Get The App

દક્ષિણની ફિલ્મોના અભિનેતાઓને લોકો ભગવાનની જેમ પૂજતા હોય છે

Updated: Sep 29th, 2025

GS TEAM

Google News
Google News
દક્ષિણની ફિલ્મોના અભિનેતાઓને લોકો ભગવાનની જેમ પૂજતા હોય છે 1 - image

- પ્રસંગપટ

- એક્ટર વિજયને શરૂઆતમાં જ બદનામી મળી 

- વ્યક્તિગત લોકપ્રિયતાના આધારે રાજકીય પક્ષ રચવાની ચેષ્ટા આરંભે શૂરા સમાન સાબિત થાય છે

વિશ્વભરમાં ક્રેઝી લોકો જોવા મળેે છે. આપણે ત્યાં પણ વિવિધ પ્રકારના ક્રેઝ જોવા મળે છે.   કોઇ ક્રિકટરો પાછળ પાગલ હોય છે તો કોઇ ફૂટબોલ પ્લેયરો પાછળ તો કોઇ પોપસિંગર તો કોઇ દક્ષિણના અભિનેતા વિજયની પાછળ પાગલ હોય છે. વિજયને જોવાના ક્રેઝમાં ગયા અઠવાડિયે ૪૦ લોકો મોતના મુખમાં સમાઇ ગયા હતા.દક્ષિણની ફિલ્મોના વિજયની રેલીમાં ભાગદોડ પાછળના અનેક કારણો હોવાનું મનાય છે. ૪૦ લોકોનાં મોત પાછળ કેટલાકને કાવત્રું નજરે પડે છે તો ક્ટલાક વિજયને તમિળનાડુુના રાજકારણથી દૂર રાખવા માંગતા હોય એમ લાગે છે. વિજયે વારંવાર કહ્યું હતું કે 'તમિળનાડુને હું કુટુંબવાદથી દૂર રાખવા પ્રયાસ કરૂં છું.' તેમનો ઇશારો તમિળનાડુના મુખ્ય પ્રધાનના કુટુંબ તરફ હતો. વિજયની જાહેર સભાની ભીડ જો ઇને સત્તાધારી રાજકીય પક્ષના પેટમાં તેલ રેડાય તે સ્વાભાવિક છે.  તેઓ  વિજય ને ઉગતાજ ડામી દેવા પ્રયાસ કરે તે પહેલી દ્રષ્ટિએ તાર્કિક લાગે તેવી વાત છે. 

હકીકત તો પોલીસ તપાસ પછી બહાર આવશ,બાકી દક્ષિણની ફિલ્મોના અભિનેતાઓને લોકો ભગવાનની જેમ પૂજતા હોય છે. બોલિવુડના અભિનેતાઓ દક્ષિણના અભિનેતાઓની જેમ ક્યારેય પૂંજાયા નથી. દક્ષિણના અભિનેતાઓ તેમની સંસ્કૃતિની જતન કરતા હોય છે (કમસે કેમ એવી ઇમેજ તો જરુર ઊભી થતી હોય છે) અને સ્થાનિક સમસ્યાઓ સામે બંડ પોકારતી ફિલ્મો બનાવે છે. દક્ષિણના સૌથી લોકપ્રિય અભિનેતાઓ જાહેર જીવનમાં ધાર્મિક પરંપરાઓ તથા સ્થાનિક સંસ્કૃતિને વળગી રહ્યા હોય છે.  બોલિવુડ પર સંસ્કૃતિ વિરોધી ફિલ્મો બનાવવાનો આરોપ અવારનવાર લાગતો રહ્યો છે. દક્ષિણની ફિલ્મો માટે આવી ફરિયાદો પ્રમાણમાં ઘણી ઓછી થાય છે. 

દક્ષિણના પ્રેક્ષકો માટે એક સમયે એમ કહેવાતું હતું કે જો ભગવાન કૃષ્ણ સાક્ષાત તેમની સામે આવીને ઉભા રહે તો તે શંકા કરે કે આ સાચા નથી લાગતા, કેમકે તે એનટીઆર જેવા નથી લાગતા.(એનટીઆર એટલે એનટી રામારાવ, જેમણે દક્ષિણની ફિલ્મોમાં અવાર નવાર કૃષ્ણની ભૂમિકા ભજવી હતી.) કર્ણાટકની ઓળખ માટે અભિનેતા રાજકુમારે ફિલ્મો મારફતે ઝુંબેશ ચલાવી હતી તો એનટી રામારાવે તેલુગુના લોકોના ગૌરવ માટે નવો રાજકીય પક્ષ બનાવાયો હતો જ્યારે એમ .જી. રામચન્દ્રને તમિળ લોકોની જાગૃતી માટે સામાજીક સમસ્યાઓ પર ફિલ્મો બનાવી હતી.

દક્ષિણના અભિનેતાઓની બાલિવુડના અભિનેતાઓ સાથે સરખામણી થઇ શકે એમ નથી કેમકે બાલિવુડ  બહુધા મનોરંજન અને મસાલા પર આધારીત રહ્યું છ. દક્ષિણના અભિનેતાઓ પોતાના સમાજના ઉત્કર્ષમાં ક્યારેક સૂક્ષ્મ તો ક્યારેક પ્રગટ ભૂમિકા ભજવતા હતા. 

ધાર્મિક ફિલ્મોમાં દક્ષિણના અભિનેતાઓ બહુ પરફેક્ટ ભૂમિકા ભજવતા હતા. શિવાજી ગણેશન ભગવાન શિવ બનતા હતા, કન્નડના અભિનેતા રાજકુમાર ભગવાન રામના રોલ ભજવતા, એનટી રામારાવ ભગવાન કૃષ્ણનો રોલ કરતા હતા. તમિળ અભિનેતા સંત રાઘવેન્દ્રનો રોલ કરતા હતા. આ રીતે તે લોકોની લાગણી સાથે જોડાયેલા રહેતા હતા.

દક્ષિણના ફિલ્મ અભિનેતાઓ સાથે દક્ષિણના લોકો પણ લાગણી સાથે  જોડાયેલા હોય છે. એનટી રામારાવનું અવસાન થયું ત્યારે અનેક લોકોએ શરીર પર કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. બાલિવુડમાં કોઇ અભિનેતા માટે આત્મવિલોપન જેવો ક્રેઝ જોવા નથી મળ્યો.  

ે ગયા અઠવાડીયે જ્યારે અભિનેતા વિજયની રેલીમાં થયેલી ધક્કામુક્કીમાં ૪૦ લોકો મોતને ભેટયા ત્યારે તેમની લોકપ્રિયતા લોકોની નજરમાં આવી હતી. વિજયની ટીમના સભ્યોએે જાણતા હતાકે વિજયને જોવા હજારો લોકો આવશે અને તેમને નિયંત્રણમાં રાખવા બહુ અઘરૂં બની જવાનું છે. વિજયની રેલીમાં બાળકો સાથે લઇને આવનારા તેમના લોક લાડીલા હીરોને જોવા આવ્યા હતા.તેમના ખભા પર બાળક ઉંચકીને તે વિજયને જોવા મથતા હતા. વિધિની વિચિત્રતા જુઓ આવું પાગલપણું ધરાવતા કેટલાકલ કમનસીબ ચાહકો સીધા ઉપર  ખેંચાઇ ગયા. અનહદ  ભીડમાં વ્યવસ્થા માટે સામાન્ય પોલીસો હતી, જે અપૂરતી સાબિત થઈ.  

વિજયની રાજકીય તખ્તા પર સફળતા ન ઇચ્છતા અનેક રાજકીય પક્ષોની મેલી મુરાદ સફળ થઇ છે? એ તો તપાસપ્રક્રિયા પૂરી થાય ત્યારે ખબર. ે વિજયને પ્રથમ પ્રયાસમાં બદનામી મળી છે. વ્યક્તિગત લોક પ્રિયતાના આધારે રાજકીય પક્ષ રચવાનો પ્રયાસ આરંભે શૂરા સમાન સાબિત થતો હોય છે.