- પ્રસંગપટ
- આયાત વધી 27 અબજ ડોલર પહોંચી ગઇ
- વિવિધ ફર્ટીલાઈઝર્સનું કુલ વેંચાણ વધી રેકોર્ડ સપાટીએ પહોંચ્યું છતાં હેકટરદીઠ પેદાશ નીચી રહી!
દેશમાં ફર્ટીલાઈઝરર્સ -ખાતરની બજાર તથા ઉદ્યોગમાં સમીકરણો તાજેતરમાં બદલાતા જોવા મળ્યા છે. ભારતની ગણના હકીકતમાં કૃષી પ્રધાન દેશ તરીકે થાય છે પરંતુ દેશમાં હજી પણ ઘણી કૃષી ચીજો આપણે આયાત કરતા રહ્યા છીએ એ વિશે જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા.
દેશમાં કઠોળની તથા વિવિધ ખાદ્યતેલોની આયાત પર આધાર એકધારો ચાલુ રહ્યો છે. ઘરઆંગણે કૃષી ઉત્પાદન વધારવા સરકાર પ્રયત્નો કરતી રહી છે પરંતુ આ પ્રયત્નોને સફળતા ધીમી મળતી જોવા મળી છે. હકીકતમાં ભારતમાં વિવિધ કૃષી ચીજોની હેકટરદીઠ પેદાશ વૈશ્વિક એવરેજની સરખામણીએ નોંધપાત્ર નીચી રહી છે અને આવી હેકટરદીઠ પેદાશ વધશે તો જ દેશમાં આયાત પરનો આધાર ઘટાડી શકાશે એવી ગણતરી કૃષી તજજ્ઞાો બતાવી રહ્યા હતા.
આવી હેકટરદીઠ પેદાશ વધારવા યોગ્ય પ્રમાણમાં વિવિધ ખાતર ફર્ટીલાઈઝરનો ઉપયોગ કરવો જરૂરી છે.ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો સમાવેશ પણ જરૂરી છે ઉપરાંત વધુ ઉત્પાદન આપતા બિયારણોનો વપરાશ તથા સિંચાઈ યોજનાનો વ્યાપ વધારવો પણ આવશ્યક હોવૌનું જાણકારોેએ જણાવ્યું હતું.
ભારતમાં વિવિધ ફર્ટીલાઈઝર્સનું કુલ વેંચાણ નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન આશરે ૯થી ૧૦ ટકા વધી ૬૫૫થી ૬૫૬ લાખ ટનની સપાટીએ પહોંચ્યાના સમાચાર તાજેતરમાં દિલ્હીથી આવ્યા હતા. ૨૦૨૪-૨૫ના નાણાંવર્ષમાં દેશમાં ખાસ કરીને ડાય-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) તથા મ્યુરીએટ ઓફ પોટાશ (એમઓપી) એન્ડ કોમ્પ્લેક્સનો પુરવઠો વધ્યો હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા.
દેશમાં યુરીયાનું વેંચાણ૮થી ૯ ટકા વધી ૩૮૭થી૩૮૮ લાખ ટન થું છે જ્યારે મ્યુરી એટઓફ પોટોશનું વેંચાણ ૩૩થી ૩૪ ટકા વધી ૨૨થી ૨૩ લાખ ટન થયું છે. કોમ્પ્લેક્સ (બધા ન્યુટ્રીએન્ટનું કોમ્બીનેશન)નું વેંચાણ ૨૮થી ૨૯ ટકા વધી ૧૪૯થી ૧૫૦ લાખ ટનના મથાળે પહોંચ્યું છે. જો કે ડાય-એમોનિયમ ફોસ્ફેટનું વેંચાણ ૧૦૯થી ૧૧૦ લાખ ટનથી ઘટી ૯૬થી ૯૭ લાખ ટનના મથાળે ઉતર્યું છે. આવા ડાય-એમોનિયમ ફોસ્ફેટની સપ્લાય શોર્ટેજ નવેમ્બર ૨૦૨૪ સુધી જોવા મળી હતી. ૨૦૨૪-૨૫માં વિવિધ ફર્ટીલાઈઝર્સનું કુલ વેંચાણ ૬૦૦થી ૬૦૧ લાખ ટનથી વધી ૬૫૫થી ૬૫૬ લાખ ટનની રેકોર્ડ સપાટીએ પહોંચ્યું છે.
આ પૂર્વે આવા વેંચાણનો રેકોર્ડ ૨૦૨૦-૨૧માં ૬૨૧થી ૬૨૨ લાખ ટનનો નોંધાયો હતો અને ૨૦૨૪-૨૫માં આ રેકોર્ડ તોડી વેંચાણના આંકડા નવા રેકોર્ડ સર્જાતાં જોવા મળ્યા હતા. જોકે કૃષી તજજ્ઞાોન ા જણાવ્યા મુજબ ખાતરનું વેંચાણ જેટલા પ્રમાણમાં વધ્યું છે તેની સરખામણીએ ખાતરના વપરાશમાં થયેલી વૃદ્ધીની ટકાવારી ઓછી રહી છે. દરમિયાન, કેન્દ્રના પ્રધાનના જણાવ્યા મુજબ ભારતમાં કુલ જીડીપીમાં કૃષી ક્ષેત્રનો ફાળો(હિસ્સો) ઘટતો રહી ૧૪ ટકાના સ્તરે ઉતર્યો છે.
ખેતીમાં હેવ આર્થિક વળતર સંતોષકારક રહ્યું નથી એવું તેમણે જણાવ્યું હતું. આવા માહોલમાં દેશમાં ખાદ્યતેલો, વિવિધ કઠોળ સહિતની વિવિધ કૃષી ચીજોની કુલ આયાત ૨૦૨૪-૨૫માં વધી ૨૭ અબજ ડોલરના સ્તરે પહોંચી હોવાના નિર્દેશો પણ મળ્યા હતા. આવા આયાત બિલમાં વાર્ષિક ધોરણે ૨૦ ટકાની વૃદ્ધિ થઈ છે. કોટનની આયાત પણ જોવા મળી છે.
૨૦૨૩-૨૪માં આયાતનો આંકડો ૨૨થી૨૩ અબજ ડોલરનો હતો તે વધી ૨૦૨૪-૨૫માં ૨૭ અબજ ડોલરના મથાળે પહોંચ્યો છે. ભારતમાં ગ્રામિણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારો તરફ લોકોનું સ્થળાંતર વધ્યું છે અને તેના પગલે ખેતીનો વ્યાપ ઘટયો છે. આઝાદીવખતે દેશની કુલ વસતી પૈકી ૯૦ ટકા વસ્તી ગામડાઓમાં રહેતી હતી પરંતુ ત્યારબાદ પ્રવાહો પલ્ટાતા રહ્યા છે. અનાજ તથા કૃષી ચીજોમાંથી ઈથેનોલનું ઉત્પાદન વધશે તો કૃષી ક્ષેત્રની ઘણી સમસ્યાઓ દૂર કરી શકાશે એવું તજજ્ઞાો જણાવી રહ્યા હતા.


