- ધૂરંધરની સફળતા પહેલા ડોન-3 સાઇન કરી હતી
- પ્રસંગપટ
- રણવીર અને ફરહાન અખ્તર વચ્ચેની કોલ્ડ વોર ધૂરંધર પછી ભડકી ઉઠી હતી, લોસ ફરહાનને જવાનો છે
ડોન-૩ના વિવાદ પાછળ ધૂરંધરની સફળતા છૂપાયેલી છે. જ્યારે રણવીર સિંહ પર ફિલ્મ માર્કેટ નિષ્ફળ કલાકારનું લેબલ માર્યું હતું ત્યારે ડોન-૩ માટે કરાર થયા હતા. ત્યારે પણ ફિલ્મની સ્ક્રીપ્ટ બાબતે વિવાદ ચાલતો હતો. ત્યારે રણવીર ફ્લોપ હિરોની યાદીમાં હતો તેથી તેના સજેશનો ધ્યાનમાં લેવાતા નહોતા પરંતુ હવે ધૂરંધરની સફળતાએ રણવીરને સોદાબાજ બનાવી દીધો છે. રણવીરનું નામ જ્યાં પડે ત્યાં સફળતા જોવા મળે છે. અનેક માર્કેટિંગ કંપનીઓ રણવીરની ઓફિસે પોતાની બ્રાન્ડની જાહેરાત માટે ઉભી છે.
ધૂરંધર પહેલાનો રણવીર અને ધૂરંધરની ભવ્ય સફળતા પછીનો રણવીર બંનેમાં ઘણો ફર્ક છે. હાલના સંજોગો એવા છે કે રણવીરના નામ માત્રથી કોઇ પણ ફિલ્મ હીટ જઇ શકે છે. ડોન-૩ની સફળતા રણવીરના નામ માત્રથી હીટ જવાની હતી. પરંતુ રણવીર અને ફરહાન અખ્તર વચ્ચેની કોલ્ડ વોર ધૂરંધર પછી ભડકી ઉઠી હતી. ડોન-૩ માટે રણવીરના પોતાના આઇડયા હોય તે સ્વભાવિક છે.
અમિતાભ બચ્ચનના ડોનની સફળતાના પગલે શાહરૂખખાનને લઇને ડોન-૨ બનાવાઇ હતી. પરંતુ તે ફ્લોપ ગઇ હતી. આ વિવાદ હવે વળતરના દાવા, સર્જનાત્મક મતભેદો અને ફિલ્મ ઉદ્યોગના અસહકારના નિર્દેશ સુધી વિસ્તર્યો છે.
જ્યારે ૨૦૨૩ માં રણવીર સિંહને નવા ડૉન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, જે અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન દ્વારા ક્યારેક નિભાવવામાં આવેલા પાત્રમાં કદમ મૂકી રહ્યો હતો, ત્યારે ચાહકો ઉત્સુક અને ઉત્સાહિત હતા. પરંતુ આ સફરમાં ક્યાંક ને ક્યાંક, બધું વિખેરાઈ ગયું.જેમાં રણવીર અને ફરહાન અખ્તરનો અહમ આડે આવી ગયો છે.
જ્યારે ૨૦૨૩ માં રણવીર સિંહને નવા ડૉન તરીકે જાહેર કરવામાં આવ્યો, અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન દ્વારા આઇકોનિક બનેલી ભૂમિકા વારસામાં મેળવી, ત્યારે ચાહકો ઉત્સાહિત પણ થયા હતા અને બે ભાગમાં વહેંચાયેલા જોવા મળતા હતા. એક વર્ગ કહેતો હતો કે ડોનના નામને બહુ વટાવાયું છે. ડોન આધારીત ફિલ્મો અભિનેતા કોણ છે તેના નામ પર ચાલશે. ધૂરંધરની સફળતા પહેલાં રણવીરનુ નામ ડોન-૩ માટે જાહેર કરાયું હતું.
જ્યારે રણવીર ડોન-૩માં એક્શન સીન અને ફિલ્મી મસાલા ઉમેરવા માંગતો હતો ત્યારે ફરહાન અખ્તરે તેનો બહુ પ્રતિભાવ આપ્યો નહોતો.અહીંથી પર્સનાલીટી ક્લેશની શરૂઆત થઇ હતી.
અહેવાલો અનુસાર, રણવીર વારંવાર પ્રોડક્શનમાં થતા વિલંબ અને લોક થયેલી (ફાઇનલ) સ્ક્રિપ્ટની ગેરહાજરીથી નાખુશ હતો. એવા પણ દાવાઓ હતા કે તે ડૉનનું વધુ ડાર્ક, વધુ આક્રમક સંસ્કરણ ઈચ્છતો હતો, જેમાં વધુ ધારદાર એક્શન અને વધુ વાસ્તવિકનો ટોન હોય, જ્યારે ફરહાન કથિત રીતે અગાઉની ફિલ્મોમાંની નકલને વળગી રહ્યો હતો.
એવું પણ ચર્ચાય છે કે રણવીરને જ્યારે ખબર પડી કે તે ફિલ્મ સાથે જોડાયેલો હોવા છતાં પણ તેની જગ્યાએ નવો હિરો શોધાઇ રહ્યો છે ત્યારે વિકલ્પો શોધી રહ્યા છે, ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. ત્યારબાદ તરત જ, તેની બહાર નીકળવાના અહેવાલો સત્તાવાર બન્યા.
કોઇ સામાન્ય હિરો ફિલ્મ છોડીને જાય તો તકેની નોંધ પણ ના લેવાય પરંતુ જ્યારે ધૂરંધર ફેઇમ હિરો ફિલ્મ છોડે ત્યારે સંભવિત નફાનું સપનું રોળાઇ જાય છે.
બોલીવૂડ ઉદ્યોગના અહેવાલોએ પાછળથી દાવો કર્યો હતો કે પ્રી-પ્રોડક્શન દરમિયાન થયેલા નાણાકીય નુકસાનને ટાંકીને એક્સેલ એન્ટરટેઈનમેન્ટે અભિનેતા પાસેથી આશરે ૪૦-૪૫ કરોડના નુકસાનીની માંગણી કરી હતી. આ બાબત આખરે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (ખઉૈંભઈ) પાસે પહોંચતા પહેલા મધ્યસ્થતા માટે પ્રોડયુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા સુધી પહોંચી હોવાનું અહેવાલ છે. સવાલ એ પણ છે કે શું કોઇને રોકી શકાય..સંસ્થાએ આક્ષેપ કર્યો હતો કે અભિનેતા ચર્ચા માટે સંસ્થા સમક્ષ હાજર થવાની વારંવારની વિનંતીઓનો જવાબ આપવામાં નિષ્ફળ રહ્યો હતો.
રણવીરે, જોકે, આ આરોપો પર સીધી કોઈ ટિપ્પણી ન કરવાનું પસંદ કર્યું. તેની ટીમે પાછળથી એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે અભિનેતાએ 'સભાનપણે મૌન જાળવવાનું પસંદ કર્યું છે' કારણ કે તે માને છે કે 'વ્યવસાયિક ચર્ચાઓ અને વ્યક્તિગત સમીકરણો ગરિમા, પરિપક્વતા અને પરસ્પર આદર સાથે શ્રેષ્ઠ રીતે હેન્ડલ કરવામાં આવે છે.'
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રણવીર 'ડૉન' ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલા તમામ લોકો માટે 'ઊંડો આદર અને સદ્ભાવના' રાખવાનું ચાલુ રાખે છે. હાલ પૂરતું, ડૉન ૩ નું ભાવિ અધ્ધરતાલ છે. રણવીર કે ફરહાન બંનેમાંથી કોઈએ પણ જાહેરમાં આખી વાર્તા શેર કરી નથી. તાજેતરના વર્ષોમાં ડોન-૩નો વિવાદ બોલીવૂડમાં સૌથી તોફાની વિવાદોમાંનો એક બની ગયો છે.


