Get The App

પ્રાચીન ઔષધોના સંશોધનની ટીકા સામે કેરળ કોંગ્રેસ પર વળતો પ્રહાર

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
પ્રાચીન ઔષધોના સંશોધનની ટીકા સામે કેરળ કોંગ્રેસ પર વળતો પ્રહાર 1 - image

- ગૌમૂત્ર પર સંશોધન કરનારને પદ્મશ્રી અપાયાનો વિવાદ

- પ્રસંગપટ

- અભિનેતા અક્ષય કુમાર, પરેશ રાવલ, પ્રજ્ઞા ઠાકુર વગેરે પણ કહી ચૂક્યા છે કે અમે ગૌમૂત્રનું સેવન કરીએ છીયે

ગૌમૂત્રના સંશોધન માટે જેમનું પદ્મશ્રી આપીને બહુમાન કરાયું છે તે શ્રી.વી.કામાકૂટી આઇઆઇટી મદ્રાસમાં ૨૦૨૨થી ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. શ્રી વી.કામાકૂટીને મળેલા પદ્મશ્રીની ટીકા કેરળ કોંગ્રેસે કરતાં વિવાદ ઉભો થયો હતો. પરંતુ ઝોહોના ફાઉન્ડર શ્રીધર વામ્બુએ વળતો પ્રહાર કરીને વી.કામાકૂટીને મળેલા પદ્મશ્રીને યોગ્ય ગણાવ્યો હતો. કેરળ કોંગ્રસ પોતાના વિરોધને વળગી રહ્યું હતું.

પદ્મશ્રી મેળવનાર વી. કામાકૂટીએ લખ્યું હતું કે ૨૦૪૭ના વિકસીત ભારતની દિશામાં આગળ વધવા હું તમામ પ્રયાસ કરીશ જ્યારે કેરળ કોંગ્રેસે લખ્યું હતું કે ગૌમૂત્રને વૈશ્વિક તખ્તા પર લઇ જવા બદલ અભિનંદન એમ કહીને ટીકા પણ કરી હતી. કોંગ્રેસનો ઉલ્લેખ એવો હતો કે ગૌ મૂત્રના સંશોધનની વાત બકવાસ છે અને તે માટે પદ્મશ્રી અપાય તે પણ વિચિત્ર કહી શકાય.

ઝોહોના ફાઉન્ડર વેમ્બુએ જેવો કામાકૂટીના સંશોધનને ટેકો જાહેર કર્યો કે કોંગ્રેસે તાડૂકીને કહ્યું હતું કે જો સંશોધન ઉપયોગી હોય તો તેમાં રોકાણ કરોને.

જાન્યુઆરી ૨૦૨૫માં કામાકૂટીએ એક રીસર્ચ પેપર બહાર પાડીને લખ્યું હતું કે એન્ટી બેક્ટેરીયાના ગુણધર્મ ધરાવે છે. ગાયના છાણનો પ્રોજેક્ટ પણ ઉપયોગી બન્યો છે. તાજેતરમાં ગાયના છાણમાંથી બનાવેલ પંચગવ્ય પર સંશોધન કરાયુ ંહતું એવીજ રીતે ગાયના ઘીનો કેન્સર મટાડવામાં ઉપયોગનો પણ પ્રચાર પ્રસાર કરાયો હતો.

મધ્યપ્રદેશમાં ગાયના સંશોધનો પાછળ કરાતા કરોડોના ખર્ચની પણ કોંગ્રેસે ટીકા કરી હતી.

ઝોહોના વામ્બુએ ગૌમૂત્રના સંશોધનની પ્રશંસા કરતાં કોંગ્રેસ તેમને તે સંશોધનમાં પૈસા રોકવા કહ્યુ ંહતું.  કોંગ્રસનું કહેવું હતું કે જો ગૌ મૂત્ર કેન્સર મટાડી શકે છે તો તે પ્રચાર વિશ્વમાં કરવો જોઇએ.

ઝોહોના વામ્બુ બહુ સ્પષ્ટ છેકે ગાયનું છાણ અને મૂત્રની મેડિકલ અને બાયોલોજીકલ વેલ્યુ માનવજાત માટે બહુ ઉપયોગી બની શકે છે. તે કહે છેકે જ્યારે હાર્વર્ડ અને એમઆઇટી જેવી નામાંકીત સંસ્થાઓ કામાકોટીના સંશોધન કરાયેલા અહેવાલને પબ્લીશ કરતી હોય ત્યારે તેને માન આપવું જોઇએ અને ગુલામી પ્રથા સાથે સંકળાયેલા વિચારોને દૂર કરીને પોઝિટીવ બનવું જોઇએ.

કામાકૂટીએ તેમના સંશોધનમાં કહ્યું છે કે વિવિધ બિમારીમાં ખાસ કરીને આંતરડાની બિમારીમાં પણ તે બહુ ઉપયોગી બની શકે છે.

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇ ગૌ મૂત્રનું સેવન કરતા હોવાનું સ્વિકારી ચૂક્યા છે. અભિનેતા અક્ષય કુમારે પણ નિખાલસ રહીને કબૂલ્યું છેકે તે પણ ગૈામૂત્રનું સેવન કરે છે. પરેશ રાવલ, પ્રજ્ઞા ઠાકુર વગેરે પણ કહી ચૂક્યા છે કે અમે ગૌ મૂત્રનું સેવન કરીએ છીયે. ગૌમૂત્રમાં ડાયાબીટીસ અને કેન્સર જેવી બિમારી મટાડવાની ક્ષમતા રહેલી છે. જોકે કેટલાક કહે છેકે ગૌમૂત્રનો પ્રચાર કરનારા મોદી સમર્થકો છે અને જે ચીજના કોઇ વૈજ્ઞાનિક પુરાવા નથી તેનો ખોટી રીતે પ્રચાર કરાઇ રહ્યો છે.

એક તરફ મોદી સરકારે આયુર્વેદ અને યોગને પ્રોત્સાહન માટે વિવિધ પ્રોગ્રામ કરીને પ્રચાર પ્રસાર કરી રહી છે ત્યારે તેના વિરોધ કરનારા છે જે ગૌમૂત્રનું સંશોધન કરનારાને આપેલા પદ્મશ્રીના વિરોધ પરથી જણાઇ આવે છે.  આયુષ મંત્રાલય ગૌમૂત્રના ઉપયોગથી દવા  બનાવવી અને તેને ઉપયોગમાં લેવા પર ભાર મુકી રહી છે. કેન્સર માટે ઉપયોગી દવા પણ ગૌમૂત્રમાંથી બનાવી રહી છે.

આયુર્વેદ અને નેચરોપેથી સારવાર તરફ લોકો વળી રહ્યા છે. એન્ટીબાયોટીક્સની અસર પણ જ્યારે નથી થતી ત્યારે લોકો પ્રાચીન ઔષધો અને સિસ્ટમ તરફ વળી રહ્યા છે. ગૌમૂત્રનો વપરાશ કરનારાની સંખ્યા વધી છે કેમકે તેના લાભ લોકો અનુભવી રહ્યા છે.

લોકો સ્વમૂત્રનો પણ પ્રયોગ કરી રહ્યા છે. ધાર્મિક સંસ્થાઓમાં મળતું ગૌમૂત્ર શુધ્ધ હોય છે તેને પ્રોસેસ કરીને બનાવાય છે.