- વિશ્વમાં કોક્રોચ મિલ્ક પણ છે અને કોક્રોચ ટી પણ છે
- પ્રસંગપટ
- જે વંદા સામાન્ય અવાજથી પણ ભાગી જતા હોય છે તેને જોઇને લોકો દોડધામ કરતા હોય છે
એર ઇન્ડિયાની ફ્લાઇટમાંથી વંદાનું નાનું બચ્ચું જોવા મળતા મોટો ઉહાપોહ થયો હતો. તે બહુ ચર્ચાસ્પદ એટલા માટે હતું કે તે લાંબા સમયથી વિવિધ ટીકાઓનો ભોગ બનનાર એરઇન્ડિયાના વિમાનમાંથી મળ્યો હતો. વંદો (કોક્રોચ)નામ પડતાંજ અનેક લોકો ડરી જાય છે. વંદા વિનાની જગ્યા શોધવી મુશ્કેલ છે. વંદાને નાબૂદ કરતી અનેક દવાઓ બજારમાં મળે છે પરંતુ જ્યાં અંધારૃં છે અને છૂપાઇ રહેવાની તીરાડ છે ત્યાં વંદા હોયજે તે સમજી લેવાતું હોય છે.
ઉધઇ અને વંદા કાયમ માટે દુર કરી શકાતા નથી. ઉધઇ બહુ માળી ફ્લેટોમાં જોવા નથી મળતી પરંતુ વંદાતો બહુમાળી મકાનોના ટોપના ફ્લોર પણ અડીંગો જમાવીને બેઠા હોય છે. ફર્નીચરની તીરાડો અને ખાસ કરીને રસોડું તેમને છુપાઇ જવાનું આદર્શ સ્થાન હોય છે. ઇલેકટ્રોનિક ઉપકરણોમાં પણ તે ઘૂસી જાય છે. તે જેમ વિમાનમાં મળી આવે છે એમ વંદેભારત ટ્રેનમાં પણ મળી આવે છે. અનેક હોટલોમાં જમવાના ખોરાકમાંથી વંદા કે તેના અવશેષો જોવા મળ્યાની ફરિયાદ છે. વંદાનો દેખાવ અને વર્ષોથી વંદા પ્રત્યે ચાલી આવતી સૂગ તેના ડર માટે જવાબદાર છે. વંદાથી પોલીસથી માંડીને રાજકારણીઓથી માંડીને અંડર વર્લ્ડના લોકો પણ ડરતા હોય છે. જે વંદા સામાન્ય અવાજથી પણ ભાગી જતા હોય છે તેને જોઇને લોકો ઉહોપાહ અને દોડધામ કરતા હોય છે. નથી તો તે કરડતા કે નથી તો તે કોઇ ગંદકી કરતા. તે કુદરતના સફાઇ કામદાર હોવા છતાં તેનો ડર લોકોના મનમાં ઘૂસી ગયેલો છે.
કેટલાક જીવાણુઓ માટે અનેક લોકોના મનમાં ડર જોવા મળે છે. જેમાં ગરોળી, વંદો, કાનખજૂરો, વીંછી વગેરોનો સમાવેશ થાય છે.
રસાયણિક ખાતરના ઉપયોગના કારણે જમીન પર રહેતા અનેક જીવાણુઓનો ખાત્મો બોલી ગયો છે. રસાયણિક ખાતરની અસર જમીનની અંદર દશ ફૂટ સુધી ઉંડે રહેતા જીવાણુઓ માટે જોખમ કારક બન્યા હતા. પાણી સાથે મિશ્રીત થઇને ઝેરી રસાયણો જમીનમાં પ્રવેશે છે ેજેથી જમીનમાંના જીવાણુઓ અને તેણે મુકેલા ઇંડાનો નાશ શાય છે. ઉદાહરણ તરીકે વર્ષા ઋતુમાં હવે પહેલાં જેવાં દેડકાં દેખાતા નથી તેમનો અવાજ પણ સાંભળવા મળતો નથી. કોઇ પોતાના ઘરમાં નાના જીવાણુઓ કે કીડી મંકોડા જોવા ઇચ્છતું નથી. લોકો કરોળીયા અને ગરોળીને પણ મકાનની બહાર ધકેલી દે છે. પરંતુ કોક્રોચ-વંદા પાસે જીવન ટકાવી રાખવાની ટેકટીક્સ છે. બહુ ઓછા જીવાણુઓ પાસે વંદા જેવી ક્ષમતા હોય છે.
લોકોમાં હવે જાગૃતિ આવી છે. પોતાના પરિવારનું આરોગ્ય સલામત રાખવા તે ઘરમાં રહેતી જીવાતોને મારવા વિવિધ ઝેરી રસાયણો મિશ્રીત દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ વંદાને મારી શકાતો નથી. તે રાતના સમયમાંજ બહાર આવે છે. થોડા અવાજથી પણ તે ચેતી જાય છે અને નજીકની તિરાડોમાં ઘૂસી જાય છે. વંદાઓના જીવનની એક ખાસિયત એ છે કે તે તેના જીવન કાળમાં ૭૫ ટકા આરામ કરવા પાછળ વપરાય છે.
...કોક્રોચ તેના શ્વાસને ૪૦ મિનિટ સુધી રોકી રાખે છે. તેને પાણીમાં પુરેપુરો ડૂબાડી દવામાં આવે તો પણ અડધો કલાક સુધીતે જીવીત રહી શકે છે.
... કોક્રોચ દર કલાકે ત્રણ માઇલની સ્પીડે ચાલી-દોડી શકે છે. ઘરમાં દોડાદાડી કરીને સલામત સ્થાને તે પહોંચી જાય છે. જોકે આમ કરવાથી તે આખા ઘરમાં બેક્ટેરીયા ઝડપથી ફેલાવી શકે છે.
મોટાભાગના વંદાના બચ્ચાં ૩૬ દિવસમાં મોટા થઇ જાય છે. તેનું વજન માંડ ૧૦ ગ્રામ હોય છે પરંતુ તે ૧૦૦ કિલો વજનવાળાને ડરાવી શકે છે. વંદામાં સૌથી વધુ જર્મન પ્રકારના હોય છે. વંદાનું તાજું જન્મેલું એક દિવસનું બચ્ચું પણ તેના વાલીની જેમ ઝડપભેર દોડી શકે છે. આવા બચ્ચાં ધૂળની નાની રજકરણ જેવા હોય છે. તે પણ બેક્ટેરીયા પ્રસરાવી શકે છે.
અમેરિકન જાતના વંદા આલ્કોહોલ તરફ વધુ આકર્ષાય છે. વંદાની આ જાત બીયરની બોટલ પર ચોંટી જાય છે. વિશ્વનો મોટા વંદાની જાત દક્ષિણ અમેરિકામાં જાવા મળે છે.તે છ ઇંચ લાંબો હોય છે અને તેની પાંખો પણ છ ઇંચથી વધુ મોટી હોય છે.
કહે છેકે વિશ્વમાં ૪૦૦૦ વંદાની જાત છે. સૌથી વધુ જર્મનની જાત છે જે ગુજરાતના ઘરોના રસોડામાં જોવા મળે છે. વંદા ખોરાક વિના એક મહિના સુધી જીવી શકે છે. વિશ્વમાં કોક્રોચ મિલ્ક પણ છે એમ કોક્રોચ ટી પણજોવા મળે છે. વંદો ઘરમાં વણજોઇતો મહેમાન છે તેને કાઢી નાખવો સલાહ ભરેલું છે.


