- કોપર બજારમાં સપ્લાય સરપ્લસના બદલે સપ્લાય ડેફીસીટની સ્થિતિ
- પ્રસંગપટ
- કોપરમાં સપ્લાય ડેફીસીટમાં વૃદ્ધિ: ભાવ ઝડપી વધી ૧૨ હજાર ડોલર ત્યાર બાદ 15 હજારની સપાટીની પણ બતાવાતી શક્યતા
દેશમાં તથા વિશ્વ બજારમાં તાજેતરમાં સોના તથા ચાંદીના ભાવમાં જોવા મળેલી રેકોર્ડ તેજીના પગલે અન્ય કિંમતી ધાતુઓના ભાવ ઉફરાંત કોપર સહિતની વિવિધ ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સના ભાવ પણ ઉછળતા જોવા મળ્યા હતા. ખાસ કરીને ચાંદી તથા કોપરનો સંબંધ વિશેષ રહ્યો છે કારણ કે કોપરના ઘણા પ્રોસેસમાં બાય પ્રોડકટ તરીકે ચાંદી પણ મેળવવામાં આવતી હોય છે. વૈશ્વિક સ્તરે ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સની બજારોમાં કોપર અંકાતી ગણાય છે. કોપરના ભાવમાં થતી ઉછળકુદની અસર અન્ય ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સના ભાવ પર પણ દેખાતી હોય છે. વિશ્વ બજારમાં ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સની બજારોમા૩ં તાજેતરમાં કોપરના ભાવ વધતા રહી ટનના ૧૦ હજાર ડોલવરની સપાટી પાર કરી ગયા હતા તથા ઉંચામાં ભાવ વિશ્વ બજારમાં કોપરના ભાવ ૨૦૨૪ના પાછલા વર્ષમાં ટનના નીચામાં ૯૧૭૦થી ૯૧૭૫ ડોલર તથા ઉંચામાં ૯૯૯૦થી ૯૯૯૫ ડોલર રહ્યા હતા. ૨૦૨૫ના વર્તમાન વર્ષમાં ભાવ આગળ વધી ૧૦ હજાર ડોલર પાર કરી ગયા હતા. ચાંદીના ભાવ ઉછળતા કોપરના ભાવ પણ ઉંચા ગયા હતા. ઓકટોબરમાં ઉંચામાં ભાવ ૧૦૮૦૦ ડોલરની સપાટી વટાવી ભાવ ૧૦૮૬૦થી ૧૦૮૬૫ ડોલર સુધી ટ્રેડ થતા જોવા મળ્યા હતા. કોપરમાં ચીનની નવી માગ ધીની પડતી દેખાઈ હતી. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ટેરીફ વિષયક નીતિમાં છાશવારે ફેરફાીરો થતા રહેતાં કોપર બજારમાં અજંપો પણ જોવા મળ્યો હતો. જુલાઈમાં ટ્રમ્પે કોપરની આયાત પર ૫૦ ટકા ટેરીફ જાહેર કર્યા પછી આવી ટેરીફપ માત્ર અનરિફાઈન્ડ કોપરને જ લાગુ લપડશે એવી સ્પષ્ટતા કરવામાં આવતાં વિશ્વ બજારમાં જુલાઈ મહિનામાં ભાવમાં બેતરફી ચડઉતર જોવા મળી હતી.
દરમિયાન, વૈશ્વિક સ્તરે કોપર બજારમાં સપ્લાય સરપ્લસના બદલે સપ્લાય ડેફીસીટની સ્થિતિ આ વર્ષે દેખાઈ છે. ઈન્ડોનેશિયા તથા કોંગોમાં કોપરનું ઉત્પાદન આ વર્ષે અપેક્ષાથી ઓછું થયાના વાવડ મળ્યા હતા. વિશ્વ બજારના તજજ્ઞાોના જણાવ્યા મુજબ આગામી વર્ષોમાં કોપરમાં ચીનની માગ ધીમી રહેશે જ્યારે અમેરિકા તથા ભારતની માગ કોપરમાં વધતી જોવા મળશે એવી શક્યતા જણાય છે.ચીનમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે હવે વિકાસની ગતી ધીમી પડી છે. જ્યારે ભારત તથા અમેરિકામાં આ ક્ષેત્રે વિકાસ વેગ પકડી રહ્યાના સંકેતો મળ્યા હતા. વૈશ્વિીક સ્તરે ડેટા સેન્ટર પાવર ટ્રાન્સમિશનમાં કોપરની માગ વધી છે. આર્ટીફીશિયલ ઈન્ટેલીજન્સ એઆઈ ક્ષેત્રનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. આવા માહોલમાં આગળ ઉપર કોપરનો વપરાશ વધતો જોવા મળશે એવી શક્યતા વિશ્વ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. ઈલેકટ્રીફિકેશન, ઈલેક્ટ્રીક વેહિકલ્સ, રિન્યુએબલ એનર્જી વિ. ક્ષેત્રમાં પણ કોપરની માગ વધતી જોવા મળી છે. ગોલ્ડમેન સેકના તજજ્ઞાોના જણાવ્યા મુજબ વૈશ્વિક લસ્તરે કોપરની સપ્લાય ડેફીસીટ ૨૦૨૫ના વર્તમાન વ ર્ષમાં ૧ લાખ ૬૦ હજાર ટન રહી છે તથા ૨૦૨૬ના નવા વર્ષમાં આવી ડેફીસીટ વધુ વધી બે લાખ ટન થઈ જવાનની ભીતિ જણાય છે. વિશ્વ બજારના અમુક એનાલિસ્ટોના જણાવ્યા મુજબ સોના અને ચાંદી પછી હવે કોપરમાં રેકોર્ડ તેજી આવવાની શક્યતા જણાઈ છે. વૈશ્વિક સ્તરે કોપરમાં વિવિધ ઉત્પાદક દેશોની માઈન્સમાં ઉત્પાદનમાં પીછેહટ જોવા મલી છે તથા કોપરનો સ્ટોક પણ ઘટયો છે. ઉપરાંત સ્ક્રેપ ક્ષેત્રમાંથી આવતો કોપરનો પુરવઠો પણ ઘટયો છે. આના પગલે સપ્લાય ડેફીસીટની સ્થિતિ સર્જાઈ છે. ડિફેન્સ ક્ષેત્રમાં પણ વકોપરની માગ વધતી જોવા મલી છે. ૨૦૨૨માં કોપરના ભાવ ઉંચામાં ૧૦૭૨૫થી ૧૦૭૩૦ ડોલર થતાં રેકોર્ડ સર્જાયો હતો પરંતુ ત્યાર પચી ભાવ ફરી ઘટી ૮૦૦૦ ડોલર લપણ ૨૦૨૨માં થયા હતા ત્યારબાદ ૨૦૨૩માં ભાવ વધી ૯૩૦૦ ડોલર સુઘી પહોંચ્યા હતા. ત્યારબાદ ચીનની માગ ઘટતાં ભાવ ગબડી ૭૯૦૦ ડોલર થઈ ગયા હતા. ૨૦૨૪માં ભાવ વધી ૧૧૪૬૦થી ૧૧૪૬૫ ડોલર થતાં નવો રેકોર્ડ સર્જાયો હતો. વૈશ્વિક સ્તરે રિફાઈન્ડ કોપરની માગ વધતી હતી ૨૦૩૫ સુધીમાં ૪૯૦ લાખ ટન થવાનો અંદાજ જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારના જાણકરોના જણાવ્યા મુજબ કોપરના ભાવ વધી ઉંચામાં ૧૫ હજાર ડોલર થઈ જવાની શક્યતા જમાય છે. બેન્ક ઓફ અણેરિકાના સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦૨૬માં ભાવ ૧૨ હજાર ડોલરને આંબી જવાની શક્યતા જણાય છે. સીટી ગુ્રપે પણ ૧૨ હજાર ડોલરનાં ભાવનો અંદાજ બતાવ્યો છે તથા આગામી ૨થી ૩ વર્ષમાં ભાવ ૧૫ હજાર ડોલર થવાનિી શ ક્યતા પણ તજજ્ઞાો બતાવી રહ્યા છે.


