- હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના નામે ધમકી અપાઇ
- 'જો આ વાત કોઇને કહેશો તો તમારા ફેમિલી મેમ્બરનું નામ પણ ટેરર ફંડીંગંના કેસમાં નાખી દઇશું'
- પ્રસંગપટ
ડિજીટલ એરેસ્ટ કરનારા અનેકનો શિકાર બનાવી રહ્યા છે. છૈં સહીતની ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજીટલ એરેસ્ટ કરતી ટોળકી સાયબર પોલીસને પડકારી રહી છે અને કરોડો રૂપિયા ખંખેરી રહી છે. સામાન્ય પ્રજા નહીં પણ પૈસાદારો અને નિવૃત્ત કર્મચારીઓને ટાર્ગેટ બનાવીને તેમને વિવિધ કારણોસર ડરાવી-ધમકાવીને કરોડો રુપિયા કૌભાંડીઓ પોતાના બેંક ખાતામાં જમા કરાવાય છે.
અહીં વાત છે ૩૦ દિવસમાં ૨૩ કરોડ આંચકી લેનાર કૌભાંડીઓની કે જેમણે એક ભૂતપૂર્વ બેંકરને ૩૦ દિવસ સુધી ડિજીટલ એરેસ્ટ હેઠળ રાખીને ૨૩ કરોડ જેટલી જંગી રકમ આંચકીને સાયબર પોલીસને પડકાર ફેંક્યો છે. લૂંટાનાર વ્યક્તિ ભૂતપૂર્વ બેંકર છે એટલેકેે ફાયાનાન્સનું બધું કામ જાણે છે થતાં તેને પણ ફ્રોડ કરનારાઓેએ ચૂનો લગાવ્યો છે. ૨૦ ટ્રાન્ઝેકશન મારફતે ૨૩ કરોડ આંચકી લેવાની ધટનાને સોશ્યલ નેટવર્ક પર મુકીને ૭૮ વર્ષના લૂંટાનારે લોકોને ચેતવ્યા છે અને કહ્યું છેકે મેં મારી જીવનભરની કમાણીમાંથી કરેલી બચત ગુમાવી છે.
પોલીસને જાણ કરાતાંજ તે એક્ટિવ બની હતી અને ૨.૬૭ કરોડ રૂપિયા કેટલીક બકોમાં ફ્રિઝ કરાવ્યા હતા. આ પૈસા પાછા આવ્યા છે પરંતુ જે રીતે સિનિયર સિટીઝનને ફસાવાયા છે અને લોકોએ કેવી સાવચેતી રાખવી તેની વિગતો લૂંટાનાર સિનિયર સિટીઝને આપ્યું છે. તેમના મતે દરેકે ચેતતા રહેવાની જરૂર છે. ફ્રોડ કરનારા એવો દમ મારે છે કે કોઇ સિનીયર તેમનો સામનો કરી શકતા નથી.
સાયબર ફ્રોડ કરનારા સામે સાયબર પોલીસ પગલાં લે છે પરંતુ લોકોએ પણ આવી ફ્રડની ધટનાઓ પરથી સચેત રહેવાનું વિચારવાનું છે.
૨૩ કરોડ આંચકી લેનાર ફ્રોડ ગેંગે પોતે પકડાઇ ના જાય એટલે ૪૦૦૦ જેટલા બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. દિલ્હીની સાયબર પોલીસ આ કેસનો ઉકેલ શોેધવા પ્રયાસ કરે છે.
લૂંટાનાર સિનિયર સિટીઝનનું નામ નરેશ મલ્હોત્રા છે. તેમણે તેમની આપવીતીમાં લખ્યુંું છે કે મને એક મોબાઇલ કનેક્શન કંપનીમાંથી ફોન આવ્યો હતો કે ટેરર ફંડીગની પ્રવૃત્તિમાં મુંબઇ ખાતે તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરાયો છે. તમારે કનેકશન ચાલુ રાખવું હોય તો મુંબઇ પોલીસને વાત કરવી પડશે. ત્યારબાદ તેમને વિવિધ નંબરો પરથી ઇડી, સાબીઆઇ, પોલીસ વગેરેના નામથી કોલ આવવા લાગ્યા હતા અને કાયદેસરના પગલાં લેવાની ધમકી આપવા લાગ્યા હતા.
હું મુંબઇ પાલીસને ફોન કરૃં તે પહેલાં તો તે લોકોએ મને કડક પગલાં લેવાની ગંભીર ચેતવણી આપવી શરૂ કરી દીધી હતી. પછી તરત કહ્યું કે તમે ડિજીટલ એરેસ્ટ હેઠળ છો અને ધર છોડીને ક્યાંય જઇ શકશો નહીં. મને વિડિયો કોલ કરીને કહ્યું કે બધું ખાનગી સ્તરે ચાલે છે માટે ચૂપ રહેજો. મારા પાસપોર્ટ જપ્ત કરવાની ધમકી અપાઇ હતી તેમજ મારા વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મુકાશે એમ પણ કહ્યું હતું.
ત્યારબાદ મારા ત્રણ એકાઉન્ટમાંથી ૨૦ ટ્રાન્ઝકશન કરાવીને ૨૩ કરોડ રૂપિયા લઇ લેવાયા હતા. મને ડિજીટલ એરેસ્ટ કર્યા પછી દર બે કલાકે વિડિયો કોલ ઉઠાવવાનું કહ્યું હતું. મને આદેશ કર્યો હતો કે ડિજીટલ એેરેસ્ટ એટલે તમે પોલીસના સર્વેલન્સ હેઠળ છો અને ધર છોડી શકશો નહીં. ફ્રોડ કરનારાઓેએ પહેલાં મારી બચત વિશે પૂછ્યું હતું. મેં તેમને જવાબમાં કહ્યું કે ૧૪ લાખ જેટલા હશે. તરતજ મને કહ્યું કે ૧૪ લાખ તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે. તેનું વેરીફીકેશન કરીને તમને પરત મોકલાશે.
રિઝર્વ બેંકના અધિકારી તમારો સંપર્ક કરશે. મ્યુચ્યલ ફંડ સહિત મારા રોકાણો જ્યાં જ્યાં હોય તે પણ વેરિફીકેશન માટે મોકલવા પડશે. મલ્હોત્રાને જણાવાયું કે આ પૈસા મુંબઇ હાઇકોર્ટના આદેશ અનુસાર ટ્રાન્સફર કરાઇ રહ્યા છે. પહેલાં ૨૫ ટકા પૈસાનું વેરિફીકેશન થશે પછી તપાસ શરૂ કરાશે.
આટલું કહયા પછી બેંકર મલ્હોત્રાને ધમકાવાયા હતા કે જો આ વાત હું કોઇને કહીશ તો તમારા ફેમિલી મેમ્બરનું નામ પણ ટેરર ફંડીંગના કેસમાં નાખી દઇશું.
બીજા દિવસે મને કહેવાયું કે રજીસ્ટાર ઓફ સુપ્રિમ કોર્ટના પ્રાઇવેટ એેકાઉન્ટમાં પ.બંગાળ ખાતે પાંચ કરોડ ડિપોઝીટ કરાઓ. હવે આ છેલ્લી તપાસ છે કેમકે કેસ સુપ્રીમ કોર્ટ પાસે ગયો છે. ત્યારે મેં કહ્યું કે હું હમણા નજીકના પોલીસ સ્ટેશને જઇને સરંડર કરૃં છું. મલ્હોત્રાએ પોલીસ સ્ટોશને જવાનું કહ્યું એટલે ફોન આવતા બંધ થઇ ગયા હતા. મને જ્યારે ખ્યાલ આવ્યો કે મને ઓનલાઇન ફ્રોડ કરનારે લૂંટયો છે ત્યારે મેં પોલીસ ફરિયાદ કરી હતી.
એક સમયે બેંકીંગ ક્ષેત્રે કામ કરી ચૂકેલાને ઓનલાઇન લૂટનારા મલ્હોત્રાની ડરપોક મેન્ટાલીટીના માહિતગાર હોવા જોઇએ એમ પોલીસનું માનવું છે.


