકાગોમાં નેશનલ ગાર્ડના ઉપયોગ પર કોર્ટે સ્ટે આપ્યો છે અને તેની આગામી સુનાવણી ૧૨ સપ્ટેમ્બરે છે. 

ટ્રમ્પ નેશનલ ગાર્ડ મોકલીને શિકાગોમાં પોતાનું વર્ચસ્વ ઊભું કરવા માંગતા હતા, કેમ કે વર્ષોથી શિકાગો ડેમોક્રેટ્સના રંગે રંગાયેલું છે. શિકાગોમા ઉપરાછાપરી બનેલી ગોળીબારની ઘટનાઓનો ટ્રમ્પ રાજકીય લાભ ઉઠાવવા માંગે છે તે હવે જાહેરમાં ચર્ચાઇ રહ્યું છે.   શિકાગોમાં ગુજરાતીઓ સંખ્યા પોણાબે થી બે લાખ જેટલી છે. શિકાગોમાં ભારતીય સંગઠનો ૨૦૦ જેટલા છે જ્યારે માત્ર ગુજરાતીઓના ૧૦થી ૧૫ જેટલાં સંગઠનો છે. દ.ગુજરાત અને ઉત્તર ગુજરાતના લોકો ભેગા મળીને શિકાગોમાં ગેરકાયદે વસતા લોકો માટે મેડિકલ કેમ્પો પણ રાખે છે અને તેમને કાયદાકીય સલાહો પણ પુરી પાડે છે. શિકાગોમાં ૧૨ થી૧૫ મંદિરો છે, ચાર મોટા દેરાસરો છે. ગણપતિ સ્થાપન, નવરાત્રી અને પર્યુષણની વ્યાખ્યાન માળા પણ ત્યાં યોજાય છે. અઠ્ઠઇ તપની આરાધના કરતા ગુજરાતી લોકો પણ ત્યાં હજારોની સંખ્યામાં જોવા મળે છે. 

આવતીકાલે શિકાગોમાં ૧૧ જેટલા ગણપતિનું વિસર્જન યોજાવાનું છે. શિકાગો ખાતેના ગુજરાત સમચારના પત્રકારે જણાવ્યું છે કે જે રીતે સમચાર માધ્યમોમાં શિકાગોમાં ચાલતી ગુંડાગીરીને ચીતરવામાં આવે છે તે હકીકતથી બહુ દુરની વાત છે. વિશ્વની અનેક સમસ્યાનો ઉકેલ પોતે લાવી શકે છે એવી અતિશયોક્તિમાં રાચતા ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ તેમનાજ દેશમાં શિકાગો ખાતે થઇ રહ્યો છે. શિકાગોની સમસ્યા પોતે ઉકેલી શકે છે એમ કહીને તેને વિશ્વનું સૌથી મોટું હત્યારાઓનું શહેર ગણાવીને બદનામ કરી રહ્યા છે. ટૂંકમાં એમ કહી શકાય કે રાજકીય કાગડા વિશ્વમાં બધેજ કાળા છે. દરેક પોતાના પક્ષના સ્વાર્થમાં નિર્ણયો લેતા હોય છે.