- વિઝા નીતિ સામે ગુગલના કર્મચારીઓેનો વિરોધ
- પ્રસંગપટ
- અન્ય કંપનીઓ પણ વિરોધમાં નોંધાવશેઃ અમેરિકાની સિલીકોન વેલી ભારતની ટેલેન્ટ વિના સૂની થઇ જશે
H-1B વિઝાના ખભે બંદૂક મુકીને ભારતની ટેલન્ટનો શિકાર કરવા નીકળેલા અમેરિકાને એ ખબર નથી લાગતી કે અમેરિકામાં થતાં ટેકનોલોજીના સંશોધનો પાછળ ભારતીય ટેકનોેલોજીસ્ટોનો મહત્વનો ફાળો હોય છે. જો ટ્રમ્પનું વહિવટી તંત્ર ભારતના ટેકનોલોજીસ્ટોને વિવિધ કારણો આગળ ધરીને શિકાર કરવાનું ચાલુ રાખશે તો અમેરિકાની સિલીકોન વેલી ભારતની ટેલેન્ટ વિના સૂની થઇ જશે.ટ્રમ્પ વહિવટીતંત્રએ વિઝા ફીમાં કરેલા જંગી વધારા સામે મેનહટન ખાતે ગુગલના કર્મચારીઓએ દેખાવો કરીને ટ્રમ્પની નીતિ સામે પહેલીવાર મોં ખેાલ્યું છે. H-1B વિઝા ફીમાં ૬,૬૦૦૦ ટકાના વધારાએ અનેક આઇટી કંપનીઓના ગણિત બગાડી નાખ્યાં છે. ગુગલના કર્મચારીઓ જ્યારે જંગી વિઝા ફી સામે માથું ઉંચકે છે ત્યારે યાદ રાખવું કે અન્ય આઇટી કંપનીઓ પણ ટ્રમ્પ વહિવટી તંત્ર સામે અવાજ ઉઠાવશે.
ગુગલે કંપનીમાં ફેરવેલા ઇન્ટરનલ મેમો બાદ કર્મચારીઓેેએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ગુગલના એક કર્મચારીએ કંપનીને લખ્યું હતુંકે ગુગલ સૌથી મોટી કંપની છે. કર્મચારીઓને ટકાવી રાખવા માટે પણ કંપનીએ ટ્રમ્પ વિહવટી તંત્રએ વધારેલી ફી સામે વિરોધ કરીને કર્મચારીઓની લાગણી જીતવી જોઇએ. ઇમિગ્રેશ વર્કરોએ ગુગલને જાયન્ટ કંપની બનાવી છે જેથી તેમની સમસ્યા સાથે પણ ઉભા રહેવાની જરૂર છે. ગુગલના કર્મચારીઓએ સંયમિત દેખાવો કર્યા છે. બધાના હાથમાં 'અમે ઇમિગ્રેન્ટ્સની સાથે છીએ' એમ દર્શાવતા એકસરખા બેનર હતા પરંતુ ક્યાંય ટ્રમ્પનો ફોટો કે ટ્રમ્પનો વિરોધ નહેાતો જોવા મળ્યા.
ભારતને વર્ષોથી બ્રેન ડ્રેનની ચિંતા સતાવતી હતી. ભારતનું બ્રેન અમેરિકામાંખેંચાઈ ઘસડાઇ જાય છે, કેમકે ભારતમાં ટેલેન્ટને યેાગ્ય વળતર નહોતું મળતું અને ભારતમાં ટેકનોલોજી ઇનોવેશન બહુ જોવા નહોતું મળતું. ભારતમાં, રિવર્સ બ્રેન-ડ્રેઇનની પણ વાત શરૂ થઇ હતી, પરંતુ ભારતના બ્રેઇનને ડોલરમાં આવતી કમાણીમાં રસ પડવા લગ્યો હતો.
હવે જ્યારે ટ્રેમ્પના વહિવટી તંત્રએ અમેરિકાના સ્થાનિક લોકોની બેરોજગારી દુર કરવા વિદેશથી આવતા વિઝા ધરાવનારાના પ્રવેશ સામેના નિયમો કડક બનાવીને તેમની પ્રવેશ પર બે્રક મારવાનો પ્રયાસ કર્યો છે. વાસ્તમાં અમેરિકાની કંપનીઓને જે બુદ્ધિધનની જરૂર તે અમેરિકા પાસે નથી. અમેરિકાની જાયન્ટ ટેકનોલોજી કંપનીઓેએ ટ્રમ્પના વહિવટી તંત્રને જણાવ્યું હતું કે અમારે હડ-કાઉન્ટની નહીં, અસલી દિમાગની જરુર છે. અને આવા બ્રેઇન ભારતથી બોલાવવા પડે છે.
H-1B વિઝા ધરાવનારા પૈકી ૭૦ ટકા તો ભારતીય છે. અતિથિ દેવો ભવમાં ભારત માને છે, અમેરિતા એવુ માનતું નથી. અમેરિકા ફર્સ્ટવાળી નીતિના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ વિઝા ફીમાં જંગી વધારો કરીને ભારતથી આવતા લોકોને અટકાવવા માંગે છે. ભારતને વર્ષોથી બ્રેન ડ્રેનની ચિંતા સતાવતી હતી. ભારતનું બ્રેન અમેરિકામાં ઠસડાઇ જતું હતું કેમકે ભારતમાં ટેલેન્ટને યેાગ્ય વળતર નહોતું મળતું અને ભારતમાં ટેકનોલોજી ઇનોવેશન બહુ જોવા નહોતું મળતું. ભારતમાં રિવર્સ બ્રેનડ્રે્રેનની પણ વાત શરૂ થઇ હતી પરંતુ ભારતના બ્રેનને ડોલરમાં આવતી કમાણીમાં રસ પડવા લાગ્યો હતો.
અમેરિકાની જાયન્ટ ટેકનોલોજી કંપનીઓેએ ટ્રમ્પના વહિવટી તંત્રને જણાવ્યું હતું કે અમારે માથાની નહીં બ્રેનની જરૂર છે અને આવા બ્રેન ભારતથી બોલાવવા પડે છે. H-1B વિઝા ધરાવનારા પૈકી ૭૦ ટકાતો ભારતીય છે. અતિથિ દેવો ભવમાં ભારત માને છે પરંતુ અમેેરિકા માનતું નથી. અમેરિકા ફર્સ્ટ વાળી નિતીના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ વિઝા ફીમાં જંગી વધારો કરીને ભારતથી આવતા લોકોને અટકાવવા માંગે છે. અમેરિકાની અનેક કંપનીઓમાં ઇમિગ્રેશન્ટ્સ કામ કરે છે. જેમાં ભારતીયોની સંખ્યા બહુ મોટા પાયે છે. સિલિકોન વેલીમાં તો ભારતીયો વધુ જોવા મળે છે અને મેનહટન ખાતેની ગુગલની ઓફિસમાં ગણપતિ સ્થાપન પણ કરાય છે. કહેવાનો અર્થ એ છે કે આજે ગુગલે વિરોધ કર્યો છે, તો આવતી કાલે અમરિકાની અન્ય કંપનીઓ ટ્રમ્પની નીચચઓનો વિરોધ કરશે તે નક્કી છે. ટ્રમ્પની નીતિઓનો વરોધ થતો નથી એ વાત ગુગલના સ્ટાફે ઉડાવી દીધી છે. ટ્રમ્પની વિઝા નીતિઓના વિરોધમાં હજુ અમેેરિકામાં વસતા સમૃદ્ધ ભારતીયો વિરોધ નોંધાવવા આગળ નથી આવતા તે કમનસીબી કહી શકાય.જ


