mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

અમેરિકી પ્રેશરઃ સરકારે લેપટોપ લાયસન્સિંગ પોલિસી પાછી ખેંચી

Updated: Mar 29th, 2024

અમેરિકી પ્રેશરઃ સરકારે લેપટોપ લાયસન્સિંગ પોલિસી પાછી ખેંચી 1 - image


- અમેરિકાના લોબીંગના પ્રભાવનું લેટેસ્ટ ઉદાહરણ 

- પ્રસંગપટ

- કેટલીક કંપનીઓ પાસેથી આયાત કરાતાં લેપટોપ વગેરેનાં શિપમેન્ટ માટે લાયસન્સ લેવું ફરજીયાત બનાવ્યું હતું

અમેરિકાનું લોબીંગ અને એપલ, ડેલ તેમજ એચપી જેવી કંપનીઓનો પ્રભાવ એટલો અસરકારક છે કે ભારત સરકારે તેની લેપટોપ લાયસન્સિંગ પોલિસી ઉલટાવી દેવી પડી છે. અમેરિકાના લોબીંગની અસરકારકતાનું આ લેટેસ્ટ ઉદાહરણ છે. 

ગયા ઓગસ્ટ માસમાં ભારત સરકારે એપલ, ડેલ અને એચપી જેવી કંપનીઓ પાસેથી આયાત કરાતાં લેપટોપ, ટેબ્લેટ અને પર્સનલ કમ્પ્યુટરોનાં શિપમેન્ટ માટે લાયસન્સ લેવું ફરજીયાત બનાવ્યું હતું, કેમ કે આ કંપનીઓની પ્રોડક્ટ્સને કારણે ભારતના સ્થાનિક ઉત્પાદકોના વેચાણને ફટકો પડતો હતો.

 જોકે થોડા મહિનામાં જ ભારત સરકારે પોતાનો નિયમ ઉલટાવીને યુ-ટર્ન લીધો છે. ભારતે અચાનક પોતાની લેપટોપ પોલિસી બદલીને ભારતના ઉત્પાદકોને ચોંકાવી દીધા છે. ભારતના સત્તાધારીઓએ કહ્યું છે કે હવે અમેરિકી કંપનીઓના માલની આયાત પર નજર રાખવામાં આવશે.

મળતી માહિતી અનુસાર, ભારત સરકારે લેપટોપ પોલિસી બાબતે લીધેલા યુ-ટર્ન પાછળ વિશ્વ વેપાર સંગઠનમાં  અમેરિકાએ કરેલી ભારતની તરફેણ જેવા મુદ્દા ધ્યાનમાં લેવાયા હતા. અમેરિકાના અધિકારીઓ જાણતા હતા કે ભારતના વડાપ્રધાનને પોલિસીથી થતા નુકશાન અંગે સમજાવવા બહુ મુશ્કેલ છે, છતાં તે માટે પ્રયાસો કરાયા હતા.

 સામાન્ય રીતે એક વાર કોઇ પોલિસી નક્કી થાય પછી તેમાં ફેરફાર કરવાની વાત સાથે વડાપ્રધાન મોદી સંમત થતા નથી. જોકે અમેરિકાના અધિકારીઓ વડાપ્રધાન મોદીને એ મુદ્દો સમજાવવામાં સફળ થયા હતા કે વિદેશના રોકાણ અને બંને દેશ વચ્ચેના મુક્ત વેપારના વાતાવરણમાં ભારતની પોલિસી નુક્સાનકારક સાબિત થઇ શકે છે.

ભારત સરકારે અમેરિકાથી આયાત થતાં લેપટોપ વગેરે સંબંધિત પોલિસી અચાનક અમલી બનાવી ત્યારે અમેરિકાનાં બિઝનેસ વર્તુળો ચોંકી ગયાં હતાં. કોઇએ કલ્પ્યું પણ નહોતું કે ભારત લેપટોપની શિપમેન્ટ માટે લાઇસન્સ જેવું કડક પગલું ભરશે. આ ક્ષેત્રે અમેરિકાનો ભારત સાથેનો બિઝનેસ વર્ષે ૫૦૦ મિલિયન ડોલરનો છે. 

એક અહેવાલ અનુસાર, ભારતમાં લેપટોપ અને પર્સનલ કમ્પ્યુટરનું માર્કેટ આઠ અબજ ડોલરનું છે. ભારતે લેપટોપ પોલિસી જાહેર કરી ત્યારે અમેરિકાનાં ટ્રેડ રિપ્રેઝન્ટેટીવ કેથરીન ભારતના કોમર્સ પ્રધાન પીયૂષ ગોયલને નવી દિલ્હી ખાતે મળ્યાં હતાં. ભારતે અચાનક જાહેર કરેલી પોલિસી સામે વાંધો ઉઠાવીને કહ્યું હતું કે સંબંધિત દેશ સાથે ચર્ચા કર્યા વગર આવો નિર્ણય ન લેવો જોઇએ. 

 તે વખતે એવુંય કહેવાયું હતું કે ભારતને ઇલેકટ્રોનિક ક્ષેત્રે અમેરિકાની આવશ્યકતા હોય એમ લાગતું નથી. એવા પણ અહેવાલો જોવા મળતા હતા કે જો ભારત અચાનક આવા પેાલિસી નિર્ણયો લે તો ભારત સાથે બિઝનેસ કરતાં અન્ય દેશો પણ વિચાર કરશે. દરમિયાન અમેરિકાનો ટ્રેડ પોર્ટફોલિયા સંભાળનાર ડિપ્લોમેટ ટ્રેવીસે પણ ભારતના અધિકારીઓને કહ્યું હતું કે ભારતની લેપટોપ લાયસન્સ પોલિસી ખોટી છે. ભારતનું આઇટી મંત્રાલય જાણતું હતું કે અમેરિકાની કંપનીઓ પ્રેશર વધારી રહ્યા છે.  

અમેરિકા માનતું હતું કે ભારત જે રીતે લાયસન્સ સિસ્ટમ ઊભી કરીને મોનીટરિંગ કરવા માગે છે તે ઉપયોગી બનવાનું નથી.

 અમેરિકાએ ભારતને ડબલ્યુટીઓ કરારની યાદ દેવડાવી હતી. ગયા ઓગસ્ટમાં કોમર્સ પ્રધાન પીયૂષ  ગોયલ સાથે થયેલી મિટીંગમાં પણ અમેરિકાના ડિપ્લોમેટે લાયસન્સ  પોલિસી બાબતે  ચિંતા વ્યક્ત કરી હતી. પીયૂષ ગોયલ સહિતના ત્રણ અધિકારીઓએ કહ્યું હતું કે અમેરિકા ગમે એટલું પ્રેશર લાવે, પણ ભારત પોલિસીમાં કોઇ ફેરફાર કરવા તૈયાર નથી.

 એક અમેરિકી ડિપ્લોમેટે કહ્યું હતું કે ભારત પોતાની પોલિસી ઘડવા બાબતે સ્વતંત્ર છે. ભારત પોતાના ઉત્પાદકોનું વેચાણ વધારવા માગે છે. માસ્ટક કાર્ડ અને વિસા કાર્ડના ડેટા સ્થાનિક સ્તરે સ્ટોર કરવા જેવા ભારતના નિર્ણયો પણ અમેરિકાને પસંદ પડયા નહોતા. જોકે ભારતે અમલી બનાવેલી લેપટોપ લાયસન્સિંગ પોલિસી પાછી ખેંચી લીધી છે.

Gujarat